Wednesday, October 7, 2015

“ભારત ભાગ્ય વિધાતા”


“ભારત ભાગ્ય વિધાતા”
હમણા થોડો સમય પહેલા આપણે દેશનો ૬૯મો સ્વતંત્રતા દિવસ ઉજવ્યો, તે વર્ષોથી ચાલતી એક બીબાઢાળ પ્રણાલી પ્રમાણે યંત્રવત્ત ઉજવાય ગયો. દર વર્ષે ૧૨મી ઓગસ્ટ ના રોજ ચડતો દેશભક્તિનો તાવ ૧૭મી ઓગસ્ટ આવતા સુધીમા તો પાછો નોર્મલ થઈ જાય. આટલી જલ્દી તો વાઇરલ ફીવર પણ પીછો નથી છોડતો પણ દેશભક્તિ પ્રત્યે આપણે ખુબ સારી રોગ પ્રતિકારક શક્તિ ધરાવ્યે છીએ તેનું આ ઉત્તમ ઉદાહરણ છે. દેશભક્તિ બે રાષ્ટ્રીય તહેવાર ના આગળ પાછળના ૨૪-૩૬-૪૮ કલાક વચ્ચે સિફ્તથી સાચવી લેવાની આપણી કળા અનન્ય છે.
૬૮ વર્ષ, કાઇ નાનો સુનો ગાળો નથી. એવરેજ વ્યક્તિની પિતૃત્વ-માતૃત્વ વય ૨૨-૨૩ વર્ષ ગણીયે તો ૧૫મી ઓગસ્ટ ૧૯૪૭ પછી તરતના ૧-૨ વર્ષમા જન્મેલા લોકોની ત્રીજી પેઢી પુક્ત થઈ માતૃત્વ-પિતૃત્વના આરે ઉભી છે. આખે આખ્ખી ત્રણ પેઢીની પુક્તતા અને એક પેઢીની નિવૃતિ આ ગાળા વચ્ચે વહી ગઈ. રાજકીય-સામાજીક-ધાર્મીક-ભૌતિક-આર્થીક-ભૌગોલીક કેટ કેટલાય ફેરફારો આ ગાળમાં થઈ ગયા. પણ.. પણ.. આ બધ્ધુ જેન પાયા પર ઉભુ છે તે શૈક્ષણીક અને ખાસ કરી માનસિક ફેરફારો કરવાનું આપણે કેમ ચુકી ગયા તે સમજાતુ નથી . ભારતીય ઉપ-મહાદ્વિપ અને ખાસ કરી ને ભારત ખંડના ઇતિહાસની વાત કરીયે તો ૫૦૦૦-૬૦૦૦ વર્ષ માં તે એક દેશ ક્યારેય હતો જ નહી અને આજે પણ માનસિક રીતે આ દેશ એક નથી. અફસોસ સાથે કહેવુ પડે છે કે ૬૮ વર્ષમા આ દેશના રાજકર્તાઓ દેશને ભૌગોલીક રીતે તો એક રાખી શક્યા છે પણ દેશના લોકોને માનસિક રીતે કેટલાય ખંડોમા વહેચી નાખ્યા.
કાઇક બન્યુ છે તો કાઇક કારણ હશે અને તે કારણ માટે કોઈ કારક પણ હશે જ. ૧૫મી ઓગસ્ટ ૧૯૪૭ ના રોજ સ્વતંત્રતાની સાથે સત્તાનું ખાલી હસ્તાંતર થયું, સત્તા પરિવર્તન નહી. જેના હાથમા સત્તા આવી તેણે પણ તેના પુરોગામીની જેમ જ દેશ ચલાવ્યો અને પાયામા જે ભુલો થઈ તેને પરંપરા બનાવી અંતે કહેવાતી લોકશાહીની જે ઇમારત બની તે ૬૮ વર્ષે આપણી સામે છે. હક માટે ગાંધી ચિંધ્યા માર્ગના નામે ટોળાશાહી કરતી પ્રજાના કાન ખેંચી તેની ફરજો યાદ કરાવવાનું કોઈ ને સુજ્યુ નહી. ૫-૧૫ દિવસ કોઈ કારણોસર પાણી વિતરણ ન થાય તો નગરપાલીકાએ બેડા ખખડાવતી અને તોડ ફોડ કરતી “બાયું” કપડા ધોયા પછી વધારાનું પાણી ફળીયામા ઢોળે કે એપાર્ટમેન્ટના ત્રીજા માળે થી રસનીતરતો હેઠવાળ જાહેર માર્ગે પર ફેકે ત્યારે તેને કહેનાર કોણ છે ? પછાતપણાની કે પછી રાહતની સબસિડી માથી ચડાવતા પાન-માવા ની પિચકારી જાહેર ઇમારતો કે રસ્તાઓ પર મારનાર લોકો ને છે કોઈ રોકનાર ? વાત ખાલી સ્વચ્છતાની જ નથી, સાચી “આવક” ના ’અ’ થી “જ્ઞાન” ના ’જ્ઞ’ સુધીનો આપણો આખ્ખો કક્કો જ ખોટો છે.
સબસિડી વાળા ગેસના બાટલાનો ઉપયોગ કાર-સ્કુટરમા ખુલે આમ થાય છે. વિજળીની ચોરી તો ઠિક છે તે રોકવા આવનાર પર પથ્થર મારો કરી તેને ભગાડી મુકાય છે. કાગળ પર ધંધા સ્થાપી જુદી-જુદી યોજનાની સબસિડી જમવાની મધ્યાહ ભોજન યોજના ગામે-ગામ ચાલે છે. એકતાના નામે એસોશિયેશન-સિન્ડીકેટ કરી  અવાસ્તવિક ભાવ બાંધણુ ઠેર ઠેર જોયુ હશે. ભ્રષ્ટાચાર અને કાળાબજાર પર તો એટલી ફિલ્મમો બની કે હવે તો કોઈ પ્રોડ્યુસર આ વિષય મા હાથ જ નથી નાખતો. તેને પણ સમજાય ગયુ હશે કે આનુ કાઈ નહી થાય. કાયદાનો ભંગ કરવો તે આ દેશમા વિરતાની નિશાની છે. “પાચ ઠોલા ઉભા હતા તો પણ સિગનલ તોડી હું છટકી ગયો.” આવી વિરત ભરી વાતો આપણે ત્યાં જ થઈ શકે.
રાજકર્તાનું કામ ખાલી પ્રજા કલ્યાણનું જ નથી, સાથે સાથે તેની યોગ્ય ફરજો નું તે પાલન કરે છે કે નહી તે જોવાનું પણ છે. હક સાથે જવાબદેહી પણ આવે જ છે. પણ તકલીફ એ છે કે પહેલા હક દેખાય છે. હક માટે મરવા-મારવા સુધી પહોચી જાઇએ છીએ પણ જ્યારે જવાબદેહી સામે આવે ત્યારે છીંડા નહી બોગદા તૈયાર હોય છે. અને બધી જ તકલીફ અહી થી જ શરૂ થાય છે.
આપણે ત્યાં બાલમંદિરથી જ અંગ્રેજી-ગણીત-હિન્દી-ગુજરાતી જેવા વિષયોને શિખવાડવા માં આવે છે. ૫-૬ વર્ષના બાળકો કડકડાત અંગ્રેજી બોલતા હોય તેવુ હવે સામાન્ય છે. પપ્પા ભણતા ત્યારે ડિસટિક્શન રેર ગણાતું. ફર્સ્ટ ક્લાસ તો બહુ મોટી વાત હતી. ભાઈ ભણતો ત્યારે ૭૫%+ એટલે ઓહો..હો થતુ. અમે ભણતા ત્યારે ૮૦-૮૫ % તો બહુ જેન્યુન જીનિયસ ને જ આવતા. જ્યારે અત્યારે ૯૦-૯૫ % તો સાવ સામાન્ય થઈ ગયા છે. નો ડાઉટ નવી પેઢીઓ બુદ્ધીશાળી બનતી ગઈ છે પણ શિક્ષણમા ઘણા વિષયો સાથે “સોશિયલ મેનર્સ” જેને સાદી ભાષામા સંસ્કાર અને શિસ્ત કહેવાય તેની સંદન્તર બાદબાકી થઈ છે. સમય જતા રાજકર્તાઓની ઉદાસીને લિધે લોકો ના સામાજીક વર્તનમા  “ચાલસે, થશે, જોયુ જશે”  ની માનસિકતા લગભગ બધી જ સમસ્યાઓ નું મુળ છે.
એ જ દેશ સાચી પ્રગતી કરી શકે જેના નાગરીકો ને સાહજીકતાથી મુળભુત હકો મળી જાય અને એટલી જ સાહજીકતાથી નાગરીકો ફરજોનું પાલન કરે. બાકી આ દેશ ૫૦૦૦-૬૦૦૦ વર્ષ થી ચાલ્યો છે અને કદાચ બીજા એટલા વર્ષો પણ આમ જ નિકળી જાશે. કોઈ તો છે “ભારત ભાગ્ય વિધાતા” જે આ દેશને આમ જ ચલાવે છે.

સિલી પોઇન્ટ
આપણા દેશની સૌથી મોટી કમનસિબી એ કે, ૧૯૪૭ પછી થયેલા લગભગ બધા જ લોક આંદોલનો અંતે રાજકીય રોટલા શેકવાના બળતણ તરીકે ખપી ગયા. વ્યવસ્થા પરિવર્તન માટે થયેલા આંદોલન સત્તા પરિવર્તન ના ધ્યેય સાથે પુર્ણતા પામે છે.


Wednesday, August 26, 2015

અનામતની આંધી – “અંતનો આરંભ કે આરંભનો અંત”




એક દોઢ મહીનાથી ગુજરાત વિચિત્ર સ્થિતીમા મુકાયુ છે. કોઈ ને કલ્પના પણ ના હોય તેવી વાતના પથ્થરએ ગુજરાતની શાંત સ્થિતીમા વમણો પેદા  કર્યા. વાત સાવ સિધીને સાફ હતી… “અનામત નો લાભ જન્મ આધારીત નહી પણ આર્થીક આધાર પર મળવો જોઇએ.” વાત સાવ સાચી અને સિધી છે. જ્યારે જન્મ પર કોઈ વ્યક્તિનો વસ ના હોય ત્યારે ફક્ત જે તે જ્ઞાતીમા જન્મ લેવાથી અનામતનો લાભ મળે અને કોઈ એક જ્ઞાતિ કે ધર્મમા જન્મ લેવાથી અનામત ન મળે તે તો કુદરતના પણ નિયમ વિરુદ્ધની વાત ના થઈ ? 
૧૯૯૬ મા S.S.C.ની પરિક્ષા ૫૭ % સાથે પાસ કર્યુ.. સાયન્સ મા રસ અને ગણીત-વિજ્ઞાનમા ૮૦%+ માર્ક હોવા છતા હું પેન્ડીંગ એડમીશનની લાઇનમા ઉભો હતો. ડોક્ટર-એન્જીન્યર થવાના કોઈ સપના ના હતા અને સાચુ કહુતો તેવડ પણ ન હતી. સાયન્સ લઈ B.Sc કરી ને ગણીત અથવા તો બાયોલોજીનો શિક્ષક થવુ હતુ. પેન્ડીંગ લાઇનમા મારી સાથે ઉભેલા લોકો ને તેના માર્ક પુછ્યા તો કોઈ ના ૧૦૦ માથી ૯૭ ને કોઈ ના ૯૫ એટલે કે ૫૦ % થી પણ ઓછા. તેમ છતા તેમાથી અમુક ને જે તે સ્કુલમા એડમીશન મળી ગયુ અને મને ના મળ્યુ. કારણ કે કેટેગેરી મેરીટ નું કટ ઓફ ૨૦૦ માથી ૧૦૦ નું હતુ તે હિસાબે તે લોકોને ૩ થી ૫ માર્ક ઘટતા હતા જ્યારે જનરલ કેટેગેરી ના કટ ઓફ થી હું ખાસ્સા ૧૦ માર્ક દુર હતો.  જે તે સ્કુલમા એડમીશન ન મળ્યુ અને સાયન્સ સાથે મારા ભણવાનું પણ નામુ નંખાય ગયુ.
કદાચ મારે જે બનવુ હતુ તે ન બની શક્યો તે ના કારણો માં આ પ્રસંગનું મહત્વ ન ગણ્ય હશે અને કદાચ તે સ્કુલમા એડમીશન મળ્યુ હોત તો પણ કદાચ નિયતી મુજબ હું અત્યારે અહી જ હોત પણ… જે થયુ તેનો અફસોસ જીંદગી ભર રહેશે. માર પ્રિય દાર્શનિક શ્રી શાહબુદ્દીન રાઠોડ સાહેબ કહે છે તેમ જે વ્યક્તિનો વર્તમાન ખરાબ હોય ને તે જ ભુતકાળ ને ભાંડે .
પાછો આજ પર આવુ, તો છેલ્લા એક દોઢ મહીના થી જે થઈ રહ્યુ છે તેની સત્યતા અને સાર્થકતા ઉપર છાપાઓના પાના અને FB-વોટ્સએપ પર પોસ્ટઓ ભરાય તેટલુ લખાયુ છે. જે લખાયુ છે તેને જસ્ટીફાય કરવાનો કોઈ પ્રયાસ નથી અને નથી આ આંદોલનની ટીકા કે તરફેણ કરવાનો પ્રયાસ. ઇતિહાસ-આર્થીક-સમાજીક વિષયોની દિર્ઘ છણાવટો ઘણી થઈ ગઈ પણ છેલ્લા સમય સુધી કાઇક ખુટતુ હોય તેવુ લાગ્યા કર્યુ અને એટલે જ લેખન વનવાસ કાળ હોવ છતા આ લખવા પ્રેરાયો.
જે લખાયુ-ચર્ચાયુ તે બધુ જ પોતાને ઠેકાણે પણ કોઈ ને થયુ કે આ અચાનક એવી તો શું પરિસ્થિતી થઈ કે જે લોકો અનામત ની વિરોધ મા હતા તે લોકો ને જ અનામત માંગવાનો સમય આવ્યો ? મુદ્દો રાજકીય-શૈક્ષણીક-વ્યવસાઇક કરતા આર્થીક અને સામાજીક વધુ છે. જો જો આ વાત અનામત માંગતી કોઈ એક જ્ઞાતિ કે સમાજ સાથે જોડવાની ભુલ ના કરતા. આ વાત છે બધી જ કહેવાતી ઉચ્ચ જ્ઞાતીઓની અને તેમા આ લખનારની જ્ઞાતી પણ આવી જાય છે. આ વર્ગ સમાજ વ્યવસ્થાનો એવો ભાગ છે કે મોટા ભાગે વ્યવસાય કે નાના મોટા ઉદ્યોગો સાથે જોડાયેલો છે. પોતાની જ્ઞાતિના સમુહના ટેકે ટેકે આગળ આવ્યો છે અને પોતાના નાના મોટા સમુહમા સુખે થી રહે છે. તો પછી તકલીફ ક્યા થઈ ? સમાજ વ્યવસ્થાના એક સામાન્ય અભ્યાસી લેખે અમુક મુદ્દાઓ ધ્યાનમ આવ્યા છે તે જણાવું.
૧. અંગ્રેજીમ કહેવત છે Don’t put all Eggs in one basket, બધા ઇન્ડા એક ટોકરીમા મુકવાં નહી, ટોકરી પડી નથી ને બધા ઇન્ડાનું રામ બોલો ભાઈ રામ થયુ નથી. આ કહેવત જેટલી આર્થીક બાબતો ને લાગુ પડે છે તેટલી જ સામાજીક બાબતો ને પણ લાગુ પડે છે. સંગઠીત સમાજ પ્રગતી કરે, સુખ દુ:ખમાં એક બીજા ને મદદરૂપ થાય પણ આખાસમાજ ઉપર કોઈ આર્થીક કે સામાજીક આફત આવે ત્યારે ? તોફાની દરીયામા ૫૦ લોકો એક બોટ પર સવાર હોય અને ૫-૫ લોકો ૧૦ બોટ પર હોય ત્યારે જાનહાની ની શક્યતા એકલી બોટ કરતા ૧૦ અલગ-અલગ બોટમા ઓછી રહેલી છે તેવુ આંકડાશાસ્ત્રનો નિયમ કહે છે. આઇ બાત સમજ મે…
૨. વાઇબ્રન્ટ સમયમા સમય સાથે બદલવુ પડે, વિકાસ વર્ટીકલની સાથે હોરિઝન્ટલ પણ થવો જોઇએ. ૧૦૦ માળની ૫૦ બિલ્ડીંગ કરતા ૧૦ માળની ૫૦૦ બિલ્ડીંગ વધુ વાસ્તવિક વિકાસ ની સ્થિતી દર્શાવે છે. કોઈ સમાજની આર્થીક પ્રગતી ત્યારે જ થઈ ગણાય કે તેની કુલ સંપતી વધુ માં વધુ લોકો વચ્ચે વહેચાયેલી હોય અને તો જ તે સમાજ શંતિથી રહી શકે. બીજુ વેપાર ધંધામાં નવીનીકરણ થાય તો જ હરીફાયમા ટકવુ શક્ય બને.
૩. મહત્વનો અને છેલ્લો મુદ્દો, નવી પેઢી એક સુરક્ષીત અને સ્થાયી જીવન જીવવાની લાલસામા સપડાય ગઈ છે. જોખમ થી ડરે છે તેમ તો નહી પણ જોખમથી દુર જરૂર ભાગે છે. ૧૦ થી ૫ ની નોકરી અને શનિ-રવીની રજાની લાલસા વેપાર-ધંધા પર હાવી થતી જાય છે. સામે પક્ષે દીકરીના મા-બાપ પણ એવુ જ ઇચ્છે છે કે પોતાની દીકરી નોકરીયાતના ઘરમા જાય . વર્ષે ૫ કરોડનું ટર્ન ઓવર કરનાર, એક એવરેજ સરકારી ઓફીસ કરતા વધુ નો સ્ટાફ ધરાવનાર અને એક વિદ્યાસહાયકના પગાર કરતા વધુ ટેક્ષ ચુકવનાર ને યોગ્ય જીવન સાથી મળવામાં ફાફા પડવા સામાન્ય વાત છે, ત્યારે કહેવાતા આ ઉચ્ચ જ્ઞાતિ નો જોક અનામત તરફ જવો સ્વાભાવિક છે.
એક પરિવર્તનની શરૂવાતના આશા ના કિરણ જેવું આંદોલન જે તબક્કે પહોચ્યું છે ત્યારે પ્રશ્ન થવો વ્યાજબી છે,  “અનામતની આંધી – અંતનો આરંભ કે આરંભનો અંત ?”
-: સિલી પોઇન્ટ :-

અનામત આંદોલનના કન્વિન્યરશ્રી ની આખી સ્પિચ સિલી પોઇન્ટ તરીકે…