Thursday, March 26, 2009

લો ફરી પાછી ચુટણી આવી.

સિરીયસ લખી લખીને કંટાળો આવે છે માટે વિચાર આવ્યો કે લાવને થોડુ કાઈક નવિન લખી જોવ. હું આમ તો સાજકી્ય સમીક્ષક નથી( આમ તો હું કોઇ સમિક્ષક ક્યાં છું [:D] ) છ્તા આ અખતરો (કે ખતરો) કરૂ છું. આમા નુકશાની વધુમાં વધુ એક-એક ્ડિસ્પ્રીન કરતા વધુ નથી. 
છેલ્લા ૨૫ વર્ષથી ભારતીય લોકસભાની દરેક ચુટણીમાં શું બદલાતુ આવ્યું છે ? જવાબ: એક માત્ર વડાપ્રધાન બીજુ કાઈ નહી. કોણ જાણે સ્વ.વિ.પી.સિંહ ક્યા ચોઘડીયામાં વડાપ્રધાન બન્યા કે તે પછી કોઇ એકલે હાથે સરકાર બનાવીજ નથી શક્યું. દર વખતે ખીચડી સરકાર જ આવી જે છે. જો કે આને ખીચડી ના કહેતા ઉંધીયું કે પછી મિક્સ વેજીટેબલ સરકાર કહેવાય. અને જો આ વખતે સરખું આવ્યું ને તો દેશની ખરા અર્થમાં ઉંધીયું સરકાર બનશે અને ભા.જ.પ. અને કોંગ્રેસને બન્ને કદાચ વિરોધ પક્ષમાં બેસવાનો વારો આવશે. જો તેવું બને તો કેવો સિન ભજવાય તેની કલ્પના તો કરો ? વડા પ્રધાન :- ઉત્તર ભારત માટે માયાવતી,દક્ષીણ ભારત માટે :- કરૂણાનિધી, પુર્વ ભારત માટે :- જ્યોતિ બસુ, પશ્ચીમ ભારત માટે :- શરદ પવાર (આ શરતે કોંગ્રેસથી અલગ પડે છે.) વડા પ્રધાન આંતરરા્ષ્ટ્રીય :- લાલુપ્રસાદ યાદવ. ઉપ વડા પ્રધાન :- જે-જે ક્ષેત્રીય દળોએ ટેકો આપ્યો છે તે દરેક નાપ્રમુખો એવા લોકો કે જેને પોતાના કુંટુંબમાં પણ બધા નહી ઓળખતા હોય.
આવું થાય તો સૌથી વધુ મરો CAT કે G-CET કે પછી જનરલ નોલેજ ને લગતા સવાલોના જવાબો આપતા લોકોનો થાય. એક તો આમેય અત્યારે જે તે મિનિસ્ટરના પણ યાદ રાખવા મુશ્કેલ છે ત્યાં વળી આ પ્રાદેશીક વડાપ્રધાન અને ઉપ વડાપ્રધાન નામ કેવી રીતે યાદ રાખવા. હા, એક વાતનો ફાયદો થાય. આવા મંત્રીઓ આવે ત્યારે દેશમાં નિતીવિષયક નિર્ણયો જલદી લેવાય છે કારણ કે સંપુર્ણ સત્તા ત્યારે સચિવોના હાથમાં હોય છે. હવે સમજ્યા "લાલુ કા મેજીક". અને કદાચ આવી સરકાર કે જ્યાં મંત્રી સચીવોની સલાહ પર આધારીત હોય છે ત્યાં કામ તો થાવાના જ ને.
જોયે ભગવાને આપણા નશિબમાં શું લખ્યું છે . આમ તો આ નશિબ આપણે જ બનાવવાનું છે પણ જો આપણે મત આપ્યેતો... 

1 comment:

  1. આ તો ભારતીય લોક્શાહી છે, જેમાં લાલુ અને મુલાયમ કે માયાવતી જેવા વડાપ્રધાન બનવાનુ વિચારી શકે છે, બની પણ જાય , દેવ ગૌડા આનુ ઉત્તમ ઉદાહરણ આપણી સામે છે.વી.પી.સિંઘ આવ્યા અને માંડલ નુ કમંડલ મુકી ને ગયા.
    જનતા એ જાગવાનુ છે નહિ તો આ બધા ભેગા થઈ ને શુ ખિચડી પકવશે તે કહેવાય નહી.

    ReplyDelete