Monday, July 13, 2009

"નસીબ" શું ખરેખર તેનું કાઈ મહત્વ છે જીવનમા ?

હમણા હમણા ભુમીકાબેનનો બ્લોગ જોયો. ખુબ સરસ બ્લોગ છે. મારા જેવી જ શૈલી છે એટલે વધુ ગમ્યો. તેમના બ્લોગ પર તેમણે પોતાના નસીબ વિષે પોતાના વિચારો લખ્યા છે. મારા થી પચી કેમ રહેવાય. આગળના અધુરા લેખો પુરા કરવાની વાત બાજુ પર મુકી આ નવો વિચાર મુકુ છું.
પહેલા તો તેમણે પોતાના જીવનમા બનેલી ઘટનાઓ મારા સંદર્ભમા જણાવું. હું પણ ભણવામા હોશિયાર હતો. ધો.૭ સુધી તો એક થી ચારમા જ મારો નંબર આવતો. ધો.૮ પછી પણ એક થી દશમા તો મારો નંબર હોય જ. ગણીત અને વિજ્ઞાનમાં તો ક્લાસમા સૌથી વધુ માર્ક મને જ મળતા. સાયન્સમા જાવુ જ હતુ તે નક્કી હતું. ૧૦ મા ૫૭ % આવ્યા પણ ગણીત વિજ્ઞાનમા ૮૦ % ઉપર હતા. વિ.વિ.નગર એડમીશન લેવુ હતુ પણ જે સ્કુલમા એડમીશન લેવાનુ હતુ તેના માટે ગણીત-વિજ્ઞાનમા ૮૫ % જોઈતા હતા. એડમીશન ત્યાં ના મળ્યુ એટલે બીજી સ્કુલમા લીધુ. ના ફાવ્યુ તે સ્કુલમા એટલે પાછો માંગરોલ ગયો અને ત્યા કોમર્સ વિષય રાખવા પડ્યા. પાછો આવ્યો એટલે હતાશા તો હતી એટલે થોડા સમય થોડો ગુસ્સો પણ હતો.
ધો.૧૨ની પ્રીલીમ પછી જ્યારે મોટા ભાઈએ રિઝલ્ટ જોયુ તો બધા જ વિષયના ટોટલ માર્ક પણ ૫૦ ઉપર થતા ના હતા. મને બહુ વઢીયા ક્લીક લાગી ગઈ. ૪૫ દિવસ ખુબજ મહેનત કરી. પરિક્ષા આવી, બધા જ પેપર ખુબ સારા ગયા હતા. બહુ વધુ ટકાની તો આશા ના હતી પણ ૬૫ થી ૭૦ % વચ્ચે આવશે તેટલોતો આત્મવિશ્વાષ હતો. રિઝલ્ટ આવ્યુ ફક્ત ૫૬ % મારી મહેનત અને જે રીતે મારા પેપર ગયા હતા તેનાથી ક્યાય ઓછા. બી.બી.એ. કરવુ હતુ પણ તે તો હવે બહુ દુર રહી ગયું. બી.કોમ. ઇગ્લીશ મીડીયમમા એડમીશન લીધુ. પાછો વિ.વિ.નગર ગયો. એક વર્ષ ખુબ જલસ્સા કર્યા કારણ કે રિઝલ્ટ ખબર જ હતી કે હું કોઇ કાળે પાસ નથી થાવાનો.
તે વર્ષ નાપાસ થયો અને પાછો આવ્યો માંગરોલ. હવે તો ફેક્ટરીમા કામ કર્યે છુટકો ના હતો. તેમ છતા કોલેજ કાળ બહુ માજાથી વિતાવ્યો. લાસ્ટ યર બી.કોમ. મા પાછી ધુન ચડી કે ભાઈની જેમ M.B.A. કરવું છે. બહુ મહેનત કરી, પેપર પણ સારા ગયા હતા. આ વખતે પણ જોકે બહું મોટી તો આશા રાખી જ ના હતી. એટલુ હતુ કે સેકન્ડ ક્લાસ આવી જ જાશે. રિઝલ્ટ આવ્યુ બધા જ વિષયમા ફેઇલ. ઇવન કોમ્યુટરમા પણ ફેઇલ. ફોક્સ પ્રો. મા મે નાના નાના સોફ્ટવેર બનાવેલા છે તેમા હું ફેઇલ થાવ તે તો હું માની જ કેમ શકું. એકાઉન્ટનો વાર્ષીક હિસાબનો દાખલો આખા સેન્ટરમા મારો એક નો જ સાચો હતો. તે દાખલાના જ ૨૫ ગુણ હતા અને મને માર્ક આવ્યા ૧૭. તેનાથી પણ વધુ આશ્ચર્ય તો એ વાતનુ કે મારી બાજુ વાળાએ બધા પેપ્ર કોરે કારા છોડ્યા હતા અને તેને ૫૦ % આવ્યા. એકદમ અપસેટ હતો એટલે પપ્પાએ મને ફરવા મોકલી દીધો. આછો આવ્યો ત્યારે તો માર લગ્નની વાતો ચાલતી હતી. પપ્પાની ઇચ્છા સામે કોઇ દિવસ કાઈ બોલ્યો નથી એટલે ત્યારે પણ બોલવાનો કોઇ પ્રશ્ન જ ના હતો. મારા બધા ફ્રેન્ડસ હજી ભણતા હતા ત્યારે હું પરણીને સંસારમા ગુચવાયેલો હતો.
બીઝનેશ પણ સારો ચાલતો હતો ત્યાં અચાનક બન્ને મોટા ભાઈઓ એ અમદાવાદ સેટ થાવાનો નિર્ણય લીધો. અચાનક આખી ફેક્ટરીની જવાબદારી મારે માથે આવી પડી. બધુ જ છોડી તનતોડ મહેનત કરી ફેક્ટરી બચાવી. બે વર્ષ પછી બન્ને ભાઇઓ પાછા આવ્યા ત્યારે તેમની જગ્યા તેમને સોપી હું અમદાવાદ આવ્યો. કાઇક અલગ અને એવુ કે જેમા મારી ઇમાનદારીના ભોગે મારે કમાવુ ના પડે. એનિમેશનનો કોર્ષ જોઇન્ટ કર્યો. છ મહીનામા તો ઇન્સ્ટીટ્યુડ બંધ થઈ ગયું. કોર્ષ અધુરો રહ્યો તે તો ઠીક પૈસા પણ ગયા અને સમય ગયો તે નફામાં. સૌથી અગત્યોનો સમય હતો ૨૭ વર્ષની ઉંમરે પત્નિ અને ૩ વર્ષના બાળક ઘરે હોય અને મારુ કાઈ ઠેકાણું ના હોય ત્યારે પૈસા કરતા પણ સમય અગત્યનો હતો.
એડીટીંગ શિખ્યો કારણ કે તેની ફી ઓછી હતી ઉપરાંત સમય ઓછો આપવો પડે તેમ હતો. ચાલુ વર્ષે ફેબ્રુઆરીમા મારે લગભગ અમદાવાદ છોડવુ જ પડે તેમ હતું. જોબનો કાઈ મેળ ના હતો અને ઘર ચલાવુ પણ મુશ્કેલ હતું. ત્યાં જ કોલસેન્ટરમા જોબ મળી. બીજા દિવસે સવારે ૯.૩૦ વાગ્યે જોઇન થાવાનું હતું. સાવારે ૯.૧૫ ફોન આવ્યો તમારે આવવાની જરૂર નથી તમને રિજેક્ટ કરવામા આવે છે. પહાડ માથે પડ્યુ હોય તેવું દુખ થયું. સામે ભવિષ્ય ધુંધળૂ દેખાવા લાગ્યું. ત્યા અચાનક એક એડીટીંગની જોબ મળી. ૩૫૦૦ સેલેરી અને ઓવર ટાઈમ ફરજીયાત. હા પાડી દીધી. બીજો કોઈ રસ્તો જ ના હતો. બે દીવસમા તો થાકી ગયો. કામથી નહી બોસના સ્વભાવથી. સામે એક જોબ મળતી હતી પણ સેલેરી ૨૫૦૦ આપતા હતા. મગજ કાઈક કહે અને દીલ કાઇક. છેવટે પેલી જોબ છોડીને ૨૫૦૦ વાળી જોબમા લાગ્યો. એક જ વાતનું આશ્વાસન લઈ શકુ તેમ હતો કે નવી જોબ મારા એડવાન્સ કોર્ષના બેઇઝ પર મળી હતી.
છેલ્લા ચાર મહીના ત્રણ પ્રમોશન અને ઘરે એપલ સિસ્ટમ લાવ્યો છું. ઉત્તર ભારતમા ટ્રેનિંગ આપવા ગયો હતો. ઓફીસમા હું આજે એક સ્થાન ભોગવું છું. મારો ખર્ચ હું પોતે કાઢુ છું. કદાચ ત્યારે વિચારુ કે નસીબે મને સાથ આપ્યો હોત તો હું ક્યારનો સેટલ થઈ ગયો હોત. આરામથી જીવન પસાર કરતો હોત. મોજ-મજા કરતો હોત અને પત્નિ અને બાળકને સારી સગવડ આપી શક્યો હોત. પરંતુ આ બધી શક્યતાઓ વચ્ચે અત્યારે હું જે છુ તેવો હોત ખરા ? હું પણ છેલ્લા કેટલાક વર્ષોથી જે ભોગવું છુ તેનો દોષ નસીબને આપતો રહ્યો છું . પરંતુ આજે પાછળ વળી ને જ્યારે જોવ છુ ત્યારે એક જ વિચાર આવે છે. મે જે ઇચ્છયુ તેના માટે ના મારા પ્રયત્ન પુરતા હતા ?
કદાચ ના અને હા બન્ને. આપણે જીવનમા જે ઇચ્છયે છીએ અને મળી જાય છે તેના માટે આપણે આપણા પુરૂષાર્થ આપણી મહેનતને શ્રેય આપીયે છીએ અને જ્યારે તે મળતુ નથી ત્યારે બધો જ દોષ નસીબનો ? મારા ખ્યાલ પ્રમાણે હું જે અત્યારે છું એ વધુ અગત્યનું છે નહી કે જે હું બની નથી શક્યો તે. હું અત્યારે એવી કલ્પના કરૂ કે મને સાયન્સમા એડમીશન મળી ગયો હોત અને હું કોઇ સારી પોસ્ટ પર જોબ કરતો હોત તો તેની સાથે તે પણ શક્ય છે કે મને યથાર્થ જેવો પુત્ર કદાચ મળ્યો હોત કે નહી. મારી સ્ટ્રગલને લીધે મારા સ્વભાવમા જે સમજદારી, બધી જ પરિસ્થિતીમા રહેવાની આવડત વિકસી હોત કે કેમ.
હું જ્યારે ભુતકાળની એવી વસ્તુની કલ્પના કરૂ છુ કે જે ને હું પ્રાપ્ત નથી કરી શક્ય ત્યારે મારે અત્યારે મારી પાસે જે છે તેને પણ ભુલવી જોઇએ. આપણા માથી કેટલા આવું કરી ને વિચારે છે ? આ એક યક્ષ પ્રશ્ન છે.

5 comments:

  1. હું જ્યારે ભુતકાળની એવી વસ્તુની કલ્પના કરૂ છુ કે જે ને હું પ્રાપ્ત નથી કરી શક્ય ત્યારે મારે અત્યારે મારી પાસે જે છે તેને પણ ભુલવી જોઇએ. - ખરેખર, યાદ રાખવા જેવી વાત. અને તમારી આ કમનસીબ નિષ્ફળતાઓની પાછળ અત્યારે તો મને એક ૧૦૦% સફળ માણસ અને સચોટ ઉભરાતા લેખક દેખાય છે. લેખનમાં આગળ ધપો, નસીબ વગર પણ તમને સફળતા મળશે જ. નાનપણ થી વિચારશીલ વાંચનને વાંચનાર આ દિલ કહે છે, સાચે જ.

    ReplyDelete
  2. :) આના સિવાય બિજો કોઇ શબ્દો નથી મારી પાસે.
    એકદમ નિ:શબ્દ તમારા બધાની લાગણી સામે.

    ReplyDelete
  3. I read about difficulties you faced at beginning of your life. I cant say more...... but.......
    I think now you are as hard as tungsten carbide steel and can handle any situation in life. You are now so strong or hard that you can penetrate through rocks to go other side of mountains. You need not to climb it or watch for any favourable condition to complete the job.

    Raw Iron has to pass from 1200 deg C temp to be hard steel and then it could be come in use to prepare many useful things.

    Your approch to life is inspiring me.
    Thank you very very much to share your life experience.

    ReplyDelete
  4. પહેલા તો મારા blog ને વાંચવા અને એનો તમારા blog પર ઉલ્લેખ કરવા બદલ ખુબ ખુબ અભાર..

    અપની આ post વાંચી આંખ ભીની થઇ ગઈ.. જીવન માં બધાને બધું નથી મળતું.. હું પણ સ્વીકારું છું.. અને આપડે જે મળ્યું તે ખુશી થી સ્વીકારી જીવવું જોઈએ... છતાં ભૂતકાળ ઘણી વાર બહુ ડંખે છે... "જો આમ થાત તો..." એમ વિચારી ઘણી વાર દુખ થાય છે... પણ કદાચ આ જ તો જીવન છે! ખુબ જ સરસ અને સચોટ નિરૂપણ લાગણીઓ નું !

    ReplyDelete
  5. નસીબ પા આ બહુજ ઉમદા વાત કહી આપે. ખરેખર તો નસીબ જેવુ કાઇ હોતુજ નથી. જ્યારે માણસ પાસે બહાના ખૂટી જાય ત્યારે જ નસીબ શબ્દ સાંભરતો હોય છે.

    ReplyDelete