મારો એક નિયમ છે,એક આખુ વર્ષ કોઈ એક જ લેખક ને વાંચવા (આ નિયમ પુસ્તક પુરતો જ સિમિત છે). આ નિયમ મને યાદ છે ત્યાં સુધી મે ૧૯૯૪ થી પાડ્યો છે. હું ધો.૯ માં હતો ત્યારે મેઘાણીનો "સૌરાષ્ટ્રની રસધાર" માથી એક પાઠ આવતો પછી તે આખુ વર્ષ મે મેઘાણીના પુસ્તક સૌરાષ્ટ્ર્ની રસધાર અને સોરઠી બહારવટીયા વાચવામાં કાઢ્યું. પછીથી એ વણલખ્યો નિયમ થઈ ગયો. ૧૯૯૪ "મેઘાણી" ૧૯૯૫ "ધુમકેતુ",૧૯૯૬ "ક્રાન્તિવિરોની જીવનકથા",૧૯૯૭ "ગાંધીજી",૧૯૯૮-૯૯ "સ્વામી વિવેકાનન્દ",૨૦૦૦ "મૃગેશ વૈષ્ણવ",૨૦૦૧ "કાન્તિ ભટ્ટ", ૨૦૦૨-૦૩ "શાહબુદ્દીન રાઠોડ", ૨૦૦૪ "સૌરભ શાહ",૨૦૦૫-૦૬ "ચંદ્રકાન્ત બક્ષી",૨૦૦૭ "ગુણવંત શાહ".
તે પ્રમાણે વિતેલુ વર્ષ 'શ્રી વિનોદ ભટ્ટ'ના નામે લખેલુ હતુ. વિતેલ વર્ષમા મે તેમના "ઇદમ તૃતિયમ્","ઇદમ ચતુર્થમ્","નરોવા કુંજરોવા","ભુલચુક લેવિ-દેવિ","મગનું નામ મરી","આંખ આડા કાન","એવા રે અમે એવા" તથા "નમું તે હાસ્યબ્રહ્મને" વાચી.આ બધામા મને સૌથી "નમું તે હાસ્યબ્રહ્મને" વધુ ગમ્યું. એક ઉચ્ચકોટીનો હાસ્યલેખક બીજા ઉચ્ચકોટીના હાસ્યલેખકના લેખોનું સંપાદન કરે ત્યારે પંસદગીનું ધોરણ ઉચ્ચ હોવુ સહજ છે અને તે મારા જેવા વાચકને પસંદ ન પડે તો જ નવાઈ. આ પુસ્તકમા રતિલાલ બોરીસાગરે વિનોદ ભટ્ટના બહુ ઉચ્ચા દર્જાના લેખોનું વિભાગ વાર સંપાદન કર્યું છે.
કદાચ આવતા વર્ષે આ નિયમનો ભંગ થાય કારણ કે, અત્યારના સંજોગો એવા નથી કે મને પુસ્તકો લેવાની રજા આપે. જોવ છુ, કદાચ કાઈ રસ્તો મળે તો આવનાર વર્ષ મારે અંગ્રેજી માથી અનુવાદિત સાહિત્ય વાચવું છે. જોયે આગળ શું થાય છે.
પ્રિય મિત્ર
ReplyDeleteમને તમારી આ સુટેવ ગમી સો ટકા ગમી ! તેના ઘણા બધા ફાયદા છે... શક્ય હોય તો જાળવી રાખશો ... આ બાબતે તમે મારા ગુરુ - હું ચોક્કસ પ્રયત્ન કરીશ!
કમલેશ પટેલ
શબ્દસ્પર્શ
http://kcpatel.wordpress.com/
આભાર.
ReplyDelete