હું કોણ છું. હું હાડ-ચર્મ, માસ-મન, અહંમ-અભિમાન, વેદના-સંવેદના, વિષય-વિચાર થી ભરેલો એક એવો માનવ છું, જે કર્મની સાથે ફળની પણ આશા રાખે છે અને એક જીદ્દ છે કે, શબ્દોથી વિશ્વને પ્રમાણીક બનાવવી છેં. કારણકે, જ્યારે આ વિશ્વનો દરેક માનવ પ્રમાણીક બનશે ત્યારે વિશ્વની બધીજ સમસ્યાઓ આપો-આપ શેષ થઈ જશે. આપ શું માન છો ?
Friday, July 31, 2009
જોબ શોધવી અઘરી છે, ટકાવી સહેલી.
"બેન્ક" - ગઈકાલ અને આજ.
Sunday, July 26, 2009
તમે કોણ છો ?
Saturday, July 25, 2009
આજે ૨૬ જુલાઈ કારગીલ વિજય દિવસ. કેટલાને યાદ હતો ?
આપણે બધા ભારતીય છીએ અને તેનો આપણા બધા ને ગર્વ છે. જ્યારે પણ કોઇ અઘટીત ઘટના બને છે દેશમાં ત્યારે આપણા માથી મોટા ભાગના નું લોહી ઉકળી ઉઠે છે. પછી તે તે ત્રાસવાદી હુમલો હોય કે પછી કોઇ મોટી દુર્ઘટના. પાકીસ્તાન નાની અમથી ગાળ આપે કે તરત જ આપણે બાયોં ચડવી લઈએ છીએ અને મરવા મારવાની વાતો કરી નાખીયે છીએ. હા ભાઈ કરો ને વાતો વાતો કરવામા કોઇ ના બાપ ના કેટલા ટકા. આપણે તો વાતો જ કરવી છે ને બોર્ડર પર લડવા ક્યાં જાવુ છે ?
પરંતુ આપણા માથી કેટલાને ભુતકાળમા થયેલા યુદ્ધ અને તેમા શહીદ થયેલા લોકો યાદ છે ? ચાલો શહીદો ના યાદ હોય તે સમજી શકાય પણ યુદ્ધ શરૂ થયા અને પુરૂ થયાની તારીખ તો યાદ હશે જ ને ? ચાલો તે પણ જવા દો આપણે ક્યા દેશ સાથે કઈ સાલમા યુદ્ધ કર્યુ તે જ જણાવો ને ? આજે ૨૬ જુલાઈ "કારગીલ વિજય દિવસ" છે. ઇમાનદારીથી કહેજો આપણા માથી કેટલાને આ દીવસ યાદ હતો ? જો આપણે ફક્ત ૧૦ વર્ષ પહેલા આપણા શહિદોએ રેડેલ લોહીને ભુલી જતા હોઈએ તો પછી આપણે ક્યાં મોઢે નવા યુદ્ધની વાતો કર્યે છીએ ?
મુંબઈ પર હુમલો થયો ત્યારે આપણે બહુ ઠેકડા મારેલા હવે તો પાકીસ્તાનને પાઠ ભણાવવો જ જોઇએ. સાચી વાત છે પરંતુ પહેલા આપણે આપણા જવાનોના લોહીની કીંમતનો પાઠ ભણી લઈએ પછી બીજી વાત. કદાચ આ "અહીંસક ભારત"(?)માં "ગાંધી" સિવાય બીજા કોઇ ને યાદ કરવાની આજ સુધી પરંપરા જ નથી.
ઇશ્વર આપણને સદબુદ્ધી આપે.
Thursday, July 23, 2009
"સચ કા સામના" કેટલું સાચુ કેટલુ ખોટુ.
Wednesday, July 22, 2009
શું ગુજરાતી પ્રજા "નમાલી" થઈ ગઈ છે ?
"લ્યુના" મારા જીવનનો અભિન્ન અંગ.
હમણા થોડ સમય પહેલા જ "ગુરૂકુળ રોડ" પર એક પરિવારને લ્યુના પર જતા જોયા. તરત જ મને મારા જુના દિવસો યાદ આવી ગયા. કદાચ મારા ઘરમા એક વણ લખ્યો નિયમ હતો કે દરેક વ્યક્તિએ પહેલા લ્યુના પર સવારી કરવાની પછી જ બાઈક કે બીજુ કાઈ લેવા મળે. તે સિવાય પપ્પા છેલ્લા ૨૦ વર્ષથી લ્યુના જ ચલાવતા હતા. યથાર્થને લ્યુના પર બેસવું ના ફાવે તેમ માનીને તેણે ગયા વર્ષે જ બેટરીવાળી સ્કુટી લીધી.
અમે માંગરોલ રહેવા આવ્યા ત્યારથી જ ગામથી દુર ફેક્ટરી પર રહેવાનું હતું. પપ્પા પાસે લ્યુના હતુ એટલે સવારે અને રાત્રે બજારે જાય ત્યારે ક્યારે ક જવા મળે તો હું ખુશ ખુશ થઈ જતો. નાનો હતો ત્યારે આગળ ઉભો રહેતો અને થોડોક મોટો થયો પછી પાછળ બેસતો. મારા માટે લ્યુના એક શાહી સવારી હતી કારણ કે અઠવાડીયે માંડ એકાદ વાર તેમા બેસવાનો વારો આવતો. મારી નાની બેન અને મારે ક્યારેક હરીફાય પણ થાતી. પપ્પા એક ને જ લઈ જાય એટલે રીતસરના અમે બન્ને જગડતા.
હું ધો.૧૦ મા આવ્યો એટલે ઘરની પરંપરા મુજબ ફક્ત ટ્યુશનમા જવા પુરતી મને લ્યુનાની સવારી કરવાનો મોકો મળ્યો. ત્યારે અમારા આખા ટ્યુશન ક્લાસમા આવી ફેસેલીટી ભોગનાર હું એકલો જ હતો. સવારે સાયકલ પર સ્કુલે જવાનુ અને સાંજે લ્યુના પર ટ્યુશનમાં. દીવાળીના વેકેશન પછી સ્કુલે પણ લ્યુના લઈ જવાનો મોકો મળ્યો. ત્યારે આખી સ્કુલમા હું એક એવો વ્યક્તિ હતો કે આવું કોઇ વાહન લઈને આવતો. દીવાળી પછી પપ્પાએ નવું લ્યુના લીધુ અને મને તેનું જુનુ લ્યુના મળ્યું. ધો.૧૧મા પાછો સાયકલ પર આવી ગયો. ફક્ત ટ્યુશન પુરતું જ લ્યુના વાપરવા મળે. સ્કુલ નજીક હતી એટલે આ પરંપરા છેક કોલેજ સુધી રહી.
કોલેજમા હું વિ.વિ.નગર આવ્યો ત્યારે મોટોભાઈ પણ ત્યાં જ હતો. ઘરની પરંપરા મુજબ તેને પણ બરોડા કોલેજમા લ્યુના લીધુ હતું. તે લ્યુનાની હાલત દયનીય હતી. અમે બન્ને ભાઈઓ તેના પર બેસીને નિકળ્યે તો કોઇ જડપી ચાલતી વ્યક્તિ આરામથી અમને ઓવરટેઇક કરી જાય. બસ અમે કોઇ વાહન પર જઈ રહ્યા છીએ એટલો જ સંતોષ. અવાજ પણ વ્યવસ્થિત કરે, ક્યારેક હું એકલો જતો હોવ અને આગળ ભાઈનો કોઈ ફ્રેન્ડ જતો હોય તો પાછળ વળીને મને કહે "તું સમીરનો ભાઈને ". તે લ્યુના આટલી હદે ફેમસ હતી. ભાઈ બહુ મને કહે કે તારી કોલેજ થોડી દુર છે તું આ લ્યુના તારી પાસે રાખ ત્યારે હું પ્રેમથી ના પાડી દેતો. મને ચાલવાની મજા આવે છે તેવો જવાબ આપી દેતો કારણ કે તેના આગ્રહમા મને તે લ્યુનાથી છુટવાની ભાવના દેખાતી. કદાચ હું ખોટો પણ હોવ ત્યારે પણ જે હોય તે તે લ્યુનાએ અમને બન્ને ભાઈને બહુ ફેમસ કરી દિધા હતા. ક્યારેક તે લ્યુના લઈ ગૃપની હોસ્ટેલે જાવ તો બધા મારાથી દુર ભાગતા કારણ કે બધા ડરતા કે હું ક્યાક તેને લ્યુના સવારીનો આગ્રહ કરીશ તો.
માંગરોલ આવ્યો ત્યારે મારુ લ્યુના જેમનું તેમ હતું. કોલેજમા પણ લ્યુના લઈ જતો. પણ એક વર્ષમા આખો માહોલ બદલાય ગયો હતો. એક વખત આખી સ્કુલમા હું એકલો વાહનવાળો હતો અને અહી હું એકલો લ્યુનાવીર હતો. હીરોહોન્ડા અને કાઇક બીજી બાઇકના થપ્પા લાગતા પાર્કીંગમાં. હું સ્કુલમા હતો ત્યારે પણ મને લ્યુના પર ગર્વ હતો અને કોલેજમા પણ મને લ્યુના પર ગર્વ હતો. અમે ત્રણ-ત્રણ જણા મારી લ્યુના પર જતા ત્યારે લોકોને નવાય લાગતી. મારી લ્યુના અને હું બહું ફેમસ હતા. કોઇ પુછે કે જાગ્રત કોણ તો જવાબમા લોકો કહેતા પેલો પ્યુનાવાળો. હું મારી લ્યુનાથી ઓળખાતો. અમે મીત્રો કેટલીયવાર ત્રીપલ સવારીમા "કામનાથ" દર્શન કરવા ગયા હોયશું.
માર મેરેજ થયા પછી હું અને મારી વાઈફ જોડે તેમા ફરતા. લગ્ન પછીના પહેલા શ્રાવણ મહીનાના બધા જ સોમવારે અમે બન્ને લ્યુના પર "કામનાથ" ગયેલા છીએ. છેલ્લે ડીસેમ્બર-૨૦૦૩ મા પપ્પાના આગ્રહથી મારે બાઇક લેવી પડી અને મારો અન લ્યુનાનો ૬ વર્ષના સાથનો અંત આવ્યો. તે ૬ વર્ષની ખટ્ટી-મીઠી યાદો હંમેશા હ્યદયની નજીક રહેશે. આજે પણ રસ્તા ઉપર લ્યુના જોવ છુ કે તરત જ મને મારા તે દીવસો યાદ આવી જાય છે.
કદાચ આ મારુ ગાંડપણ હશે પરંતુ, "ક્યા કરૂ ઐસા હી હું મૈં".
Thursday, July 16, 2009
બ્લોગ પર ૫૦મી પોસ્ટ.
Monday, July 13, 2009
"નસીબ" શું ખરેખર તેનું કાઈ મહત્વ છે જીવનમા ?
Friday, July 10, 2009
"સંબંધ" -સોનાની થાળી અને ડિસ્પોઝેબલ ડીસ.-૨
Friday, July 3, 2009
મારા જીવનના ઘડવૈયા-૨
પહેલા તો સોરી ઘણા લાંબા સમય પછી આજે બ્લોગ અપડેટ કરવાનો સમય મળે છે. કેટલા બધા વિષયો અધુરા પડેલા છે. બધા એક સાથે તો પુરા કરવા શક્ય નથી પણ પહેલા અધુરા વિષયો પુરા કરિશ પછી કાઈ ક નવુ લખીશ.
ધો.૯ મા પણ તેને ત્યાં જ ટ્યુશન રાખવુ પડેલુ પણ આ વખત નિરાંત તે હતી કે અમે છોકરાઓની બેંચ અલગ રાખેલી રાત્રે ૭.૩૦ થી ૮.૩૦. તે સમયે ૮ થી ૮.૩૦ વચ્ચે અમારે ત્યાં લાઈટ જાતી. જેવી લાઈટ જાય કે તરત અમે વી.પી. ની મસ્તિ શરૂ કરી દેતા. થોડક દિવસ પછી તે ૭.૪૫ થાય એટલે દિવો મગાવી લે. તો પણ અમે જેવી લાઈટ જાય એટલે દિવો ઠાળી દેતા. બહુ મજા કરેલી છે તેને ત્યાં. પણ આજ સુધી કુદરતી વી.પી.સર માટે કુદરતી જે માન હોવુ જોઇએ તે આવ્યુ જ નહી. ક્યા કારણે તે આગળ કહીશ.
મારડીયાસર.. મને ગણિત અને વિજ્ઞાન પહેલેથી ગમે. આ વિષયોમા મને પહેલેથી જ ૯૦ ઉપર માર્ક આવે એટલે ગણિત-વિજ્ઞાનના શિક્ષકોની નજરમા હું હોશિયાર વિદ્યાર્થી. મારડીયાસર પણ મને હોશિયાર જ ગણે. મારા રસનો વિષય તે શિખવે એટલે બધા જ તોફાન તેના પિરિયડમા સ્વિચઓફ થઈ જાય. ભણાવે પણ એટલુ સારૂ કે ભણવાની મજા આવે. ધો.૮ માં તેને ત્યા મારૂ ટ્યુશન પણ રખાવેલુ. બહુ મજા આવતી તેને ત્યા ભણવાની.
સોનાગરાસર.. આ પણ ગણિત અને વિજ્ઞાન જ લેતા. મારા ઘરની એકદમ નજીક રહે. મારા બધા તોફાન તેઓ જુએ છતા ક્યારેય ઘરે ના કહે. ભણાવતા પણ એટલા રસથી અમારી જેવડા થઈને ભણાવે એટલે મજા આવે. મારો સ્વભાવ પહેલાથી ઉગ્ર મને ઘણી વાર કહેતા સ્વભાવ પર કાબુ રાખતા શિખ. જો મે તેમની સલાહ બહુ પહેલા માની લીધી હોત તો ... ધો.૧૦ મે તેમને ત્યાં ગણીતનુ ટ્યુશન રખાવેલુ. મજા પડતી ભણવાની. હું સાયન્સમા આગળના વધી શક્યો તેનો તેમને આજે પણ અફસોસ છે. સોરી સર..
ગણપતસર... અમારા પ્રીન્સિપાલ, મારા પપ્પા અને તે બન્ને કોલેજમા જોડે ભણતા એટલે બન્ને ખાસ મિત્ર. મારો મરો થતો તોફન કર્યા વગર ચાલે નહી અને જ્યારે જ્યારે તોફાન કરૂ એટલે તેમની પાસે હાજર થવાનું થતું. જાણીતા હવાલદાર બે ડંડા વધુ મારે લગભગ તે વાત રોજ મારા પર વિતતી. મારી જોડે જે તોફાનમા સામેલ હોય તેના કરતા મને સાજા હંમેશ વધુ મળતી. રોજ મને કહે "આજ તો તારા બાપુજીને કહી જ દવ કે તુ કેટલો તોફાની છે." પણ કોઇ દિવસ તેણે કહ્યુ નથી. એક પુત્રની જેમ મને સ્નેહ મળ્યો છે તેમનો. શિસ્ત અને સંસ્કાર બન્નેના ખુબ આગ્રહી અને અમારામા આ બન્ને હોવા જ જોઈએ તેનું ખાસ ધ્યાન રાખે. આજે શિક્ષણમા ભલે થોડો કાચો હોવ પણ આ બાબતે હું ઘણો સમૃદ્ધ છું. થેન્ક્સ ટુ ગણપત સર.. આજે પણ જ્યારે મળે છે ત્યારે એક પિતા પુત્રના ખંભા પર હાથ મુકીને જે રીતે વાત કર તે રીતે મારી સાથે વાત કરે છે.
અતુલસર.. શક્તિનગરમા એકલા રહેતા. હું રોજ સ્કુલેથી છુટીને ત્યા રમવા જતો. તેઓ પણ અમારી સાથે રમતા. ગણીત શિખવતા અમને એટલે તો ગમતા પણ મારા પર કાઈક વધુ જ સ્નેહ. તમે તેમ પણ કહી શકો કે મારા તરફ ક્યારેક પક્ષપાત પણ કરે. ધો.૧૦ નું રિઝલ્ટ આવવાનું હતુ ત્યારે મારી તૈયારી જોઇ ને ઘરના બધાને હતુ કે આ તો નાપાસ જ થાવાનો છે. રિઝલ્ટ લેવા ગયા ત્યા સુધી મને કહેવાતુ કે નાપાસ થવાથી કાઈ દુનિયા લુટાઇ નથી જવાની. જ્યારે રિઝલ્ટ લેવ ગયા ત્યારે તે માર્કશિટ આપવ બેઠા હતા. મારા ભાઈએ તેને પુછ્યુ કે આ પાસ થયો કે તે નાપાસ તે કહો. ત્યારે તેણે અતિ વિશ્વાસમા કહ્યુ કે જો જાગ્રત નાપાસ થાય તો સ્કુલમા કોઇ પાસ ના થાય. હું શક્તિનગરમા ટાઇમ વેસ્ટ કરતો તે તેમને ના ગમતુ એટલે અમને ટ્યુશન માટે પપ્પાને વાત કરી ને ધરાર ભણાવતા. મારી જ નોટમા દાખલા ગણે એટલે મારે તે ગણવા ન પડે. છેલ્લે ઘણા વખત પહેલા મળેલો. આજે પણ ખુબ ઇચ્છા છે મળવાની.
વી.ડી.સર.. આદર્શ શિક્ષકની વ્યાખ્યામા બંધબેસતા, ક્યારેય કોઇ પર ગુસ્સે ના થતા અને એટલા રસથી ભણાવે કે બસ ભણતા જ રહો તમે. ક્યારે બે પિરિયડ જોડે લે તો પણ ખબર ના પડે. ગુજરાતીમા મને રસ લેતો કરનાર અને સાહિત્ય વાંચતો કરનાર વી.ડી.વઘાસીયા સર જ. આજે તમે બધા મને જે સહન કરો છે તેની પાછળ તેમનો બહુ મોટો ફાળૉ. અમે રખડીયે નહી એટલે ટ્યુશનમા બેસાડતા ફક્ત ૫૦ રૂપિયા પ્રતિ મહિનામા અમને તે અને અતુલ સર અંગ્રેજી અને ગણીત શિખવતા. મારી પ્રત્યે અનહદ સ્નેહ. એકદમ ધીરે બૉલે પણ ભાષા એટલી ચોખ્ખી કે સાંભળવાની મજા આવે. તેમના વિષે તો ઘણુ લખવાનું છે પણ હાથ ના પાડે છે કારણ કે હવે નથી લખાતુ ...
મિત્રો, ઘણુ લખ્યુ અને ઘણુ બાકી છે. હવે પછી ક્યારેક કારણ કેા લખેલુ કોઇ કે વાંચવાનુ પણ છે .