Thursday, July 17, 2014

બાળવિકાસની ABCD – A ફોર એન્ડ્રોઇડ અને B ફોર બ્લેકબેરી (ભાગ-૧)









“સોશિયલ મીડીયા” સાંપ્રત સમયમાં વિચારો વ્યક્ત કરવાનું એક મુખ્ય માધ્યમ તરીકે ઉભર્યું છે. હવે વિચારોને દાબી તેનુ બંધીયારીકરણ કરવાને બદલે લોકો FB જેવા માધ્યમ દ્રારા તેને મુક્ત પણે વહાવી મુકે છે. પહાડી વિસ્તાર મા વરસાદ પછી ફુટી નિકળતા અસંખ્ય ઝરણાઓ ની જેમ તેનો કોઈ ચોક્કસ ફ્લો નથી હોતો, કે નથી તેની કોઈ ચોક્કસ દિશા. બહુ જુજ વિચારોના ઝરણાઓ એકત્રીત થઈ કોઈ ચોક્કસ નદીનું રૂપ ધારણ કરતા હોય છે. આ એક દુ:ખદ બાબત છે.

        હમણા હમણા એક વિચાર વહેતો થયો છે. “બાળકો” બગડી રહ્યા છે .!? ઉપરોક્ત વાક્યમા પુર્ણવિરામ, આશ્ચર્યચિન્હ અને પ્રશ્નાર્થચિન્હ ત્રણેય મુક્યા છે કારણ કે આ બાબતમા સોશિયલ નેટ ના ઉપયોગ કરતા લોકો મુખ્ય ત્રણ ભાગમા વહેચાય ગયા છે. ૧. કે જે સ્ટેટમેન્ટ આપે છે અને જાહેર જ કરી દે છે કે બાળકો બગડી ગયા છે તેના માટે પુર્ણવિરામ, ૨. કે જેને આશ્ચર્ય થાય છે કે હેં બાળકો બગડી ગયા છે, તેને માટે આશ્ચર્યચિન્હ અને ૩. કે જેને પ્રશ્ન થાય છે કે શું બાળકો બગડી ગયા છે , તેને માટે પ્રશ્નાર્થચિન્હ.

તો પહેલા તો ૧ નંબર થી જ સરુવાત કરૂ, એક મોટો વર્ગ કે જેમા શૈક્ષણીક કાર્યો સાથે સંકળાયેલા લોકો પણ સામેલ છે, પોતાના અવલોક ઉપરથી એવા નિસકર્સ પર આવ્યા છે કે વર્તમાન શાળા-કોલેજમા જતા બાળકો બગડી ગયા છે. એટલુ જ નહી તેને બગાડવામા ટેકનોલોજીનો બહુ મોટો હાથ છે. આ તેમનુ મંતવ્ય નહી જજમેન્ટ છે. આ માટે ના કેટલાય પુરાવાઓ તેમની પાસે છે અને કેટલીય દલીલો પણ છે. લગભગ દર બીજો સામાન્ય વ્યક્તિ તેની દલીલો સાથે સહમત થાય છે અને પોતે આ બાબતે કાઇ જ કરી શકવા બાબતે અસમર્થ છે તેમ પણ કહે છે.

હવે નંબર ૨, આ વર્ગ બૌદ્ધીક કક્ષાના એવા લોકોનો છે કે જે પોતાના જીવનમા કાઇક પ્રાપ્ત કરી બેઠા છે અને જેનુ બાળપણ સમાન્ય રહ્યુ છે  છતા તેઓ સામાન્ય થી થોડા ઉચ્ચ વિચારો ધરાવતા લોકો છે. તેમના મતે આ બાબત “કાગારોળ” છે. તેઓ પોતાનું ઉદાહરણ આપતા કહે છે કે અત્યારે જે કાઇ બાળકો કરે છે તે નેચરલ છે અને અમે પણ કરતા. બાળકો જે કરે છે તેને તે બગડી ગયા છે તેમ ના કહેવાય જુઓ આ બધુ અમે કરેલુ છે છતા અમે અત્યારે કેટલા ઉચ્ચ સ્થાને છીએ. આ બધુ જ કુદરતના નિયમ ને આધીન છે. એટલે બહુ ચિંતા કરવાની જરૂર નથી.

નંબર ૩ ઉપરોક્ત બન્ને સમુહ ના વિચારો જાણી “કાનફુસ” છે કે શું બાળકો બગડી ગયા છે ? આ વર્ગમા આ લખનાર જેવા કેટલાય લોકો પણ આવે છે કે જેનુ પિતૃત્વ-માતૃત્વ કા તો હજી બાલ્યકાળમા છે યા તો કિશોર અવસ્થામા . તેમના માટે તો આ એક યક્ષ પ્રશ્ન છે . અને તેને પ્રશ્ન કરતા તાર્કિક જવાબમા વધુ રસ છે કારણ કે આ પ્રશ્ન તેના બાળકોની સાથે પોતાના પણ ભવિષ્ય સાથે સંકળાયેલો છે.

પ્રસ્તાવના જરૂર કરતા ખુબ વધુ લાંબી થઈ ગઈ પણ વિષય ખુબ સંવેદનશીલ છે એટલે પાયો થોડો વધુ મજબુત કર્યો છે. આપણા માથી લગભગ બધા ક્યારેક કે અવારનવાર સ્કુલે જતા બાળકોને, રસ્તા ઉપર મસ્તિ તોફાન, ઝગડતા ગાળા-ગાળી કરતા, સ્કુલના સમયે રખડતા ફિલ્મ જોવા જતા જોયા જ હશે. અરે આપણા માથી મોટાભાગના એ આ બધુ જ બાલ્યકાળમા કર્યુ હશે. કેટલાય ના કરવા યોગ્ય કાર્યો અને સામાજીક રીતે તેમજ કાયદાકીય રીતે ગુનો હોય તેવા કાર્યો પણ કર્યા હશે. જોશમા હોશ કેટલીય વખત ખોયા ના ઉદાહરણ આ લખનાર પણ ગણાવી શકે છે. પણ… મુદ્દો તે નથી . મુદ્દો છે શું આ બધા ને “બાળક બગડી ગયો છે “ તેમ કહી શકાય ?

મારા મતે આ બધા બગડવા ના શરૂવાતી લક્ષણો છે. મેલેરીયા નથી તો પણ મચ્છર નું આગમન તો જરૂર છે. જો મચ્છર છે તો ભવિષ્યમા મેલેરીયાની સંભાવના પણ છે. અને મચ્છર છે એટલે મેલેરીયા જ છે એમ પણ નથી. આ બધી જ સમસ્યાનું મુ્ળ બાળવિકાસ મા રહેલુ છે. આજે સમાજમા મોટા ભાગે ત્રણ પ્રકારના ઉછરી રહેલા બાળકો જોવા મળે છે. સંસ્કારોના નામે મેનર્સના ભારતળે દબાતા કહેવાતા અંગ્રેજી બ્રીલીયન્ટો કે જે મમ્મી પાસે પાણી માગતા પહેલા એક્સક્યુઝ મી થી શરૂ કરી, પ્લીઝ સાથે કહેશે અને થેક્સ કહી માઈ પ્લેઝર સાંભળી પાણીનો ઘુટડો ગળે ઉતારશે. તેને જમવા ભુખ અને રૂચી મુજબ નહી ડાયટીશ્યન ના ચાર્ટ મુજબ મળે છે અને તેનુ શિડ્યુલ કોર્પરેટ ઓફીસ જેવુ અને જેટલુ જ ફિક્સ છે. તેનુ ભવિષ્ય સ્ટેમસેલ જેટલુ જ સેફ છે. જરૂર પડશે કે નહી અને જો જરૂર પડશે તો કામ આવશે કે નહી તે નક્કી ના હોવા છતા તેણે તેના બાળપણાના ભોગે વર્તમાનમા આ બધુ કર્યે જ છુટકો .

બીજો પ્રકાર સમાજના ખુબજ નિચલા વર્ગ માથી આવતા બાળકોનો છે . જેનુ વર્તમાન જ નથી તો ભવિષ્ય કેવું ? કદાચ તે મમ્મી પાસે પાણી માગશે ને તો પાણી ને બદલે તે ગાળ મેળવશે. અસામાજીક પ્રવૃતિ શિખવાડતી આખી યુનિવર્સીટી તેની આસ પાસ રહેલી છે. કદાચ કાઈક સારૂ શિખી જાય તો તે બગડી ગયો છે તેવુ તેના આસપાસના તેની ઉમરના છોકરાઓ કહેતા હશે.

ત્રીજો અને આ વાતમા કેન્દ્રસ્થાને છે તે બાળકોનો પ્રકાર એટલે કે મધ્યમ વર્ગીય પરિવારના બાળકો .એવો પરિવાર કે જેની જરૂરિયાત ની પરિસિમા આવક નક્કી કરતી હોય છે. જેના માટે બાળકોનું વર્તમાન તેના ભવિષ્ય જેટલુ જ અગત્યનું છે. એક મોટો વર્ગ કે પોતે પુરા ના કરી શકેલા સપનાઓ પોતાના બાળક માટે જુએ છે અને તે પુરા કરવા પોતાના બાળકનો ઉપયોગ કરે છે. તેના બાળકો કાયમ વ્યક્તિગત મહત્વાકાંક્ષા અને માતા-પિતાની અપેક્ષા વચ્ચે પિંગ-પોંગ થયા કરે છે. આ લખનાર પણ આ જ સમુદાયનો હિસ્સો છે.

વિષય એટલો મહત્વનો અને ઉંડો છે કે તેને બે ભાગ મા વહેચ્યે જ છુટકો…

વધુ આવતા અંકે :-

-: સિલી પોઇન્ટ :-

“પપ્પા મારૂ રિઝલ્ટ આવ્યુ છે”
“ઓકે, મને વોટ્સઅપ પર મોકલી દે નિરાંતે જોય ને તમે રિપ્લાય કરૂ છુ”
- શક્ય છે કે નજીક ના ભવિષ્યમા પિતા-પુત્ર/પુત્રી વચ્ચે આવો જ કાઈક વાર્તાલાપ થાય તો નક્કી નહી.

No comments:

Post a Comment