મારી જ વાત કરૂ તો જ્યારે એડીટીંગનો કોર્ષ પુરો કર્યો ત્યારે જ મંદી ચરમસિમા પર હતી. ઝી ટી.વી. ગુજરાતી બંધ થવામા હતું. ઇ. ટી.વી. માથી ઘણા એડીટરને પોતાની જોબ છોડવી પડે તેમ હતી. ટુકમા હું સ્ટેશન પર પહોચું ત્યાં સુધીમા છેલ્લી ટ્રેન જતી રહી હતી અને હવે પછીની ટ્રેન ક્યારે મળે તે નક્કી ના હતું. પરિસ્થીતી મુજબ નિર્ણય લઈ જે મળે તે જોબ લઈ લેવામા બુદ્ધીમાની ગણી છાપામા જેના માટે જ્યાં પણ ગમે તે સેલેરીમા જોબ મેળવવાની જુંબેશ આદરી. સવારમાં છાપુ આવે કે તરત અમે બન્ને હું અને મારી વાઈફ પહેલુ કામ ક્લાસીફાઈડ જોવાનું કરતા. એકાઉન્ટ તરીકે હોય કે કેશિયર તરીકે, ફોટોશોપ તરીકે હોય કે વેબ ડીઝાઇનર તરીકે, ઈવન કોલ સેન્ટર માં પણ ઇન્ટર્વ્યુ આપવા જતો. સવાર ના નિકળૂ ત્યારથી સાંજે ઘર આવું ત્યાં સુધીમા એવરેજ રોજના ૮ થી ૧૦ ઇન્ટર્વ્યુ આપતો.
પણ ક્યાંય મેળ ના ખાતો. મારા અરેના એનીમેશનનો આખો સ્ટાફ મારી જોબ માટે મહેનત કરતો. કોઈ કહે કે "જાગ્રતભાઈ આપકા C.V. ઠીક નહી હૈ." એવી તંગીમા રૂ.૫૦૦ આપી વ્યવસ્થિત C.V. બનાવડવ્યું. સંગીતામેડમ કહેતા, "જાગ્રતભાઈ આપ સિર્ફ એડીટીંગ કે લીયે ક્યું ટ્રાઇ કરતે હો." તો કોલસેન્ટર સુધી બધે તપાસ કરી. મારા બેચાર મીત્રો કરે "જાગ્રતભાઈ તમે વધુ પડતુ સાચુ બોલો છો, થોડુ ખોટુ બોલત શિખો." તે પણ કરીને જોયું. ક્યાંક મારી લાયકાત ઓછી પડે તો ક્યાક વધુ.
છેલ્લે જ્યારે માંગરોલ જાવાનું નક્કી જ હતું ત્યારે છેલ્લો પ્રયત્ન કરવાનું વિચાર્યું. યલો પેઈજ માથી જેટલા વિડીયો એડીટીંગ સ્ટુડીયો હતા તે બધા ફરી લેવાનું નક્કી કર્યું. પહેલા દીવસે જ ૧૨ સ્ટુડીયો ફરી વળ્યો પણ પરીણામ શુન્ય. બીજા દીવસે સંગીતામેડમને વાત કરી તો તરત કે "આપ ડાઇરેક્ટ મત જાઓ, મે યહા સે ફોન કરતી હું થોડા ઇમપેક્ટ પડેગા." પહેલા દીવસે જ તીર લાગી ગયું. ત્રણ માથી બે જગ્યાએ સિલેક્ટ થયો. પહેલી જગ્યાએ પગાર થોડો વધુ હતો પણ તેમનો સ્વભાવ મને જરાય ના ગમ્યો. ચાલુ જોબ ઉપર બીજી જગ્યાએ થી ઓફર આવી એટલે તરત સ્વિકારી લીધી.
"રીધમ વિડીયો" કે જ્યાં અત્યારે કામ કરૂ છું ત્યાં મને બહું ઓછા પગારે જોબ મળી. મારી લાઇફની પહેલી જોબ કે જે મે જીવનના ૨૮ મા વર્ષે, પત્નિ અને ૪ વર્ષના બાળક આવ્યા પછી શોધી. મને ત્યાં જોઇન્ટ થયા પછી ખબર પડી કે હું જે શિખ્યો છું તે ખરેખર ૧ % પણ નથી. મારે ત્યાં એડીટીંગ કરવાનું હતુ પણ મને જેટલુ આવડતુ હતું તે પુરતુ ના હતું. પહેલા ૧૫ દિવસ તો હું એડીટીંગ શિખ્યો. અચાનક એક દીવસ મારા સિનિયર બહાર ગયા હતા અને એક વ્યક્તિ ટ્રેનિંગ લેવા આવી. મને પુછ્યુ તુ આપીશ, મને જ આવડતુ ના હતુ છતા મે હિંમત કરી હા પાડી દીધી. મારી રીતે મને જેટલુ આવડતું હતુ તે મે શોખવ્યું. મને શિખવાડતા જોય અને મારા સર ખુબ ખુશ થયા. મને કાયમી નીચે ટ્રેનીંગ મા એપોઇન્ટ કર્યો.
ત્યારથી આજ સુધીમા એટલે કે પાંચ મહીનામા મે મારૂ સ્થાન જમાવી લીધુ છે. પણ મને એવું લાગે છે કે જેટલી મહેનત મે જોબ શોધવા માટે કરી તેનાથી ક્યાય ઓછી મહેનત આ જોબમાં સ્થાય થવા માટે કરી છે. કારણ તો મને પણ ખબર નથી પરંતું એક વાત ખરી કે તમે તમારા કામ પ્રત્યે પુરા ઇમાનદાર હોવ તો તમને પોતાની જોબમા સ્થાય થતા વાર લાગતી નથી.
બધા ને ખબર છે.. "ઓનેસ્ટી ઇઝ બેસ્ટ પોલીસી".
આપની નિખાલસતા આ બ્લોગનું જમા પાસું છે. આજે લોકો "મેં આ મેળવ્યું ને તે કર્યું" ની ડાંફાસો મારતા હોય છે પણ પોતાના સ્ટ્રૂગલ ની વાતો કરવી થોડી આકરી હોય.
ReplyDeleteચાલો સારું છે કે હવે આપે જોબ શોધી ભલે જરા બીજાની "ઇમપેક્ટ" થી,પણ ટકાવી છે પોતાની મહેનતથી જ, અને ઍજ મહત્વનું છે.
જરા વિચાર આવ્યો કે જો આપ કૉમેંટ ફોર્મની સેટ્ટિંગ બદલો તો વાચકોને કૉમેંટ મૂકવામાં આસાની થાય. કૉમેંટ ફોર્મ પોસ્ટ ની નીચે જ મૂકોને? નવી લિંક ખોલવા કરતાં પોસ્ટ વાંચીને સીધીજ કૉમેંટ લખી શકાય તો વધુ લોકો કૉમેંટ લખવા પ્રેરાશે પણ. વિચારી જુઓ.
ReplyDeleteજાગ્રતભાઇ તમે તમારી સંવેદનામાં તમારી જીન્દગીની વાત સાવ સાદગીથી કરી જાવ છો! DOST KEEP IT UP!
ReplyDeletesachi vat jagratbhai kharekhar parvat ni toch par to pahochi gaya pan ena par taki rahevu bahu aghru chhe..
ReplyDeletejagratbhai....aapni aa post vanchine ankho bhini thai gai!
ReplyDelete