આપણા વડવા કહેતા કે ચાદર કરતા પગ લાંબ કરવા નહી પણ અહી તો રૂમાલ ઓઢીને સુવાના સપના જોવાતા હતા. ભવિષ્યમાં આવનાર આવક પર લીમિટ બારનો વર્તમનમાં થયેલ ખર્ચ શું પરિણામ લાવે છે તે ફક્ત અમેરિકાએ જ નહી પુરા વિશ્વએ જોયુ. વધુ વેપાર ને કોઇ પણ જાતની રોકટોક વગર ગજા બહાર દિધેલા ધીરાણને લીધે કેટલીય મોટી બેન્કોની હાલત ખરાબ થય ગઈ. અને પછી તો મહામંદિની મધ્યમાં આખા વિશ્વની અર્થવ્યવસ્થા ડામાડોળ થવા માંડી. બિજી બાજુ ભારતમાં ફુગાવાએ ભરડો લિધો, કીમંતમાં ક્યારેયના જોવાણો હોય તેવો ભાવ વધારો જોવા મળ્યો. થોડો કુદરતી તો થોડો કૃત્રિમ ભાવ વધારાને લિધે મધ્યમ વર્ગની હાલત ઘંટીના બે પડ વચ્ચેના અનાજ જેવી થય ગઈ. એક બાજુ ભાવ વધારાએ બજેટને અસ્ત વ્યસ્ત કરી નાખ્યુ તો બિજી બજુ લોન પર વધેલા વ્યાજ દરે પથારી ફેરવી નાખી અને શેર બજાર તળીયે પહોચયું.
બધાનો સરવાળો એ થયો કે ગરિબ હોય કે અમીર બધાના જીવન ભેકાર અને અંધકારમય ભવિષ્યની કલ્પના કરવા મંડ્યું. કારણ કે કલ્પના કરવા સિવાય કોઇ વસ્તુ તેમના હાથમાં ક્યાં હતી. બધા જ તહેવારો ઉત્સાહ વગર પસાર થયા, અરે દિવાળી અને ઇદમાં પણ જે ઉત્સાહ હોવો જોઇએ તેના પર મંદિ ભારે પડી. બધાએ ભુતકાળમાં કરેલી ભુલો પર ધ્યાન ગયુ પણ હવે ઘણુ મોડુ થઈ ગયું હતુ અને પરિણામ ભોગવ્યે જ છુટકો.છતા મને આશા છે કે જ્યારે પણ આ વમણ માથી આપણે બહાર આવીશું ત્યારે પાછી આવિજ ભુલ ફરીને કરીશું કારણ કે, લાલચ બુરી બલા છે અને આપણે ભુતકાળ માંથી કાઈ શિખતા નથી.
સમાપ્ત.