’૯૦ ના દાયકાની મધ્યમા ઉદારીકરણ અને વૈશ્વિકરણમા કોમ્યુટર શિક્ષણ અને પ્રોફેશનલ શિક્ષણ નું મહત્વ વધ્યું. લોકો કહેતા કે તમે લક્કિ છો કે તમને નોકરી માટે લાઈનમા ઉભવું નહી પડે નોકરી તમારે દરવાજે લાઈનમા ઉભી હશે. ખરેખર અમને પણ લાગતું કે અમે લક્કિ છીએ. કોલેજ આવતા સુધીમા તો અમે માની જ લીધુ હતું કે અમે સુવર્ણ યુગમા જન્મ લીધો છે અને અમારા માટે જ બધા ચેન્જીસ આવતા હતા. છાપાઓ માં નોકરી માટે ની જાહેરાત જોય અમારો વિશ્વાષ નક્કર બનતો. કોલેજમા કોમર્સ વીથ કોમ્યુટર સાયન્સ રાખ્યુ એટલે ITની વધુ નજીક પહોચવાનું ઘંમડ આવી ગયુ હતું. કોમ્યુટર ના જાણનાર અભણ કેમ હોય તેમ તેની સામે દયા આવતી.
૨૧મી સદી પરિવર્તનની સદી હતી.. સમાજ અને ભણતર ખુબ જડપથી બદલતો હતો. જનરેશન કેટલી જલ્દી બદલાતી થઈ છે તેનો પરચો મારા સનને જ્યારે નર્શરીમા મુક્યો ત્યારે આવ્યો. બાલમંદિરમા બાળગીત ગાતા અને સાંભળતા જ્યારે અહી તો ABCD અને સાયન્ટીફીક રીતે બાળ ઉછેર કેમ કરવો તે શિખ્યો. કેટલાક ડોક્ટરે તો મને ત્યાં સુધી કહ્યુ કે તમારો સન ૨ વર્ષનો થાય ત્યાં સુધીમા તો તેને વાંચતા-લખતા કરી દવ તેવી મેથડ છે મારી પાસે. સાલુ આ તો કેટલુ સારું. મેથેમેટીકની કેટલીય રીત આવી ગઈ હતી.
આજે આ બધુ શા માટે યાદ આવ્યું ? સવારમા (એટલે કે ૧૦ વાગે) પુર્તીમા જય વસાવડાની કોલમ વાચી નાખી. 3I અને પોતાના અંગત અનુભવ ઉપરથી શિક્ષણમા રહેલી ક્ષતિઓ ગણાવી. કેટલુ શિખવવામા નથી આવતું તે પણ ગણાવ્યું. જોકે તેમા અમુક કામ રહી ગયા હતા જેવા કે સોયમા દોરો પોરવવો અને બટન ટાકવા જેવા કામો. [:D] પણ મને ખુબ ગમ્યું. બધા જ માને છે કે આજની શિક્ષણ પદ્ધતી પરિક્ષાલક્ષી છે અને તેમા આમુલ પરિવર્તનની જરૂર છે,પણ....
કરૂણતા એ છે કે સમસ્યા સામે આંગળી બધા ચિંધે છે પણ તેના નિરાકરણ માટે કોણ પ્રયાસ કરે છે ? સામાજીક સમસ્યા દર્શાવતી કેટલીય ફિલ્મો બની, હિટ ગઈ પણ તે ખાલી સમસ્યા સુધી જ સિમીત રહી તેના નિરાકરણનો કોઇ માર્ગ દર્શાવ્યો નથી. વર્ષોથી કેટલાય લેખકો લખતા આવ્યા છે અને સમાજ પણ જાણે છે કે કાઇક ખોટુ છે અને કારણો પણ નજર સામે છે છતા નિરાકરણ હાથવેત નહી માથોળા છેટુ રહે છે.
અમે ભાઇઓ નાના હતા ત્યારે મોટાબાપા અમને બાજુમા બેસાડી વારા ફરતી મૌખીક સરવાળા બાદબાકી કરાવતા. ૨+૪+૧+૬+૩-૮+૫-૩ આવું બોલતા જાય અને અમારે જવાબ આપતો જવાનો. ભુલ પડે એટલે ગયા માર પડતો. પરિણામ સ્વરૂપ નાના મોટા સરવાળા બાદબાકી ગુણાકાર માટે કેલક્યુલેટરની મદદ વગર ઝડપથી કરી શકુ છુ. ગણીતમા હંમેશા ૯૦ ઉપર માર્ક આવતા. પણ બધા જ લોકો આવા લક્કિ નથી હોતા.
હા બધા જ બાળકો જય વસાવડા જેવા લક્કિ નથી હોતા કે તેને અનુભવનું શિક્ષણ મળે. હા કરૂણતા છે કે સમસ્યા સામે છે તેના કારણો પણ ખબર છે પણ નિરાકરણ નથી આવતું. આંગળીઓ ચિંધવી સહેલી છે, ઉકેલ લાવવો એટલો બધો તો અઘરો નહી જ હોય. પણ પહેલુ ડગલુ માંડશે કોણ ? બહુ અઘરો પ્રશ્ન છે.
-: સિલી પોઇન્ટ :-
મને જ્યારે બહાર નિકળવાનો દરવાજો મળતો નથી ને ત્યારે હું દીવાલમા માથા મારવાની
મુર્ખાય કરતો નથી.
તમે પણ નહિં કે હું પણ નહિં.પહેલું ડગલું કોઇ જ માંડવાનું નથી. બધા જ માત્ર વાતો જ કરવાના છે. શું તમે તમારા બાળકને એની રીતે વિકસવા દેશો. જવાબ કદાચ ’હા’. પણ આજુબાજુ જોઇ પછી વિચાર બદલી જ દેવાના.(બિજા બાળકોને પોપટની જેમ ગોખતા જોઇ)
ReplyDeleteબધાના માનસ ઉપર અત્યારે 3Idiots નું ભૂત સવાર છે એટલે બધા જ વાતો કરશે. બદલી નાખો બદલી નાખો. પછી સવાર પડશે એટલે ફરી કંઇક નવું....
ભાઇ આવું બધું તો ચાલ્યા કરે....
બડે બડે દેશો મે છોટી છોટી બાતે હોતી રહેતી હૈ.
આપના સિલીપોઇન્ટમાં દમ છે!!!!!
(કંઇક વધારે કહેવાઇ ગયું હોય તો માફ કરજો.કાલે હું પણ કદાચ બિજું જ કંઇક કહીશ, ટેમ (Time) ટેમ કી બાત હૈ.)
મા-બાપ પોતે પોતાના બાળકને કેટલો સમય આપવા માગે છે તેની પર પણ ઘણો બધો આધાર રાખે છે. તમારા બાળકનો ઉછેર ઘણો-ખરો તમારા હાથમાં છે. લગભગ દોઢ વર્ષ પહેલાં મેં જય-વસાવડા કોમ્યુનીટીમાં આ વિશે લખ્યું છે.
ReplyDeleteનીચેની લીન્ક વિઝીટ કરવા વિનંતી.
http://www.orkut.co.in/Main#CommMsgs?cmm=26114022&tid=5203923972347009305&kw=alphabets&na=4&nst=-2&nid=26114022-5203923972347009305-5203923972347009305
Problem is with compitition and comparison.....if you keep yourself and your child out of both even being in school....you can be lucky like JV. But that's tough I know....I have experienced.
ReplyDeleteIn US there are DVD set available which claims to make your child read "your baby can read" and one of my relative is happy with that ...their 11/2 year old can read!.......!!!!! now read letters and understanding their meaning is completely different method.