ઘટનાઓ ની
આસપાસ - ૨.૧
એક
હતો ચકો અને એક હતો મકો. બન્ને પિતરાઈ ભાઈઓ. ચકો મોટો અને મકો નાનો. ચકો આમ તો
સંવેદનશીલ પણ પ્રકૃતીનો થોડો શાંત. બનતા સુધી જતુ કરે. મકો થોડો ચંચળ અને પ્રમાણ
વધુ તોફાની. હાલતા ને ચાલતા ચકા ને હેરાન કરે. ક્યારેક તેની પેન્સિલ તોડી નાખે તો
ક્યારેક બુક ફાડી નાખે. ઘરના બધા ચકાને સમજાવે કે મકો નાનો છે એટલે તારે જતુ કરાય
અને ચકો જતુ પણ કરે.
આમને
આમ ઘણો સમય ચાલ્યુ. ચકાની જતુ કરવાની ભાવના મકો તેની નબળાઈ સમજી બેઠો અને હેરાન
કરવાનું પ્રમાણ દિવસે દિવસે વધતુ ગયુ. ચકાની ચોકલેટ બિસ્કિટ જેવી વસ્તુ મકો તેના
હાથ માથી લઈ ને ખાય જાય, શર્ટ પર શાહી નાખી ડાઘ લગાડી દે અને ધીરે-ધીરે મારામારી
સુધી વાત પહોચી ગઈ. છતા બધા તો ચકા ને સમજાવે તુ મોટો છે ને તારે જતુ કરાય. એક
દિવસ કોઈ કારણ વગર મકાએ ચકાને બટકુ ભરી લીધુ અને ચકાની સહનશક્તિની લીમીટ પુરી થઈ
ગઈ. એક તો ઉમરમાં મોટો અને શરિરે તગડો ચકા એ બે-ચાર ફેરવી ફેરવી ને મકા ને દીધી.
મકો ગાંગરતો ગાંગરતો ઘરના વડીલ પાસે ગયો ત્યારે માડ મકો છુટ્યો.
તે
દિવસ થી ચકાની છાપ મારકણા તરીકે પડી ગઈ. હાલતા ને ચાલતા બધા ચકાને વખોડતા જતા.
જાણે કેમ ચકાએ કોઈ કારણવગર મકાને માર્યો હોય ? આ ચકો એટલે મારો પુત્ર યથાર્થ .
સાચુ કહેજો તમે ચકો એટલે શું ધાર્યુ હતુ ? ફેબ્રુઆરી મહિનો હમણા જ ગયો. આ મહિના
માં કહેવાતા સેક્યુલરો ના મગજ થોડાક અંત:સ્ત્રાવો નું ઉત્પાદન વધારી દે છે. ભાદરવા
માં જેમ કુતરાઓ ચકરાવે ચડે તેમ આ જમાત ચકરાવે ચડે છે. મીડીયાને પુરતો મસાલો મળી રહે
તેના પુરતા પ્રયાસો આ લોકો કરે છે. આ વખતે ટી.વી. પર ગોધરાકાંડ (ખરેખર ગોધરા પછી
ફાટી નિકળેલા રમખાણો) મા માર્યા ગયેલા લોકોના ફોટા આગળ મીણબત્તી પેટાવેલી દેખાડવા
માં આવેલી. મે પોતે બે મીનિટ નું મૌન પાળેલું પણ આ બધા માં ગોધરા સ્ટેશન પર
ટ્રેનમાં સળગાવી નાખેલા લોકો ના ફોટા તો શું તેના નામ નો પણ ઉલ્લેખ ના હતો. આ તે
કેવી કરૂણતા, ગોધરા પછી ના રમખાણમાં માર્યા ગયેલા ૧૦૦ % નિર્દોષ હતા તેમા શંકા ને
કોઈ સ્થાન નથી તો શું પેલી ટ્રેનમાં આંતકવાદીઓ મુસાફરી કરતા હતા ?
મોદી
એ શું કર્યુ અને શુ ના કર્યુ તેનો ન્યાય કોર્ટ કરશે પણ પેલો “લલ્લુ” સત્તાના
નશામાં આલ્યા-આલ્યાનું કમીશન બેસાડી માથે ઉભી હથો હથ એવો રિપોર્ટ બનાવી નાખે કે
ગોધરામાં ટ્રેન અંદરથી સળગી હતી કોઈ એ સળગાવી ના હતી તો તેની માથે કેમ કોઈ SIT નથી
બેસાડાતી. જ્યારે કોર્ટે ચુકાદો આપી દીધો હોય ત્યારે લલ્લુનું જુઠાણૂં સાબીત થઈ
જતુ હોવા છતા આ કહેવાતા સેક્યુલરો ક્યા છુપાઈ જાય છે ?
ગુજરાત
એક એવા સમય માથી પસાર થાય છે કે જેમા દરેક ધર્મ-જાતી-કોમ ની વ્યક્તિ ભુતકાળ ભુલી
આગળ વધવાનો પ્રયાસ કરે છે અને આવું બહુ ઝડપથી થઈ રહ્યુ છે ત્યારે આ કહેવાતા
સેક્યુલરોની જમાત ને પોતાની દુકાન બંધ થતી હોય તેવું લાગે છે ત્યારે વારે-તહેવારે
આ મુદ્દો ચગતો રહે તેનો પ્રયાસ સતત કરતા રહે છે. મીડિયાનો સપોર્ટ મલતો હોય તેમા
મહદ અંશે તેઓ સફળ પણ થાય છે. પણ મારો એક જ પ્રશ્ન આ સેક્યુલર જમાત ને છે… ગોધરા
પહેલાના રમખાણો વખતે તમે ક્યાં હતા અને તે વખતે તમે કરેલ લૈખીક પ્રયત્નો કેટલા ?
જેથી મારા જેવા ને આશ્વશન મળી રહે કે ભવિષ્યમાં પરિસ્થિતી બદલાય ત્યારે પણ આ લોકો
મારી સાથે જ હશે.
UPA-2 ધ ગ્રેટ ઇન્ડીયન લાફ્ટર સર્કસ :- લગભગ છેલ્લા ૨-૩ વર્ષ થી મારા જેવો સંવેદનશીલ આત્મા કે
જે ઓછુ જુએ-વાંચે વધુ વિચારે છે તે મનોમન મુંજવણમાં છે કે UPA-2 પર હસવું કે
રડવું. કોઈ પણ વાત ને સીધી રીતે માનવી નહી અને કોઈ પણ નિર્ણય નો સીધો અમલ કરવો નહી આ બે જ ઉદ્દાનો
કોમન મીનિમમ પોગ્રામ સાથે ચાલતી આ સરકારે આમ જનતાને કંડમમાં કંડમ સરકાર કેવી હોય
તેનું આદર્શ ઉદાહરણ આપ્યુ. એક પણ ક્ષેત્ર નથી કે જે વગોવામાં-વખોડવામાં કે પછી
તેની આબરૂ નિલામ કરવામાં આ સરકારે બાકી રાખ્યુ હોય. કોંભાડો તો ઠિક છે કોઈ દુધે
ધોયેલા નથી પણ આબરૂ ને જે રીતે ચિથરેહાલ કરી છે આ સરકારે તે અનન્ય છે. ક્યારેક તો
એવું લાગે છે કે કૃષ્ણ ભગવાન કલયુગમાં અવતરી આ સરકારના ચિર ના પુરતા હોય. જ્યાં
લાગે કે આ છેલ્લો સાડલો છે આ છેલ્લો સાડલો છે ત્યાં અંદરથી બીજો ક્યાંક થી પ્રગટ
થઈ જ જાય છે. ખરેખર નાસ્તિક માં નાસ્તિક વ્યક્તિ ભગવાન ઉપર ભરોસો મુકતો થઈ જાય
તેવા છેલ્લા ૨-૩ વર્ષ વિત્યા છે. આ બધુ ઓછુ હોય તેમ હવે સેના ના ભગાઓ છાપે ચડ્યા
છે. હે ઇશ્વર હવે તો થાક્યા……
-: સીલી પોઇન્ટ :-
વાતાવરણ અને UPA-2 સરકારનો
કોઈ ભરોસો રહ્યો નથી ક્યારે કઈ રૂતુ (અને પ્રધાન) ક્યા કારણે રાજીનામુ આપી દે તે
નક્કી નહી. :D
...અને આ બધા પોતાની દુકાન બંધ થવા દે તો ને??? તમારા જ શબ્દો માં -- ’હે ઈશ્વર, હવે તો થાક્યા...!’
ReplyDelete