કદાચ જો કોઇ એવુ ગેઝેટ આવતુ હોત કે જેથી અમુક યાદગાર પ્રસંગને તમે કેદ કરીને જ્યારે ઇચ્છો ત્યારે ફરીથી માણી શકો તો કેવી માજા આવેત નહી. લોકો નિરાશામાં પણ કેટલા ખુશ ખુશ રહેત. દુઃખ નામની કોઈ ચિજ આ દુનિયામા જોવા જ ના મળત.પણ તે હાલ તો શક્ય નથી અને ભવિષ્યમાં જ્યારે પણ શોધાય ત્યાં સુધીમાં એવી કેટ-કેટલી ય યાદગાર ક્ષણૉ જતી રહે. માનવીએ કેમેરો તેના વિકલ્પે જ શોધીયો છે. ક્યારેક હજારો શબ્દોની વાત એક ફોટો કેટલી સહેલાયથી કહી દે છે. ફોટો મૌનનો મહીમા ગાય છે. પણ મારા જેવો બોલકો વ્યક્તિ કે જેને મૌન પર બોલવાનું કહે તો પણ બક-બક કર્યા કરે તેના માટે આ શક્ય નથી. હું તો મારી યાદગાર ક્ષણોને શબ્દોમા જ જીવંત રાખવામાં માનું છું. કદાચ મને મારા શબ્દો પ્રત્યે પુર્વગ્રહ છે.
જે હોય તે પણ કાલે મારા જીવનનો યાદગાર દિવસો માથી નો એક દિવસ હું જીવી ગયો. કદાચ મને યાદ નથી કે છેલ્લે હું ક્યારે આ રીતના મોજ મજાથી જીવ્યો હતો. અને તેથી જ આ દિવસ વર્તમાન સમયમા મને ચાર્જ કરવા માટે બહુ ઉપયોગી થાસે. હું,પ્રબોધ,પંકજ,કૃનાલ, યથાર્થ અને મારી વાઇફ બધા એ ભરપુર આનંદ લીધો. અચાનક ઘડાયેલા આ પોગ્રમથી આટલો આનંદ મળશે તે અમારા માથી કોઇએ કલ્પના કરી ન હતી. શુક્રવારે જ્યારે પ્રબોધનો ફોન આવ્યો કે હું રવિવારે તારે ત્યાં આવું છું અને કદાચ પંકજ પણ આવશે ત્યારે એક અલગ જ પ્રકારનો રોમાંચ શરિરમાં જણાયો. કારણ કે પ્રબોધ ને મળ્યો એને બે વર્ષ જેવું થાતુ હતું અને પંકજને તો છેલ્લા ૫ વર્ષમાં બહુ કટકે-કટકે મળ્યો હતો.
પંકજ અને હું,અમે બન્ને ૧૯૮૪માં સાથે "અજય બાલ મંદિર-માંગરોલ"માં ભણવા બેઠા. મારા ઘણા મિત્રો એવા છે કે જેની સાથે મારી મિત્રતાને ચાલુ વર્ષે "સિલ્વર જ્યુબલી" થાય છે તેમાનો એક પંકજ છે. અમે બન્ને વચ્ચે એક વર્ષ બાદ કરતા છેક બી.કોમ. સુધી સાથે જ ભણ્યા છીએ. કોલેજ કાળ પત્યા પછી અમે બધા પોત-પોતાની જીવન નૌકા કીનારે પહોચાડવાના કાર્યમાં વ્યસ્ત હતા ત્યારે પણ અમે મળતા રહ્યા છીએ. પણ છેલ્લા એકાદ-બે વર્ષમાં કે જ્યારથી મે માંગરોલ મુક્યુ પછીથી તો અમે બહુ જુજ વાર અને તે પણ થોડી મિનિટો માટે જ મળ્યા હશુ. કાલે તે કસર તો જોકે પુરી ના જ થાય પણ જેટલો પણ સમય તેની સાથે પસાર કર્યો તે યાદગાર હતો.
પ્રબોધ, કદાચ મારી સૌથી નજીક. માર જીવની એને ખબર છે તેટલી બીજા કોઈને ખબર નથી, ના મિત્રોમાં કે ના મારા ઘરનામાં. અમારી મિત્રતા કેવી રિતે થઈ, ક્યારે થઈ,ક્યા કારણે થઈ તે પ્રન્ન મને હજી વિચાર કર્તો કરે છે. કારણ કે અમારી મિત્રતા થાવાનું કોઇ કારણ જ ના હતું. તે એફ.વાય.બી.કોમ. સુધી મારો જુનિયર હતો. હું એફ.વાય.માં ફેઇલ થયો તે કારણે હું તેના ક્લાસમાં ગયો. ત્યાં સુધીમાં એકાદ બે પ્રસંગો સિવાય અમે બહું ઓછા મળ્યા છીએ. એ મને સદાય એક સિનિયરની જેમ માન આપતો અને હું પણ તેને જુનિયરની જેન વર્તતો. એફ.વાય. માં પણ અમારા ગ્રહ મળે તેવા કોઇ સંજોગો ના હતા કારણ કે હું મારા શુન્યાવકાશ કાળમાં હતો. અને તેનો સ્વભાવ મને તે દરમિયાન જરાય પસંદ ના હતો. મને તેની સળી કરવાની મજા આવતી અને તે ચિડાય ઉઠતો. આટલા વિપરીત સંજોગો હોવા છ્તા અમે મિત્ર બન્યા તે એક આશ્ચર્ય નહી તો બીજુ શું છે ? એસ.વાય. પછી અમારી મિત્રતા મધ્યાહન પર છે. અમે બન્ને એ એકબીજાના સારા-ખરાબ સમયમાં એકબીજાની પડખે ઉભા રહ્યા છીએ. કદાચ અમારી મિત્રતા ઇશ્વરીય દેન છે બાકી અમારે મિત્ર બનવાનું કોઈ કારણ ક્યાં હતું .
પ્રબોધનો મિત્ર કૃનાલ, અમે બન્ને કાલે પહેલી વાર મળ્યા પણ અમને લાગ્યું નહી કે અમે પહેલી વાર મળ્યા વર્ષોથી એક બીજાને ઓળખતા હોઈએ તે રીતે રહ્યા. સવાર ના બધા ભેગા હતા નાસ્તો કરીને વાતો કરી. બપોરે જમવાનું જોડે હતું નિતાએ(મારી વાઇફ)રસોય બનાવી નાખી હતી. પણ અમે તો જાણે વાતોથી જ પેટ ભરવું હોય તે રીતે મંદી પડ્યા હતા. આજે તો યથાર્થને પણ ભુખ લાગી ન હતી. છેલ્લે ૨.૩૦ વાગે નિતાએ બહુ કહ્યું ત્યારે અમે બધા જોડે જમવા બેઠા. જમવાનું તો જાણે બહાનું હતું. એક કલાક સાથે બેસી ને મજા જ કરી. જમ્યા પછી પણ વાતો દોર ચાલુ જ હતો. બે-પાંચ વર્ષની વાતો જોડે કરવાની હતી. એમ કરતા-કરતા સાંજના ૫ ક્યારે વાગી ગયા તે ખબર જ ના પડી. કોઈને છુટા પડવું ના હતું પણ ફરી મળવા માટે છુટા પડવું પણ જરૂરી હતું.
મિત્રો,હું આત્મકથા તો પછી લખીશ પણ પહેલા આ રીત મારા યાદગાર પ્રસાંગો અહી મુકવાનો વિચાર છે. આપનો શું વિચાર છે ? અચુક જણાવશો.