Showing posts with label "ફ્લેશબેક". Show all posts
Showing posts with label "ફ્લેશબેક". Show all posts

Sunday, January 25, 2009

ભાગ-૨

આપણા વડવા કહેતા કે ચાદર કરતા પગ લાંબ કરવા નહી પણ અહી તો રૂમાલ ઓઢીને સુવાના સપના જોવાતા હતા. ભવિષ્યમાં આવનાર આવક પર લીમિટ બારનો વર્તમનમાં થયેલ ખર્ચ શું પરિણામ લાવે છે તે ફક્ત અમેરિકાએ જ નહી પુરા વિશ્વએ જોયુ. વધુ વેપાર ને કોઇ પણ જાતની રોકટોક વગર ગજા બહાર દિધેલા ધીરાણને લીધે કેટલીય મોટી બેન્કોની હાલત ખરાબ થય ગઈ. અને પછી તો મહામંદિની મધ્યમાં આખા વિશ્વની અર્થવ્યવસ્થા ડામાડોળ થવા માંડી. બિજી બાજુ ભારતમાં ફુગાવાએ ભરડો લિધો, કીમંતમાં ક્યારેયના જોવાણો હોય તેવો ભાવ વધારો જોવા મળ્યો. થોડો કુદરતી તો થોડો કૃત્રિમ ભાવ વધારાને લિધે મધ્યમ વર્ગની હાલત ઘંટીના બે પડ વચ્ચેના અનાજ જેવી થય ગઈ. એક બાજુ ભાવ વધારાએ બજેટને અસ્ત વ્યસ્ત કરી નાખ્યુ તો બિજી બજુ લોન પર વધેલા વ્યાજ દરે પથારી ફેરવી નાખી અને શેર બજાર તળીયે પહોચયું.

બધાનો સરવાળો એ થયો કે ગરિબ હોય કે અમીર બધાના જીવન ભેકાર અને અંધકારમય ભવિષ્યની કલ્પના કરવા મંડ્યું. કારણ કે કલ્પના કરવા સિવાય કોઇ વસ્તુ તેમના હાથમાં ક્યાં હતી. બધા જ તહેવારો ઉત્સાહ વગર પસાર થયા, અરે દિવાળી અને ઇદમાં પણ જે ઉત્સાહ હોવો જોઇએ તેના પર મંદિ ભારે પડી. બધાએ ભુતકાળમાં કરેલી ભુલો પર ધ્યાન ગયુ પણ હવે ઘણુ મોડુ થઈ ગયું હતુ અને પરિણામ ભોગવ્યે જ છુટકો.છતા મને આશા છે કે જ્યારે પણ આ વમણ માથી આપણે બહાર આવીશું ત્યારે પાછી આવિજ ભુલ ફરીને કરીશું કારણ કે, લાલચ બુરી બલા છે અને આપણે ભુતકાળ માંથી કાઈ શિખતા નથી.

સમાપ્ત.

Wednesday, December 31, 2008

"ફ્લેશબેક"

મારો એક નિયમ છે,એક આખુ વર્ષ કોઈ એક જ લેખક ને વાંચવા (આ નિયમ પુસ્તક પુરતો જ સિમિત છે). આ નિયમ મને યાદ છે ત્યાં સુધી મે ૧૯૯૪ થી પાડ્યો છે. હું ધો.૯ માં હતો ત્યારે મેઘાણીનો "સૌરાષ્ટ્રની રસધાર" માથી એક પાઠ આવતો પછી તે આખુ વર્ષ મે મેઘાણીના પુસ્તક સૌરાષ્ટ્ર્ની રસધાર અને સોરઠી બહારવટીયા વાચવામાં કાઢ્યું. પછીથી એ વણલખ્યો નિયમ થઈ ગયો. ૧૯૯૪ "મેઘાણી" ૧૯૯૫ "ધુમકેતુ",૧૯૯૬ "ક્રાન્તિવિરોની જીવનકથા",૧૯૯૭ "ગાંધીજી",૧૯૯૮-૯૯ "સ્વામી વિવેકાનન્દ",૨૦૦૦ "મૃગેશ વૈષ્ણવ",૨૦૦૧ "કાન્તિ ભટ્ટ", ૨૦૦૨-૦૩ "શાહબુદ્દીન રાઠોડ", ૨૦૦૪ "સૌરભ શાહ",૨૦૦૫-૦૬ "ચંદ્રકાન્ત બક્ષી",૨૦૦૭ "ગુણવંત શાહ".

તે પ્રમાણે વિતેલુ વર્ષ 'શ્રી વિનોદ ભટ્ટ'ના નામે લખેલુ હતુ. વિતેલ વર્ષમા મે તેમના "ઇદમ તૃતિયમ્","ઇદમ ચતુર્થમ્","નરોવા કુંજરોવા","ભુલચુક લેવિ-દેવિ","મગનું નામ મરી","આંખ આડા કાન","એવા રે અમે એવા" તથા "નમું તે હાસ્યબ્રહ્મને" વાચી.આ બધામા મને સૌથી "નમું તે હાસ્યબ્રહ્મને" વધુ ગમ્યું. એક ઉચ્ચકોટીનો હાસ્યલેખક બીજા ઉચ્ચકોટીના હાસ્યલેખકના લેખોનું સંપાદન કરે ત્યારે પંસદગીનું ધોરણ ઉચ્ચ હોવુ સહજ છે અને તે મારા જેવા વાચકને પસંદ ન પડે તો જ નવાઈ. આ પુસ્તકમા રતિલાલ બોરીસાગરે વિનોદ ભટ્ટના બહુ ઉચ્ચા દર્જાના લેખોનું વિભાગ વાર સંપાદન કર્યું છે.

કદાચ આવતા વર્ષે આ નિયમનો ભંગ થાય કારણ કે, અત્યારના સંજોગો એવા નથી કે મને પુસ્તકો લેવાની રજા આપે. જોવ છુ, કદાચ કાઈ રસ્તો મળે તો આવનાર વર્ષ મારે અંગ્રેજી માથી અનુવાદિત સાહિત્ય વાચવું છે. જોયે આગળ શું થાય છે.

Saturday, December 27, 2008

"ફ્લેશબેક" વિતેલા વર્ષનું શ્રેષ્ઠ વાંચન

વર્ષનો આ પડાવ એવો છે જ્યાં થોડી વાર થોભી પાછળ નજર કરવા જેવી છે. આ સમય જીવનને એવો અવસર આપે છે જ્યાથી આપણે વિતેલા વર્ષમા ઘટેલી સારી-માઠી બાબતો પર નજર નાખી શકો છો. માઠિ બાબતોને નજર સામે રાખી તેમાથી બોધ મેળવી અને સારી બાબતો માથી ઉર્જા પ્રાપ્ત કરી આવનાર નવવર્ષ ને જ્યારે સત્કારવા જઈ રહ્યા છીએ ત્યારે વિતેલ વર્ષમા મે વાચેલ અને મારા મતે જેને શ્રેષ્ઠ કહી શકાય તેવા વાચાન તમારી સમક્ષ મુકુ છુ.
શરૂવાત જય વસાવડાની સ્ક્રેપબુકમા કાલે જ વાચેલા અવતરણથી કરુ.
સાહિત્ય અને અખબારી લખાણ વચ્ચેફરક શું ?
કોઇએ વિખ્યાત નાટ્યકાર-લેખકઓસ્કાર વાઇલ્ડને પૂછ્યું,
જવાબમાં ઓસ્કાર વાઇલ્ડે કહ્યું :"અખબારી લખાણ વાંચી શકાતું નથી,
જ્યારે સાહિત્ય વંચાતું નથી....!!!!!!

મારા ઓર્કુટના હોમ પેઇજ પર આવેલ મેસેજ
Today's fortune: Nobody can go back and start a new beginning, but anyone can start today and make a new ending

ધૈવતભાઈની વિસ્મય કોલમ તથા જય વસાવડાની સ્પેક્ટોમીટર ગયા વર્ષમા મને મળેલી અમુલ્ય ભેટ છે. તેમા ૨૩ નવે. નો સ્પેક્ટો. અને ૧૯ નવે. નો વિસ્મય મને ખરેખ ગમ્યો. મારૂ અંગત એવુ માનવુ છે કે જે વાચન "દિમાગ કિ બત્તિ જલાઈ" તેવુ જ વાચવુ બાકી જેમા 'ટપો' ના પડે તેનાથી દુર રહેવું. આ બન્ને લેખ તેવા જ છે, ધૈવતભાઈની વિસ્મય દરવખતે ખરેખર વિસ્મય જગાડે છે પરંતુ ઉપરોક્ત લેખમા તો ભારતીય રાજકારનમા જેને તમે એકહથ્થુ કહી શકાય તેવી સત્તા ભોગવનાર નહેરૂ-ગાંધી પરીવારની ન જાણેલી વાત જાણવા મળી. બીજી બાજુ જયભાઈનો ૨૩ નવે. વાળો લેખ વાંચી ને પહેલુ કામ ઈચ્છાઓ નું લિસ્ટ બનાવવાનું કર્યું.

મારા સાથી મિત્ર ભિષ્મકભાઈ ની પ્રોફાઈલમા વાંચેલુ આ લખાણા
" લખનારા બધું જાણતા નથી, જાણનારા બધું લખતા નથી, વાચનાર બધુ સમજતા નથી સમજનાર બધુ વાઁચતા નથી.”