Monday, March 21, 2011

પ્રભુ મોરે અવગુન ચીત ના ધરો..



પ્રભુ મોરે અવગુન ચીત ના ધરો..

૧૦૦ % પરફેક્ટ વ્યક્તિ શોધવા જઈયે તો મળે ખરો ? જ્યારે આપણે ડગલે ને પગલે ફરફેક્શનની આશા જીદ્દની હદે રાખ્યે છીએ ત્યારે આ પ્રશ્ન કેમ નથી સુજતો ? “મને તો બધુ પરફેક્ટ જ જોઈએ” એવું કહેનાર વ્યક્તિ મોટે ભાગે પોતાની જાત ને જ છેતરતી હોય છે. એક્જેશમેન્ટ અને પરફેક્શન બન્ને જરૂરી છે પણ જીદ્દની હદ સુધી નહી. આપણે જે છીએ તેનાથી વધુ બહેતર થવા ના પ્રયાસો કરવા તેમા કાઇ ખોટુ નથી પણ આપણે જે નથી બની શક્યા કે પછી નથી બની શકવાના તેનો અફસોસ કરવો તે આપણી વર્તમાન ક્ષમતાનું અપમાન કરવા બરોબર છે. વર્ષોથી કહેવાતુ આવ્યુ છે અને આપણે સાંભળતા આવ્યા છીએ કે “નો વન પરફેક્ટ” અને “એવરીવન યુનિક” કોઈ પરીપુર્ણ નથી અને દરેક અનન્ય છે. તેમ છતા આપણે આપણા ભળતા જ અર્થો કાઢતા હોઇએ છીએ. કોક ને સલાહ દેતી વખતે “નો વન પરફેક્ટ-એવરીવન યુનિક” અને જ્યારે જાતની વાત આવે ત્યારે “વાય આઇ એમ નોટ પરફેક્ટ, આઈ મસ્ટ…” . I is alwas capital મા “is” મા જ i સ્મોલ આવે છે. આ બધુ તો જાતને છેતરવા માટે ના નુસખા છે. વિશ્વમા સૌથી મુર્ખ આપણે પોતે જ છીએ આપણે આપણી જાતને જેવા ઇચ્છીયે તેવી રીતે મુર્ખ બનાવી શકીયે છીએ.

દંભ,ગુસ્સો.ઇર્ષા,દ્વેષ, વગેરે શાસ્ત્રોમાં છપાયેલા અને ખુબ જ પરીચીત દુર્ગુણો છે. આ બધાના ઉદાહરણો હાલતા ને ચાલતા જરરે જોવા મળશે. FB ની જ વાત કરો તો કોઈની પ્રોફાઇલ ઇન્ફો વાંચતી વખતે તમને કેટલી વખત થયુ છે કે “આ વ્યક્તિએ તો સાવ હાંકી જ લીધુ છે ?” “હું લેખક-કવિ છુ અને મારા ત્રણ થી વધુ કાવ્ય સંગ્રહ, લઘુકથા સંગ્રહ, ગઝલ સંગ્રહ બહાર પડી ગયા છે.” :O ભાઈ સિધે સિધુ ક્યો ને કે આ બધુ એક-એક તમારૂ બહાર પડ્યુ છે. “મે કેટલીય ફીલ્મો લખી છે જેવી કે….” આવૂ લખી નીચે બે-ચાર જાણી અજાણી ફીલ્મોના નામ હોય અમુક ફિલ્મોના નામ વાંચી મગજ કશવું પડે કે આ ફિલ્મમાં હીરો કોણ હતો અને તે ક્યારે બહાર પડી હતી. આવી વ્યક્તિથી હું મોટા ભાગે દુર જ રહુ છુ કારણ કે ઉપરોક્ત બધા જ અવગુણો વિસ્ફોટક પ્રમાણમાં આવા લોકોમાં ભર્યા હોય છે.

આજે માર્કેટીંગનો જમાનો છે, તમે ૧૦૦ દેખાવ ત્યારે લોકો તમને ૫૦ માને અને ૧૦ ની કદર મળે પણ ૧૦ હોયે અને ૧૦૦૦ કે ૧૦૦૦૦૦ દેખાવો તે ક્યાનો ન્યાય ? ઉપરોક્ત બધા જ અવગુણો મારા માં પણ છે અને તેનો જાહેરમાં સ્વિકાર કરવાનો મને કોઈ સંકોચ નથી. મારા બેસ્ટ ફ્રેન્ડના બ્લોગ ઉપર મારા બ્લોગ કરતા વધુ કોમેન્ટ આવે ત્યારે મને પણ ઇર્ષા થાય છે. લોકો મારા સ્ટેટસ કે સ્ક્રેપ કે નોટ ને “લાઇક” કરે અથવા તો કોમેન્ટ પોસ્ટ કરે તેવી આંતરીક ઇચ્છા હોય છે. મારી ફ્રેન્ડલીસ્ટ લાંબૂ કરવાના બનતા પ્રયત્ન કરૂ જ છું. આ બધુ સ્વાભાવીક છે પરંતુ તેમ ના તવાનું ૧૦૦ % કારણ પણ હું જ હોઇશ તે પણ જાણુ છું. કોઈ સાચી સલાહ આપે ત્યારે સહસ્નેહ સ્વિકારૂ છુ અને તેનો અમલ કરવાનો બનતો પ્રયાસ પણ કરૂ છું. આપણે આપણા અવગુણોની મર્યાદા સ્વિકારી આગલ વધુવું પડશે અને તે જ તો વાસ્તવિકતા છે. અહી “પ્રભુ” એટલે તમારી પોતાની જાત. તેને સમજાવવી પડશે કે “ભઈલા તું જેવો છે તેવો પણ સાવ નકામો તો નથી જ એટલા તારામાં જે અનન્યપણૂ છે તેને બહાર કાઢ અને આગળ વધ.”

“૨૦મી સદી શારિરીક બીમારીની સદી હતી ૨૧મી સદી માનશીક બિમારી હશે” તેવું મારૂ માનવું છે. નાની નાની બાબતો પર હતાશ થઈ જાવું, ગુસ્સો આવવો, ધીરજનો અભાવ, તાંણ વગેરે આ બધા તેના પ્રાથમીક લક્ષણો છે. ટ્રક-બસનું સાયકલ કે બાઇક સાથે અકસ્માત થાય અને લોકોનું ટોળો તે ટ્રક-બસ સળગાવી દે તે હવે સામાન્ય થઈ ગયું છે. મોટા ભાગે પેલા ટોળા અને અકસ્માતમાં ભોગ બનનાર વચ્ચે કોઈ સંબધ નથી હોતો પણ પેલુ ટોળૂ એ હતાશ અને હારેલ-થાકેલ માનશીકતાનું પ્રતિબીંબ જરૂર પાડે છે. ઘરે પત્નિ કેટલાય વખત થી “મંગળસુત્ર” નું કહે છે પણ સોનાનો ભાવ સાંભળી સોનીની દુકાનના પાટીયા સામે પણ જોવાતું નથી” તેનો ગુસ્સો પેલા ટ્રક-બસ પર ઉતરે, “છોકરો કેમેરાવાળા મોબાઇલ માટે જીદ્દ કરે છે” તો તમે પેલા ટોળાનો હિસ્સો બનવા એલીજીબલ છો જ. ટુંકમાં પોતાની દરેક સમસ્યાનું સમાધાન તો નથી પણ જાણે તે સમસ્યા માટે બીજા કેમ જવાબદાર હોય તેમ તેનો બધો જ ગુસ્સો બીજા પર નિકળે. ૨૧મી સદીનો આ સૌથી મોટો અવગુણ છે.

હું હિમાલય ઉપર ચડી નથી શકવાનો તે વાસ્તવિકતા છે પણ તેનો મતલબ એ નથી કે હું ગિરનાર-ચોટીલા કે પછી પાવાગઢ ઉપર પણ નહી જ ચડી શકું. વાસ્તવિકતાનો સ્વિકાર કરવો સારો છે પણ તેનો અર્થ તે નથી કે તમે તમારી જાતને અંડર એસ્ટીમેટ કરો. અમે પ્રાથમીકમાં હતા ત્યારે ટેસ્ટ-પેપર લખ્યા પછી જાતે જ ચેક કરવાના રહેતા. અમારા ચેક કરેલા પેપર સર ફરીથી ચેક કરતા ત્યારે બહુ ઓછા લોકોના માર્ક સરે આપેલા માર્ક સાથે મેચ થતા. કારણ ? બસ એક જ અમુક લોકો પોતાની જાતનું અતિ-મુલ્યાંકન કરતા જ્યારે અમુક લઘુ-મુલ્યાંકન કરતા. તમને થશે લઘુ-મુલ્યાંકન(અંડર-એસ્ટીમેટ) માં શું વાંધો ? વાંધો તો કાઇ નહી ચાદર જેવડી સોડ તાંણવી તેવી કહેવત છે પણ પોતાની જાતને અંડર-એસ્ટીમેટ કરવાથી જ ક્યારેક ચાદર લાંબી હોવા છતા આપણે ટુટીયુંવાળી ને સુતા હોઈએ છીએ.

૨૧મી સદીમાં સૌથી વધુ બ્રેકેબલ ચીઝ કઈ ? “ઈગો” હાલતાને ચાલતા ઠેસ પહોચતી હોય અને ભાંગીને ભુક્કો થતો હોય. અહંમ આજે આપણા બધા ને જીવથી પણ વધુ વહાલો છે અને હોવો પણ જોઇએ પણ આ અહંમ ના ચુરે ચુરા બોલવાનું કારણ શું ? અતિ-અપેક્ષા, ટીકીટની લાંબી લાઇન છે અને લાઈનમાં ઉભ્યા વગર ટીકીટ મળી જ જાશે તેવી વધુ પડતી અને અવાસ્તવિક અપેક્ષા રાખી આપણે સિધા જ ટીકીટબારી પાસે પહોચી જાયે ત્યારે પાછળ થી “એય લાઈનમાં આવ” એવું સંભળાય ત્યારે આ “ઈગો” ભાંગીને ભુક્કો થાય છે. આજે હાલતા અને ચાલતા આપણી મહેનતના પ્રમાણમાં વધુ ફળની અપેક્ષા રાખીયે છીએ. ભંગાર લેખ કે કવિતા માટે કોઈ વાસ્તવિક કોમેન્ટ કરે ત્યારે ? આપણને ઇગો સગા દીકરા કરતા પણ વ્હાલો છે પણ ઇચ્છીયે છીએ કે તે સિધો જ કમાતો જ અવતરે, ભીના બાળોતીયા બદલવાની મહેનત જ નથી કરવી.

આ તો થયા મારા તમારા અવગુણો પણ આ અવગુણો એવા છે કે જે સુધરી શકે તેમ છે. બીજા લોકોની તો મને ખબર નથી પણ મે મારી જાતમાં ઘણો ફેરફાર જોયો છે. ગુસ્સો તો મારા નાક ઉપર રહેતો અને અહંમ ડગલેને પગલે ઘવાતો. કાઇક ચેલેન્જ વાળુ કામ હોય ત્યારે “આ તો આપણાથી કેમ થાય ?” કામ હાથમા લેતા પહેલા જ હિંમત હારી જવાતી. એક સમય એવો આવ્યો કે જ્યારે સર્વાઇવલ માટે બદલવું આવશ્યક થઈ પડ્યું. ત્યારે “કા જગ બદલો કા જાત” તેવી પરિસ્થીતીમાં જગ કરતા જાતને બદલવી વધુ સરળ લાગી. પણ તે ખબર કેમ પડે કે જગ બદલવું કે જાત ને ? એક મહીના માટે ડેઇલી ચાર્ટ બનાવ્યો. ગુસ્સો આવે કે અહંમ ઘવાય એક કાળગ પર ટપકાવી લેવાનું કારણ સહીત રાત્રે સુતા પહેલા ૧૦૦ % ઇમાનદારી થી ઠંડા મગજે તે ચાર્ટનું પૃથ્થકરણ કરવાનું ૧૦ માથી ૭ કે ૮ વખતે વાંક આપડો જ હોય. બીજુ એક જ પ્રકારની પરિસ્થીતીમાં વખતો વખત ગુસ્સે થવુ તેના કરતા તે પરિસ્થીતીને અનુકુળ થવું વધુ સારૂ નથી ? પ્રયાસ કરવા જેવો નથી ?

-: સિલી પોઇન્ટ :-

“ગિનિઝ વર્લ્ડ રેકોર્ડ” ઇન્ડીયામાં, અમુક અનઓફીસીયલ રેકોર્ડ

૧. વડાપ્રધાન તરીકે ના કાર્યકાળ દરમ્યાન સૌથી વધુ કોંભાંડનો રેકોર્ડ – ડો. મનમોહનસિંહ(?) જો કે જુનો રેકોર્ડ પી.વી.નરસિંમ્હા રાવ વખતે તેઓ શ્રી નાણાપ્રધાન હતા એટલે તેનો પણ સરવાળો કરવામાં આવે તો…. :P L

૨. સૌથી વધુ વખત દેશની માફી માંગવાનો રેકોર્ડ – વન્સ અગેઇન ડો.મનમોહનસિંહ(?)

૩. સૌથી ઝડપી ખર્વોપતી (આજકાલ લાખ-કરોડની તો વાત જ ક્યાં થાય છે) બનવાનો રેકોર્ડ –હસનાલી

૪. સૌથી વધુ ગાજર લડકાવવાનો રેકોર્ડ – UPA સરકાર અને તે ગાજરનો ભ્રષ્ટાચાર કરી જાતે જ ખાય જવાના.

Thursday, March 10, 2011

Aplle- “હા હું મેકની ટ્રેનિંગ આપી સકીશ…”


વિતેલી વાત , ભાગે ૧ http://marisamvedana.blogspot.com/2011/01/blog-post.html ભાગ http://marisamvedana.blogspot.com/2011/02/blog-post.html ભાગ ૩ http://marisamvedana.blogspot.com/2011/02/blog-post_02.html મારી સંવેદના પર

જીવનમાં ક્યારેક એવો સમય આવતો હોય છે કે તમારૂ મગજ ના પાડે જ્યારે હ્યદય કહે હા આ શક્ય જ છે અને ક્યારેક અશક્ય લાગતું કામ પણ શક્ય બની જાતું હોય છે. કોઈ અલૌકીક શક્તિનો તેમા હાથ હશે ? ખબર નહી પણ જ્યારે આપણે ભુતકાળના ઘટના ક્રમને શાંતચિતે વાગોળીયે તો ખબર પડશે કે અમુક સમયે ઘટેલી અમુક ઘટના જો ના બની હોત તો ? જ્યારે ત્યારે આપણે જે તે ઘટના માટે અંતિમ શક્તિને દોષ આપતા ભલે હોઈએ પણ છેવટે તો જ્યારે સાંકળ બને ત્યારે જ ખ્યાલ આવે કે તે કળીનું કેટલુ મહત્વ હતું. હવે આગળ વાત ચલાવું….

ઉપરાઉપરી બે દીવસ સુધી અપમાનના ઘુટડા ભરી હું ધરાઈ ગયો હતો. બપોરના જમતી વખતે જ નક્કી કરી નાખ્યુ હતું કે ભલે પાછુ માંગરોલ જવું પડે આવી જોબ તો કોઈ કાલે નથી કરવી. બીજુ જે માણસ પોતાના સગ્ગા કાકા ને નાનકડી ભુલ માટે ખોટુ બોલે તે કદાચ ક્યારેક મોટા જમેલામાં ફસાયો ત્યારે આપણૂ શું થાય ? સાંજના ૪ વાગ્યા સુધીમાં તો માનસીક રીતે થાકી ગયો હોય, “મને જોબ નથી ફાવતી હું જાવ છુ” તેમ કહી હું ત્યાંથી નિકળી ગયો. આખ્ખા રસ્તે એક જ વિચાર આવતો હતો “હવે શું ?” તેમ છતા જેમ તેમ ઘરે પહોચ્યો. કાલની જેમ જ વહેલા આવેલો જોય વાઇફને થોડોક તો અંદાજો આવી જ ગયો હતો પણ ત્યારે જ સવાલો ના પુછી તેણે બહુ સમજદારી નું કામ કર્યું હતું. આવી ને સિધો જ નેટ પર બેસી “ઓર્કુટીંગ” કરવા બેસી ગયો. સાંજના ૮ ક્યારે વાગ્યા તેની ખબર જ ના પડી.

જમી લીધા પછી ક્યારનો અપેક્ષીત હતો તે પ્રશ્ન પુછાણો, “આજે પણ કેમ વહેલા આવી ગયા ? કામ ના હતું કે પછી તબીયત સારી નથી ?” “મે તે જોબ છોડી દીધી” ખુબ જ ટુકો જવાબ આપ્યો અને કદાચ વાઇફ એ તે જ જવાબની અપેક્ષા રાખી હશે તેમ ખુબ જ શાંતિથી બીજો પ્રશ્ન કર્યો, “કેમ ?” “કેમ શું… ના ફાવ્યુ એટલે છોડી દીધી.” હું ગુસ્સે થવાનો જ હતો પણ યથાર્થ ત્યાં જ હતો એટલે…. “પણ હવે શું કરીશું ?” “અને પપ્પાને શું જવાબ આપીશુ ?” “પપ્પાને કાઇ કહેવાની જરૂર નથી એક બે દીવસમાં કદાચ બીજી જોબ મળી જાશે” બોલતા તો બોલાય ગયુ પણ અમને બન્ને ને ખબર હતી કે પરિસ્થીતી શું છે. સાંજે પપ્પાને જોબ છોડી તે વિષે કાઇ કહ્યા વગર આડી અવળી વાતો કરી જીવનમાં પહેલી વાર છેતર્યાનો વસવસો થયો. લગભગ ૧૨ વાગ્યા સુધી અમે બન્ને પરિસ્થિતીની વાસ્તવિકતા સમજી ધ્રૂસ્કે ધ્રુસ્કે રડ્યા. અંધકાર ભવિષ્યમાં કોઈ આશાનું કિરણ દેખાતું ના હતું. ચિંતાનો એક માત્ર ઇલાજ એવો “ઓર્કુટીંગ” પર હું બેસી ગયો અને વાઇફ રડતા રડતા ક્યારે ઉંઘી ગઈ તેની ખબર પણ ના પડી.

દરેક સવાર એક નવી જ આશાઓ નું સિંચન કરતું હોય તેમ છેલ્લા બે-ચાર દીવસનો ઘટના ક્રમ બનતો હતો એટલે આજે પણ કાઇક મિરેકલ થશે તેવું હ્યદય કહેતું હતું જ્યારે ચમત્કારો તો ફક્ત વાર્તાઓમાં જ થાય વાસ્યવિક જીવનમાં નહી તેવું મગજ કહેતું. લગભ ૧૧ વાગ્યા આજુબાજુ મોબાઇલ પર ફોન આવ્યો, “જાગ્રત, રિધમ માથી બોલુ છું. તારે જોબ પર આવવું હોય તો અત્યારે ઓફીસે આવી જા ૨૫૦૦ રૂ. પગાર આપીશ પછી કામ જોય ને વધારીશ.” “પણ ૨૫૦૦ તો બહુ ઓછા કહેવાય..” મે સામે જવાબ આપ્યો. “આમ તો તારા ૧૫૦૦ જ ગણાય પણ પેટ્રોલના ૧૦૦૦ વધારા ના .. જો કે તારે સામે અમને આપવા પડે અમારે તને બધુ કામ શિખવાડવા પણ ખરા ને” “ઓ.કે. હું ત્યાં આવું છુ રૂબરૂ વાત કરીયે” ક્યાંક પગારમાં ખેચવા જાયશ તો જોબ જાશે તે ગણતરી એ વાત ટુંકાવી નાખી. વાઈફ સાંભળતી હતી ખાલી હસી એટલે હું બધુ જ સમજી ગયો. તરત જ ઇન્કમટેક્ષ આવેલી ઓફીસે હું પહોચી ગયો.. પ્રાથમીક વાત ચિત કરી બે દીવસ પછી સવારે ૯ વાગે આવી જવાનું સ્વિકારી હું નિકળી ગયો. પહેલા મહીને કોઇ પણ જાતનું કામ કરવાનું નહી ફક્ત બધુ શિખવાનું પછી આગળ વાત તેવી એક માત્ર શરત પર મને જોબ મળી હતી. સ્વભાવ ખુબ સારો લાગ્યો આગળ ભગવાન જાણે. સાંજે પપ્પાને પણ કોઈ જાતની ચોખવટ કરી નહી એટલે તેમને એમ કે હું જોબમાં સેટ થઈ ગયો છું.

બે દીવસ પછી થી રેગ્યુલર જોબ પર જવા લાગ્યો વાતાવરણ સારૂ હતું અને મારે કાઇ ખાસ કામ પણ કરવાનું ના હોવાથી બીજો કોઈ પ્રશ્ન ના હતો. મેળે મેળે બધુ શિખતો જતો હતો. એક દીવસ અચાનક હિતેષભાઈ (મારા સિનિયર) તથા રિધમભાઈ (મારા બોસ) બન્ને ના હતા અને એક ટ્રેનિંગ આવી. Apple મેક આમ વિન્ડોઝ થી થોડુ અલગ એટલે જે કોઈ પણ મેક લે તેને OS તથા બીજા સોફ્ટવેરની ટ્રેનિંગ આપવી પડે. જોબ પર હજી મને ૧૦-૧૨ દિવસ જ થયા હશે અને મને પણ ઘણૂ આવડતુ ના હતું તેવામાં એક વ્યક્તિને મારે ટ્રેનીંગ આપવાની થઈ

ત્રણ દિવસનો તે ટ્રેનીંગ પિરીયડ મારૂ જીવન બદલી નાખ્યું. મને શિખવાડતો જોવા S.B.(મારા બોસના પપ્પા) નિચે આવતા. ત્રણ દિવસ પછી મને હિતેષભાઇની જગ્યાએ નીચે બેસાડ્યો જ્યારે કે મારૂ કામ તો ઉપર એડીંટીંગ કરવાનું હતું. જેમ જેમ સમય તેમ તેમ મેક OS, FCP, કંપ્રેસર, DVD સ્ટુડીયો પ્રો વગેરે સોફ્ટવેર જાતે જ ત્યાં જ બેઠા બેઠા શિખ્યા. ઘરે એક iMac પણ લીધુ અને ટ્રેનીંગ સેન્ટર પણ ખોલ્યું. ૧ મહીના માએ નોર્થ ઇન્ડીયા ટ્રેનીંગ પોગ્રામ કર્યો જેમા જુદા-જુદા રાજ્યોના મેઇન ડીલર ને ટ્રેનીંગ આપી હવે પગાર મહીનામાં નહી કલાકમાં ગણાતો થયો અને તે જ પગાર અને બચત માથી ઘરમાં ખુટતી વસ્તુઓ વસાવી. “ફોટો ફેર” અને “રોડ શો” માં માર્કેટીંગ કરી કેટલાય Mac પણ વેચ્યા જેના બોનસ રૂપે એક મહીનાની સેલેરી મળી. હવે પછી નો ટારગેટ “Apple સર્ટીફાઇડ ટ્રેનર” બનવા હતો પણ નસીબ ને કાઇક બીજુ જ મંજુર હતું.

વધુ આવતા અંકે,

સિલી પોઇન્ટ

“હલો સાહેબ મારૂ Mac ચાલુ નથી થાતુ”

“શું થયુ તું ?”

“લાઇટ ગઈ પછી થી ચાલુ જ નથી થતું.”

“પાછળ થી બરોબર બટન દબાવો છો ?”

“હા સાહેબ બધુ બરોબર જ કર્યે છીએ પણ ચાલુ જ નથી થતું”

“કદાજ લાઇટના જટકાથી અંદર કાઇક થયુ હશે અહી ઓફીસે લાવવું પડશે”

“વાંધો નહી સાહેબ અમે કાલે સવારે ત્યાં આવી જઈશું, ઉભા રહો સાહેબ આ પસ્યો મેઇન સ્વિચ જ બંધ કરી ને બેઠો છે. લ્યો સાહેબ ચાલુ થઈ ગયુ સોરી હો સાહેબ તમને હેરાન કર્યા.”

“કાઇ વાંધો નહી”

“હંમેશા સમસ્યાઓ આપણે ધારીયે તેટલી ગંભીર પણ નથી હોતી” મારા મોબાઇલ પર રાત્રે ૧૨ વાગે કસ્ટમરને સર્વીસ માટેના આવેલ કોલ પરનો વાર્તાલાપ.