હું કોણ છું. હું હાડ-ચર્મ, માસ-મન, અહંમ-અભિમાન, વેદના-સંવેદના, વિષય-વિચાર થી ભરેલો એક એવો માનવ છું, જે કર્મની સાથે ફળની પણ આશા રાખે છે અને એક જીદ્દ છે કે, શબ્દોથી વિશ્વને પ્રમાણીક બનાવવી છેં. કારણકે, જ્યારે આ વિશ્વનો દરેક માનવ પ્રમાણીક બનશે ત્યારે વિશ્વની બધીજ સમસ્યાઓ આપો-આપ શેષ થઈ જશે. આપ શું માન છો ?
Friday, November 21, 2008
શું ઉચ્ચ કોટીના લેખકોનાં અભાવ માટે વાચકો જવાબદાર નથી ?
આજનો વાચક ગરીબી નીચે જીવતા બિહાર કે આસામના એવા નાગરીક જેવો છે કે જેને રેશનીંગમાં જેવા પણ ઘઉં-ચોખા આપો તેવા તે સ્વીકારી લેવાનો છે અને આ જ કારણે આપણી સુસ્ત સરકાર જેવાં લેખકો સડેલા,ખરાબ થયેલા,ક્યાંયથી પણ આયાત કરેલા, કાકરી-કસ્તર વાળા ઘઉં-ચોખા જેવા લેખો વાચકોન પધરાવ્યા કરે છે. આ પરીસ્થીતી માટે વાચક પોતે જ જવાબદાર છે, કારણ કે તમે આ લોકો જેવું આપે તેવું સ્વીકારી લો તો પછી મહેનત કોણ કરે. અંગ્રેજી ચોપાનીયાને સંદર્ભ તરીકે લીધા પછી બે-ચા ચવાયેલી શાયરી મુકી અને છેલ્લે કોઇ વિવાદસ્પદ બાબતનૉ એશંશ છાટી જાણે સળી વચ્ચે બરફનો ગોળો હોય તેમ પકડાવી દેવાનો. ઉપર-ઉપરથી મજા આવે અંદર ઊતરોતો સાવ ફીક્કો. એક માત્ર લઘુશંકા માટે કામમાં આવતો આવો ગોળો વાચકને પણ સદી ગયો છે. જો તમે એક સમર્થ વાચક ન બની શકો તો તમને સમર્થ લેખકનાં અભાવ વિષે ફરીયાદ કરવાનો કોઇ અધીકાર નથી.આપ શું માનો છો ?
Subscribe to:
Post Comments (Atom)
જાગ્રતબાબુ
ReplyDeleteઉચ્ચકોટિના લેખકો ન હોય તો ચાલશે પણ નીચ અને કોડીનાં લેખકોને વાંચવાનો બહિષ્કાર કરવા સાથે સાથે સારા લેખકોને વાંચવા એ આપણી ફરજ નહી પરંતુ જરૂરિયાત છે.
પરંતુ ખાટલે મોટી ખોટ એ છે કે આપણે ત્યાં બે જ કેટેગરી છે કવિ અને કોલ્મીસ્ટ. કવિતામાં સામાન્ય જનની લાગણીને વાચા આપવાના બદલે વેવલા વેડા અને પ્રાસના ત્રાસ સિવાય કંઇ હોતુ નથી એવા પ્રકારના બક્ષીસાહેબના નિવેદન સાથે સહમત.
અને બાકી રહ્યા લેખક, તો હવે કટાર શબ્દનું પુંછડુ ( અને એ પણ આગળ!) લાગી ગયેલ છે.
સારા લેખક નથી એનું કારણ પણ કદાચ કોલમ જ છે, સાંપ્રત વિષય પર લેખ ભરડી નાંખો એટલે વાત પુરી.
આપણી દશા આસામ-બિહારન નાગરીક જેવી જ છે , કાંકરામાંથી ઘઉં વીણવા પડે છે.બાય ધ વે તમારી નજરે (કાંકરાને બાદ કરતા) સારી વકલનાં ઘઉંના જરા નામ તો ગણાવો.
રજનીભાઇ,
ReplyDeleteહાલના તબ્બક્કે તો હું પણ આ કાકરા વાળા જ ઘંઉથી ચલાવું છુ અને હા,મોટા ભાગે તો નવા કોઇ લેખકોના બહું સારા લેખોના હોય ત્યાં સુધી વાંચવાનું ટાળુ છું.
"બાય ધ વે ઓલ્ડ ઇસ રીયલી ગો્લ્ડ" એ્વું બક્ષીબાબુ માટે નિસંદેહ કહી શકાય.