Thursday, March 10, 2011

Aplle- “હા હું મેકની ટ્રેનિંગ આપી સકીશ…”


વિતેલી વાત , ભાગે ૧ http://marisamvedana.blogspot.com/2011/01/blog-post.html ભાગ http://marisamvedana.blogspot.com/2011/02/blog-post.html ભાગ ૩ http://marisamvedana.blogspot.com/2011/02/blog-post_02.html મારી સંવેદના પર

જીવનમાં ક્યારેક એવો સમય આવતો હોય છે કે તમારૂ મગજ ના પાડે જ્યારે હ્યદય કહે હા આ શક્ય જ છે અને ક્યારેક અશક્ય લાગતું કામ પણ શક્ય બની જાતું હોય છે. કોઈ અલૌકીક શક્તિનો તેમા હાથ હશે ? ખબર નહી પણ જ્યારે આપણે ભુતકાળના ઘટના ક્રમને શાંતચિતે વાગોળીયે તો ખબર પડશે કે અમુક સમયે ઘટેલી અમુક ઘટના જો ના બની હોત તો ? જ્યારે ત્યારે આપણે જે તે ઘટના માટે અંતિમ શક્તિને દોષ આપતા ભલે હોઈએ પણ છેવટે તો જ્યારે સાંકળ બને ત્યારે જ ખ્યાલ આવે કે તે કળીનું કેટલુ મહત્વ હતું. હવે આગળ વાત ચલાવું….

ઉપરાઉપરી બે દીવસ સુધી અપમાનના ઘુટડા ભરી હું ધરાઈ ગયો હતો. બપોરના જમતી વખતે જ નક્કી કરી નાખ્યુ હતું કે ભલે પાછુ માંગરોલ જવું પડે આવી જોબ તો કોઈ કાલે નથી કરવી. બીજુ જે માણસ પોતાના સગ્ગા કાકા ને નાનકડી ભુલ માટે ખોટુ બોલે તે કદાચ ક્યારેક મોટા જમેલામાં ફસાયો ત્યારે આપણૂ શું થાય ? સાંજના ૪ વાગ્યા સુધીમાં તો માનસીક રીતે થાકી ગયો હોય, “મને જોબ નથી ફાવતી હું જાવ છુ” તેમ કહી હું ત્યાંથી નિકળી ગયો. આખ્ખા રસ્તે એક જ વિચાર આવતો હતો “હવે શું ?” તેમ છતા જેમ તેમ ઘરે પહોચ્યો. કાલની જેમ જ વહેલા આવેલો જોય વાઇફને થોડોક તો અંદાજો આવી જ ગયો હતો પણ ત્યારે જ સવાલો ના પુછી તેણે બહુ સમજદારી નું કામ કર્યું હતું. આવી ને સિધો જ નેટ પર બેસી “ઓર્કુટીંગ” કરવા બેસી ગયો. સાંજના ૮ ક્યારે વાગ્યા તેની ખબર જ ના પડી.

જમી લીધા પછી ક્યારનો અપેક્ષીત હતો તે પ્રશ્ન પુછાણો, “આજે પણ કેમ વહેલા આવી ગયા ? કામ ના હતું કે પછી તબીયત સારી નથી ?” “મે તે જોબ છોડી દીધી” ખુબ જ ટુકો જવાબ આપ્યો અને કદાચ વાઇફ એ તે જ જવાબની અપેક્ષા રાખી હશે તેમ ખુબ જ શાંતિથી બીજો પ્રશ્ન કર્યો, “કેમ ?” “કેમ શું… ના ફાવ્યુ એટલે છોડી દીધી.” હું ગુસ્સે થવાનો જ હતો પણ યથાર્થ ત્યાં જ હતો એટલે…. “પણ હવે શું કરીશું ?” “અને પપ્પાને શું જવાબ આપીશુ ?” “પપ્પાને કાઇ કહેવાની જરૂર નથી એક બે દીવસમાં કદાચ બીજી જોબ મળી જાશે” બોલતા તો બોલાય ગયુ પણ અમને બન્ને ને ખબર હતી કે પરિસ્થીતી શું છે. સાંજે પપ્પાને જોબ છોડી તે વિષે કાઇ કહ્યા વગર આડી અવળી વાતો કરી જીવનમાં પહેલી વાર છેતર્યાનો વસવસો થયો. લગભગ ૧૨ વાગ્યા સુધી અમે બન્ને પરિસ્થિતીની વાસ્તવિકતા સમજી ધ્રૂસ્કે ધ્રુસ્કે રડ્યા. અંધકાર ભવિષ્યમાં કોઈ આશાનું કિરણ દેખાતું ના હતું. ચિંતાનો એક માત્ર ઇલાજ એવો “ઓર્કુટીંગ” પર હું બેસી ગયો અને વાઇફ રડતા રડતા ક્યારે ઉંઘી ગઈ તેની ખબર પણ ના પડી.

દરેક સવાર એક નવી જ આશાઓ નું સિંચન કરતું હોય તેમ છેલ્લા બે-ચાર દીવસનો ઘટના ક્રમ બનતો હતો એટલે આજે પણ કાઇક મિરેકલ થશે તેવું હ્યદય કહેતું હતું જ્યારે ચમત્કારો તો ફક્ત વાર્તાઓમાં જ થાય વાસ્યવિક જીવનમાં નહી તેવું મગજ કહેતું. લગભ ૧૧ વાગ્યા આજુબાજુ મોબાઇલ પર ફોન આવ્યો, “જાગ્રત, રિધમ માથી બોલુ છું. તારે જોબ પર આવવું હોય તો અત્યારે ઓફીસે આવી જા ૨૫૦૦ રૂ. પગાર આપીશ પછી કામ જોય ને વધારીશ.” “પણ ૨૫૦૦ તો બહુ ઓછા કહેવાય..” મે સામે જવાબ આપ્યો. “આમ તો તારા ૧૫૦૦ જ ગણાય પણ પેટ્રોલના ૧૦૦૦ વધારા ના .. જો કે તારે સામે અમને આપવા પડે અમારે તને બધુ કામ શિખવાડવા પણ ખરા ને” “ઓ.કે. હું ત્યાં આવું છુ રૂબરૂ વાત કરીયે” ક્યાંક પગારમાં ખેચવા જાયશ તો જોબ જાશે તે ગણતરી એ વાત ટુંકાવી નાખી. વાઈફ સાંભળતી હતી ખાલી હસી એટલે હું બધુ જ સમજી ગયો. તરત જ ઇન્કમટેક્ષ આવેલી ઓફીસે હું પહોચી ગયો.. પ્રાથમીક વાત ચિત કરી બે દીવસ પછી સવારે ૯ વાગે આવી જવાનું સ્વિકારી હું નિકળી ગયો. પહેલા મહીને કોઇ પણ જાતનું કામ કરવાનું નહી ફક્ત બધુ શિખવાનું પછી આગળ વાત તેવી એક માત્ર શરત પર મને જોબ મળી હતી. સ્વભાવ ખુબ સારો લાગ્યો આગળ ભગવાન જાણે. સાંજે પપ્પાને પણ કોઈ જાતની ચોખવટ કરી નહી એટલે તેમને એમ કે હું જોબમાં સેટ થઈ ગયો છું.

બે દીવસ પછી થી રેગ્યુલર જોબ પર જવા લાગ્યો વાતાવરણ સારૂ હતું અને મારે કાઇ ખાસ કામ પણ કરવાનું ના હોવાથી બીજો કોઈ પ્રશ્ન ના હતો. મેળે મેળે બધુ શિખતો જતો હતો. એક દીવસ અચાનક હિતેષભાઈ (મારા સિનિયર) તથા રિધમભાઈ (મારા બોસ) બન્ને ના હતા અને એક ટ્રેનિંગ આવી. Apple મેક આમ વિન્ડોઝ થી થોડુ અલગ એટલે જે કોઈ પણ મેક લે તેને OS તથા બીજા સોફ્ટવેરની ટ્રેનિંગ આપવી પડે. જોબ પર હજી મને ૧૦-૧૨ દિવસ જ થયા હશે અને મને પણ ઘણૂ આવડતુ ના હતું તેવામાં એક વ્યક્તિને મારે ટ્રેનીંગ આપવાની થઈ

ત્રણ દિવસનો તે ટ્રેનીંગ પિરીયડ મારૂ જીવન બદલી નાખ્યું. મને શિખવાડતો જોવા S.B.(મારા બોસના પપ્પા) નિચે આવતા. ત્રણ દિવસ પછી મને હિતેષભાઇની જગ્યાએ નીચે બેસાડ્યો જ્યારે કે મારૂ કામ તો ઉપર એડીંટીંગ કરવાનું હતું. જેમ જેમ સમય તેમ તેમ મેક OS, FCP, કંપ્રેસર, DVD સ્ટુડીયો પ્રો વગેરે સોફ્ટવેર જાતે જ ત્યાં જ બેઠા બેઠા શિખ્યા. ઘરે એક iMac પણ લીધુ અને ટ્રેનીંગ સેન્ટર પણ ખોલ્યું. ૧ મહીના માએ નોર્થ ઇન્ડીયા ટ્રેનીંગ પોગ્રામ કર્યો જેમા જુદા-જુદા રાજ્યોના મેઇન ડીલર ને ટ્રેનીંગ આપી હવે પગાર મહીનામાં નહી કલાકમાં ગણાતો થયો અને તે જ પગાર અને બચત માથી ઘરમાં ખુટતી વસ્તુઓ વસાવી. “ફોટો ફેર” અને “રોડ શો” માં માર્કેટીંગ કરી કેટલાય Mac પણ વેચ્યા જેના બોનસ રૂપે એક મહીનાની સેલેરી મળી. હવે પછી નો ટારગેટ “Apple સર્ટીફાઇડ ટ્રેનર” બનવા હતો પણ નસીબ ને કાઇક બીજુ જ મંજુર હતું.

વધુ આવતા અંકે,

સિલી પોઇન્ટ

“હલો સાહેબ મારૂ Mac ચાલુ નથી થાતુ”

“શું થયુ તું ?”

“લાઇટ ગઈ પછી થી ચાલુ જ નથી થતું.”

“પાછળ થી બરોબર બટન દબાવો છો ?”

“હા સાહેબ બધુ બરોબર જ કર્યે છીએ પણ ચાલુ જ નથી થતું”

“કદાજ લાઇટના જટકાથી અંદર કાઇક થયુ હશે અહી ઓફીસે લાવવું પડશે”

“વાંધો નહી સાહેબ અમે કાલે સવારે ત્યાં આવી જઈશું, ઉભા રહો સાહેબ આ પસ્યો મેઇન સ્વિચ જ બંધ કરી ને બેઠો છે. લ્યો સાહેબ ચાલુ થઈ ગયુ સોરી હો સાહેબ તમને હેરાન કર્યા.”

“કાઇ વાંધો નહી”

“હંમેશા સમસ્યાઓ આપણે ધારીયે તેટલી ગંભીર પણ નથી હોતી” મારા મોબાઇલ પર રાત્રે ૧૨ વાગે કસ્ટમરને સર્વીસ માટેના આવેલ કોલ પરનો વાર્તાલાપ.

4 comments:

  1. આ ધારાવાહિક નથી જાગ્રતભાઈ !
    આખું પોસ્ટ કરો યાર...
    કા તો એકવાર ફોન પર મને બધું કઈ દો...
    હવે પાછી "પછી શું થયું ?" એ જાણવા રાહ જોવાની ?

    ReplyDelete
  2. I like silly point.... It was too good... :D

    ReplyDelete
  3. khubj rasprad 6 tamaru lakhan mitra
    maja aavi gai..

    bhabhi ne mara raam raam kejo hone.....

    ReplyDelete
  4. Bhai, khub gami tamara shabdo ma tamari vato vanshi ne... Khushi thai tem to nahi kahi shaku !!! pan dil ma thi paheli ek j vat nikali ke mane motiben kaheta ane ganata aa bhai ne bhagvan khub saras jindagi aape, ane jaldi thi settle life aape :))) bless u, bhai :))

    ReplyDelete