હું ત્યારે ૩-૪ વર્ષનો હોયશ. મારી મમ્મી મને બાલમંદિરમા મુકવા આવી હતી. તે મારો પહેલો દિવસ હતો ઘરની બહાર. મારા કરતા મમ્મીને વધુ ભારે લાગતું હતું. હું જ્યાં સુધી છુટતો નહી ત્યાં સુધી તે ત્યા જ બેસી રહેતી. અમારા પ્રિન્સીપાલ "વાસંતી્બેન દેસાય" મોટીબેનને તેમને પુછ્યું કે તમે ક્યા સુધી આમ બેસી રહેશો ? તમે ચિંતા છોડો હું તેને (એટલે કે મને) તમારા કરતા પણ વધુ લાડથી રાખીશ. અને તેમણે આ વચન નિભાવ્યું અને આજ સુધી નિભાવે છે. સ્કુલના ૭-૮ વર્ષ પછી પણ .આજે તે વાતને ૨૫ વર્ષ થવા જાય છે. આજેય મોટીબેન પાશેથી તે જ મમતા મળતી રહે છે. જ્યારે પણ હું તેમની પાસે જાવ છું મને એટલી જ હુંફ મળે છે જેટલી મમ્મીના ખોળામાં મળે છે. મારા દરેક પ્રસંગોમા તે હકથી મારી બાજુમા ઉભા રહે છે. એટલો જ સ્નેહ મને આજે પણ આપે છે જેટલો તે મને બાલમંદિરમા આપતા. ખરેખર મોટીબેન આજે જો કાઇ મિસ કરતો હોવને તો તે છે તમારા બાળગીતો. મને ઘણી વાર થાય છે કે તમારી પાસે આવુ અને તમને કહું એક દિવસ માટે મને બાલમંદિરમા બેસવા દો અને તમારા બાળગીતો સાંભળવા દો. હવે વધુ તમારે વિષે નહી લખી શકું.
કદાચ મોટીબેનનો જે સ્નેહ મને મળ્યો તેના મળ્યો હોત તો હું ભણવાનું શરૂ ના કરી શક્યો હોત. પણ તે પછી પણ મારૂ સ્કુલે જાવાનું ક્યા નક્કી હતું જો મને નઝમાબેને ના રાખ્યો હોત. મોટીબેન પછી અને તેના જેટલો જ મને સ્નેહ નઝમાબેને આ્પ્યો છે અને હજી આપતા રહે છે. મને ખ્યાલ છે હું ૨-૩ ધોરણમા હતો ત્યારે એક દિવસ મને શિ઼ક્ષા થયેલી ત્યારે હું નઝમાબેનના ક્લાસમા જઈને બેસી ગયો હતો. મે જીદ્દ કરી હ્તીકે હું હવે તેનો ક્લાસ ક્યારે ય નહી છોડું. મને તેમણે સમજાવી-ફોસલાવીને પાછો મારા ક્લાસમા મોકલી દિધો હતો અને કહ્યું હતુ કે જ્યારે પણ તને ઇચ્છા થાય મારા ક્લાસમા આવી જાવાનું. પછી જ્યારે પણ મારુ મન મુંજાતુ ત્યારે તેની પાસે જઈને બેસી જાતો. તેનો સ્નેહ અને હુંફ મને આજેય એજ પ્રમાણમા મળે છે જે ત્યારે મળતા.
ધો.૧ મે કર્યું ના હતું. સીધો જ ધો.૨મા આવ્યો હતો. તૂપ્તિબેન મારા ક્લાસ ટીચર હતા. હું જ્યારે ભણતો ત્યારે અત્યાર જેવું ભણવાનું ટેંશન ના હતું. નિરાંત હતી. મને યાદ છે હું ABCD ધો.૨ કે ૩ મા શિખ્યો હતો. ધો.૩ મા મારા ક્લાસ ટીચર ડાકીસર હતા. તે અમેને રોજ છુટતા પહેલા વાર્તા કહેતા. સાથે તેનો બોધ પણ કહેતા. ક્યારેય મારતા નહી. એટલે અમને બહુ ગમતા. ધો.૪ માં ક્લાસ ટીચર ડાભીસર હતા. બહુ મારતા. પણ શિખવાડતા પણ એટલુ જ સારૂ. ડ્રોઇંગના ખાટુ. સારા અક્ષર માટે બહુ આગ્રહ. મારા અક્ષર બહું ખરાબ એટલે બહું માર પડતો મને. સોરી ડાભીસર તમારો માર પણ મારા અક્ષર સુધારી ના શક્યા કાસ કે તમે મને થોડી વધુ શિક્ષા કરી હોત તો. આજે પણ ડાભીસર જ્યારે પણ મળે છે ત્યારે મને મારા અક્ષરનું પહેલા કે છે અને પછી તેના માર નું.
ધો.૫માં ભુરાસર ક્લાસ ટીચર હતા. માર પ્રત્યે તેમને અનહદ પ્રેમ. મારા બધા જ તોફાનો દરગુજર કરે અને પ્રમથી ભણાવે. ક્યારેક પ્રેમથી મારે પણ ખરા. મને ખ્યાલ છે વેકેશનમા અમારો પ્રવાસ જાવાનો હતો પણ મારે ત્યા ઘરે પ્રસંગ હતો એટલે હું ના જઈ શક્યો તે માટે તે બહુ નારાજ થયા હતા. ધો.૬મા ત્યારે સ્વ.જોષીસર ક્લાસ ટીચર હતા. અમે બધા તેની પાસે ભણવા માટે બહુ ઉત્સાહીત હતા કારણકે તે અમારી સ્કુલના હીરો હતા. પણ ઇશ્વરને તે મંજુર ના હતું. વેકેશનમા જ તેનું એક્સિડન્ટ થતા તે આ દુનિયા છીડી ને જતા રહ્યા. કદાચ આવતા જન્મમા મોકો મળે.
ધો.૬માં કેતનસર અમારા ક્લાસટીચર હતા. ગણીતના ખા્ટુ અને મારો ગણીત પ્રીય વિષય. બહુ મજા અવતી તેની પાસે ભણવાની. મારતા પણ એટલા જ અને શિખવાડતા પણ એટલા જ પ્રેમથી. ધો.૭માં સોલંકીસર સાથે મારે કદાચ પહેલેથી જ ગ્રહ મળત ના હતા. બહુ માર ખાધો કારણ કે હું કોઇ દિવસ હોમવર્ક કરીને જાવ નહી,સ્વાધ્યાયપોથી ઉતારૂ નહી,પાકીનોટ બતા્ડુ નહી એટલે બહુ મારે. છેલ્લે કંટાળીને મને તેણે તેના ક્લાસમાથી બીજા ક્લાસમા મોકલી આપ્યો. છતા પણ આજે પણ જ્યારે પણ મળે છે તે ત્યારે એટલા જ હુંફથી વાતો કરે છેં. હું જ્યારે તેને કહુ સર તમારો બહું માર ખાધો ત્યારે તે કહે છે કે તમે બધા વિધ્યાર્થી એવા હતા કે અમે હકથી મારી શકતા આજે એવું ક્યાં ? કદાચ એની વાત સાચી છે. આજે તો સર વિદ્યાર્થીને એક ઝાપટ મારે ત્યાં તો છાપ અને ટીવીમા આવવા મંડે.
આતો થયા મારા ક્લાસ ટીચર. તેના સિવાય નીરૂબેન,ઉલ્લાસસર,વિનોદસર,ડોડીયાસર,વસંતસર,દિવ્યાબેન વગેરે પાસેથી હું ઘણૂ શિખ્યો છું. મને યાદ છે હું ધો.૫મા હતો ત્યારે ગુજરાતીની એક કવિતા મને નોતી આવડી અને વિનોદસરે જે માર્યો છે મને. આજે પન તે કવિતાતો યાદ નથી પણ તેનો તે માર મગજમા અકબંધ છે. ઉલ્લાસસર નામ પ્રમાણે જ હંમેશા મોજ કરાવતા. હું ક્યારેય હોમવર્ક ના કરતો પણ નિરૂબેનનું હોમવર્ક કાયમ કરી નાખું. કારણ કે તેની પાસેથી માર ખાયને છુટાતું નહી. તે તેની સામે બેસીને ૫-૧૦ વાર લખાવે. ડોડીયાસર પી.ટી.ટીચર જતા એટલે મગજ પણ આર્મીમેન જેવો જ. બધાને બહું મારતા પણ મારી છાપ તેની પાસે બહું સારી એટલે મારો ક્યારેક વાંક હોય તો પણ મને સમજાવીને જવા દે. વસંતસર અને દિવ્યાબેન તો ભગવનના માણસ. ક્યારેય મારે નહી એટલે બહુ ગમે. આજે પણ મને એટલો જ લાડ આપે.
ગીજુસર મને ટ્યુશન આપવા આવતા. ધો૨ થી જ તે મારે ઘરે મને ભણાવવા આવતા. મારા ગણીત અને વિજ્ઞાન ના પાયા તે છે. ગણિતની ચાવીઓ અને સુત્રો જે તેમણે મને શિ્ખવ્યા છે તે આજે પણ મને યાદ છે. મારા ભણતરમા સૌથી મોટો ફાળો તેનો છે અને તેનું ૠણ ક્યારેય ચુકવી નહી શકુ. અ્જયસર(અમારા પ્રિન્સીપાલ મોટીબેનના સન) કાઈ ભણાવતા નહી પણ અમને સિધા રાખતા. તે કહેતા કે જીવનમા સંસ્કાર, શિસ્ત અને પછી શિક્ષણ આવે છે. તે મને સંસ્કાર અને શિસ્તની શિક્ષા દેતા. મા્થામા તેલ નાખ્યું છે કે નહી,નખ અને વાળ કાપાયેલા છે કે નહી. યુનિફોર્મ બરો છે કે નહી, સ્કુલે સમયસર આવ્યા છે કે નહી. આ બધા ઉપરાંત અમારા જેવા સ્કુલના સૌથી ્તોફાની બારકશોથી બિજા છોકરાવોની રક્ષા કરતા. તેના હાથમા આવ્યા એટલે મરો. પેન્ટમા પી થઈ જાય ત્યા સુધી માર પડતો. એટલે કોઇ ફરિયાદ કરવા ઓફીસમા જાય તો અમે જોઈ લઈએ કે મોટીબેન છે કે નહી. જો મોટીબેન હોય તો અમે બચી જાતા કારણ કે તેની પાસે અમારી હોશીયાર વિદ્યાર્થી તરીકે છાપ અને તે હોય ત્યારે અજયસર ક્યારેય ખુલાશા ના પુછે તે તેમની મહેરબાની હતી. આજે પણ જ્યારે હું મોટીબેન અને તેમને મળવા જાવ ત્યારે મોટીબેન માર વખાણ કરે ત્યારે અમે બન્ને એકબીજાની સામે જોયને મનમા મનમા હસીયે. છતા આજે પણ તે મોટીબેનને તેમની સામે માર વખાણ જ કરે. કદાચ તેમનો માર અને મોટીબેનનો સ્નેહના મળ્યો હોત તો હું આજે જ્યા છુ ત્યા હું પહોચી શક્યો હોત ? કદાચ જવાબની કલ્પના કરવી પણ માર માટે શક્ય નથી.
આજે બસ આટલુ જ. હવે પછી માધ્યમીક અને ઉચ્ચત્તર માધ્યમીક અને કોલેજના ગુરૂઓ વિષે જણાવીશ.