Saturday, March 31, 2012

ઘટનાઓ ની આસપાસ – ૨.૨


ઘટનાઓ ની આસપાસ – ૨.૨

“કેમ મણીબેન આજે આટલી જ છોકરીઓ આવી છે ? કાઈ પ્રસંગ છે કે શું ?
“ના રે ભાઈ આ તો રાહત ચાલુ થઈ ગયા છે એટલે અને હવે તો કાલ થી આટલી જ કામે આવશે.”
“રાહત અને અત્યારે ? અને રાહત તો દુકાળ હોય ત્યારે જ ચાલે ને આ વર્ષે તો ભરપુર વરસાદ પડ્યો છે ને ?” અનાયાશે જ  મારા થી પ્રશ્ન પુછાય ગયો.
“આ તો સરકારે પિળાકાર્ડ વાળા માટે કાઈક આ વર્ષ થી જ હવે બારે માસ રાહત ચાલુ રાખ્યા છે એટલે.”
“સારૂ ત્યારે હવે જટ કામે વળગો.” ૨૦ વ્યક્તિનુ કામ ૧૨ પાસે કેમ કરાવવું તેની ચિંતા મારા સ્વરમાં સંભળાતી હતી.
ઉપરિક્ત વાર્તાલાપ બે-ત્રણ વર્ષ પહેલા નો છે. ફેક્ટરીમાં હું પ્રોડક્શન સંભાળતો અને મોટાભાગનું વિણવાનું કામ આજુ-બાજુ ના ગામડા માથી આવતી છોકરીઓ કરતી. અચાનક ૪૦ % મેન પાવર ઓછો થઈ ગયો તેનું કારણ જાણવાની ઉત્કંઠા અશહ્ય હતી. થોડા દિવસ પછી ખબર પડી આ તો કેન્દ્ર સરકાર ની યોજના નરેગા નો પ્રતાપ છે.

ગુજરાત એવુ રાજ્ય છે કે મોટા ભાગની પ્રજા સ્વતંત્ર વ્યવસાય સાથે સંકળાયેલી છે અને તેમા પણ સ્મોલ અને મીડલ ઇન્ડસ્ટ્રીઝ નું પ્રમાણ વિપુલ છે. આ એવા વ્યવસાયઓ છે જ્યાં સેમી ઓટોમેશન + મેન પાવર નો ઉપયોગ થતો હોય છે. એટલે કે અમુક કામો અશીન દ્રારા અને બાકી નું કામ માણસો દ્રારા લેવાતુ હોય છે. તે સિવાય કૃષિ ઉત્પાદનમાં પણ ઉખ્યત્વે માણસો દ્રારા કામ લેવાતુ હોય છે. તેના બે કારણો છે ૧. તો બારમાસી પાકો માટેની યોગ્ય સવલતો હોતી નથી ૨. ખેતરો નાના નાના યુનિટમાં વહેચાયેલા હોય છે. આ બન્ને જગ્યાએ નરેગા એ લગભગ જોરદાર ફટકો માર્યો છે.

ઉદા. તરીકે એક ફેક્ટરીમાં ૨૦ માણસો કામ કરે છે. તે ફેક્ટરીનો ફિક્સ કોસ્ટ રોજ ના ૧૦૦૦ રૂપિયા છે + પ્રતિએક માણસ ને ૮૦ લેખે ૧૬૦૦ રૂપિયા વેરીયેબલ કોસ્ટ લાગે છે. તે ફેક્ટટરી રોજના ૧૦ ટન નું ઉત્પાદન કરે છે એટલે કે દરેક ટન દીઠ ૨૬૦ રૂપિયા ખર્ચો લાગે છે. નરેગા માં ૮ મજુર જવાથી મજુરની અછત ઉભી થાય છે એટલે ૮૦ વાળી મજુરી સીધી ૧૫૦-૨૦૦ રૂપિયા એ પહોચી જાય છે. સામે ઉત્પાદનમાં ૪૦ % નો ઘટાડો થાય છે એટલે હવે પછી નું ગણીત ૧૦૦૦ ફિક્સ + ૨૧૦૦ મજુરી (૧૭૫ લેખે) = ૩૧૦૦ તે પણ પાછી ફક્ત ૬ ટન ની એટલે કે ટન દીઠ ઉત્પાદન ખર્ચ થયો ૫૧૬ રૂપિયા. ઓલમોસ્ટ બમણો.

એક ખેડુત ને પાંચ વિઘા જમીન છે દર વર્ષે તે ફક્ત શિયાળૂ પાક જ લઈ શકે છે. ચોમાસા માં ૧૫-૨૦ દિવસ તે પાંચ મજુર પાસે કામ લેવડાવે છે મજુરી ૮૦ રૂપિયા રોજ લેખે. કુલ ચુકવવા ના થતા રૂપિયા ૮૦૦૦ એટલે કે વિઘે ૧૬૦૦ રૂપિયા.  નરેગા આવતા ૫ વાળા ૩ જ મજુર મળે છે ૮૦ વાળૂ રોજ ૨૦૦ થી ૨૫૦ રૂપિયા થાય છે અને ૧૫-૨૦ દિવસ નું કામ ૨૫ થી ૩૫ દિવસમાં પતે છે. કુલ ખર્ચ (૩ મજુર ૨૨૫ મજુરી ૩૦ દિવસ) રૂપિયા ૨૦૨૫૦ એટલે કે વિઘા દિઠ ૪૦૫૦ રૂપિયા.

બિજી બાજુ કોઈ જ જાતની ઉત્પાદકીય મહેનત વગર એક આખો સમુહ પૈસા રળે છે. એક બાજુ મેન પાવરની તાતી જરૂર છે તો બીજી બાજુ બીન ઉત્પાદીકીય શ્રમ પાછળ કરોડો-અરબો રૂપિયા ખર્ચો થાય છે. આને કહેવાય “હો રહા ભારત નિર્માણ” .
*****
પેટ્રોલ-ડીઝલ  પર ભાવ વધારો તોળાય રહ્યો છે. ભાવ વધારા નું સીધુ કારણ વપરાસ માં થયેલા વધારા ને ગણવામાં આવે છે અને જે એક રીતે યોગ્ય પણ છે. વપરાશ વધવાનું કારણ લોકો ની સુખાકારી માં આવેલો વધારો હોય શકે પણ સૌથી મોટૂ કારણ જાહેર પરિવહન ના સાધનો નો અભાવ છે. આઝાદી પછી પણ લગભગ એ જ ગતી અને દીશામાં જાહેર પરિવહન નો વિકાસ થઈ રહ્યો છે જ્યારે દેશની વસ્તિ તથા ઓદ્યોગીક વિકાસ વધુ જડપી દરે વધે છે. આ બન્ને વચ્ચેનો ગેપ મુંબઈ-દિલ્હિ-કોલકત્તા જેવા મેટ્રો સીટીમા તો બે-ત્રણ દશકા પહેલા જ વર્તાય ગયેલો છતા બહુ ઓછા પગલા લેવાયા અને જે લેવાયા તે પણ બહુ મોડે મોડે.

હવે વારો અમદાવાદ-પુના-બેગલુર જેવા મેગા તથા મધ્યમ કક્ષા ના સીટીનો આવ્યો છે. અહી પણ ખુબ જડપથી થઈ રહેલા વિકાસ સામે જાહેર પરિવહન ના સાધનો ટીંગાઈ રહ્યા છે. ખુબ જડપથી અને વિસ્તૃત રીતે આ દીશામાં પગલા લેવામાં ના આવ્યા તો રાજકોટ-જામનગર-બરોડા જેવા શહેરોમાં પણ મુંબઈ જેવા દ્રશ્યો જોવા મળે તો નવાઈ નહી અને પેટ્રોલ રૂ ૧૦૦-૧૨૫ લીટર મળે તો સસ્તુ ધારજો.

*****
કોઈ પણ વસ્તુ વિપુલ પ્રમાણમાં મળતી હોય ત્યારે તેનો બે-ફામ ઉપયોગ કરવો અને થોડીક અછત જેવુ લાગે ત્યારે તેનો બે-ફામ સંગ્રહ કરવો તે આપણી માનશીકતા છે. તે પછી પરચુરણ જેવી સાવ મામુલી વસ્તુ કેમ ના હોય . બે દિવસ પહેલા જ મારા ખીસ્સામાં જમા થયેલ એન્ટીક ને પણ આટે તેવી પાંચની અમુક નોટો ને બાજુના ગલ્લા વાળા ને એ પધરાવી. અમુક નોટો અડધી હતી તો અમુક પોણી. અમુક તો વળી હોસ્ટેલમાં રહેતા વિધ્યાર્થી ૩-૪ દિવસ કપડા ધોવાની આડશ કરી ગયો હોય અને છેલ્લે એક જોડ નુ પેન્ટ અને બીજા નું શર્ટ પહેરી મીસ-મેચ કરે તેવી હતી. એક સરેરાશ વ્યક્તિ રોજ કેટલી વખત ખરીદી કરતો હશે ? ૨-૫-૧૦ વખત કે તેથી વધુ બહુ બહુ તો ૧૫ વખત. શું દર વખતે તે ૧૨-૨૨ એવા ઓડ ફીગરમાં જ ખરીદી કરશે ? રોજ નું કેટલુ પરચુરણ જોયે ? આપણી સંગ્રહ કરવાની આ કુ-ટેવ નો ગેરફાયદો દુકાનવાળો ચોકલેટ-ધાણાદાર જેવી વધારાની અણજોયતી વસ્તુઓ ધાબડી ને લે છે. અમુક લોકો તો છુટ્ટા હોવા છતા કાઢતા નથી અને માર્કેટમાં છુટ્ટાની તંગી રહે છે તેનો ગેર-ફાયદો અમુક તત્વો કૃત્રીમ તંગી ઉભી કરી લે છે. નીચે મુજબ ના અમુક સાધારણ નીયમ પાડી બીનજરૂરી ખર્ચ ને તાળી શકાય છે.
૧. બની શકે ત્યાં સુધી યાદી બનાવી એક સામટી ખરીદી કરવા નીકળો. શાકભાજી જેવી વસ્તુ શક્ય હોય ત્યા સુધી બે-ત્રણ લોકો સાથે લેવા નીકળો અને સાથે જ બીલ બનાવી અદરો અંદર સમજી લો.
૨. રોજીંદી વસ્તુઓ ના ભાવનો અંદાજ હોય તો જોયતા છુટ્ટા સાથે લેતા જાવ.
૩. વધારા ના પૈસા ની સામે ચોકલેટ-વળીયારી જેવી બીનજરૂરી ચીઝો લેવા કરતા દુકાનદાર પાસે જમા રખાવો. બીજા વખતે એક્જેસ્ટ કરવામાં કામ આવશે. ( રોજીંદો અને ઓળખીતો દુકાનવાળો હોય તો) બાકી છુટ્ટા પૈસા રાખવાની દુકાનદારની ફરજ છે અને તે માંગવો તમારો હક્ક.
૪. છુટ્ટા પૈસા ના હોવાથી કોઈ દુકાન દાર કોઈ ચિજ ના આપે તો તેનો યોગ્ય પ્રતિકાર કરો. દુકાનદાર પોતાની પાસે હાજર હોય તેવી કોઈ વસ્તુ કામકાજના કલાકો દરમીયાન વેચવાની ના નથી પાડી શકતો.

કદાચ આટલુ પુરતુ ના પણ હોય છતા પ્રયત્ન કોકે તો કરવો જ રહ્યો.

નોંધ :- લગભગ ત્રણ મહિના થી ભેગુ થયેલુ છુટુ છવાયેલુ લખાણ ને બે પોસ્ટ માં સંકલીત કરવાનો પ્રયાસ કર્યો છે.

-: સીલી પોઇન્ટ :-

કાના આતા અમેરીકા જતા હતા. સિક્યોરીટી ચેક માં કાઇક સંગિદ્ધ વસ્તુ X-Ray માં દેખાણી. થેલો ફંફોળતા એક ડબ્બો જડ્યો તેને ખોલતા આખ્ખો સિક્યોરીટી રૂમ વાસ વાસ થઈ ગયો. ઓફિસરે પુછ્યુ શુ છે આમાં ? બાજુ ના ઉકરડા માથી થોડુ ખાતર ભર્યુ છે. મારો ખાટલો ન્યા જ પડ્યો હોય છે અને આ વાસ ની હવે આદત પડી ગઈ છે કદાચ અમેરિકા માં ના જડે તો એટલે હારે લઈ જાવ છું. –આપણૂ પણ એવુ જ છે ખબર છે કે અમુક આદતો ખરાબ છે છતા તેને સાથે ને સાથે જ રાખ્યે છીએ. 

No comments:

Post a Comment