Showing posts with label મારા જીવનના ઘડવૈયા.. Show all posts
Showing posts with label મારા જીવનના ઘડવૈયા.. Show all posts

Thursday, June 2, 2011

હું જેવો છુ તેવો છુ…..


પ્રાથમીકમાં હતા ત્યારે અમે રોજ સવારે પ્રાર્થના ગાતા… “ અસત્યો માહે થી પ્રભુ પરમ સત્યે તુ લઈ જા, ઉંડા અંધારે થી પરમ તેજે તું લઈ જા “. આખ્ખી તો અત્યારે યાદ નથી પણ ત્યારે તો તે અમે ખાલી ગાવા ખાતર ગાતા કારણ કે એટલી બુદ્ધી નોહતી કે ભાવાર્થ સમજી શક્યે. આજે જ્યારે ભાવાર્થ સમજી-સમજાવી શક્યે છીએ ત્યારે ફક્ત એટલી સમજ છે કે હું એક અપુર્ણ વ્યક્તિ છુ અને મારી ગતી પુર્ણતા તરફની હોવી જોઇયે. છે કે નહી તેની ખાતરી કરવા બહુ અંગત મીત્રો હોવા જોઇએ અથવા તો કટ્ટર હરીફો જે તમને આ પુર્ણતા ના રસ્તે ચાલવા માટે સતત ઉત્સાહીત અને પ્રેરીત કરતા રહે.

કદાચ ૧૦૦ % પુર્ણતા શક્ય નથી અને એટલે જ તો વિકાસ-ઉત્ક્રાન્તી વગેરે સતત ચાલતી પ્રક્રીયા છે . આજે જ્યારે હું પાછળ વળીને જોવ છુ ત્યારે હું પોતાને ઘણો આગળ નીકળેલો જણાવ છું. હું છાતી ઠોકીને કહી ના શકુ કે મારી ગતી પુર્ણતા તરફની છે કે નહી પણ એટલુ તો જરૂર મુલ્યાંકન કરી શકુ કે જ્યાંથી ચાલવાની શરૂવાત કરી હતી ત્યાથી ઘણો દુર નિકળી ગયો છું. કદાચ થોડુક મેળવ્યુ હશે તો થોડુક ગુમાવ્યુ પણ હશે તેના સરવૈયા માંડવા નથી બેસાવું પણ આજે જ્યારે મારી લેખનયાત્રાના લગભગ ૧૫-૧૬ વર્ષ થવા જઈ રહ્યા છે અને લખાણ પુક્તતા તરફ આગળ વધી રહ્યું છે ત્યારે બસ સ્વજનો સાથે થોડોક ભુતકાળ વાગોળવો છે.

હું લખી શકુ છુ અને તેમાય તેને સારી રીતે વ્યક્ત કરી શકુ છુ તેની મને બહુ મોડી ખબર પડી . એક ગોલ્ડન કહી શકાય તેવો સમયગાળો લગભગ વીતી ગયો જ્યારે નેશનલ લેવલ સુધી નું જ્યા સ્ટેજ મળી શકે તેમ હતું તેવી માંગરોલની વિવેકાનંદ વિનય મંદિરના ૮-૯ નું વર્ષ મે લગભગ બરબાદ જ કરી નાખ્યુ . અને જ્યારે ધો. ૧૦ મા ભાન આવ્યુ ત્યારે બહુ મોડુ થઈ ગયુ હતું. તેમ છતા તે વર્ષે લગભગ શાળા સ્તર પર હું અન-બિટન હતો કારણ કે વકૃત્વસ્પર્ધામાં મારૂ વતવ્ય હું પોતે જ લખતો એટલે વ્યક્ત કરવામાં સરળતા રહેતી અને મૌલીકતા ભારો ભાર જણાતી. કદાચ મારો વિકાસ ત્યાં જ અટકી પડ્યો હોત પણ થન્ક્સ ટુ ડઢાણિયા સાહેબ કે જેણે વખતો વખત મારુ અપમાન કરી મને સતત આગળ વધવાનો બુસ્ટ આપ્યો. કદાચ તે તેમનો પુર્વગ્રહ હતો કે પછી મારા તરફનો આંતરીક પ્રેમ તે તો હું આજ દીવસ સુધી જાણી નથી શક્યો પણ તેમના આકરા શબ્દો મને આજે પણ ચાર્જ કરવા મટે પુરતા છે.

ધો. ૧૨ મા સમગ્ર દેશ આઝાદીની સુવર્ણજયંતિ મનાવતો હતો એટલે મારૂ ચડતુ લોહી પણ ગરમ થવાનું જ હતુ તેમાય વોરાસર ના ટ્યુશનનો તે મુક્ત માહોલ . પછી તો પુછવું જ શું દર અઠવાડીયે એક તેઝાબ નિતરતી કલમે લેખ લખાવા મંડ્યો. કદાચ તે સમય ને હું મારા લેખન નો સુવર્ણકાળ કહી શકુ . મારી વયના અને સહાધ્યાયઓ જે વિચારી પણ નોતા શકતા એવા વિચારો ને હું શબ્દોમા રુપાંતરીત કરતો એટલે વાહ-વાહ તો મળવાની જ હતી. બોર્ડનું વર્ષ હોવા છતા લખવાનું એક ગાંડપણ હતું અને જેટલા ચોપડા ભણવામાં નોહતા વાપર્યા તેટલા લખવામાં વપરાયા. અફસોસ કે આ બધુ જ સુવર્ણ સર્જન હું સાચવી ના શક્યો. કેટલાક વિ.વિ.નગર હતો ત્યારે ઘરના એ પસ્તિમા આપી દીધા અને બચ્યાતા તે માળીયા ઉપર પાણી ભારાયુ તેમા પલળીને નાશ પામ્યા.

વિ.વિ,નગર એક વર્ષ ફક્ત બીજાઓ માટે જ લખ્યુ . કોઇક ડિબેટમા કે પછી નિબંધ લેખનમાં ભાગ લે તો મારી પાસે આવે હું ઉભાઉભ લખાવી આપુ. કદાચ ત્યારે મારા ડીપ્રેશન-સીઝોફેનિયાનો અંતિમ તબક્કો શરૂ થઈ ગયો હતો. તેવું જ માંગરોલ આવ્યા પછી કોલેજમાં પણ ચાલુ રહ્યું. ડિપ્રેશનની દવા ડીસેમ્બર-૧૯૯૮ થી શરૂ થઈ ગયેલી દર અઠવડીયે સીટીંગ લેવા પણ જવું પડતું પણ હજુ તેની પુર્ણ અસર તો થવાને વાર હતી . કોલેજમાં કોઇ ને પણ કોઇ પણ વિષય પર લખવાનું-બોલવાનું હોય બિન્દાસ મારી પાસે આવી જાય અને તેમાથી કેટલાય ને તો હું જાણતો પણ ના હોવ અને અમુક તો મારા હરીફ પણ હોય તેમ છતા ગમે તેને ગમે તે વિષય પર લખી દેતો. કદાચ ત્યારે વાંચન પણ આજથી ઘણૂ વધુ હતુ .

તે પછી આવ્યો મારો શુન્યાવકાશ કાળ… ૨૦૦૧-૦૨ માં ડિપ્રેશનની દવા તથા સીંટીંગની અસર વર્તાવા લાગી . લાઇફ જાણે વિચારશુન્ય અવસ્થામાં પસાર ના થતી હોય કોઈ જાતના વિચારો જ ના જન્મતા . લખાણ તો દુર વાંચન પણ શક્ય ના બન્યું. સામાન્ય નિર્ણય પણ લેવાની માનશીક શક્તિ ખોય બેઠેલો તે જ અરસામાં લગ્ન જેવા લાઇફના મોટા નિર્ણયો પરાણે લેવા પડ્યા . હું જ્યારે મારી ખુદની ચિંતા કરી શકવા અક્ષમ હતો ત્યારે જ વધારાની એક વ્યક્તિની પણ ચિંતા મારા માથે આવી . આ જ ક્સમશકમાં હું જીંદગી થી હારી ગયો અને ના કરવાનું કરી બેઠો ….

જ્યારે જ્યારે હું પડ્યો છુ બમણા જોરથી ઉભા થવાનો પ્રયત્ન કર્યો છે અને તેમા સફળતા પણ મળી છે . જ્યારે બધાને એવું લાગતું હતું કે હવે આ ડિપ્રેશન માથી ઉભો જ નહી થઈ શકે અને સીટીંગ ફરી ચાલુ કરવા પડશે ત્યારે જ મે દવા બંધ કરી દીધી . દવા બંધ કરવાથી પહેલો ફાયદો તે થયો કે હું ફરી વિચારતો થયો… સપના જોતો થયો . ભલે તે સપના કદી પુરા થવાના ના હોય તો પણ એક આત્મવિશ્વાષ આવ્યો. જે રીતે દવા શરૂ કરવી તે પણ અનિવાર્ય હતી તેમ તેને બંધ કરવી પણ જરૂરી હતી. આ દરમ્યાન માનશીક રીતે મારૂ ઘડતળ થયુ… થેન્ક્સ ટુ ડો. મૃગેશ વૈષ્ણવ .

લાઇફમાં જ્યારે પણ લાગે કે તે હવે બરોબર સેટ થઈ ગઈ છે ત્યારે જ ન જાણે ક્યાથી આંતરીક એક કીડો સળવડે અને પાછો અનિશ્ચીતતાઓ તરફ ધકેલાય જાવ . માંગરોલની ઠાઠ-માઠ ભરેલી લાઇફ મુકી અમદાવાદ ધુળ ફાંકવા આવી ચડ્યો. મારા જોબની બે-ત્રણ મહીનાની સેલેરી જેટલુ રોજ કમાય લેતો તે છોડીને આવવું સામાન્ય લોકોની નજરે તો મુર્ખામી જ દેખાય . પણ અમદાવાદ આવ્યો અને રાખ નીચે દબાયેલા અંગારા ફરી સળગવા મંડ્યા. ઓર્કુટ કોમ્યુનિટી થી શરૂવાત થઈ તે પછી બ્લોગ અને ફેસબુક સુધી વિસ્તરી ઘણા મીત્રો મળ્યા, ઘણા સાથે મુક્ત ચર્ચાઓ કરી તો કેટલાય ઝગડાઓ પણ કર્યા . વાર્તાના રાજકુમાર(રી)ની જેમ દીવસે નહી વિકસ્યો હોય તેટલો (મોટાભાગે) રાતે વિકસ્યો . કટાયેલી (કલમની)તલવાર ફરી ધારદાર બની અને કેટલાય સાથે રીતસરના યુદ્ધો લડ્યા. ૧૯૯૭ ના વર્ષને જો હું સુવર્ણકાળ ગણતો હોવ તો આ મારો રૂપેરીસમય હતો. ફરક એટલો કે આ ગાળાનું લગભગ બધુ જ સર્જન સચવાયેલુ છે. આ ગાળામાં મને ઘણા લોકોએ પ્રોત્સાહીત કર્યા બધા ના નામ લેવા શક્ય નથી પણ તેમા થી બે નામ લખવા માટે કી-પેડને રોકી શકતો નથી .રજનીભાઈ તથા જે.વી. કદાચ આ બન્નેના પ્રોત્સાહને હવનમાં ઘીનું કામ કર્યું અને બીજા દરેક વ્યક્તિનો ફાળો આહુતી થી ઓછો ના જ ગણી શકુ . બે-ચાર નામો એવા છે કે કદાચ તેણે ટાટીયા ખેચવાનો પ્રયત્ન ના કર્યો હોત તો પણ હું કદાચ આટલુ લખી ના શક્યો હોત .

નવેમ્બર ૨૦૦૯ મા પેલો કીડો ફરી સળવળ્યો અને લગભગ સેટલ થઈ રહેલી લાઇફ છોડી માંગરોલ પાછો આવ્યો. માંગરોલ પરત ફરવાની સિધી અસર લખવા પર પડી અને લાગતું હતું કે ફરી પાછો શુન્યાવકાશકાળ આવશે ત્યારે જ મારા મીત્રો-સ્વજનોએ મને સાચવી લીધો . જેમ જેમ લખોતો આવ્યો તેમ તેમ આવેગો અને ઉત્તેજનાઓ ઘટતી ગઈ અને સ્થીરતા વધતી ગઈ કદાચ થોડી શુષ્કતા પણ આવી ક્યારેક હું પોતે તાજગીનો અભાવ અનુભવું છું પણ આ તો એક સતત ચાલતી પ્રક્રિયા છે એક માથી બીજામાં થતા રૂપાંતરણ દરમ્યાન કાઇક નવું વધુ સારૂ વધુ બહેતર મળે છે તો થોડુક જુનુ જતું પણ કરવું પડે છે.

શરૂવાતમાં લખેલી પ્રાર્થનામાં જે પ્રભુની વાત છે તેને મે ક્યારેય જોયા નથી . મારા માટે તો તે ઇશ્વર મારા મીત્રો, સ્વજનો સ્નેહીજનો હિતેચ્છુઓ શત્રુઓ જ છે જે મારા વર્તમાન અને ભવિષ્યવિષે વિચારે છે ચિંતા કરે છે . દરેક એ વ્યક્તિ કે જેણે જીવનમાં એક વખત પણ મારા વિષે સારૂ-ખરાબ વિચાર્યુ હશે તે મારે મન પેલા ઇશ્વરથી કમ નથી . તો હે મારા ઇશ્વર તું મને મારી આ અપુર્ણતા થી પુર્ણતા તરફના પ્રયાણમા જે રીતે મદદરૂપ થયો છે તે બદલ હું તારો આભાર માનું છુ અને આગળ પણ મદદ કરતો રહેજે તેવી નમ્ર વિનંતી કરૂ છુ કારણ કે હું તો જેવો છું તેવો જ છુ તેને બદલવો તે તારા હાથમાં છે.

નોંધ :- હું કોઈ અસામાન્ય વ્યક્તિ નથી એટલે પ્લીઝ …….

-:સિલી પોઇન્ટ :-

૧૯૯૭ થી ૨૦૧૧ વચ્ચેના મારા જીવનને એક વાક્યમાં વર્ણવું હોય તો કેવી રીતે વર્ણવી શકાય ? સો સિમ્પલ “બાલ ઠાકરે માથી મનમોહનસિંહ માં રુપાંતરણ “ :P

બીજુ આ બધુ લખવાનો મુખ્ય આશય શો ? બસ આટલુ જ સિદ્ધ કરવા કે “આત્મકથા હંમેશા સફળ લોકોની જ નથી હોતી અમારા જેવા લોકોની પણ હોય શકે છે. “



Sunday, July 26, 2009

તમે કોણ છો ?

તારીખ તો મને યાદ નથી પણ વર્ષ ૧૯૯૮ હતું. મારો કોલેજનો પહેલો જ દીવસ હતો. બધા જ નવા ચહેરા નજર સામે હલન ચલન કરતા હતા. માંગરોલના પ્રમાણમાં રૂઢીચુસ્ત અને સંકુચીત વાતાવરણ થી સિધો જ વિ.વિ.નગરના "બોલ્ડ" વાતાવરણમાં આવી ગયો હતો. જો કે વર્ષ ૧૯૯૮ હતુ એટલે હજી તો તે બદલાવની શરૂવાત હતી તેમ છતા માંગરોલ ના પ્રમાણમા તે વાતાવણ જાણે એક સદી ભવિષ્યકાળમા પહોચી ગયો હોય તેવું લાગતુ હતું. માંગરોલમાં કોઇ છોકરી જોડે વાત કરવામા ટાટીયા ધ્રુજતા જ્યારે અહીયા છોકરા-છોકરીને બિંદાસ વાતો કરતા જોઈ મનમાં કાઈક અલગ જ ભાવ ઉત્પન થતા હતા.
બી.જે.વી.એમ. ત્યારે ગુજરાતમા એચ.એલ. અમદાવાદ પછી બીજા નંબરની શ્રેઠ કોમર્સ કોલેજ હતી. તેમા એફ.વાય.બી.કોમ. "ઇંગ્લીશ મિડયમ" માં ત્રીજો લેક્ચર લેવા પ્રો.જી.વી.મહેતા આવ્યા. વ્યવસ્થિત બાંધાના પ્રો.મહેતા પ્રોફેસર ઓછા અને મીલીટરી ઓફીસર વધુ લાગતા હતા. તેને જોયને જ ક્લાસમાં શાંતિ છવાય ગઈ. તેણે આવીને ગુજરાતીમા વાત શરૂ કરી એટલે મારા જેવા કેટલાય કે જે અંગેજી મિડીયમના ખોટા ડબ્બામા બેસી ગયેલા તેના જીવમા જીવ આવ્યો. ૧ વર્ષ તેમણે શું ભણાવ્યુ તે તો મને ત્યારે પણ યાદ નોતૂં રહ્યું પણ તેમણે પહેલા જ પિરિયડમા જે કહ્યું હતું તે મને આજે પણ યાદ છે. તેમણે કોઇ ના સંદર્ભ ટાકીને વ્યક્તિઓના પાંચ પ્રકાર છે તેમ કહ્યુ હતું. આ જ પાંચ પ્રકાર તેમના જ શબ્દોમા હું આજે અહી જણાવા જઈ રહ્યો છું. આપણે ક્યાં પ્રકારમા આવીયે છીએ તે જાતે જ નક્કી કરીશું.

૧. તે જાણતો નથી કે તે જાણતો નથી.( He does not know that he does not know) :- આવા લોકોને પોતાને ખબર નથી હોતી કે તે પોતે અજ્ઞાન છે. આવા લોકોની સમાજે દયા ખાવી જોઈએ.

૨. તે જાણે છે કે તે જાનતો નથી. (He knows that he does not know) :- આવા લોકોને ખબર છે કે હું જાણતો નથી સમાજે તેને સિખવાડવા પ્રયત્ન કર્વો જોઈએઅ.

૩. તે જાણતો નથી કે તે જાણે છે. ( He does not know that he knows) :- આવા લોકોને પોતાને ખબર નથી હોતી કે તે જાણે છે સમાજે તેને ઉઠાળવો જોઈએ.

૪. તે જાણે છે કે તે જાણે છે. ( He knows that he knows) :- આવા લોકોને ખબર છે કે તે જાણે છે સમાજે તેની પાસે શિખવા જવું જોઇએ.

૫. તે જાણતો નથી પરંતુ બતાવે છે કે તે જાણે છે. ( He does not knows but sows that he knows) :- સમાજમાં આજે આવા લોકોની બહુમતી છે.

પ્રો.મહેતા અને તેમના આ શબ્દો મને જીવનમા ખુબ ઉપયોગી થયા છે. આ પોસ્ટ તેમને સાભાર.

Friday, July 3, 2009

મારા જીવનના ઘડવૈયા-૨

પહેલા તો સોરી ઘણા લાંબા સમય પછી આજે બ્લોગ અપડેટ કરવાનો સમય મળે છે. કેટલા બધા વિષયો અધુરા પડેલા છે. બધા એક સાથે તો પુરા કરવા શક્ય નથી પણ પહેલા અધુરા વિષયો પુરા કરિશ પછી કાઈ ક નવુ લખીશ.

આગળ તમે મારા પ્રાથમિક શિક્ષણ વિષે જાણી ગયા હવે માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિકની વાતો અહી લખીશ. પ્રાથમિક પુરૂ થયુ એટલે લગભગ બાળપણ પણ સમાપ્ત થયું. બીજી બાજુ પાછા નાના થયા હોય તેવી પણ લાગણી અનુભવી.. કેમ કે પ્રાથમિકમા અમે ધો.૭ મા એટલે સૌથી સિનિયર અને અહી અમે ધો.૮ મા એટલે સૌથી નાના. ત્યા બધા ઓળખે અને અહી બધુ જ નવું. અજય માથી વિવેકાન્દ વિનય મંદિરમા આવવાથી થોડો સમય એકલુ એકલુ લાગ્યું. મારા બધા જ જુના મિત્રો અલગ અલગ ક્લાસમા વહેચાઈ ગયા. પણ માહોલમા કોઇ ફરક ના હતો. ત્યા જેવુ જ વાતાવરણ અહી પણ હતુ એટલે બહુ વાંધો ના આવ્યો.

શરૂઆત ધો. ૮ 'બ' ના મારા ક્લાસટીચર શ્રી વી.પી.પટેલ થી જ કરૂ. નાનુ કદ અને બહુ જડપી ચાલ તેમની. તેની સાથે ચાલવા માટે દોડવું જ પડે. પાછા ચરોતરી ભાષા બોલે એટલે બે વાર તેમને પુછવુ પડે કે શું કહ્યુ ? તેમ છતા એક વાત સારી કે કોઇ દિવસ ગુસ્સે ના થાય એટલે માર પડવાનો તો સવાલ જ નથી. અંગ્રેજી વિષય લે અને એટલે મને જરાય ના ગમે મારા તોફાન તેના પિરિયડમા સોળે કળા એ ખીલે. ઘણી વાર મને કહે "શાહભાઈ આપણે વહેપારી કહેવાયે આપણને આવા તોફાન ના પાલવે". છતા કુદરતી મને તેને જોય ને જ તોફાન સુજે. ધો.૮ મા દિવાળી પછી પપ્પાએ તેને ત્યાં જ મારૂ ટ્યુશન નક્કી કર્યુ . મારી હાલત તો સ્કુલેથી છુટ્યો ત્યા તેના ઘરે ફસાયા જેવી થઈ. એક તો અંગ્રેજી જેવો કંટાળા જનક વિષય અને પાછા વી.પી જેવા સર..

ધો.૯ મા પણ તેને ત્યાં જ ટ્યુશન રાખવુ પડેલુ પણ આ વખત નિરાંત તે હતી કે અમે છોકરાઓની બેંચ અલગ રાખેલી રાત્રે ૭.૩૦ થી ૮.૩૦. તે સમયે ૮ થી ૮.૩૦ વચ્ચે અમારે ત્યાં લાઈટ જાતી. જેવી લાઈટ જાય કે તરત અમે વી.પી. ની મસ્તિ શરૂ કરી દેતા. થોડક દિવસ પછી તે ૭.૪૫ થાય એટલે દિવો મગાવી લે. તો પણ અમે જેવી લાઈટ જાય એટલે દિવો ઠાળી દેતા. બહુ મજા કરેલી છે તેને ત્યાં. પણ આજ સુધી કુદરતી વી.પી.સર માટે કુદરતી જે માન હોવુ જોઇએ તે આવ્યુ જ નહી. ક્યા કારણે તે આગળ કહીશ.

વિજય સર... સંસ્કૃત ભણાવતા. એકદમ શાંત સ્વભાવ કોઇને પણ કોઇ દિવસ કાઈ પણ ના કહે અને તે માટે જ તેના પિરિયડમા કોઇ તોફાન પણ ના કરે. અમે કહીયે તે રિતે અમને ભણાવે. તેની ભણાવાની રિતને લીધે મારો સંસ્કૃતમા રસ જાગ્યો અને હું ભુષણ સુધી ની પરિક્ષા આપી શક્યો. મને વકૃત્વમા આગળ લાવનાર વિજયસર. બહુ મજાના વ્યક્તિ આજે પણ મળે એટલે એટલા જ પ્રેમથી વાતો કરે. થેન્કસ સર .. આજે હું બીંદાસ વાતો કરી શકુ છુ તેના માટે.

ડઢાણીયાસર.. આ વ્યક્તિ મને આખી જીંદગી એક નાલાયક વ્યક્તિ ગણ્યો છે. હા તેની નજરમા હોઈશ તેવો. તેનો મને ઘણો ફાયદો પણ થયો . તે જે વિષયમા મારે વિષે ટીકા કરે વિષયમા હું જનુન પુર્વક મંડી પડુ. જેમ કે વકૃત્વ.. મારી આ કળા વિષેની તેમની ટીપ્પણી મને આટલો આગળ લાવવા માટે નિમિત છે. જનરલ નોલેજ, અર્થશાસ્ત્ર વગેરે અનેક ઉદાહરણ છે. તેમના હાથનો માર પણ એટલો જ ખાધો છે. કદાચ તેમની ટીકા જ મારા પ્રત્યેનો પ્રમ હશે.

પથુસર.. એક અલગારી વ્યક્તિત્વ. શારિરીક શિક્ષણ લે આમારૂ સાથે જીવનમા તેનુ મહત્વ પણ સમજાવે . સૌથી અગત્યનું શિસ્તનું મહત્વ તેમની પાસેથી શિખવા મળેલું. અમને મારવા માટે ગજ રાખતા. એક ગજમા તો ગમે તેવો ખેરખા વાંકો વળી જાય. આ એક વ્યક્તિ એવા છે જે મને એક આદર્શ વિદ્યાર્થી તરીકે જોતા. માર બહુ વખાણ કરતા અને ક્યારે ક હું તોફાન કરતા પકડાવ તો મને પ્રેમથી સમજાવતા. કદાચ તેના ગજનો આ પ્રતાપ હતો. ઘણા લાંબા સમયથી તેનો કોઇ સંપર્ક નથી .

મારડીયાસર.. મને ગણિત અને વિજ્ઞાન પહેલેથી ગમે. આ વિષયોમા મને પહેલેથી જ ૯૦ ઉપર માર્ક આવે એટલે ગણિત-વિજ્ઞાનના શિક્ષકોની નજરમા હું હોશિયાર વિદ્યાર્થી. મારડીયાસર પણ મને હોશિયાર જ ગણે. મારા રસનો વિષય તે શિખવે એટલે બધા જ તોફાન તેના પિરિયડમા સ્વિચઓફ થઈ જાય. ભણાવે પણ એટલુ સારૂ કે ભણવાની મજા આવે. ધો.૮ માં તેને ત્યા મારૂ ટ્યુશન પણ રખાવેલુ. બહુ મજા આવતી તેને ત્યા ભણવાની.

સોનાગરાસર.. આ પણ ગણિત અને વિજ્ઞાન જ લેતા. મારા ઘરની એકદમ નજીક રહે. મારા બધા તોફાન તેઓ જુએ છતા ક્યારેય ઘરે ના કહે. ભણાવતા પણ એટલા રસથી અમારી જેવડા થઈને ભણાવે એટલે મજા આવે. મારો સ્વભાવ પહેલાથી ઉગ્ર મને ઘણી વાર કહેતા સ્વભાવ પર કાબુ રાખતા શિખ. જો મે તેમની સલાહ બહુ પહેલા માની લીધી હોત તો ... ધો.૧૦ મે તેમને ત્યાં ગણીતનુ ટ્યુશન રખાવેલુ. મજા પડતી ભણવાની. હું સાયન્સમા આગળના વધી શક્યો તેનો તેમને આજે પણ અફસોસ છે. સોરી સર..

ગણપતસર... અમારા પ્રીન્સિપાલ, મારા પપ્પા અને તે બન્ને કોલેજમા જોડે ભણતા એટલે બન્ને ખાસ મિત્ર. મારો મરો થતો તોફન કર્યા વગર ચાલે નહી અને જ્યારે જ્યારે તોફાન કરૂ એટલે તેમની પાસે હાજર થવાનું થતું. જાણીતા હવાલદાર બે ડંડા વધુ મારે લગભગ તે વાત રોજ મારા પર વિતતી. મારી જોડે જે તોફાનમા સામેલ હોય તેના કરતા મને સાજા હંમેશ વધુ મળતી. રોજ મને કહે "આજ તો તારા બાપુજીને કહી જ દવ કે તુ કેટલો તોફાની છે." પણ કોઇ દિવસ તેણે કહ્યુ નથી. એક પુત્રની જેમ મને સ્નેહ મળ્યો છે તેમનો. શિસ્ત અને સંસ્કાર બન્નેના ખુબ આગ્રહી અને અમારામા આ બન્ને હોવા જ જોઈએ તેનું ખાસ ધ્યાન રાખે. આજે શિક્ષણમા ભલે થોડો કાચો હોવ પણ આ બાબતે હું ઘણો સમૃદ્ધ છું. થેન્ક્સ ટુ ગણપત સર.. આજે પણ જ્યારે મળે છે ત્યારે એક પિતા પુત્રના ખંભા પર હાથ મુકીને જે રીતે વાત કર તે રીતે મારી સાથે વાત કરે છે.

અતુલસર.. શક્તિનગરમા એકલા રહેતા. હું રોજ સ્કુલેથી છુટીને ત્યા રમવા જતો. તેઓ પણ અમારી સાથે રમતા. ગણીત શિખવતા અમને એટલે તો ગમતા પણ મારા પર કાઈક વધુ જ સ્નેહ. તમે તેમ પણ કહી શકો કે મારા તરફ ક્યારેક પક્ષપાત પણ કરે. ધો.૧૦ નું રિઝલ્ટ આવવાનું હતુ ત્યારે મારી તૈયારી જોઇ ને ઘરના બધાને હતુ કે આ તો નાપાસ જ થાવાનો છે. રિઝલ્ટ લેવા ગયા ત્યા સુધી મને કહેવાતુ કે નાપાસ થવાથી કાઈ દુનિયા લુટાઇ નથી જવાની. જ્યારે રિઝલ્ટ લેવ ગયા ત્યારે તે માર્કશિટ આપવ બેઠા હતા. મારા ભાઈએ તેને પુછ્યુ કે આ પાસ થયો કે તે નાપાસ તે કહો. ત્યારે તેણે અતિ વિશ્વાસમા કહ્યુ કે જો જાગ્રત નાપાસ થાય તો સ્કુલમા કોઇ પાસ ના થાય. હું શક્તિનગરમા ટાઇમ વેસ્ટ કરતો તે તેમને ના ગમતુ એટલે અમને ટ્યુશન માટે પપ્પાને વાત કરી ને ધરાર ભણાવતા. મારી જ નોટમા દાખલા ગણે એટલે મારે તે ગણવા ન પડે. છેલ્લે ઘણા વખત પહેલા મળેલો. આજે પણ ખુબ ઇચ્છા છે મળવાની.

વી.ડી.સર.. આદર્શ શિક્ષકની વ્યાખ્યામા બંધબેસતા, ક્યારેય કોઇ પર ગુસ્સે ના થતા અને એટલા રસથી ભણાવે કે બસ ભણતા જ રહો તમે. ક્યારે બે પિરિયડ જોડે લે તો પણ ખબર ના પડે. ગુજરાતીમા મને રસ લેતો કરનાર અને સાહિત્ય વાંચતો કરનાર વી.ડી.વઘાસીયા સર જ. આજે તમે બધા મને જે સહન કરો છે તેની પાછળ તેમનો બહુ મોટો ફાળૉ. અમે રખડીયે નહી એટલે ટ્યુશનમા બેસાડતા ફક્ત ૫૦ રૂપિયા પ્રતિ મહિનામા અમને તે અને અતુલ સર અંગ્રેજી અને ગણીત શિખવતા. મારી પ્રત્યે અનહદ સ્નેહ. એકદમ ધીરે બૉલે પણ ભાષા એટલી ચોખ્ખી કે સાંભળવાની મજા આવે. તેમના વિષે તો ઘણુ લખવાનું છે પણ હાથ ના પાડે છે કારણ કે હવે નથી લખાતુ ...

મિત્રો, ઘણુ લખ્યુ અને ઘણુ બાકી છે. હવે પછી ક્યારેક કારણ કેા લખેલુ કોઇ કે વાંચવાનુ પણ છે .

Thursday, April 30, 2009

મારા જીવનના ઘડવૈયા

મિત્રો, આજે હું તમને મારા ગુરૂઓનો પરિચય કરવા જઈ રહ્યો છું. બાલમંદિર થી કોલેજ સુધી મને આજની પ્રિસ્થિતી સુધી પહોચાડવામા મને જેણે જેણે ્મદદ કરી છે તેમાં થી મોટા ભાગના ગુરૂઓનો ્બની શકે ત્યાં સુધી ટુકમાં પરિચય અને તેનું મારા જીવનમા પ્રદાન અહી મુકુ છુ. પણ આ મારી લાગણિઓ સાથે જોડેલા પ્રશંગો છે માટે ક્યાંક લાંબુ ્લખાય જાય તો ચલાવી લેજો.

હું ત્યારે ૩-૪ વર્ષનો હોયશ. મારી મમ્મી મને બાલમંદિરમા મુકવા આવી હતી. તે મારો પહેલો દિવસ હતો ઘરની બહાર. મારા કરતા મમ્મીને વધુ ભારે લાગતું હતું. હું જ્યાં સુધી છુટતો નહી ત્યાં સુધી તે ત્યા જ બેસી રહેતી. અમારા પ્રિન્સીપાલ "વાસંતી્બેન દેસાય" મોટીબેનને તેમને પુછ્યું કે તમે ક્યા સુધી આમ બેસી રહેશો ? તમે ચિંતા છોડો હું તેને (એટલે કે મને) તમારા કરતા પણ વધુ લાડથી રાખીશ. અને તેમણે આ વચન નિભાવ્યું અને આજ સુધી નિભાવે છે. સ્કુલના ૭-૮ વર્ષ પછી પણ .આજે તે વાતને ૨૫ વર્ષ થવા જાય છે. આજેય મોટીબેન પાશેથી તે જ મમતા મળતી રહે છે. જ્યારે પણ હું તેમની પાસે જાવ છું મને એટલી જ હુંફ મળે છે જેટલી મમ્મીના ખોળામાં મળે છે. મારા દરેક પ્રસંગોમા તે હકથી મારી બાજુમા ઉભા રહે છે. એટલો જ સ્નેહ મને આજે પણ આપે છે જેટલો તે મને બાલમંદિરમા આપતા. ખરેખર મોટીબેન આજે જો કાઇ મિસ કરતો હોવને તો તે છે તમારા બાળગીતો. મને ઘણી વાર થાય છે કે તમારી પાસે આવુ અને તમને કહું એક દિવસ માટે મને બાલમંદિરમા બેસવા દો અને તમારા બાળગીતો સાંભળવા દો. હવે વધુ તમારે વિષે નહી લખી શકું.

કદાચ મોટીબેનનો જે સ્નેહ મને મળ્યો તેના મળ્યો હોત તો હું ભણવાનું શરૂ ના કરી શક્યો હોત. પણ તે પછી પણ મારૂ સ્કુલે જાવાનું ક્યા નક્કી હતું જો મને નઝમાબેને ના રાખ્યો હોત. મોટીબેન પછી અને તેના જેટલો જ મને સ્નેહ નઝમાબેને આ્પ્યો છે અને હજી આપતા રહે છે. મને ખ્યાલ છે હું ૨-૩ ધોરણમા હતો ત્યારે એક દિવસ મને શિ઼ક્ષા થયેલી ત્યારે હું નઝમાબેનના ક્લાસમા જઈને બેસી ગયો હતો. મે જીદ્દ કરી હ્તીકે હું હવે તેનો ક્લાસ ક્યારે ય નહી છોડું. મને તેમણે સમજાવી-ફોસલાવીને પાછો મારા ક્લાસમા મોકલી દિધો હતો અને કહ્યું હતુ કે જ્યારે પણ તને ઇચ્છા થાય મારા ક્લાસમા આવી જાવાનું. પછી જ્યારે પણ મારુ મન મુંજાતુ ત્યારે તેની પાસે જઈને બેસી જાતો. તેનો સ્નેહ અને હુંફ મને આજેય એજ પ્રમાણમા મળે છે જે ત્યારે મળતા.

ધો.૧ મે કર્યું ના હતું. સીધો જ ધો.૨મા આવ્યો હતો. તૂપ્તિબેન મારા ક્લાસ ટીચર હતા. હું જ્યારે ભણતો ત્યારે અત્યાર જેવું ભણવાનું ટેંશન ના હતું. નિરાંત હતી. મને યાદ છે હું ABCD ધો.૨ કે ૩ મા શિખ્યો હતો. ધો.૩ મા મારા ક્લાસ ટીચર ડાકીસર હતા. તે અમેને રોજ છુટતા પહેલા વાર્તા કહેતા. સાથે તેનો બોધ પણ કહેતા. ક્યારેય મારતા નહી. એટલે અમને બહુ ગમતા. ધો.૪ માં ક્લાસ ટીચર ડાભીસર હતા. બહુ મારતા. પણ શિખવાડતા પણ એટલુ જ સારૂ. ડ્રોઇંગના ખાટુ. સારા અક્ષર માટે બહુ આગ્રહ. મારા અક્ષર બહું ખરાબ એટલે બહું માર પડતો મને. સોરી ડાભીસર તમારો માર પણ મારા અક્ષર સુધારી ના શક્યા કાસ કે તમે મને થોડી વધુ શિક્ષા કરી હોત તો. આજે પણ ડાભીસર જ્યારે પણ મળે છે ત્યારે મને મારા અક્ષરનું પહેલા કે છે અને પછી તેના માર નું.

ધો.૫માં ભુરાસર ક્લાસ ટીચર હતા. માર પ્રત્યે તેમને અનહદ પ્રેમ. મારા બધા જ તોફાનો દરગુજર કરે અને પ્રમથી ભણાવે. ક્યારેક પ્રેમથી મારે પણ ખરા. મને ખ્યાલ છે વેકેશનમા અમારો પ્રવાસ જાવાનો હતો પણ મારે ત્યા ઘરે પ્રસંગ હતો એટલે હું ના જઈ શક્યો તે માટે તે બહુ નારાજ થયા હતા. ધો.૬મા ત્યારે સ્વ.જોષીસર ક્લાસ ટીચર હતા. અમે બધા તેની પાસે ભણવા માટે બહુ ઉત્સાહીત હતા કારણકે તે અમારી સ્કુલના હીરો હતા. પણ ઇશ્વરને તે મંજુર ના હતું. વેકેશનમા જ તેનું એક્સિડન્ટ થતા તે આ દુનિયા છીડી ને જતા રહ્યા. કદાચ આવતા જન્મમા મોકો મળે.

ધો.૬માં કેતનસર અમારા ક્લાસટીચર હતા. ગણીતના ખા્ટુ અને મારો ગણીત પ્રીય વિષય. બહુ મજા અવતી તેની પાસે ભણવાની. મારતા પણ એટલા જ અને શિખવાડતા પણ એટલા જ પ્રેમથી. ધો.૭માં સોલંકીસર સાથે મારે કદાચ પહેલેથી જ ગ્રહ મળત ના હતા. બહુ માર ખાધો કારણ કે હું કોઇ દિવસ હોમવર્ક કરીને જાવ નહી,સ્વાધ્યાયપોથી ઉતારૂ નહી,પાકીનોટ બતા્ડુ નહી એટલે બહુ મારે. છેલ્લે કંટાળીને મને તેણે તેના ક્લાસમાથી બીજા ક્લાસમા મોકલી આપ્યો. છતા પણ આજે પણ જ્યારે પણ મળે છે તે ત્યારે એટલા જ હુંફથી વાતો કરે છેં. હું જ્યારે તેને કહુ સર તમારો બહું માર ખાધો ત્યારે તે કહે છે કે તમે બધા વિધ્યાર્થી એવા હતા કે અમે હકથી મારી શકતા આજે એવું ક્યાં ? કદાચ એની વાત સાચી છે. આજે તો સર વિદ્યાર્થીને એક ઝાપટ મારે ત્યાં તો છાપ અને ટીવીમા આવવા મંડે.

આતો થયા મારા ક્લાસ ટીચર. તેના સિવાય નીરૂબેન,ઉલ્લાસસર,વિનોદસર,ડોડીયાસર,વસંતસર,દિવ્યાબેન વગેરે પાસેથી હું ઘણૂ શિખ્યો છું. મને યાદ છે હું ધો.૫મા હતો ત્યારે ગુજરાતીની એક કવિતા મને નોતી આવડી અને વિનોદસરે જે માર્યો છે મને. આજે પન તે કવિતાતો યાદ નથી પણ તેનો તે માર મગજમા અકબંધ છે. ઉલ્લાસસર નામ પ્રમાણે જ હંમેશા મોજ કરાવતા. હું ક્યારેય હોમવર્ક ના કરતો પણ નિરૂબેનનું હોમવર્ક કાયમ કરી નાખું. કારણ કે તેની પાસેથી માર ખાયને છુટાતું નહી. તે તેની સામે બેસીને ૫-૧૦ વાર લખાવે. ડોડીયાસર પી.ટી.ટીચર જતા એટલે મગજ પણ આર્મીમેન જેવો જ. બધાને બહું મારતા પણ મારી છાપ તેની પાસે બહું સારી એટલે મારો ક્યારેક વાંક હોય તો પણ મને સમજાવીને જવા દે. વસંતસર અને દિવ્યાબેન તો ભગવનના માણસ. ક્યારેય મારે નહી એટલે બહુ ગમે. આજે પણ મને એટલો જ લાડ આપે.

ગીજુસર મને ટ્યુશન આપવા આવતા. ધો૨ થી જ તે મારે ઘરે મને ભણાવવા આવતા. મારા ગણીત અને વિજ્ઞાન ના પાયા તે છે. ગણિતની ચાવીઓ અને સુત્રો જે તેમણે મને શિ્ખવ્યા છે તે આજે પણ મને યાદ છે. મારા ભણતરમા સૌથી મોટો ફાળો તેનો છે અને તેનું ૠણ ક્યારેય ચુકવી નહી શકુ. અ્જયસર(અમારા પ્રિન્સીપાલ મોટીબેનના સન) કાઈ ભણાવતા નહી પણ અમને સિધા રાખતા. તે કહેતા કે જીવનમા સંસ્કાર, શિસ્ત અને પછી શિક્ષણ આવે છે. તે મને સંસ્કાર અને શિસ્તની શિક્ષા દેતા. મા્થામા તેલ નાખ્યું છે કે નહી,નખ અને વાળ કાપાયેલા છે કે નહી. યુનિફોર્મ બરો છે કે નહી, સ્કુલે સમયસર આવ્યા છે કે નહી. આ બધા ઉપરાંત અમારા જેવા સ્કુલના સૌથી ્તોફાની બારકશોથી બિજા છોકરાવોની રક્ષા કરતા. તેના હાથમા આવ્યા એટલે મરો. પેન્ટમા પી થઈ જાય ત્યા સુધી માર પડતો. એટલે કોઇ ફરિયાદ કરવા ઓફીસમા જાય તો અમે જોઈ લઈએ કે મોટીબેન છે કે નહી. જો મોટીબેન હોય તો અમે બચી જાતા કારણ કે તેની પાસે અમારી હોશીયાર વિદ્યાર્થી તરીકે છાપ અને તે હોય ત્યારે અજયસર ક્યારેય ખુલાશા ના પુછે તે તેમની મહેરબાની હતી. આજે પણ જ્યારે હું મોટીબેન અને તેમને મળવા જાવ ત્યારે મોટીબેન માર વખાણ કરે ત્યારે અમે બન્ને એકબીજાની સામે જોયને મનમા મનમા હસીયે. છતા આજે પણ તે મોટીબેનને તેમની સામે માર વખાણ જ કરે. કદાચ તેમનો માર અને મોટીબેનનો સ્નેહના મળ્યો હોત તો હું આજે જ્યા છુ ત્યા હું પહોચી શક્યો હોત ? કદાચ જવાબની કલ્પના કરવી પણ માર માટે શક્ય નથી.

આજે બસ આટલુ જ. હવે પછી માધ્યમીક અને ઉચ્ચત્તર માધ્યમીક અને કોલેજના ગુરૂઓ વિષે જણાવીશ.