Saturday, April 4, 2009

મારી પોસ્ટ "ગરવી ગુજરાતી કોમ્યુનિટીંમાં શું દિકરાઓ હંમેશા મા-બાપનું દિલ તોડતાં આવ્યાં છે?" ટોપિકમાં.

સોરી ફોર લેઈટ...
સપનભાઈ, અનુભાઇ અને મિત્રો ખુબ સરસ.
પહેલો પ્રશ્ન. શું આપણા સમાજમાં વૃધાશ્રમની સંખ્યા દિકરાએ માતા-પિતાના નામે બનાવેલા સામાજીક સંસ્થાનોથી વધુ છે ?

જવાબ :- ના, પરંતુ વર્તમાન સમયમાં કદાચ પરિસ્થિતી બદલતી હોય તેવું લાગે છે અને નજીકના ભવિષ્યમા કદાચ જવાબ હા મા પણ હોય શકે છે.

કારણ :- વર્તમાન સમયમાં કે જ્યારે સમાજનું જીવન ધોરણ ઉચું આવ્યું છે અને લોકોની જીવન જીવવાની પદ્ધીતીમા આમુલ પરિવર્તન આવ્યું છે ત્યારે જીવન પદ્ધતી(લાઇફ સ્ટાઇલ)ને અનુકુળ આવક ઉભી કરવા પતિ અને પત્નિ બેન્ને એ કમાવું જરૂરી બન્યું છે. એક સમય હતો કે જ્યારે સંયુક્ત પરિવારમાં માતા-પિતાના ૪-૫ બાળકો સહેલાયથી મોટા થઈ જાતા જ્યારે અત્યારે વિભક્ત કુટુંબમાં અને આવી સામાજીક પરિસ્થિતીમા એક સંતાનને પણ ઉછેરવા માતા પિતાએ બેબીસીટીંગ કે આયાના ભરોસે છોડવું પડે છે. દેખીતી રીતે ત્યારે માતા-પિતા અને સંતોનો વચ્ચે લાગણીનો સેતૂ નિર્માણ થાતો નથી અથવા તો સેતુ બંધાય છે એટલો કાચો હોય છે કે ભવિષ્ય તુટતા વાર લાગતી નથી. સંતાતના મનમાં ક્યાંક અંદર એક ખુણામાં એવી લાગણી ઘર કરી જાય છે કે અમને સૌથી વધુ જ્યારે જરૂર હતી ત્યારે મારા માતા પિતા પાસે અમારા માટે સમય ના હતો.

ઉપાય :- બની શકે તો સંતાનના જીવનના શરૂના ૩ થી ૫ વર્ષ તેમને આપો. જો કોઇ એક વ્યક્તિ(માતા અથવા પિતા) મોટે ભાગે માતા તેની સાથે જ હશે તો તેના અને માતા-પિતા બન્ને માટે સારૂ રહેશે. જો આ શક્ય ના હોય તો વ્યવસાયનો સમય એ રીતે ગોઠવો કે બન્ને માથી કોઇ એક સતત તેમની સાથે જ રહે. બહુ ઓછા સમય માટે તે આયા કે ઘરના બીજા સભ્યો પાસે રહે તેવું ગોઠવો. તેના અગત્યના કાર્યો જેવા કે જમવા-સુવાનું જો માતા પાસે થાય તો લાગણીનો સેતુ મજબુત રીતે બંધાસે અને ભવિષ્યમાં પ્રશ્નો ઉભા થાવાની શક્યતા ઓછી થાસે.

પ્રશ્ન નં.૨ :- શું આપણે જો વૃધાશ્રમ માટે દિકરાઓને દોષી ઠરાવતા હોય તો અનાથાશ્રમ માટે મા-બાપને દોષી ઠરાવીશું ?

જવાબ :- કેમ નહી, મારા મતે બન્ને પરિસ્થિતી એક જ જેવી છે. બન્નેમાં એક પાત્ર કોઇ પણ વાક વગર સજા ભોગવે છે જ્યા્રે બીજુ પાત્ર ઇચ્છા ના હોવા છ્તા આવું કરે છે. અને બન્ને સંજોગોમાં પરિસ્થિતી સમજ્યા વગર સમાજ ત્યજનાર પાત્રની નિંદા કરે છે.

કારણ :- કોઇ પણ પરિસ્થિતી વ્યક્તિએ પોતે ઉભી કરેલી હોય છે માટે તેના માટે વ્યક્તિ પોતે જ દોષીત હોય છે. "ખરાબ પરિસ્થિતી" એ પરિણામની જવાબદારી માંથી છટકવા માટે ઉ્પયોગમાં લેવાતો સૌથી પ્રચલિત શબ્દ છે. તમે આજે જે કાર્ય કરો છો તેના ભવિષ્યમાં આવતા પરિણામની જવાબદારી પણ તમારી જ છે. માટે જે કાઈ પણ કરો તે સમજી વિચારી અને પરિણામ ભોગવવાની તૈયારી સાથે કરો.
બીજુ લોકો આજે પરિણામની જવાબદારીથી ભાગે છે શું કામ ? સમાજ આજે ભુલ કરનારને સજા આપવામા કાઈ બાકી નથી રા્ખતું. પેલી કહેવતની જેમ "ચિભડાના ચોર ને ફાસીની સજા". તમે એક ભુલ કરી એટલે આજીવન સજા ભોગવવી પડે. સમાજમાં સહિ્સ્ણુતા નથી રહી. એક બાજું વ્યક્તિને ભુલના ્પરિણામની ચિંતા અને બીજી બાજુ સમાજના અત્યાચારની ચિંતા. ક્યારેક વ્યક્તિને સમાજની સૌથી વધુ જરૂર હોય ત્યારે જ સમાજ તેની સામે હોય છે અને પછી આવા આશ્રમોનું નિર્માણ થાય છે.

ઉપાય :- પહેલા તો સમાજે સહિસ્ણુ બનવું પડશે. જ્યાં સુધી આવુ ના થાય ત્યાં સુધી આવું થયા જ કરવાનું છે. સમાજની જવાબદા્રી ફ્કત આવા આશ્રમો બનાવાથી પુરી નથી થતી. પરંતું જે લોકો ભુલ કરે છે તેમને પોતાની ભુલ સ્વિકારવા આગળ આવે અને તેનો યોગ્ય દંડ ભોગવે તે માટે ઉત્સાહીત કર પડશે. હા, કામ મુશ્કેલ છે પરંતુ કર્યા વગર છુટકો નથી.

1 comment:

  1. Jagratbhai,

    તમારા બ્લોગ પરની બધી પોસ્ટ ઝડપથી વાંચી ગયો. ખરેખર ખૂબ જ રસ પડ્યો. આપ ખૂબ સરસ વિચારો ધરાવો છો. તમારા ગમતા પુસ્તકો જાણ્યા. લગભગ બધા મારા મનગમતા છે અને મારા વાંચેલા છે.

    આપ લખતા રહો એવી શુભેચ્છા.

    ReplyDelete