હું કોણ છું. હું હાડ-ચર્મ, માસ-મન, અહંમ-અભિમાન, વેદના-સંવેદના, વિષય-વિચાર થી ભરેલો એક એવો માનવ છું, જે કર્મની સાથે ફળની પણ આશા રાખે છે અને એક જીદ્દ છે કે, શબ્દોથી વિશ્વને પ્રમાણીક બનાવવી છેં. કારણકે, જ્યારે આ વિશ્વનો દરેક માનવ પ્રમાણીક બનશે ત્યારે વિશ્વની બધીજ સમસ્યાઓ આપો-આપ શેષ થઈ જશે. આપ શું માન છો ?
Thursday, September 11, 2014
સર્જનની સંતુષ્ટી થી વિસર્જનની વેદના
Wednesday, June 18, 2014
વિશેષ પરિચય પ્રશ્નોત્તરી : એન્કાઉન્ટર બાય અનિરૂદ્ધ
Saturday, May 2, 2009
મારી પોસ્ટ "ગરવી ગુજરાતી" કોમ્યુનીટીના 'ભોઠા પડ્યા છો' ટોપિકમાં.
આ વાત ત્યારની છે જ્યારે હું વિ.વિ.નગર હોસ્ટેલમા હતો. ત્યારે મારા દાત બહુ સારા ન હતા અને કોલેજ જીવનની તે શરૂવાત હતી એટલે આવી બધી વાતોની કેર કરતા હું હજી શિખ્યો જ હતો. દાત સાફ કરવા માટે સવારે ૩૦ મીનિટ જેટલો સમય બગાડતો. પહેલા ક્લોઝ-અપ થી દાત બ્રસ કરુ અને પછી પેપસોડન્ટ થી. ત્યારે મગજમા એવું હતું કે પેપસોડન્ટ દાત સફેદ કરે છે અને ક્લોઝ-અપ મોઢામા સુગંદ લાવે છે.
પણ રોજ-રોજ બે-બે પેસ્ટથી બ્રસ કરવાનો કંટાળો આવતો. એક દિવસ વિચાર આવ્યો કે લાવને બન્ને પેસ્ટને ભેગી કરી દવ. વિચારને તરત જ અમલમા મુક્યો. બન્ને પેસ્ટના મોઢા સામ-સામે રાખીને એક પેસ્ટ આખી બીજામા નાખી દિધી. બન્ને આઢડી હતી માટે બહુ તકલીફ ના પડી. રાત્રે આ પરાક્રમ કરી ને સુતો. કાઈ ક નવી શોધ કર્યાનો આનંદ હતો એટલે સપના પણ તેના જ આવ્યા. મોટી-મોટી કંપની વાળા મારો આઈડીયા લેવા લાઈનમા ઉભા છે અને હું માર આઈડીયા કોઇને નથી આપતો બધા મને કરગરે છે ને આવા સપનાઓ જોતા હું સવારે ઉઠીયો. પહેલુ કામ મે બ્રસ કરવાનું કર્યું. જેટલા ઉત્સાહથી મે બ્રસ હાથમા લીધુ અને પેસ્ટ કાઢવાની ટ્રાઈ કરી તેનાથી બમણા ઉત્સાહથી પેસ્ટે બહાર નીકળવાની ના પાડી. થોડી વાર મહેનત કરી પણ પેસ્ટને મારી આ અનઅધીકૃત ચેસ્ટા ગમી નહી કે પછી બીજુ કાઈ પણ તે બહાર નીકળી જ નહી.
લગભગ એકાદ કલાક મહેનત કરી પણ તે ટસની મસ ના થઈ. અંતે મારા સાહસ કે દુઃસાહસ નું પોસ્ટમોટમ કરવાનું સરૂ કર્યું. ટ્યુબને પાછળથી કાતર વડે કાપી અને અંદર જોયું તો બન્ને પેસ્ટ એક બીજામા લીન થઈ ગઈ હતી. અને કોઇક પ્રક્રીયા કરી નવો જ પદાર્થ બનાવી બેઠી હતી જે રબળ જેવો હતો. મારા સપનાઓ ઉપર ઠંડુ પાણી રેડાયું અને બ્રસ કર્યા વગર જ સ્નાન કરવું પડ્યું. બે પેસ્ટના નાણાનો તો વ્યય થયો ઉપરાંત એક મહાન વિજ્ઞાનીકનું પણ બાળ મરણ થયું.
Friday, April 10, 2009
પ્લેજરીઝમ
વર્ડપ્રેસ પર ટોપમાં દેખાતા કેટલાક બ્લોગ ફક્ત કૉપી-પેસ્ટ વડે ચાલે છે. વસાવેલા પુસ્તકોમાંથી ગમતી રચના શોધીને તેને ટાઈપ કરી તેમાંથી ભૂલો જોઈ-સુધારી, યોગ્ય ફોર્મેટમાં બ્લોગ પર પોસ્ટ કરવામાં સારો એવો સમય અને ચીવટ માંગી લે છે. જ્યારે નકલખોરો આવી મહેનત કરવી ગમતી નથી. તેઓ અન્ય બ્લોગ પર મુકાયેલી રચનાની ઊઠાંતરી કરી પોતાનો બ્લોગ સમૃદ્ધ કરતા રહે છે. કૃતિની કે બ્લોગની મૌલિકતા જાણ્યા વગર તેને બિરદાવનારા ભાવુક વાચકો પણ મળી રહે છે તે ખરેખર દુઃખની વાત છે.
ઊઠાંતરીનો બીજો પ્રકાર છે રચના સાથે તેના મૂળ લેખકનું નામ ન લખવું જેથી ભોળા વાચકો બ્લોગરની રચના સમજીને વાહ વાહ કરે! આપણે ફરિયાદ કરીએ તો કહે લેખક/કવિનું નામ ખબર નથી તેથી નથી લખ્યું! રચનાકારના નામની જાણ ન હોય તો “અજ્ઞાત” લખી શકાય પણ તે માટે દાનત હોવી જોઇએ.
.
તફડંચીકારો વિશે આપના મંતવ્ય જણાવો. આપને પણ આવા અનુભવ થયા જ હશે. તેની વિગતો સાથે ફન એંડ જ્ઞાનના કોમેન્ટ બોક્ષમાં જણાવશો.વિનયભાઇ ખત્રીને આ સાઇટ ઉપર..
http://funngyan.com/2009/03/24/one_quest
નોંધ- મિત્રો આપણે પણ કંઇક આવું જ તો નથી કરતા ને?
જરા વિચારો કે કોઇની રચના ને આપણે આપણા નામે ચડાવીને બિજાને મોકલીએ તો શું આપણે મહાન બની જઇએ છીએ?
ના ખરી મહાનતા તો તે કાવિને તેની રચના બદલ ક્રેડિટ અપાવવામાં જ છે.તો હવે પછી નિશ્ચય કરો કે કવિના નામ સાથે જ ગઝલો પોસ્ટ કરીશું.(બિનલ)
.
આ વિશે મારા ઓર્કુટના એક મિત્ર જાગ્રતભાઇ કહે છે કે- એક સર્જકને નામ સિવાય કશું ના મળતુ હોય ત્યારે આપણે તે પણ ના આપ્યે તે એક મોટો અન્યાય કહેવાય તેના માટે. "
-જાગ્રત
.
કાયમ સંપર્કમાં રહેશો.
-બિનલ
Saturday, April 4, 2009
મારી પોસ્ટ "ગરવી ગુજરાતી કોમ્યુનિટીંમાં શું દિકરાઓ હંમેશા મા-બાપનું દિલ તોડતાં આવ્યાં છે?" ટોપિકમાં.
સપનભાઈ, અનુભાઇ અને મિત્રો ખુબ સરસ.
પહેલો પ્રશ્ન. શું આપણા સમાજમાં વૃધાશ્રમની સંખ્યા દિકરાએ માતા-પિતાના નામે બનાવેલા સામાજીક સંસ્થાનોથી વધુ છે ?
Sunday, March 22, 2009
ઓર્કુટ પરના મારા ૬ મહીનાના અનુભવો.
Sunday, March 1, 2009
સત્ય ઘટના(હાસ્યલેખન પરીવારમાં મારી પો્સ્ટ)
આ પ્રસંગ ૮-૯ વર્ષ પહેલાનો છે. અમે,હું મારા મોટા ભાઇ અને બીજા ૩-૪ ફેમીલી ફ્રેન્ડ ઉ.ભારત ફરવા ગયા હતા. ઘરેથી અમે પહેલા અમદાવાદ ગયા ત્યાં ફ્રેસ થયને અમારે બસમાં ના્થદ્વારા નવાનું હતું. મારી પાસે ૨-૩ હજાર રૂ. વધુ હતા ભાઇએ તે મને અમદાવાદ મુકી દેવાનું કહ્યું પણ મને થયું સાથે હશે તો ક્યાક કામ લાગશે. અમારી ૧૫ દિવસ પછીની દિલ્હિથી અમદાવા્દની આશ્રમ એક્સપ્રેસની કન્ફોમ ટીકીટ હતી. માટે ૧૫ દિવસ સુધી જ્યાં સારૂ લાગે ત્યાં રોકાવાનું હતું. અમે બપોરે ૧૧ વાગ્યે નાથદ્વારા રવાના થયા અને ત્યાં રાત્રે પહિચી ગયા. બીજા દિવસે સવારે દર્શનમાં મારા મોટા ભાઇનું ખીસ્સુ કપાણૂં અને રૂ.૧૧ હજાર ગયા. પહેલે જ દિવસે આવું થાત બધાનો મુડ ઓફ થય ગયો. પણ પછી આગળ જાવાનું વિચારી અમે ત્યાંથી સિધા મથુરા ગયા. પહેલા અમારે જયપુર-અજમેર થઈને જાવાનું હતું. મથુરા બે દિવસ બહું મજા આવી પણ જે દિવસે રાત્રે હરીદ્વાર જવાનું હતુ તે દિવસે સાંજે અમારી હોડી યમુનાજીમાં છેક આગળ સુધી તણાય ગઈ.બીજા હોડી વાળાની મદદથી કીનારે આવ્યા. પાછા અમે નર્વસ થઈ ગયા. પણ પછી આગળ જાવું તેમ વિચારી અમે આગલ નીક્ળી ગયા. બીજા દિવસે સવારે હરિદ્વાર પહોચ્યા. ત્યાં ૪ દિવસ બહું મજા આવી. આખુ હરિદ્વાર જોયું શું પવિત્ર વાતાવરણ. અમારે એક દિવસ માટે ઋષીકેશ,મશુરી જાવાનું હતું. સવારે નિકળી ગયા. લક્ષમણ જુલા વગેરે જોય ને અમે પહોચીયા સહસ્ત્ર ધોધ. કહેવાય છે કે ત્યાં પહાડો માથી હજારો ધોધ વહે છે અને ત્યાંના પાણીમાં ગંધકનું પ્રમાણ વધુ છે માટે ત્યાં સ્નાન કરવાથી ચામડી કોમળ બને છે.ત્યાંથી અ્મે દહેરાદુન થી મશુરી જવા નિકળ્યાં. રસ્તો એવો કે જાણે રોલર કોસ્ટરમાં ગોળ-ગોળ ફરતા ના હોય. એકદમ સાકળો અને તેમા ડ્રાઇવર ફુલ સ્પિડમાં ગાડી ચલાવતો હતો એકાદ બે વાર તો લાગ્યું કે એ ગયા. ત્યાં એક જગ્યાએ ગાડી રોકાણી અને હું જરા પગ છુટા કરવા દરવાજો ખોલીને નિચે ઉતરવા જાતો હતો ત્યાં જ ડ્રાઇવરે દરવાજો ખેચી લિધો. મને કહે "સાહબ નીચે તો દેખો",મે બારી માથી બહાર મોઢુ કાધી નીચે જોયું તો મારા હોસ કોસ ઉડી ગયા. અમારી ગાડી ખીણથી ૬ ઇંચ દુર હતી અને જેવો હું પગ નીચે મુકેતને તો સિધો ખીણમાં જ જાત. મને તો પરસેવો વળી ગયો. મશુરી ઉપર ચડ્યા એવા પાછા આવી ગયા. કારણ કે ....
રસ્તામાં વરસાદ કે મારૂ કામ. આટલો ધોધમાર વરસાદ મે મારી જીદગીમાં નથી જોયો. વળતા એક નાળૂ આવ્યુ અને બધા ત્યાં પાણી ભરાતું હોવાથી ઉભી ગયા હતા.અમે ડ્રાઇવરને ના પાડી કે નાળામા પાણીનું જોર બહું છે આપણે દહેરાદુન જાતા રહીયે ત્યાં રાત રોકાય ને સવારે પાછા હરિદ્વાર પહોચી જાશું. પણ તે ના માન્યો અને તેણે ગાડી નાળામાં નાખી અને જેવા અમે વચ્ચે પહોચીયા કે ચેક-ડેમની દિવાલ ટુટી અને કેટલુ બધુ પાણી ફોર્સથી આવી પહોચ્યું. અમારા નસીબ સારા કે ડેમના પથ્થર ગાડી ફરતે ગોઠવાય ગયા એટલે ગાડી ત્યાંની ત્યાં રહી અમારી જોડેની મારૂતી પાણીમાં તણાય ગઈ. ધીરે-ધીરે પાણી ગાડીમા ભરાવા લાગ્યું એટલે અમે ગાડી મુકી દેવાનું વ્યાજબી ગણ્યું. બહાર નીકળ્યાં તો કમર સુધી પાણી હતું અને ફોર્સ પણ બહું હતો પણ ત્યાં એક મીલેટરીના ટ્રકે અમને બહાર કાઢ્યાં. રૂમે પહોચી અને બીજે દિવસે દિલ્હિ જતું રહેવું તેવું નક્કી કર્યું. બીજા દિવસે દિલ્હી પહોચીં અમારે જ્યાં રહેવાનું હતું તે ભાઇનો સંપર્ક ના થાતા અમારે હોટલમાં રહેવું પડ્યું. ભાડું બહુ ઉચું અને પૈસાની અછત બન્ને સમસ્યાને કારણે બે દિવસ વહેલા દિલ્હી છોડી ઘરે જતા રહેવું તેવું નક્કી કર્યું.
બે દિવસ પહેલાની ટીકીટ કઢાવી અમે નિકળી ગયાં અમદાવાદ પહોચી ત્યાં આખો દિવસ કાઢી રાત્રે પાછા મારા ઘરે જવા રવાના થયા. બીજા દિવસે ઘરે પહોચી અને છાપામાં સમાચાર વાંચ્યા આ્શ્રમ એક્સપ્રેસનો રાજસ્થાનમાં અકસ્માત અને અમે જે બોગીમાં આવવાના હતા તે S-6 માં ૮-૧૦ લોકો મૃત્યું પામ્યા હતા.
ત્યારે એકજ વિચાર આવ્યો પેલા ૧૧,૦૦૦ રૂપિયા ગયા ના હોત તો ? ઇશ્વર અમારા આખા પ્રવાસમાં સાથે જ હતો તેની એક કરતા વધું વાર સાબીતી મળી ગઈ અને ઇશ્વર પ્રત્યેની નિષ્ઠા વધૂ મજબુત થઈ.
Thursday, February 19, 2009
"One Liner"

(સાર - બીજાની ભુલો જોવા કરતા આપણા પોતાના કામમાં ધ્યાન આપવું ઇચ્છનિય છે)*
<\>
_/\_
"the correction of mistake is 1st step of sucess".
<\>
_/\_
*મારો જીવનમંત્ર.
Monday, February 2, 2009
My Post at "Gujarati - હાસ્ય લેખન " Topic "મહાત્મા ગાંધી : મારી નજરે "
૧૮૦ પોસ્ટ વાંચવી શક્ય ન હતી તેમ છતા જે ચર્ચા ચર્ચાય ગઇ તેની પર નજર ફેરવતા એવું લાગ્યુ કે ભારતીય ઇતિહાસના બે ધૃવોનો સંગમ અહી થયો હોય. ગાંધીજીની મહત્તા અને મર્યાદાવિષેનું સંપુર્ણ સાહિત્ય અહી આવી ગયું લાગ્યું. એક-એક પોસ્ટમાં જે રિતે હોમવર્ક કરી ને લખવામાં આવ્યું છે તે કોમ્યું. મેમ્બરની વાંચનની ગહનતા બતાવે છે અને અપવાદ સિવાય જે મર્યાદાનું સ્તર જળવાયું છે તે પણ દાદ માગી લે તેવું છે. બાકી આવા સેન્શેટીવ ટોપીકમાં આટલે હદે મર્યાદા જાળવવી મુશ્કેલ છે. આપ સૌ ને અભિનંદન.
મને ગાંધીજી પ્રત્યે કોઈ અણગમો કે ગમો નથી. હું બહુ પ્રેક્ટિકલ માણસ છુ અને સાથે થોડો સેલ્ફિસ પણ ખરો. કોઇ પણ સાહિત્ય માંથી મારા કામની વસ્તું મળે તે મેળવીને આગળ જતું રહેવાનું તેનું પિસ્ટપીંજણ કરવાનું નહી. હા થોડો ખેલદિલ પણ ખરો, કોઇ પણ વ્યક્તિને તેની મર્યાદા સાથે તેની મહત્તા સ્વિકારી લવ. તે કોણ છે અને શું કામ આવો છે તેની પીંજણમાં હું બહુ પડુ નહી. તે પછી ગાંધીજી હોય કે પંડીત નહેરુ, સરદાર હોય કે ઝીણા, હીટલર હોય કે ચર્ચીલ, બુસ હોય કે સદ્દામ કે લાદેન વડાપ્રધાન હોય કે મારી સોસાયટીનો સ્વિપર મને કોઇ ફરક નથી પડતો. રહી વાત ગાંધીજી પાસેથી શું મેળવ્યું, હું નાનો હતો ત્યારે બહું ખોટું બોલતો પણ મે સત્યના પ્રયોગો વાંચી પછી મારા જીવનમાં બદલાવ આવ્યો તે મારે સ્વિકારવું પડે. આપણા માંથી ઘણાએ ગાંધીજી પાસેથી વ્યક્તિગત રીતે કાઇક મેળવ્યું હશે.
રહી વાત ચર્ચાના પરિણામની તો, કોઇએ કહ્યું છે ને કે "ઇતિહાસ માંથી સમાજ એટલું શિખ્યો કે તે ઇતિહાસ માંથી કાઇ શિખ્યો નથી." હું આશા રાખુ કે આ બાબત પર પણ તેવું ના બને. ઘણું ચર્ચાય ગયું છે અને ઘણું ચર્ચવાનું બાકી છે પણ જ્યાં સુધી તેનાથી વર્તમાનમાં કાઇ બદલાવ ના આવે ત્યાં સુધી તે માત્ર ચર્ચા જ છે ક્રાન્તિ નથી.(નોંધ- ઉપરોક્ત વિચાર ફક્ત મારા જ છે અને મારા માટે જ છે. કોઇએ તે પરથી અનુમાન લગાવવું નહી કે હું ગાંધીજીના પક્ષમાં છુ કે વિરોધમાં, હું ફક્ત મારા જ પક્ષમાં છું[;)].કદાચ મારી પોસ્ટ ઓફ ધ ટોપિક લાગે તો સંચાલક ગણે નાશ કરતા પહેલા મને પુછવું પણ નહિ[:)].)
આભાર.


