Wednesday, November 26, 2008

અલવિદા દોસ્તો

જય વસાવડાનો એક લેખ ગુ.સ.માં સારો છે એવું જાણવા મળ્યુ પરંતું ગુ.સ. તો ઘરે નથી આવતું અને આજે થયો બુધવાર કરવું શું ? ગુગુલ છે ને યાર શોધ્યો.વાચ્યો અને દિમાગ કિ બત્તિ જલી,સાલુ જીન આવી ને પુછે બોલ તારી ઇચ્છા શું છે ને લોચા વાગે તો અને જો ખબર પડે કે થોડા ટાઈમ માં સિધાવવાનું છે ને ઇચ્છાઓ અધુરી રહે તો સાલુ વડલે કે પિપડે લટકવું પડે એના કરતા લિસ્ટ જો તૈયાર હોઈતો વાંધો ન આવે એટલે તરત આ લખવા બેઠો.
મારૂ બેટુ લખવાતો બેઠો પણ પાછો લોચો થયો. અમુક ઇચ્છા પુરી કરવા પાછુ નાનુ થવું પડે એ શક્ય નથી અને આમુક માટે સ્વર્ગમા જવુ પડે ઍ પણ અત્યારે તો શક્ય નથી જ. માટે ત્રણ લિસ્ટ બનાવી. ૧. હવે પછી જીવનમાં પુરી કરવાની ઇચ્છા. ૨. આવતા જન્મનું ઍડ્વાન્સ બુકીંગ. ૩. ઉકલિ ગયા પછી સ્વર્ગમા કે નર્કમા શું કરવુ તે.
=હવે પછી જીવનમાં પુરી કરવાની ઇચ્છા =
૧. મારે મારી મહેનતથી મારા રૂપિયાથી ઘર ચલાવવું છે. (અત્યારે હું બી.પી.એલ. છું.)
૨.મારા બાળકને અને પત્નિને જે નથી આપી શક્યો તે બધુ આપવું છે. (કારણ કે ઉપર મુજબ)
૩.એક વાર ગ્રેજ્યુએટ થાવું છે અને જો શક્ય હોય તો એમ.બી.એ. કરવું છે.
૪.એક વાર વોરાસર (અંગ્રેજીના સર) જોડે એક કલાક અંગ્રેજીમા ચર્ચા કરવી છે.
૫.એક વાર આખા કુંટુંબ (મારા પપ્પાના બધા ભાઇઓનો પરિવાર) સાથે એક વિક રહેવું છે.
૬.એક જીગર જાન મિત્ર બનાવવો છે જે મને સલાહ આપી શકે,( સોરી મિત્રો ખોટુ ના લગાડતા તમારા માથી એવું કોઇ નથી જે જિગરજાન છે સલાહ આપી શકે તેમ નથી અને જે આપી શકે તેમ છે તે જીગર જાન નથી.)
૭.એક વાર પપ્પાને મોઢે બોલાવું છે "મને તારા પર ગર્વ છે". (સાચ્ચા હ્રદયથી)
૮.મારા દેશને સાચ્ચો, ઇમાનદાર અને સમૃધ્ધ જોવો છે.
૯.બી.યુ.પી. (મારી જીદ્દ,મારુ સપનું) ને પુરૂ કરવુ છે.
૧૦.જેણે જેણે મદદ કરી છે એનો આભાર અને જેને જેને મે દુઃખી કર્યા છે એની માફી માગવી છે.
=જો ફરી જન્મ થાય તો =
૧.અત્યારે જે મારી પાલક માતા છે એના કુખે જનમ લઇ મારી જન્મ દેનારી પાસે પાલન કરાવું છે.
૨.પાછું મોટીબેન,નઝમાબેન,વિ.ડી.સર,વોરાસર અને આનંદભાઈ પાસે ભણવું છે.
૩.જોષિસર કે જે અમને ૬ઠ્ઠામા ભણાવવાના હતા અને વેકેશન માં જ માત્ર ૨૫-૨૬ વર્ષની ઉમરે દુનિયા છોડી જતા રહ્યા તેની પાસે ભણવુ છે.
૪.અજયસર,સોલંકિસર,પથુસર,ગનપતસરનો માર પાછો ખાવો છે.
૫.મોતિનાં દાણા જેવા અક્ષરથી પરિક્ષામા લખવું છે.
૬.ટાવર ગ્રાઉન્ડમાં મન ભરીને ક્રિકેટ રમવું છે.
૭.જીવનમાં કરેલી કેટલી બધી મુર્ખાઈઓ અને તોફાનો પાછા કરવા છે.
૮."મુકેશકાકા"(પપ્પાના મિત્ર)ના સહાયક તરિકે છાપામાં જોબ કરવિ છે.(તે આ દુનિયામાં નથી.)
૯.૧લી થી લઈ કોલેજ સુધી ૧લે નંબરે પાસ થવું છે.
૧૦.ફક્ત અને ફક્ત ભારત દેશમાં જ્ન્મ લેવો છે. (ગમે તેટલા જન્મ કોઈ પણ અવતારમાં)
=શાત્રોમાં સ્વર્ગ અને નર્કનો ઉલેખ છે અને હુ અહી નર્કમાં જ એન્ટ્રી મળવાની છે એમ ધારી લખુ છુ=
૧.થોડા સમય માટે સ્વર્ગમા જવા મળે કારણ કે તો જ આ બધી ઇચ્છા પુરી થાય.
૨.બક્ષી જોડે એક આખો દિવસ વિતાવવો છે.
૩.મુકેશકાકાને પુછવું છે કે મને સપના બતાવી ખરે ટાઇમે કા જતા રહ્યા.
૪.મારી દાદીને પુછવું છે કે હુ તમારા વિશ્વાષમા ખરો ઉતર્યો કે નહી.
૫.મારા દાદાને પુછવું છે કે હુ તમારી જે ખુમારી થી જીવ્યો કે કેમ.
૬.ઈશ્વરને પુછવું છે કે મે તારી જીવન નામની આ કસોટીમાં શું ઉકાળ્યું.
૭.મારા એ ભાઇને પુછવું છે કે યાર મને મોટો ભાઇ ક્યા કારણૅ બનવા ન દીધો.
૮.બધા મહાત્માઓને પુછવું છે કે તમે તમારા પ્રયાસના ફળથી ખુશ છો.
૯.મારે મારી આત્માને પુછવું છે કે તુ મારા જીવન થી ખુશ છે કે નહી.
૧૦. ઇશ્વરને પ્રાથના કરીશ કે નર્કમા મોકલતા પહેલા એક વાર પાછો ધરતિ પર મોકલ જેથી લિસ્ટ ન્ં.૨ પુરુ કરી શકાય.
=સમાપ્ત=

8 comments:

  1. બોસ તારુ વિસલીસ્ટ બહુ સારુ લાગી તો આ જનમ મા તારી જોદે લામ્બુ લિસ્ટ છે પણ હવે જો લિસ્ટ મા કૈ અપડેટ આવે તો હુ મને એ લિસ્ટ મ જોવા ઇછીસ ...... :(

    ReplyDelete
  2. મિત્ર પ્રબોધ, આ તો અધુરી ઈચ્છાઓ નુ લિસ્ટ છે અને મે તો તને પ્રાપ્ત કરી લિધો છે. એટલે તુ વિલ લિસ્ટમા નહી હ્યદય લિસ્ટમા સ્થાન પામનારાઓમા છે.

    ReplyDelete
  3. રહી વાત જીગરજાન મિત્રની તો મિત્ર ખરેખર તુ જ મને જવાબ આપ, તારી પાસેતો હુ ખુલ્લી કિતાબ જેવો છુ.

    ReplyDelete
  4. I want to be listed in ur wish list.

    It is fine thought, good .

    ReplyDelete
  5. અનુક્રમ નંબર ૧ થી ૧૦ અવશ્ય પુરી થશે જ ...
    આગળના લિસ્ટ બાબતે શું કહું?...હરિ ઈચ્છા!!

    ReplyDelete
  6. sir hates off for this alvida dosto.....kharekhar ...bahu gamyu vanchvu...

    ReplyDelete
  7. સરસ યાદીઓ છે તમારી તો..

    ReplyDelete