ભાગ-૧ માટે અહી ક્લિક કરો
સમુહ
માધ્યમોમાં આવતા સમાચારો વાંચી-સાંભળી-જોય ને લગભગ દરેક વ્યક્તિ નક્કી કરી નાખે છે
કે બાળકો બગડી રહ્યા છે. સગીર-બાળ અપરાધનો દર સમય જતા કુદકે ને ભુસકે વધી રહ્યો
છે. આ બાળ અપરાધી સાથે કામમા લેવાતી કાયદાકીય જોગવાઈઓ ને નવેસરથી ઘડવાની પણ એક
માંગ ઉઠી છે . ઉમરનો લાભ લઈ યોગ્ય સજા માથી છુટી જતા બાળ અપરાધીઓ સાથે પણ સામાન્ય
અપરાધી ની જેમ અને તેના જેટલી નહી તો સાવ ઓછી પણ નહી તેવી સજા થાવી જોઇએ તેવી
ચર્ચા પણ વ્યાપક રીતે થઈ રહી છે.
આ તો અપરાધ થયા પછી ની બધી બાબત છે. કદાચ
સજામા થનાર વધારા સાથે બાળ અપરાધમા થોડા-જાજા અંશે અંકુશ શક્ય બનશે પણ મારો મુદ્દો
પાયાનો છે. આ સમસ્યાના મુ્ળ સુધી જઈ તેના કારણોનું જ મારણ કરવામાં આવે તો શક્ય છે કે
ઘણા આશાસ્પદ ભવિષ્ય રોળાતા બચાવી શકાશે. સમસ્યા બાળ ઉછેરની છે, એક ચોક્કસ ઉમરે
આવતા શારિરીક અને માનશિક ફેરફાર વખતે જે યોગ્ય માર્ગદર્શન મળવુ જોઇએ તે
માર્ગદર્શનની છે. સમસ્યા બે પેઢી વચ્ચેના સંવાદ ના અભાવની છે .
કુદરતના નિયમ મુજબ માનવ શરિરમા અને મગજમા
એક ઉમરે એક સાથે કેટલા બધા ફેરફારો થતા હોય છે. બાલ્યાવસ્થા અને યુવાવસ્થા વચ્ચેનો
એ સમય ગાળો આપણે ત્યાં કિશોરાવસ્થા જેને અંગ્રેજીમા ટીનએઇજ કહે છે તે સમયમા એકાએક
આવતા પરિવર્તન ને સંભાળવુ લગભગ અશક્ય છે. ચંચળતા, ચપળતા, ઉત્સુક્તા, ઉત્કંઠા સાથે
નવી ઉગતી પાંખો સાથે આસમાન સર કરવાની તમન્ના ભળે ત્યારે સ્થિતી જેટ સ્પિડે આવતા
વિમાન જેવી હોય છે. તે જ સમયે થતા શારિરીક ફેરફારો જીવનના રન-વે ને લપસણુ કરી દે
છે . આ સ્થિતીમા કોઈ સ્લિપ ના થાય તો જ નવાઈ.
અહી જરૂર હોય છે અનુભવી પાઇલોટની કે જે આ
સ્પિડ અને રન-વેની ભિનાંશ સાથે યોગ્ય તાલ-મેલ મેળવી પ્લેન ને પરફેક્ટલી લેન્ડ
કરાવે. વર્તમાન સમસ્યાનું મુળ અહી છે. આજના સમયમા લગભગ એવરેજ માતા-પિતા જીંદગીની
ગતિ સાથે એટલા વ્યસ્ત છે કે તેનો ઘણો ખરો સમય આર્થિક-સામાજીક જરૂરિયાતો ને પુર્તી
કરવામા જ જતો રહે છે. શાળા-કોલેજ નું આખુ માળખુ પરિક્ષાલક્ષી બની ગયુ છે કે તેમા આવા
સામાજીક અને સવેદનશીલ વિષયો ને કોઈ સ્થાન જ નથી. સરકારી શિક્ષકો પત્રકો અને શિક્ષણ
સિવાયના કાર્યોમા વ્યસ્ત હોય છે તો પ્રાઇવેટ શિકક્ષો ને સ્કુલ સિવાયના સમયમા
ક્લાસીસ ના ગ્રાહકો સંતોષવા ના હોય છે. મોટાભાગના સામાજીક કાર્યકરો અને કહેવાતા
NGO પોતાની TRP વધારવામા વ્યસ્ત છે. ગણ્યાગાઠ્યા લોકો લખે-બોલે છે પણ ફુલ ટાઇમ
માતૃભાવે-પિતૃભાવે બાળકોની સંભાળ લઈ શકે તેવી એકાદી વ્યક્તિની ખોટ ચિકણા રનવે પર
લેન્ડીંગ વખતે પ્લેન ને ઓટો પાઇલોટ મોડ પર રાખવા જેવી અને જેટલી ગંભિર છે.
સામે પક્ષે માતા-પિતાનો પણ એવો હઠાગ્રહ
હોય છે કે પોતાના સુપુત્ર-સુપુત્રી ને કોઈ કાઈ પણ કહી ને જાવુ ના જોઇએ. આવા સમયે
તેનુ લેવાતુ “ઉપરણુ” આગમા પેટ્રોલનું કામ કરે છે. છોકરાવની ભુલ ચિંધવી તેતો
બદનક્ષી કર્યા જેવો ગંભિર ગુનો ગણી લેવામા આવે છે. આ પરિસ્થિતી સમાજ ને રેઢીયાર
સાંઢ પુરા પાડવા માટે પુરતી છે. હવે કા તો પ્લેનનું ક્રેસ લેન્ડીંગ થાશે કા પ્લેન
રન-વેથી આગળ નિકળી જાશે.
આ “કાગારોળ” બાળકો ખોટુ બોલે છે, ચોરી કરે
છે, સ્કુલના સમયે ફિલ્મ જોવા જાય છે, વગેરે માટેની નથી નથી અને નથી જ. આ બધુ તો
સાવ સામાન્ય જ છે પણ સાહેબ આ કહેવાતી “કાગારોળ” તો આ પ્રજાને કોઈ રોકનાર નથી તેની
છે. આ લખાનર પોતે સ્વિકારે છે કે પોતે પણ આ જ જેટ સ્પિડે અને આવા જ ચિકણા રન-વે પર
લેન્ડ કર્યા હતા ત્યારે સાવ પાઇલોટ વગરના તો ના જ હતા. સ્કુલમા શિક્ષકો અને ઘરે પપ્પા,
ભાઈઓ-બહેનો જેવા કેટલાય મહાવતો ના અંકુશતળે કિશોરાવસ્થા પસાર કરેલી . કેટલીય વખત
લપસ્યા હતા પણ ગતિ અને રન-વેની ભિનાસ વચ્ચે યોગ્ય તાલમેલ મેળવી અમોને સેફલી
લેન્ડીંગ કરાવનારા લોકોને લીધે જ આપણે અહી છીએ.
વર્તમાન સમયના બાળકો પાસે આવુ સૌભાગ્ય છે ? આ
એક બીજો યક્ષ પ્રશ્ન છે .
સમાપ્ત
સિલી પોઇન્ટ
પ્લેનને યોગ્ય મંઝીલે પહોચાડવા ખાલી
પાઇલોટ અને કો-પાઇલોટ જ નહી પણ એઇર હોસ્ટેસ અને ફ્લાઇટ એટેન્ડન્ટ ની પણ જરૂર હોય
છે જેની અત્રે નોંધ લવ છું. :D