હું કોણ છું.
હું હાડ-ચર્મ, માસ-મન, અહંમ-અભિમાન, વેદના-સંવેદના, વિષય-વિચાર થી ભરેલો એક એવો માનવ છું, જે કર્મની સાથે ફળની પણ આશા રાખે છે અને એક જીદ્દ છે કે, શબ્દોથી વિશ્વને પ્રમાણીક બનાવવી છેં. કારણકે, જ્યારે આ વિશ્વનો દરેક માનવ પ્રમાણીક બનશે ત્યારે વિશ્વની બધીજ સમસ્યાઓ આપો-આપ શેષ થઈ જશે.
આપ શું માન છો ?
સમુહ
માધ્યમોમાં આવતા સમાચારો વાંચી-સાંભળી-જોય ને લગભગ દરેક વ્યક્તિ નક્કી કરી નાખે છે
કે બાળકો બગડી રહ્યા છે. સગીર-બાળ અપરાધનો દર સમય જતા કુદકે ને ભુસકે વધી રહ્યો
છે. આ બાળ અપરાધી સાથે કામમા લેવાતી કાયદાકીય જોગવાઈઓ ને નવેસરથી ઘડવાની પણ એક
માંગ ઉઠી છે . ઉમરનો લાભ લઈ યોગ્ય સજા માથી છુટી જતા બાળ અપરાધીઓ સાથે પણ સામાન્ય
અપરાધી ની જેમ અને તેના જેટલી નહી તો સાવ ઓછી પણ નહી તેવી સજા થાવી જોઇએ તેવી
ચર્ચા પણ વ્યાપક રીતે થઈ રહી છે.
આ તો અપરાધ થયા પછી ની બધી બાબત છે. કદાચ
સજામા થનાર વધારા સાથે બાળ અપરાધમા થોડા-જાજા અંશે અંકુશ શક્ય બનશે પણ મારો મુદ્દો
પાયાનો છે. આ સમસ્યાના મુ્ળ સુધી જઈ તેના કારણોનું જ મારણ કરવામાં આવે તો શક્ય છે કે
ઘણા આશાસ્પદ ભવિષ્ય રોળાતા બચાવી શકાશે. સમસ્યા બાળ ઉછેરની છે, એક ચોક્કસ ઉમરે
આવતા શારિરીક અને માનશિક ફેરફાર વખતે જે યોગ્ય માર્ગદર્શન મળવુ જોઇએ તે
માર્ગદર્શનની છે. સમસ્યા બે પેઢી વચ્ચેના સંવાદ ના અભાવની છે .
કુદરતના નિયમ મુજબ માનવ શરિરમા અને મગજમા
એક ઉમરે એક સાથે કેટલા બધા ફેરફારો થતા હોય છે. બાલ્યાવસ્થા અને યુવાવસ્થા વચ્ચેનો
એ સમય ગાળો આપણે ત્યાં કિશોરાવસ્થા જેને અંગ્રેજીમા ટીનએઇજ કહે છે તે સમયમા એકાએક
આવતા પરિવર્તન ને સંભાળવુ લગભગ અશક્ય છે. ચંચળતા, ચપળતા, ઉત્સુક્તા, ઉત્કંઠા સાથે
નવી ઉગતી પાંખો સાથે આસમાન સર કરવાની તમન્ના ભળે ત્યારે સ્થિતી જેટ સ્પિડે આવતા
વિમાન જેવી હોય છે. તે જ સમયે થતા શારિરીક ફેરફારો જીવનના રન-વે ને લપસણુ કરી દે
છે . આ સ્થિતીમા કોઈ સ્લિપ ના થાય તો જ નવાઈ.
અહી જરૂર હોય છે અનુભવી પાઇલોટની કે જે આ
સ્પિડ અને રન-વેની ભિનાંશ સાથે યોગ્ય તાલ-મેલ મેળવી પ્લેન ને પરફેક્ટલી લેન્ડ
કરાવે. વર્તમાન સમસ્યાનું મુળ અહી છે. આજના સમયમા લગભગ એવરેજ માતા-પિતા જીંદગીની
ગતિ સાથે એટલા વ્યસ્ત છે કે તેનો ઘણો ખરો સમય આર્થિક-સામાજીક જરૂરિયાતો ને પુર્તી
કરવામા જ જતો રહે છે. શાળા-કોલેજ નું આખુ માળખુ પરિક્ષાલક્ષી બની ગયુ છે કે તેમા આવા
સામાજીક અને સવેદનશીલ વિષયો ને કોઈ સ્થાન જ નથી. સરકારી શિક્ષકો પત્રકો અને શિક્ષણ
સિવાયના કાર્યોમા વ્યસ્ત હોય છે તો પ્રાઇવેટ શિકક્ષો ને સ્કુલ સિવાયના સમયમા
ક્લાસીસ ના ગ્રાહકો સંતોષવા ના હોય છે. મોટાભાગના સામાજીક કાર્યકરો અને કહેવાતા
NGO પોતાની TRP વધારવામા વ્યસ્ત છે. ગણ્યાગાઠ્યા લોકો લખે-બોલે છે પણ ફુલ ટાઇમ
માતૃભાવે-પિતૃભાવે બાળકોની સંભાળ લઈ શકે તેવી એકાદી વ્યક્તિની ખોટ ચિકણા રનવે પર
લેન્ડીંગ વખતે પ્લેન ને ઓટો પાઇલોટ મોડ પર રાખવા જેવી અને જેટલી ગંભિર છે.
સામે પક્ષે માતા-પિતાનો પણ એવો હઠાગ્રહ
હોય છે કે પોતાના સુપુત્ર-સુપુત્રી ને કોઈ કાઈ પણ કહી ને જાવુ ના જોઇએ. આવા સમયે
તેનુ લેવાતુ “ઉપરણુ” આગમા પેટ્રોલનું કામ કરે છે. છોકરાવની ભુલ ચિંધવી તેતો
બદનક્ષી કર્યા જેવો ગંભિર ગુનો ગણી લેવામા આવે છે. આ પરિસ્થિતી સમાજ ને રેઢીયાર
સાંઢ પુરા પાડવા માટે પુરતી છે. હવે કા તો પ્લેનનું ક્રેસ લેન્ડીંગ થાશે કા પ્લેન
રન-વેથી આગળ નિકળી જાશે.
આ “કાગારોળ” બાળકો ખોટુ બોલે છે, ચોરી કરે
છે, સ્કુલના સમયે ફિલ્મ જોવા જાય છે, વગેરે માટેની નથી નથી અને નથી જ. આ બધુ તો
સાવ સામાન્ય જ છે પણ સાહેબ આ કહેવાતી “કાગારોળ” તો આ પ્રજાને કોઈ રોકનાર નથી તેની
છે. આ લખાનર પોતે સ્વિકારે છે કે પોતે પણ આ જ જેટ સ્પિડે અને આવા જ ચિકણા રન-વે પર
લેન્ડ કર્યા હતા ત્યારે સાવ પાઇલોટ વગરના તો ના જ હતા. સ્કુલમા શિક્ષકો અને ઘરે પપ્પા,
ભાઈઓ-બહેનો જેવા કેટલાય મહાવતો ના અંકુશતળે કિશોરાવસ્થા પસાર કરેલી . કેટલીય વખત
લપસ્યા હતા પણ ગતિ અને રન-વેની ભિનાસ વચ્ચે યોગ્ય તાલમેલ મેળવી અમોને સેફલી
લેન્ડીંગ કરાવનારા લોકોને લીધે જ આપણે અહી છીએ.
વર્તમાન સમયના બાળકો પાસે આવુ સૌભાગ્ય છે ? આ
એક બીજો યક્ષ પ્રશ્ન છે .
સમાપ્ત
સિલી પોઇન્ટ
પ્લેનને યોગ્ય મંઝીલે પહોચાડવા ખાલી
પાઇલોટ અને કો-પાઇલોટ જ નહી પણ એઇર હોસ્ટેસ અને ફ્લાઇટ એટેન્ડન્ટ ની પણ જરૂર હોય
છે જેની અત્રે નોંધ લવ છું. :D
“સોશિયલ
મીડીયા” સાંપ્રત સમયમાં વિચારો વ્યક્ત કરવાનું એક મુખ્ય માધ્યમ તરીકે ઉભર્યું છે.
હવે વિચારોને દાબી તેનુ બંધીયારીકરણ કરવાને બદલે લોકો FB જેવા માધ્યમ દ્રારા તેને
મુક્ત પણે વહાવી મુકે છે. પહાડી વિસ્તાર મા વરસાદ પછી ફુટી નિકળતા અસંખ્ય ઝરણાઓ ની
જેમ તેનો કોઈ ચોક્કસ ફ્લો નથી હોતો, કે નથી તેની કોઈ ચોક્કસ દિશા. બહુ જુજ
વિચારોના ઝરણાઓ એકત્રીત થઈ કોઈ ચોક્કસ નદીનું રૂપ ધારણ કરતા હોય છે. આ એક દુ:ખદ
બાબત છે.
હમણા હમણા એક વિચાર વહેતો થયો છે. “બાળકો”
બગડી રહ્યા છે .!? ઉપરોક્ત વાક્યમા પુર્ણવિરામ, આશ્ચર્યચિન્હ અને પ્રશ્નાર્થચિન્હ
ત્રણેય મુક્યા છે કારણ કે આ બાબતમા સોશિયલ નેટ ના ઉપયોગ કરતા લોકો મુખ્ય ત્રણ
ભાગમા વહેચાય ગયા છે. ૧. કે જે સ્ટેટમેન્ટ આપે છે અને જાહેર જ કરી દે છે કે બાળકો
બગડી ગયા છે તેના માટે પુર્ણવિરામ, ૨. કે જેને આશ્ચર્ય થાય છે કે હેં બાળકો બગડી
ગયા છે, તેને માટે આશ્ચર્યચિન્હ અને ૩. કે જેને પ્રશ્ન થાય છે કે શું બાળકો બગડી
ગયા છે , તેને માટે પ્રશ્નાર્થચિન્હ.
તો પહેલા તો ૧ નંબર થી જ સરુવાત કરૂ, એક મોટો વર્ગ કે
જેમા શૈક્ષણીક કાર્યો સાથે સંકળાયેલા લોકો પણ સામેલ છે, પોતાના અવલોક ઉપરથી એવા
નિસકર્સ પર આવ્યા છે કે વર્તમાન શાળા-કોલેજમા જતા બાળકો બગડી ગયા છે. એટલુ જ નહી
તેને બગાડવામા ટેકનોલોજીનો બહુ મોટો હાથ છે. આ તેમનુ મંતવ્ય નહી જજમેન્ટ છે. આ
માટે ના કેટલાય પુરાવાઓ તેમની પાસે છે અને કેટલીય દલીલો પણ છે. લગભગ દર બીજો
સામાન્ય વ્યક્તિ તેની દલીલો સાથે સહમત થાય છે અને પોતે આ બાબતે કાઇ જ કરી શકવા
બાબતે અસમર્થ છે તેમ પણ કહે છે.
હવે નંબર ૨, આ વર્ગ બૌદ્ધીક કક્ષાના એવા લોકોનો છે કે
જે પોતાના જીવનમા કાઇક પ્રાપ્ત કરી બેઠા છે અને જેનુ બાળપણ સમાન્ય રહ્યુ છે છતા તેઓ સામાન્ય થી થોડા ઉચ્ચ વિચારો ધરાવતા
લોકો છે. તેમના મતે આ બાબત “કાગારોળ” છે. તેઓ પોતાનું ઉદાહરણ આપતા કહે છે કે
અત્યારે જે કાઇ બાળકો કરે છે તે નેચરલ છે અને અમે પણ કરતા. બાળકો જે કરે છે તેને
તે બગડી ગયા છે તેમ ના કહેવાય જુઓ આ બધુ અમે કરેલુ છે છતા અમે અત્યારે કેટલા ઉચ્ચ
સ્થાને છીએ. આ બધુ જ કુદરતના નિયમ ને આધીન છે. એટલે બહુ ચિંતા કરવાની જરૂર નથી.
નંબર ૩ ઉપરોક્ત બન્ને સમુહ ના વિચારો જાણી “કાનફુસ” છે
કે શું બાળકો બગડી ગયા છે ? આ વર્ગમા આ લખનાર જેવા કેટલાય લોકો પણ આવે છે કે જેનુ
પિતૃત્વ-માતૃત્વ કા તો હજી બાલ્યકાળમા છે યા તો કિશોર અવસ્થામા . તેમના માટે તો આ
એક યક્ષ પ્રશ્ન છે . અને તેને પ્રશ્ન કરતા તાર્કિક જવાબમા વધુ રસ છે કારણ કે આ
પ્રશ્ન તેના બાળકોની સાથે પોતાના પણ ભવિષ્ય સાથે સંકળાયેલો છે.
પ્રસ્તાવના જરૂર કરતા ખુબ વધુ લાંબી થઈ ગઈ પણ વિષય ખુબ
સંવેદનશીલ છે એટલે પાયો થોડો વધુ મજબુત કર્યો છે. આપણા માથી લગભગ બધા ક્યારેક કે
અવારનવાર સ્કુલે જતા બાળકોને, રસ્તા ઉપર મસ્તિ તોફાન, ઝગડતા ગાળા-ગાળી કરતા,
સ્કુલના સમયે રખડતા ફિલ્મ જોવા જતા જોયા જ હશે. અરે આપણા માથી મોટાભાગના એ આ બધુ જ
બાલ્યકાળમા કર્યુ હશે. કેટલાય ના કરવા યોગ્ય કાર્યો અને સામાજીક રીતે તેમજ
કાયદાકીય રીતે ગુનો હોય તેવા કાર્યો પણ કર્યા હશે. જોશમા હોશ કેટલીય વખત ખોયા ના
ઉદાહરણ આ લખનાર પણ ગણાવી શકે છે. પણ… મુદ્દો તે નથી . મુદ્દો છે શું આ બધા ને
“બાળક બગડી ગયો છે “ તેમ કહી શકાય ?
મારા મતે આ બધા બગડવા ના શરૂવાતી લક્ષણો છે. મેલેરીયા
નથી તો પણ મચ્છર નું આગમન તો જરૂર છે. જો મચ્છર છે તો ભવિષ્યમા મેલેરીયાની સંભાવના
પણ છે. અને મચ્છર છે એટલે મેલેરીયા જ છે એમ પણ નથી. આ બધી જ સમસ્યાનું મુ્ળ
બાળવિકાસ મા રહેલુ છે. આજે સમાજમા મોટા ભાગે ત્રણ પ્રકારના ઉછરી રહેલા બાળકો જોવા
મળે છે. સંસ્કારોના નામે મેનર્સના ભારતળે દબાતા કહેવાતા અંગ્રેજી બ્રીલીયન્ટો કે
જે મમ્મી પાસે પાણી માગતા પહેલા એક્સક્યુઝ મી થી શરૂ કરી, પ્લીઝ સાથે કહેશે અને
થેક્સ કહી માઈ પ્લેઝર સાંભળી પાણીનો ઘુટડો ગળે ઉતારશે. તેને જમવા ભુખ અને રૂચી
મુજબ નહી ડાયટીશ્યન ના ચાર્ટ મુજબ મળે છે અને તેનુ શિડ્યુલ કોર્પરેટ ઓફીસ જેવુ અને
જેટલુ જ ફિક્સ છે. તેનુ ભવિષ્ય સ્ટેમસેલ જેટલુ જ સેફ છે. જરૂર પડશે કે નહી અને જો
જરૂર પડશે તો કામ આવશે કે નહી તે નક્કી ના હોવા છતા તેણે તેના બાળપણાના ભોગે
વર્તમાનમા આ બધુ કર્યે જ છુટકો .
બીજો પ્રકાર સમાજના ખુબજ નિચલા વર્ગ માથી આવતા બાળકોનો
છે . જેનુ વર્તમાન જ નથી તો ભવિષ્ય કેવું ? કદાચ તે મમ્મી પાસે પાણી માગશે ને તો
પાણી ને બદલે તે ગાળ મેળવશે. અસામાજીક પ્રવૃતિ શિખવાડતી આખી યુનિવર્સીટી તેની આસ
પાસ રહેલી છે. કદાચ કાઈક સારૂ શિખી જાય તો તે બગડી ગયો છે તેવુ તેના આસપાસના તેની
ઉમરના છોકરાઓ કહેતા હશે.
ત્રીજો અને આ વાતમા કેન્દ્રસ્થાને છે તે બાળકોનો
પ્રકાર એટલે કે મધ્યમ વર્ગીય પરિવારના બાળકો .એવો પરિવાર કે જેની જરૂરિયાત ની
પરિસિમા આવક નક્કી કરતી હોય છે. જેના માટે બાળકોનું વર્તમાન તેના ભવિષ્ય જેટલુ જ
અગત્યનું છે. એક મોટો વર્ગ કે પોતે પુરા ના કરી શકેલા સપનાઓ પોતાના બાળક માટે જુએ
છે અને તે પુરા કરવા પોતાના બાળકનો ઉપયોગ કરે છે. તેના બાળકો કાયમ વ્યક્તિગત
મહત્વાકાંક્ષા અને માતા-પિતાની અપેક્ષા વચ્ચે પિંગ-પોંગ થયા કરે છે. આ લખનાર પણ આ
જ સમુદાયનો હિસ્સો છે.
વિષય એટલો મહત્વનો અને ઉંડો છે કે તેને બે ભાગ મા
વહેચ્યે જ છુટકો…
વધુ આવતા અંકે :-
-: સિલી પોઇન્ટ :-
“પપ્પા મારૂ રિઝલ્ટ આવ્યુ છે”
“ઓકે, મને વોટ્સઅપ પર મોકલી દે નિરાંતે જોય ને તમે
રિપ્લાય કરૂ છુ”
- શક્ય છે કે નજીક ના ભવિષ્યમા પિતા-પુત્ર/પુત્રી
વચ્ચે આવો જ કાઈક વાર્તાલાપ થાય તો નક્કી નહી.
રામા
આતા નવો નવો સાઢીયો(ઊંટ) લઈ આયવા. રૂપિયા ત્રીસ હજાર મા પાન સે ઓછા મા બરડા માથી
આયણો.(૨૯૫૦૦ માં પોરબંદર બાજુ થી લાવ્યો.) . લીલુ-સુકુ દય દય ને મયના દિ મા દણીંગ
જેવો કર્યો અને પછી તો રામાપીર ના પટ મા સવાર-સાંજ્ય દે દે ધોડવી ધોડવી ને બે
મહીને તો ગાડી યે જોડવા કપલીટ કરી નાયખો. સાંઢીયો પણ બહુ સોજો નિકળયો એક ફેરી કેડો
દેખી જાય પછી ગએ ન્યા મેલો ને સીધો ઘર નો જ કેડો પકડે. રામા આતા કાયમ માંગરોલ ફેરો
લઈ જાય માંડવી હોય કે ઘંઉ અટાણ લગી દી માથે ચડે ઇ પેલા કોઈ દી ના પુગતા પણ હવે તો
આ નવા એ રંગ કર્યો. સૌની મોઢાગર રામા આતાનો સાંઢીયો હોય હજી તો બધા મક્તુપુર માંડ
પુગ્યા હોય ત્યાં તો આતો ખાલી કરી સામો જડે. મારા થી એક દી ના રેવાયુ તી મે તો
પુછી જ નાયખુ, “એલા રામા અટાણ લગી સૌની વાહે રેતો ને હવે તો કોઈ ને કા પુગવા નથી
દેતો ?”
“ઇ
તો ભાઈ બધી મારા સાંઢીયા ની કમાલ સે”
“એટલે
?”
“મે
મારા સાંઢીયા ને એવો કેળવો છે કે આયા થી હાલે એટલે માંગરોલ ના નાકે જઈ ને જ ઉભો
રય. હું કાયમ નિનર કરી આયા થી નિકરતો એટલે વાહે રઈ જાતો હવે તો રાતે જ નિકરી જાવ
છુ અને ગાડી માથે જ લંબાવી દવ છુ એટલે અજવારૂ થાય ત્યાં લગી ની નિનર પણ થઈ જાય અને
માગરોલ વેલો પણ પુગી જાવ, વળતા પણ તે સીધો જ ઘરની મેરે આવી ને ઉભે એટલે પાસો
બાઇપાસે થી સુઇ જાવ. નીનર ની નીનર અને ફેરા ના બેઈ થાય. જોયો મારી કેળવણી નો
પરતાપ.”
આ
વાત ને પનરેક દી થયા હશે તા તો એક દી રામો આતો સાંઢીયા ને મારતો મારતો ગામને પાદરે
સામો મઈલો તયે મે કીધી, “કા એલા સાંઢીયા ને ઢીબે સ”.
“આ
ગધના એ તો આજ દી દીધો” એમ કઈ બે મોઢાની ગાઇરૂ કાઇઢી.
મે
કીધુ, “થયુ હુ ઇ માંડી તો વાત કર”
“આયા
થી માધુપુર નું માંડવ્યુ ભઈરૂ તુ અને ન્યાથી વળતા કપાસીયા-ખોળ ભરી ને આણવાના હતા.
મને થયુ મોડી રાતના જ નિહરી જાવ તો બે ફેરા થઈ જાહે એટલે બે ના ટકોરે જ ઉપડી ગ્યો.
શીલ પુગતા મને જોલુ આઇવું ને ઉઠી ને જોવ તો આ હહરીનો માગરોલ બાયપાસે ઉભો સે. વળતા
પાસો હું તો જોલે ચઈડો નિનર ઉડી તા તો આ ગધનો ગામને નાકે. ૨૫-૩૦ કીલોમીટર નો ફોગટ ફેરો થયો ને એક ફેરો ગયો
એ લટકા માં આને મારૂ નઈ ને હુ પુજા કરૂ.”
“એલા
એમા એનો વાંક નથી આ બધો જ તારી કેળવણી નો પરતાપ છે.
******
ઉપરોક્ત
લખાણ કાઠીયાવાડી માં લખેલ છે, અમારા હિમતાઅદા ને વાંચતા હશો તો બહુ વાંધો નહી આવે
છતા પણ ટુકસાર એટલો કે રામાઆતા એ એક ઊટ ૨૯૫૦૦ આં ખરીદ્યુ. પોતાની મોડા ઉઠવાની ટેવ
ને લીધે ઊંટ ને એવી કેળવણી આપી કે તે સીધો જ માંગરોલ જઈ થોભે અને વળતા સીધો જ તેના
ઘરે રહી થોભે. આ કેળવણી ને લીધે તેને બે ફાયદા થયા એક તો તે પુરતા ઉઘી સકતા અને
બીજુ સમયસર પહોચી પણ જતા. એક દીવસ માંગરોલ ની જગ્યા એ વિરૂદ્ધ દીશા મા આવેલ
માધવપુર નું ભાડુ મળ્યુ ત્યારે આદત વશ પોતે ઉંઘી ગયા અને ઊંટ આદત વશ સીધુ જ
માંગરોલ પહોચી ગયુ, વળતા પણ તે ઉઘી ગયા અને ઊટ સીધુ તેને ઘરે ઉભુ રહ્યું.
ઉપરોક્ત
લખાણને વાર્તા ગણો તો વાર્તા અને સત્ય ઘટનાગણો તો સત્ય ઘટના તેનાથી હુ જે આગળ લખવા
જવા નો છુ તેના હાર્દમાં કાઈ પણ ફરક પડવાનો નથી. અહી “કેળવણી” શબ્દ નો ઉલ્લેખ કરેલો છે. આ કેળવણી એટલે શું ?
રામાઆતા એ આપેલ તે ને કેળવણી ના જ કહી શકાય. કેળવણી એટલે કે “શિસ્ત, સસ્કાર અને
શિક્ષણ નો યોગ્ય સમન્વય”. કેટલુ શિસ્ત, કેટલા સસ્કાર અને કેવું શિક્ષણ તેના વિષે
વ્યક્તિએ વ્યક્તિએ મતમતાંતર હશે પણ ઉપરોક્ત ત્રણેની હાજરી અનિવાર્ય છે તેમા કોઈ શક
નથી. અત્યારે ઘણા લોકો ને પુછીએ છીએ કે તમે બાળકો માટે શું કરો છો તો કેહશે, “રોજ
સવારે ઉઠી તેને તૈયાર કરી, તેનુ ટીફીન ભરી સ્કુલ સુધી અથવા તો સ્કુલબસ-વાન-રિક્ષા
સુધી મુકવા જઈએ છીએ. રેગ્યુલર સ્કુલ-ટ્યુશન ફી ભરીએ છીએ. હોમવર્ક-પ્રોજેક્ટમા મદદ
કરીએ છીએ.
ઉપરોક્ત
બાબતો શિક્ષણનો ભાગ થયો હવે સંસ્કાર માટે શું કરો છો તો દલીલ કરશે, “શનિવારે
હનુમાન મદિરે, ગુરૂવારે સાઈ મદિરે, સોમવારે શિવમંદિરે, અગ્યારસ ને દિવસે હવેલી,
ઘરની બહાન નિકળતા પહેલા-રાત્રે સુતા પહેલા જય શ્રી કૃષ્ણ કે પછી જય માતાજી કે પછી
જય અંબે બોલવાની આદત પડીયે છીએ.
તો
પછી શિસ્ત માટે શું કરો છો, “કેમ આખો દિવસ બરાડા તો નાખીએ છીએ, સુતા સુતા ટી.વી.
ના જો, જમતી વખતે અવાજ ના કર, ચપ્પલ પ્રોપર રાખ, આવી ને સ્કુલબેગ જગ્યાએ રાખ.”.
ઓકે ઓકે એટલે તમે માનો છો કે તમે યોગ્ય કેણવણી
આપો છો એમ ને.
હાસ્તો
વળી તમે જ ઉપર લખ્યુ છે “શિસ્ત,સંસ્કાર અને શિક્ષણ” તે ત્રણેય તો અમે આપીયે જ છીએ
ને.
મીત્રો
ઉપર જણાવેલી કેળવણી અને રામાઆતા એ પોતાના ઊંટને આપેલી કેળવણી માં ફરક શુ રહ્યો ?
કાઈ ફરક નહી. આવી કેળવણી મેળવેલ બાળક સવારે વહેલો ઉઠી નાહી-ધોહી તૈયાર થઈ સ્કુલે
સમયસર પહોચી જાશે. સમયે સમયે જય શ્રી કૃષ્ણ પણ બોલશે. પોતાની બધી જ વસ્તુ યોગ્ય
જગ્યાએ પણ રાખશે પણ જ્યારે ઘરેડ થી હટીને કાઈક કરવાનું આવશે ને ત્યારે કા તો સહેલો
રસ્તો પકડશે અથવા તો કોઈ હાઇરાઇઝની છત કે પછી ઘરના પંખા નો સહારો લેશે.
શિસ્ત એટલે બધુ જ વ્યવસ્થિત કરવુ તે જ નહી પણ મુશ્કેલ સમયમાં
મનને સ્થિર રાખવું તે પણ. સ્થિર મન જ મુશ્કેલ પરિસ્થિતીમાં યોગ્ય નિર્ણય લઈ શકે
છે. શારિરીક શિસ્ત કરતા માનશિક શિસ્ત વધુ મહત્વનું છે . કોણ સમજાવે મોર્ડન મોમ-ડેડ
ને.
શિક્ષણ એટલે ખાલી ૨+૨=૪ અને NaCl એટલે મીઠુ એટલુ જ નહી તે
શિક્ષણનો જીવનમાં પણ કેવી રીતે ઉપયોગ કરવો તે પણ શિખવાનું. કાચબા-સસલાની રેસ વર્ષો
થી સસલુ જ જીતતુ આવે છે ત્યારે કેઅ કોઈ ને પ્રશ્ન નથી થતો કે આ એક જ રેસની વાત છે
કે પછી દરેક રેસમાં કાચબો જ જીતતો આવે છે ? કે પછી દર વખતે કાચબો એક નો એક (લાબાં
આયુષ્યને લીધે) હોય છે અને સસલુ બદલાતુ જાય છે. :D જે ના સમજાય તે એ ઓપશન મા કાઢી
નાખવાનો સીરસ્તો વર્ષો થી ચાલ્યો આવે છે અને ના સાજાય તે ના વિષે પુછવા જતા
અ-શિક્ષીત માં ખપી જવાનો ડર ને લીધે એમ ને એમ ગાડી ગબડાવ્યે રાખીએ છીએ. છેલ્લે એવો
વખત આવે છે કે ના કોઈ ઓપશન હોય ના પુછવા યોગ્ય સહારો. પ્લેન ક્રેસ થયુ હોય, ખંભે
પેરેસુટ પહેલુ હોય છતા તેને ખોલતા જ ના આવડુ હોય તો ?
સંસ્કાર, મુશ્કેલીના સમયમાં મનને સ્થિર શિસ્ત રાખે છે તો ગમે
તેવી પરિસ્થિતીમાં સંસ્કાર મને ને શાંત રાખે છે. મુશ્કેલ પરિસ્થિતીમાં મન વિચલીત
ના થાય અને અનુકુળ સ્થિતીમાં મન છકી ના જતુ હોય તેવી વ્યક્તિ સંસ્કારી કહેવાય.
બાકી પાણીપુરીની રેકડી જોય મો મા પાણી આવતુ હોય અને ના રહેવાતુ હોવાથી ખાય લેવાનું
અને બીજા દિવસે ઉપવાસ કરતા કેટલાય મરજાદી (વૈષ્ણવ) ને નજરે જોયા છે.
ટુંક
મા એટલુ જ કહીશ કે કેળવણીના નામે આપણે પણ આપણા સંતાનો ને રામાઆતા નો ઊંટ નથી
બનાવતા ને તેની વખતો વખત ચકાસણી કરવી બાકી ક્યાંક સંતાનો સાચા જ રસ્તે જાય છે તેવી
ધરપત સાથે કેળવણીના મદ માં નિંરાતે ઉઘતા રહીયે નહી અને સંતાનો ને જવાનું હોય
ક્યાંક અને બીજે પહોચી ના જાય.
-: સીલી પોઇન્ટ :-
સારી સ્કુલની વ્યાખ્યા
શું ? “ ઓછુ ભણાવે, વધુ કરાવે(વેઠ), ખુબ જ લે (ફી) અને કાઈ ના આપે (સંસ્કાર,શિસ્ત
કે શિક્ષણ) “ તે વર્તમાન સમયની સારામાં સારી સ્કુલ . નજર સામે જોયલો દાખલો.
નવું વર્ષ, નવો જ ઉમંગ અને આશ, કાઈક નવીનનો વિશ્વાષ. ઘર માટે થયેલી શ્રેષ્ઠ ખરીદી નવા વર્ષને દીવસે બહાર કઢાતી હોય છે. દરેક વ્યક્તિ પોતાની શક્તિ મુજબ આ દિવસ માટે "સોપિંગ" કરતી હોય છે. પણ અમુક વસ્તુ તો બધા માટે આવશ્યક જ હોય છે, જેમ કે નવું તારીખ્યું. ડીજીટલ કેલેન્ડર ના આ જમાનામાં પણ કેલેન્ડર કે પછી પુઠ્ઠુ અને ડટ્ટો લગભગ દરેક ઘરમાં જોવા મળશે અને દર વર્ષે તે ને બદલવો જ પડશે. તે જ રીતે નવા વર્ષના ચોપડા પણ આવશ્યક છે. જો કે આધુનીક જમાનામાં ઘણી જગ્યાએ તે નદારદ છે તો પણ આ જે પણ ઘણા નાના તથા મધ્યમ વેપારીઓ દિવાળીને દીવસે ચોપડા પુજન તથા નવા વર્ષથી નવા ચોપડા અપનાવે છે.
આ જ પ્રક્રીયાના ભાગ રૂપે વર્ષોથી બે કામ થતા આવ્યા છે. ૧.સરવૈયા કાઢવા તથા ૨.બાકી આગળ ખેચવી. સરવૈયા એટલે કે ગયેલ વર્ષમાં કરેલ વેપારમાં શું મેળવ્યું અને શું ગુમાવ્યું. મુડી ક્યાં રોકાયેલી છે અને કોને આપવાનાં છે. ટુંકમાં પેઢીની કુલ હાલત કેવી છે તેનો ચિતાર આપતું દસ્તાવેજ. જ્યારે બાકી આગળ ખેચવી એટલે કે વર્ષ દરમ્યાન જે તે વ્યક્તિ સાથે કરેલ વહેવાર દરમાન્ય છેલ્લે સરવાળા બાદબાકી કર્યા પછી નિકળતી કે દેવાની થતી રકમ. ટુંકમાં આપણે આપ્યું હોય તેના કરતા ઓછી ચુંકવણી થાય તો બાકી ખાતે તેની પાસેથી લેણા નોંધાશે જ્યારે આપણે લીધા કરતા ઓછી ચુકવણી કર્યે તો બાકી ખાતે આપણા દેણા નોંધાશે. થોડા બોર થઈ ગયા ને. ધો.૧૧ કોમર્સના ક્લાસમાં હું પણ બોર થઈ ગયેલો. પણ વેપારનું આ સામાન્ય બેઝીક છે એટલે સમજ્યે જ છુટકો. પણ તમને થશે આને અને વ્યક્તિત્વને શું લેવા દેવા.
ચાલો તો હવે મુદ્દા પર આવું.
હવે વેપાર શબ્દની જગ્યાએ વ્યવહાર શબ્દ મુકીને અને મુડી શબ્દની જગ્યાએ લાગણી શબ્દ મુકીને જોવ જોઇએ. બધુ જ સમજાય જશે. ટુંકમાં પેઢીની સદ્ધરતા તેના મુડી રોકાણમાં છે, જેમ કે મુડી રોકાણી અને ફસાણી બન્ને શબ્દનો અર્થ અલગ થાય તે જ રીતે સ્નેહ,લાગણી, પ્રેમ, મીત્રતા તે વ્યક્તિત્વની મુડી છે યોગ્ય પાત્રમાં રોક્યે તો રોકાણ કર્યું કહેવાય સમય આવ્યે અને જરૂરીયાતના સમયે પાછા મળવાની આશ ખરી બાકી... જેમ વેપારમાં ધર્માદાની એક લીમીટ હોય છે તેમ વ્યવહારમાં પણ. એટલે વ્યક્તિત્વના સરવૈયા તપાસતી વખેતે જોય જવું કે પેઢી ફળચામાં તો જતી નથી ને ?
મોટા પપ્પા કહેતા કે ઘણા લાંબા સમયથી ચડત બાકી હોય અને તે આવવાની કોઈ જ આશા ના હોય તેને દીવાળી સમયે માંડી વાળવી આગળ ના ખેચવી. તે જ રીતે વહેવારમાં લાંબા સમયના મતભેદની બાકી ભુલી જઈ નવા વર્ષે નવી શુભ શરૂવાત કરવી પણ મોટા પપ્પાના પાછળના શબ્દો યાદ રાખી ને.. ભવિષ્યમાં તેની સાથે વેપાર (અહી વ્યવહાર) કરતા પહેલા સાત વખત વિચારવું.
તો ચાલો તપાસીયે વ્યક્તિત્વના સરવૈયા કેટલા નવા સંબંધો બાંધ્યા અને તે કેવા છે. જુના કેટલા સંબંધો ગુમાવ્યા અને તેના કારણો શું હતા ? સ્નેહનું મુડી રોકારણ યોગ્યતો છે ને ? આપણે સ્વાર્થી નથી બનવું પણ એટલું મુર્ખ પણ નથી બનવું કે લોકો આપણને ચેરીટેબલ આયટમ સમજી મનફાવે ત્યારે યુઝ કરી જાય. બી પોઝીટીવ, બી પ્રેક્ટીકલ. નવા વર્ષની તે જ શુભકામના સહ.
-: સીલી પોઇન્ટ :-
નવું તારીખ્યું હાથમાં આવે ત્યારે સૌથી પહેલા શું કરો છો ? મોટા ભાગના મારી જેમ આવતે વર્ષે દીવાળી કઈ તારીખે છે તે ચેક કરશે... :P