પહેલા તો હું શું કામ અહી આવ્યો તેની વાત કરૂ, અમદાવાદમાં આવ્યા પછી સાવ એકલો થઈ ગયો હતો. એકલતામાં જુના મિત્રો શોધવા હું ઓર્કુટ પર આવ્યો. જુના ઘણા મીત્રો મળ્યા મીહીર,અંકુર,વિરલ,મનીષ વગેરે. પણ જુના મિત્રોમા પણ બે મિત્રોએ ખરેખર મને અહી સુધી પહોચવામાં મદદ કરી. મીહીર અંકુર વગેરે જોબ પર હોવાથી અતી વ્યસ્ત હોય તે સ્વાભાવીક છે પણ પ્રબોધ અને ભૈરવીએ મને ખરેખર સમય આ્પ્યો વ્યસ્ત હોવા છતા. એક સમય હતો કે જ્યારે હું ખરેખર એકલો હતો ત્યારે તેણે મને મારી એકલતા દુર કરવા્મા ઘણી મદદ કરી. પ્રબોધ તો જો કે સદાય મને મદદ રૂપ થાતો જ આવ્યો છે પણ ભૈરવી ખરેખર મારી કલ્પના બહાર હતી.
બીજો ફાયદો મને ભૈરવીથી તે થયો કે તેની ફેન્ડ લીસ્ટમા જય વસાવડા પણ હતા. જય વસાવડ "હાસ્ય લેખન..." અને "ગુજરાતી છાપા અને મેગેઝીન..." કોમ્યુનિટીના સભ્ય હતા. મે પણ તે જોઇન્ટ કરી. બન્ને કોમ્યુનિટીમા મને જે આવકાર મળ્યો તે મારી કલ્પના બહારનો હતો.
"ગુજરાતી છાપા,મેગેઝીનો અને કોલમો" કોમ્યુનિટીમા મે "પરિચય પોતે પોતાનો" વિભાગમાં મારો પરિચય આપ્યો. મારી સાહજીક શૈલીમાં જ લખ્યું પણ શ્રી રજનીભાઇના આવા આવકારની મને આશા નોતી. એક કોમ્યુનિટીના નવા મેમ્બરને આવો આવકાર આપતો ઓનર મે આજ સુધી નથી જોયો. પછી તો અમારી મિત્રતા ઉમરના અંતરને ભુલી એક આત્મમિય તરીકે ની બની. આજે રજનીભાઇ ઓર્કુટ પર નથી પણ અમારી મિત્રતા ઓર્કુટની દેન ભલે હોય પણ તે ઓર્કુટ પર આધારીત ક્યા હતી. છતા રજનીભાઇ હું ખરેખર તમને ઓર્કુટ પર મિસ કરૂ છું. આજે પણ તમારૂ સ્થાન ખાલી છે તેવી નિખાલષ કબુલાત કરૂ છું. મને આ કોમ્યુનિટી માથી લજ્જા અને દિપુ ્ટીમ મેમ્બર મળ્યા તો બીજી બાજુ લલિતભાઇ,નિર્લેપભાઇ,કમલેશભાઇ, પ્રેમભાઇ,શ્લોકા, રાજુલા, ધૈવતભાઇ મેહુલભાઇ વગેરે જેવા મિત્રો મળ્યા.
"હાસ્ય લેખન પરીવાર" કોમ્યુનિટીએ મને હસતો કર્યો. ખરેખર કે જ્યારે હું હસતા ભુલી ગયો હતો. લ.વ.અ.,હિમતાભાઇ,અનુજભાઇ,રવિનભાઇ,નિરવભાઇ,રૂશાંગભાઇ અને હા પેલા દિવ્યાબેન વગેરે નામની યાદી ઘણી લાંબી છે બધા જોડે હું ફરી હસતા શિખ્યો.લ.વ.અ.ની સેન્સ ઓફ હ્યુમર ગમે તેવા મોટા ગજાના હાસ્યલેખક ને પણ ઇર્ષા કરાવે તેવી છે. અનુજભાઇ,નિરવભાઇ અને રવિનભાઇ ના હથોડા તો ઉંઘમા પણ મને હસાવે છે અને હિમતાભાઇ તો જાણે યુનિક છે જ.
ઘણા મિત્રો એવા છે કે જેની સાથે સંબધ કોમ્યુનિટી પુરતા જ સિમીતના રહેતા એક પારીવારીક સંબધ બંધાયો. તેમા લ.વ.અ. પછી બી્જા નામ આવે મેહુલભાઇ કે જે મારે ઘરે આવનાર પ્રથમ કોમ્યુનિટી મિત્ર, પછી તો કમલેશભાઇ, નિર્લેપભાઇ, સાથે તો જાણે વર્ષોથી મુલાકાત હોય તે રીતે વાતો થાતી તેમા પણ કમલેશભાઇ તો એક વડીલની જેમ મારી બાજુમાં ઉભા રહ્યા છે. લલિતભાઇ જોડે એક વાર મુલાકાત થયા પછી રેગ્યુલર SMS દ્વારા સંપર્ક થતો રહ્યો છે. હિમતાભાઇ અને હું તો જાણે વર્ષોથી એક બીજાને જાણતા હોય તે રીતે ફોન પર લાંબી-લાંબી વાતો કર્યે છીએ. નીરવભાઇ સાથે મારે રોજ મેરેથોન વાતો થાય છે અને આ યાદીમાં આજે એક નામ વધ્યું બીલવાભાઇ, બહુ જ ટુકી મુલાકાત છતા મારા આમંત્રણને માન આપી તે આજે મારા ઘરે મને મળવા આવ્યા. આવા મોત્રો બહુ ઓછાને મળે છે ખરેખર.
કદાચ મારો ઓર્કુટ પરીવાર આટાલા સુધી જ સિમીત રહ્યો હોત જો મે આ બ્લોગ ના બનાવ્યો હોત. આ બ્લોગથી મને સૌથી પહેલા દિપ્તીબેન મળ્યા. મને પ્રોત્સાહિત કરીને નવા-નવા વિષયો પર લખવા પ્રેર્યો. અને "પ્રેમ મારૂ નામ..." કે જેણે ગરવી ગુજરાતી માં લાગણી v/s બુદ્ધી નામનો ટોપિક શરૂ કર્યો. જો તેણે આ ટોપીક શરૂ ના કર્યો હોત તો મને સ્નેહાબેન,અનિરુદ્ધભાઇ,બિનલબેન,હાર્દિક ઝાલા ના મળ્યા હોત. અને છેલ્લે છેલ્લે રાધીકા નામની એક "સ્વિટ" બેન પણ મળી.
આ સિવાય જય ભટ્ટ,જયભાઇ ચાઇના વાળા, વિશાલ,મિક્યુન,બલવિંદર સર,ભાવેશ જોષી,નેહલભાઈ હાર્દિક,ઇશાન,ક્રિશાન,મનદિપ,મયુર,રિષિકેશભાઇ,વિક્કી,યો.જો.(યોગેન્દુ જોષી),સંદિપ દવે,હર્ષ મહેતા, કાન્તિભાઇનો ખુબખુબ આભાર કે જેણે મને સતત લખવા માટે પ્રો્ત્સાહન આપ્યું. ભાવિનભાઇ(ભાવિન અને તન્વિ) કે જેણે પેલી એબીસીડી વાળી ગેમ બનાવી અને મને ઘણા એવા મિત્રો આપ્યા કે જેણે મને ખરેખર હસતો કર્યો. ડો.નિધી અને અવનીબેન નો ખાસ આભાર માનું છું કે જેની સાથે ચર્ચા કરવાનો આનંદ જ કઈ ઓર હતો. ઓટલો અને ઓટલા પર આવનાર બધા જ મિત્રો નો ખાસ આભાર.
અંત માં એક વ્યક્તિ તો રહી જ ગઈ કે જે ના મળી હોત તો કદાચ તમારે આટલુ બધુ સહન ના કર્વું પડેત. શ્રી જય વસાવડ, કદાચ તેમના પ્રોત્સાહન વગર મે આટલે સુધી આવવાની હિંમત ના કરી હોત. હા અમુક બાબતો થી અમે હું અને જયભાઇ જુદા પડીયે છીએ તેમ છતા તેમનું પ્રોત્સાહન અમુલ્ય છે. આ સિવાય પણ ઘણા એવા નામો છે કે જેને હું અહી લખવાનું ભુલી ગયો હોય તો તે દરેક ને વિનંતી છે કે કોમેન્ટ માં પોતાનું નામ લખી અને મારી ટીકા કરી શકે છે.
મિત્રો નજીકના ભવિષ્યમાં હું આત્મકથા લખવાનું વિચારી રહ્યો છું તે બાબતે પણ આપની યોગ્ય સલાહની આવશ્યકતા પડશે.ત્યારે પણ આપ બધા આમ જ સાથે હશો તેવી આશા સહ.
તમે પણ ખરા છો યાર..!
ReplyDeleteorkut ના સફર વિષે પણ લખી શકાય એ તો આજે જ ખબર પડી.
અને નામોના લિસ્ટમાં મારૂં નામ પણ હતું !આપણે વાત કર્યાને હજુ માત્ર ૨ જ દિવસ થયા હોવા છતાં...well thanks for remembering me...
અને એક બીજી વાત...તમારો બ્લોગ વાંચીને મને પણ મારો બ્લોગ બનાવવાની પ્રેરણા મળી છે...
જાગ્રતબાબુ
ReplyDeleteમને મીસ કરવા બદલ આભાર,,,,
પણ ઓરકુટની એન્ટ્રી અને એક્ઝીટ તો સફળ ત્યારે ગણાય ને જ્યારે આવું કોઇક મીસ (કે મીસીસ)લખે .. હા હા હા
દોસ્ત ઓર્કુટ સાચેજ બહુ ફાયદા કારાક છે.
ReplyDeleteજે વકતે મે ઓર્કુટ પર લોગિન કરવાનુ ચાલુ કર્યુ એ વખતે મારી હાલત પન એવી જ કાઈ હતી અને મને પન અહી તમારા જેવા સારા દોસ્ત મલ્યા છે.
અને ગુજરાતી હાસ્ય લેખન જેવી કોમ્યુનીટી મલી છે,
સાચે જ આ ઓર્કુટની આ દુનિયા સાચી દુનિયા થી તદન જુદી ને સરસ છે.
દોસ્ત તમે તમારી આત્મકથા લખવાનુ ચાલુ કરો અમારી જયારે જરૂર પડે તયારે અમે તમારી સાથે જ મલીશુ.
jagrutbhai...tame to bahu badhu lakhi nakhyu ne orkut vise..ket ketla na name yaad karya che ne lakhya che...i really salute u..mane aatlu lambu lambu lakhta nathi aavdatu...thnan you very much,...jo k lucky to hu chu tamne friend tarike melvi ne...tame khu b j sari vichar sarni dharavo cho ane etle j aava frnds na karane j hu orkut thi jodai rahi chu.adbhut vicharo ane ene vistrur rite samjavi sakvani tamari aa takat ne salam...god bless you.i am very happy k mare tamara jeva friend cche orkut ma...
ReplyDeleteSNEHA-AKSHITARAK
પ્રિય જાગ્રતભાઇ, (જેકે)
ReplyDeleteઓર્કુટ પરની મુલાકાત આ રીતે મૈત્રીમા ફેરવવી તે જેવી તેવી વાત નથી જ .આ એટલા માટે કહી રહી છુ કે નેટ પરની આ રીતેની મુલાકતને કેટલાક લેખકો વગોવી રહ્યા છે, આવા સમયે તેમને આપણુ ઉદાહરણ પૂરુ પાડીયે તો તેમને હકીકતના દર્શન કરાવવામા સફળ બની શકીયે.
જાગ્રતમાથી "જેકે" થવુ સહેલુ નથી.આપણી પહેલી મુલાકાત છાપા કોમ્યુનિટીથી થઇ. ત્યાર બાદ યાહુ પર કેટલીક વાર મુલાકાત થતી. છેલ્લા ત્રણ મહીનાથી હુ વ્યસ્ત હોવાથી આપણી વચ્ચે માંડ ત્રણ વાર પણ વાત નથી થઇ, છતા મૈત્રીભાવ એ જ છે. ઓર્કુટની આ મુલાકાત આપણને પ્રત્યક્ષ રીતે મળાવશે કે નહી એ પણ નથી ખબર, પરંતુ આ ભાવમા ક્યારેક ફરક નહી પડે.
આ જ રીતે હમેશા મારી લાયકાત મુજબ જીવનના કોઇ પણ તબક્કે તમને મદદરૂપ બની રહીશ તેની ખાતરી સાથે ...,
દીપુ.
દોસ્ત જાગ્રત!
ReplyDeleteમને પોતાનો ગણી લાગણીભીનાં શબ્દોથી તેં મને વધાવ્યો તે બદલ હું તારો ઋણી છું. બીજું ભલે તું મને રૂબરૂ મળ્યો ના હોય, પણ તારા શબ્દો અને વિચારોથી મેં તને જોયો- જાણ્યો છે. એ જ કદાચ હકીકતમાં તારા વ્યક્તિત્વનો આયનો છે. તેં હંમેશા, તું જે છે એવો જ રહેવાનો પ્રયત્ન કર્યો છે, નખશિખ એક ને માત્ર એક જાગ્રત! કદાચ એ જ બાબત છે, જે મને એકલાને જ શું કામ? અન્ય મિત્રોને તારા પ્રતિ સમભાવ માટે પ્રેરે છે. એ તમામ મિત્રો વતી હું તારો આભાર માનું છું...તારા સરીખા મિત્ર મેળવવાનું દોસ્ત બધાં ના નસીબમાં નથી હોતું! હું તેમાં સુભાગી નીવડ્યો!
તેં જણાવેલ બંને કોમ્યુનિટી પર હંમેશા વિચારો પ્રસ્તુત કરવાનું શક્ય ન બન્યું હોવા છતાં તેનો એક નાનકડો હિસ્સો હોવાનો આનંદ છે/ રહેશે.
કમલેશ પટેલ
Bhai jagrat thanks ane aamj lakhato raheje.. tara lakhanma samvedana chhe je dilne saprshi jay chhe.. sachhai chhe..ane saralata chhe.hu pan torontoma akli padi gayee hati ane majani vat a chhe k gujarati sub.hamesha top karva chhta a chhodi ne economics sathe BA and LLB karya bad guj. vanchavanu pan nahatu malatu(Indiama)ahi tamari sathe phari gujaratini najik java malayu..
ReplyDeleteHey thanks for the post..
ReplyDeleteમને ખબર હોત કે તમે બધા આ રીતે મરા વખાણ કરશો તો હું આ ધંધો ક્યારેય ના કરત. મિત્રો અહી લખાયેલા દરેક શબ્દો સાથે એક જવાદારી લાવ્યા છે અને અત્યારે ખરેખર હું બહું નર્વસ છું કારણ કે કદાચ આ જવાબદારી હું નિભાવી શકુ કે કેમ તે એક યક્ષ પ્રશ્ન છે. તેમ છ્તા બનતો પ્રયત્ન કરીશ.
ReplyDeleteઅને હા અભાર કહી આપની અમુલ્ય લાગણીની કીમંત આકવાની ભુલ નહી કરૂ.
જાગ્રતભાઇ આપની ઓર્કુટયાત્રા માણવાની ખુબ જ મજા આવી.
ReplyDeleteઆપના મટે હું માત્ર આટલું જ કહિશ.
.
મને સદભાગ્ય કે શબ્દો મળ્યા તારે નગર જાવા,
ચરણ લઈ દોડવા બેસું તો વરસોનાં વરસ લાગે.
- મનોજ ખંડેરિયા
.
આ શબ્દોએ જ આપણ સૌને ભેગા કર્યા છે માટે હું આપનો આભાર નહિં માનું પણ શબ્દોનો આભાર ચોક્કસ માનીશ.
યે જાગરતભાય...
ReplyDeleteતમ્યેતો પ્રેરણાદાયક લખો સવોને કાઇ.
હુ રોજ્ય ઈ ને વયો જાતો'તો..
આજ્ય્યેમ થિયુકે.. તમને વધાઇ આપુ લખતા રિયો ભેરુ...!
જાગ્રતભાઇ તમને બાકી બધાનાં નામ યાદ તો રાહી ગયા છે......સારૂ થયું મારું નામ તો નથી ભુલિ ગયા,,,, તમારે તમારી આત્મકથા લખવાની જરુર છે,,,, તમે લેખન સારુ કરો છો......
ReplyDeletethanks for remember me...
keep it up.......
પહેલા તો તમને એ કહેવાનુ કે હવે તમારો આભાર માનીને મિત્રતા ઉપર દાગ નહિ લગાવુ. તમારા લેખો ઘણા માણસોને પ્રેરણા આપી રહ્યા છે અને મારૂ નામ પણ તેમા શામિલ છે. તમારા દરેક લેખ બિજા માટે માર્ગદર્શન પુરૂ પાડે છે. એ જાણી ને બહુ આનંદ થયો કે તમે આત્મકથા લખવાના છો. પેહેલુ બુકીંગ મારૂ કરી લેજો એટલે મારે લાઈન મા ના ઉભુ રેવુ પડે... તમે આવી રીતે મને અને મારા જેવા યુવાનોને પ્રેરણા આપો તેવી આશા સહ જય ભારત.....
ReplyDeletehi jagrat..good going..thanks for your kind words..keep expressing urself..:)
ReplyDeleteએક દમ મઝા આઇ ગઇ વાચવાની થોડો મોડૉ પડ્યો કોમેનટ આપવા મા એ બદલ દિલગિર છુ
ReplyDeleteપણ પોસ્ટ વાચિ દિલ ગાર્ડન ગાર્ડન થઇ ગયુ
Vah bhai vah, Tamari aa safar to khassi romanchak che. ORKUT YATRA manava ni majja avi gai. I must say, I have enjoyed your thoughts and writing the most. Mane pahelethi vicharo and gadhya khub j game che, and tamaro blog e rite stunning che. Hope you shine very well. Congratulations.. for this succesful writing.
ReplyDelete