Showing posts with label યુવાનો. Show all posts
Showing posts with label યુવાનો. Show all posts

Wednesday, August 26, 2015

અનામતની આંધી – “અંતનો આરંભ કે આરંભનો અંત”




એક દોઢ મહીનાથી ગુજરાત વિચિત્ર સ્થિતીમા મુકાયુ છે. કોઈ ને કલ્પના પણ ના હોય તેવી વાતના પથ્થરએ ગુજરાતની શાંત સ્થિતીમા વમણો પેદા  કર્યા. વાત સાવ સિધીને સાફ હતી… “અનામત નો લાભ જન્મ આધારીત નહી પણ આર્થીક આધાર પર મળવો જોઇએ.” વાત સાવ સાચી અને સિધી છે. જ્યારે જન્મ પર કોઈ વ્યક્તિનો વસ ના હોય ત્યારે ફક્ત જે તે જ્ઞાતીમા જન્મ લેવાથી અનામતનો લાભ મળે અને કોઈ એક જ્ઞાતિ કે ધર્મમા જન્મ લેવાથી અનામત મળે તે તો કુદરતના પણ નિયમ વિરુદ્ધની વાત ના થઈ
૧૯૯૬ મા S.S.C.ની પરિક્ષા ૫૭ % સાથે પાસ કર્યુ.. સાયન્સ મા રસ અને ગણીત-વિજ્ઞાનમા ૮૦%+ માર્ક હોવા છતા હું પેન્ડીંગ એડમીશનની લાઇનમા ઉભો હતો. ડોક્ટર-એન્જીન્યર થવાના કોઈ સપના ના હતા અને સાચુ કહુતો તેવડ પણ હતી. સાયન્સ લઈ B.Sc કરી ને ગણીત અથવા તો બાયોલોજીનો શિક્ષક થવુ હતુ. પેન્ડીંગ લાઇનમા મારી સાથે ઉભેલા લોકો ને તેના માર્ક પુછ્યા તો કોઈ ના ૧૦૦ માથી ૯૭ ને કોઈ ના ૯૫ એટલે કે ૫૦ % થી પણ ઓછા. તેમ છતા તેમાથી અમુક ને જે તે સ્કુલમા એડમીશન મળી ગયુ અને મને ના મળ્યુ. કારણ કે કેટેગેરી મેરીટ નું કટ ઓફ ૨૦૦ માથી ૧૦૦ નું હતુ તે હિસાબે તે લોકોને થી માર્ક ઘટતા હતા જ્યારે જનરલ કેટેગેરી ના કટ ઓફ થી હું ખાસ્સા ૧૦ માર્ક દુર હતોજે તે સ્કુલમા એડમીશન મળ્યુ અને સાયન્સ સાથે મારા ભણવાનું પણ નામુ નંખાય ગયુ.
કદાચ મારે જે બનવુ હતુ તે બની શક્યો તે ના કારણો માં પ્રસંગનું મહત્વ ગણ્ય હશે અને કદાચ તે સ્કુલમા એડમીશન મળ્યુ હોત તો પણ કદાચ નિયતી મુજબ હું અત્યારે અહી હોત પણજે થયુ તેનો અફસોસ જીંદગી ભર રહેશે. માર પ્રિય દાર્શનિક શ્રી શાહબુદ્દીન રાઠોડ સાહેબ કહે છે તેમ જે વ્યક્તિનો વર્તમાન ખરાબ હોય ને તે ભુતકાળ ને ભાંડે .
પાછો આજ પર આવુ, તો છેલ્લા એક દોઢ મહીના થી જે થઈ રહ્યુ છે તેની સત્યતા અને સાર્થકતા ઉપર છાપાઓના પાના અને FB-વોટ્સએપ પર પોસ્ટઓ ભરાય તેટલુ લખાયુ છે. જે લખાયુ છે તેને જસ્ટીફાય કરવાનો કોઈ પ્રયાસ નથી અને નથી આંદોલનની ટીકા કે તરફેણ કરવાનો પ્રયાસ. ઇતિહાસ-આર્થીક-સમાજીક વિષયોની દિર્ઘ છણાવટો ઘણી થઈ ગઈ પણ છેલ્લા સમય સુધી કાઇક ખુટતુ હોય તેવુ લાગ્યા કર્યુ અને એટલે લેખન વનવાસ કાળ હોવ છતા લખવા પ્રેરાયો.
જે લખાયુ-ચર્ચાયુ તે બધુ પોતાને ઠેકાણે પણ કોઈ ને થયુ કે અચાનક એવી તો શું પરિસ્થિતી થઈ કે જે લોકો અનામત ની વિરોધ મા હતા તે લોકો ને અનામત માંગવાનો સમય આવ્યો ? મુદ્દો રાજકીય-શૈક્ષણીક-વ્યવસાઇક કરતા આર્થીક અને સામાજીક વધુ છે. જો જો વાત અનામત માંગતી કોઈ એક જ્ઞાતિ કે સમાજ સાથે જોડવાની ભુલ ના કરતા. વાત છે બધી કહેવાતી ઉચ્ચ જ્ઞાતીઓની અને તેમા લખનારની જ્ઞાતી પણ આવી જાય છે. વર્ગ સમાજ વ્યવસ્થાનો એવો ભાગ છે કે મોટા ભાગે વ્યવસાય કે નાના મોટા ઉદ્યોગો સાથે જોડાયેલો છે. પોતાની જ્ઞાતિના સમુહના ટેકે ટેકે આગળ આવ્યો છે અને પોતાના નાના મોટા સમુહમા સુખે થી રહે છે. તો પછી તકલીફ ક્યા થઈ ? સમાજ વ્યવસ્થાના એક સામાન્ય અભ્યાસી લેખે અમુક મુદ્દાઓ ધ્યાનમ આવ્યા છે તે જણાવું.
. અંગ્રેજીમ કહેવત છે Don’t put all Eggs in one basket, બધા ઇન્ડા એક ટોકરીમા મુકવાં નહી, ટોકરી પડી નથી ને બધા ઇન્ડાનું રામ બોલો ભાઈ રામ થયુ નથી. કહેવત જેટલી આર્થીક બાબતો ને લાગુ પડે છે તેટલી સામાજીક બાબતો ને પણ લાગુ પડે છે. સંગઠીત સમાજ પ્રગતી કરે, સુખ દુ:ખમાં એક બીજા ને મદદરૂપ થાય પણ આખાસમાજ ઉપર કોઈ આર્થીક કે સામાજીક આફત આવે ત્યારે ? તોફાની દરીયામા ૫૦ લોકો એક બોટ પર સવાર હોય અને - લોકો ૧૦ બોટ પર હોય ત્યારે જાનહાની ની શક્યતા એકલી બોટ કરતા ૧૦ અલગ-અલગ બોટમા ઓછી રહેલી છે તેવુ આંકડાશાસ્ત્રનો નિયમ કહે છે. આઇ બાત સમજ મે
. વાઇબ્રન્ટ સમયમા સમય સાથે બદલવુ પડે, વિકાસ વર્ટીકલની સાથે હોરિઝન્ટલ પણ થવો જોઇએ. ૧૦૦ માળની ૫૦ બિલ્ડીંગ કરતા ૧૦ માળની ૫૦૦ બિલ્ડીંગ વધુ વાસ્તવિક વિકાસ ની સ્થિતી દર્શાવે છે. કોઈ સમાજની આર્થીક પ્રગતી ત્યારે થઈ ગણાય કે તેની કુલ સંપતી વધુ માં વધુ લોકો વચ્ચે વહેચાયેલી હોય અને તો તે સમાજ શંતિથી રહી શકે. બીજુ વેપાર ધંધામાં નવીનીકરણ થાય તો હરીફાયમા ટકવુ શક્ય બને.
. મહત્વનો અને છેલ્લો મુદ્દો, નવી પેઢી એક સુરક્ષીત અને સ્થાયી જીવન જીવવાની લાલસામા સપડાય ગઈ છે. જોખમ થી ડરે છે તેમ તો નહી પણ જોખમથી દુર જરૂર ભાગે છે. ૧૦ થી ની નોકરી અને શનિ-રવીની રજાની લાલસા વેપાર-ધંધા પર હાવી થતી જાય છે. સામે પક્ષે દીકરીના મા-બાપ પણ એવુ ઇચ્છે છે કે પોતાની દીકરી નોકરીયાતના ઘરમા જાય . વર્ષે કરોડનું ટર્ન ઓવર કરનાર, એક એવરેજ સરકારી ઓફીસ કરતા વધુ નો સ્ટાફ ધરાવનાર અને એક વિદ્યાસહાયકના પગાર કરતા વધુ ટેક્ષ ચુકવનાર ને યોગ્ય જીવન સાથી મળવામાં ફાફા પડવા સામાન્ય વાત છે, ત્યારે કહેવાતા ઉચ્ચ જ્ઞાતિ નો જોક અનામત તરફ જવો સ્વાભાવિક છે.
એક પરિવર્તનની શરૂવાતના આશા ના કિરણ જેવું આંદોલન જે તબક્કે પહોચ્યું છે ત્યારે પ્રશ્ન થવો વ્યાજબી છે,  “અનામતની આંધીઅંતનો આરંભ કે આરંભનો અંત ?”
-: સિલી પોઇન્ટ :-

અનામત આંદોલનના કન્વિન્યરશ્રી ની આખી સ્પિચ સિલી પોઇન્ટ તરીકે

Thursday, July 17, 2014

બાળવિકાસની ABCD – A ફોર એન્ડ્રોઇડ અને B ફોર બ્લેકબેરી (ભાગ-૨)








ભાગ-૧ માટે અહી ક્લિક કરો 

સમુહ માધ્યમોમાં આવતા સમાચારો વાંચી-સાંભળી-જોય ને લગભગ દરેક વ્યક્તિ નક્કી કરી નાખે છે કે બાળકો બગડી રહ્યા છે. સગીર-બાળ અપરાધનો દર સમય જતા કુદકે ને ભુસકે વધી રહ્યો છે. આ બાળ અપરાધી સાથે કામમા લેવાતી કાયદાકીય જોગવાઈઓ ને નવેસરથી ઘડવાની પણ એક માંગ ઉઠી છે . ઉમરનો લાભ લઈ યોગ્ય સજા માથી છુટી જતા બાળ અપરાધીઓ સાથે પણ સામાન્ય અપરાધી ની જેમ અને તેના જેટલી નહી તો સાવ ઓછી પણ નહી તેવી સજા થાવી જોઇએ તેવી ચર્ચા પણ વ્યાપક રીતે થઈ રહી છે.

        આ તો અપરાધ થયા પછી ની બધી બાબત છે. કદાચ સજામા થનાર વધારા સાથે બાળ અપરાધમા થોડા-જાજા અંશે અંકુશ શક્ય બનશે પણ મારો મુદ્દો પાયાનો છે. આ સમસ્યાના મુ્ળ સુધી જઈ તેના કારણોનું જ મારણ કરવામાં આવે તો શક્ય છે કે ઘણા આશાસ્પદ ભવિષ્ય રોળાતા બચાવી શકાશે. સમસ્યા બાળ ઉછેરની છે, એક ચોક્કસ ઉમરે આવતા શારિરીક અને માનશિક ફેરફાર વખતે જે યોગ્ય માર્ગદર્શન મળવુ જોઇએ તે માર્ગદર્શનની છે. સમસ્યા બે પેઢી વચ્ચેના સંવાદ ના અભાવની છે .

        કુદરતના નિયમ મુજબ માનવ શરિરમા અને મગજમા એક ઉમરે એક સાથે કેટલા બધા ફેરફારો થતા હોય છે. બાલ્યાવસ્થા અને યુવાવસ્થા વચ્ચેનો એ સમય ગાળો આપણે ત્યાં કિશોરાવસ્થા જેને અંગ્રેજીમા ટીનએઇજ કહે છે તે સમયમા એકાએક આવતા પરિવર્તન ને સંભાળવુ લગભગ અશક્ય છે. ચંચળતા, ચપળતા, ઉત્સુક્તા, ઉત્કંઠા સાથે નવી ઉગતી પાંખો સાથે આસમાન સર કરવાની તમન્ના ભળે ત્યારે સ્થિતી જેટ સ્પિડે આવતા વિમાન જેવી હોય છે. તે જ સમયે થતા શારિરીક ફેરફારો જીવનના રન-વે ને લપસણુ કરી દે છે . આ સ્થિતીમા કોઈ સ્લિપ ના થાય તો જ નવાઈ.

        અહી જરૂર હોય છે અનુભવી પાઇલોટની કે જે આ સ્પિડ અને રન-વેની ભિનાંશ સાથે યોગ્ય તાલ-મેલ મેળવી પ્લેન ને પરફેક્ટલી લેન્ડ કરાવે. વર્તમાન સમસ્યાનું મુળ અહી છે. આજના સમયમા લગભગ એવરેજ માતા-પિતા જીંદગીની ગતિ સાથે એટલા વ્યસ્ત છે કે તેનો ઘણો ખરો સમય આર્થિક-સામાજીક જરૂરિયાતો ને પુર્તી કરવામા જ જતો રહે છે. શાળા-કોલેજ નું આખુ માળખુ પરિક્ષાલક્ષી બની ગયુ છે કે તેમા આવા સામાજીક અને સવેદનશીલ વિષયો ને કોઈ સ્થાન જ નથી. સરકારી શિક્ષકો પત્રકો અને શિક્ષણ સિવાયના કાર્યોમા વ્યસ્ત હોય છે તો પ્રાઇવેટ શિકક્ષો ને સ્કુલ સિવાયના સમયમા ક્લાસીસ ના ગ્રાહકો સંતોષવા ના હોય છે. મોટાભાગના સામાજીક કાર્યકરો અને કહેવાતા NGO પોતાની TRP વધારવામા વ્યસ્ત છે. ગણ્યાગાઠ્યા લોકો લખે-બોલે છે પણ ફુલ ટાઇમ માતૃભાવે-પિતૃભાવે બાળકોની સંભાળ લઈ શકે તેવી એકાદી વ્યક્તિની ખોટ ચિકણા રનવે પર લેન્ડીંગ વખતે પ્લેન ને ઓટો પાઇલોટ મોડ પર રાખવા જેવી અને જેટલી ગંભિર છે.

        સામે પક્ષે માતા-પિતાનો પણ એવો હઠાગ્રહ હોય છે કે પોતાના સુપુત્ર-સુપુત્રી ને કોઈ કાઈ પણ કહી ને જાવુ ના જોઇએ. આવા સમયે તેનુ લેવાતુ “ઉપરણુ” આગમા પેટ્રોલનું કામ કરે છે. છોકરાવની ભુલ ચિંધવી તેતો બદનક્ષી કર્યા જેવો ગંભિર ગુનો ગણી લેવામા આવે છે. આ પરિસ્થિતી સમાજ ને રેઢીયાર સાંઢ પુરા પાડવા માટે પુરતી છે. હવે કા તો પ્લેનનું ક્રેસ લેન્ડીંગ થાશે કા પ્લેન રન-વેથી આગળ નિકળી જાશે.

        આ “કાગારોળ” બાળકો ખોટુ બોલે છે, ચોરી કરે છે, સ્કુલના સમયે ફિલ્મ જોવા જાય છે, વગેરે માટેની નથી નથી અને નથી જ. આ બધુ તો સાવ સામાન્ય જ છે પણ સાહેબ આ કહેવાતી “કાગારોળ” તો આ પ્રજાને કોઈ રોકનાર નથી તેની છે. આ લખાનર પોતે સ્વિકારે છે કે પોતે પણ આ જ જેટ સ્પિડે અને આવા જ ચિકણા રન-વે પર લેન્ડ કર્યા હતા ત્યારે સાવ પાઇલોટ વગરના તો ના જ હતા. સ્કુલમા શિક્ષકો અને ઘરે પપ્પા, ભાઈઓ-બહેનો જેવા કેટલાય મહાવતો ના અંકુશતળે કિશોરાવસ્થા પસાર કરેલી . કેટલીય વખત લપસ્યા હતા પણ ગતિ અને રન-વેની ભિનાસ વચ્ચે યોગ્ય તાલમેલ મેળવી અમોને સેફલી લેન્ડીંગ કરાવનારા લોકોને લીધે જ આપણે અહી છીએ.

    વર્તમાન સમયના બાળકો પાસે આવુ સૌભાગ્ય છે ? આ એક બીજો યક્ષ પ્રશ્ન છે .

સમાપ્ત

સિલી પોઇન્ટ

        પ્લેનને યોગ્ય મંઝીલે પહોચાડવા ખાલી પાઇલોટ અને કો-પાઇલોટ જ નહી પણ એઇર હોસ્ટેસ અને ફ્લાઇટ એટેન્ડન્ટ ની પણ જરૂર હોય છે જેની અત્રે નોંધ લવ છું. :D

બાળવિકાસની ABCD – A ફોર એન્ડ્રોઇડ અને B ફોર બ્લેકબેરી (ભાગ-૧)









“સોશિયલ મીડીયા” સાંપ્રત સમયમાં વિચારો વ્યક્ત કરવાનું એક મુખ્ય માધ્યમ તરીકે ઉભર્યું છે. હવે વિચારોને દાબી તેનુ બંધીયારીકરણ કરવાને બદલે લોકો FB જેવા માધ્યમ દ્રારા તેને મુક્ત પણે વહાવી મુકે છે. પહાડી વિસ્તાર મા વરસાદ પછી ફુટી નિકળતા અસંખ્ય ઝરણાઓ ની જેમ તેનો કોઈ ચોક્કસ ફ્લો નથી હોતો, કે નથી તેની કોઈ ચોક્કસ દિશા. બહુ જુજ વિચારોના ઝરણાઓ એકત્રીત થઈ કોઈ ચોક્કસ નદીનું રૂપ ધારણ કરતા હોય છે. આ એક દુ:ખદ બાબત છે.

        હમણા હમણા એક વિચાર વહેતો થયો છે. “બાળકો” બગડી રહ્યા છે .!? ઉપરોક્ત વાક્યમા પુર્ણવિરામ, આશ્ચર્યચિન્હ અને પ્રશ્નાર્થચિન્હ ત્રણેય મુક્યા છે કારણ કે આ બાબતમા સોશિયલ નેટ ના ઉપયોગ કરતા લોકો મુખ્ય ત્રણ ભાગમા વહેચાય ગયા છે. ૧. કે જે સ્ટેટમેન્ટ આપે છે અને જાહેર જ કરી દે છે કે બાળકો બગડી ગયા છે તેના માટે પુર્ણવિરામ, ૨. કે જેને આશ્ચર્ય થાય છે કે હેં બાળકો બગડી ગયા છે, તેને માટે આશ્ચર્યચિન્હ અને ૩. કે જેને પ્રશ્ન થાય છે કે શું બાળકો બગડી ગયા છે , તેને માટે પ્રશ્નાર્થચિન્હ.

તો પહેલા તો ૧ નંબર થી જ સરુવાત કરૂ, એક મોટો વર્ગ કે જેમા શૈક્ષણીક કાર્યો સાથે સંકળાયેલા લોકો પણ સામેલ છે, પોતાના અવલોક ઉપરથી એવા નિસકર્સ પર આવ્યા છે કે વર્તમાન શાળા-કોલેજમા જતા બાળકો બગડી ગયા છે. એટલુ જ નહી તેને બગાડવામા ટેકનોલોજીનો બહુ મોટો હાથ છે. આ તેમનુ મંતવ્ય નહી જજમેન્ટ છે. આ માટે ના કેટલાય પુરાવાઓ તેમની પાસે છે અને કેટલીય દલીલો પણ છે. લગભગ દર બીજો સામાન્ય વ્યક્તિ તેની દલીલો સાથે સહમત થાય છે અને પોતે આ બાબતે કાઇ જ કરી શકવા બાબતે અસમર્થ છે તેમ પણ કહે છે.

હવે નંબર ૨, આ વર્ગ બૌદ્ધીક કક્ષાના એવા લોકોનો છે કે જે પોતાના જીવનમા કાઇક પ્રાપ્ત કરી બેઠા છે અને જેનુ બાળપણ સમાન્ય રહ્યુ છે  છતા તેઓ સામાન્ય થી થોડા ઉચ્ચ વિચારો ધરાવતા લોકો છે. તેમના મતે આ બાબત “કાગારોળ” છે. તેઓ પોતાનું ઉદાહરણ આપતા કહે છે કે અત્યારે જે કાઇ બાળકો કરે છે તે નેચરલ છે અને અમે પણ કરતા. બાળકો જે કરે છે તેને તે બગડી ગયા છે તેમ ના કહેવાય જુઓ આ બધુ અમે કરેલુ છે છતા અમે અત્યારે કેટલા ઉચ્ચ સ્થાને છીએ. આ બધુ જ કુદરતના નિયમ ને આધીન છે. એટલે બહુ ચિંતા કરવાની જરૂર નથી.

નંબર ૩ ઉપરોક્ત બન્ને સમુહ ના વિચારો જાણી “કાનફુસ” છે કે શું બાળકો બગડી ગયા છે ? આ વર્ગમા આ લખનાર જેવા કેટલાય લોકો પણ આવે છે કે જેનુ પિતૃત્વ-માતૃત્વ કા તો હજી બાલ્યકાળમા છે યા તો કિશોર અવસ્થામા . તેમના માટે તો આ એક યક્ષ પ્રશ્ન છે . અને તેને પ્રશ્ન કરતા તાર્કિક જવાબમા વધુ રસ છે કારણ કે આ પ્રશ્ન તેના બાળકોની સાથે પોતાના પણ ભવિષ્ય સાથે સંકળાયેલો છે.

પ્રસ્તાવના જરૂર કરતા ખુબ વધુ લાંબી થઈ ગઈ પણ વિષય ખુબ સંવેદનશીલ છે એટલે પાયો થોડો વધુ મજબુત કર્યો છે. આપણા માથી લગભગ બધા ક્યારેક કે અવારનવાર સ્કુલે જતા બાળકોને, રસ્તા ઉપર મસ્તિ તોફાન, ઝગડતા ગાળા-ગાળી કરતા, સ્કુલના સમયે રખડતા ફિલ્મ જોવા જતા જોયા જ હશે. અરે આપણા માથી મોટાભાગના એ આ બધુ જ બાલ્યકાળમા કર્યુ હશે. કેટલાય ના કરવા યોગ્ય કાર્યો અને સામાજીક રીતે તેમજ કાયદાકીય રીતે ગુનો હોય તેવા કાર્યો પણ કર્યા હશે. જોશમા હોશ કેટલીય વખત ખોયા ના ઉદાહરણ આ લખનાર પણ ગણાવી શકે છે. પણ… મુદ્દો તે નથી . મુદ્દો છે શું આ બધા ને “બાળક બગડી ગયો છે “ તેમ કહી શકાય ?

મારા મતે આ બધા બગડવા ના શરૂવાતી લક્ષણો છે. મેલેરીયા નથી તો પણ મચ્છર નું આગમન તો જરૂર છે. જો મચ્છર છે તો ભવિષ્યમા મેલેરીયાની સંભાવના પણ છે. અને મચ્છર છે એટલે મેલેરીયા જ છે એમ પણ નથી. આ બધી જ સમસ્યાનું મુ્ળ બાળવિકાસ મા રહેલુ છે. આજે સમાજમા મોટા ભાગે ત્રણ પ્રકારના ઉછરી રહેલા બાળકો જોવા મળે છે. સંસ્કારોના નામે મેનર્સના ભારતળે દબાતા કહેવાતા અંગ્રેજી બ્રીલીયન્ટો કે જે મમ્મી પાસે પાણી માગતા પહેલા એક્સક્યુઝ મી થી શરૂ કરી, પ્લીઝ સાથે કહેશે અને થેક્સ કહી માઈ પ્લેઝર સાંભળી પાણીનો ઘુટડો ગળે ઉતારશે. તેને જમવા ભુખ અને રૂચી મુજબ નહી ડાયટીશ્યન ના ચાર્ટ મુજબ મળે છે અને તેનુ શિડ્યુલ કોર્પરેટ ઓફીસ જેવુ અને જેટલુ જ ફિક્સ છે. તેનુ ભવિષ્ય સ્ટેમસેલ જેટલુ જ સેફ છે. જરૂર પડશે કે નહી અને જો જરૂર પડશે તો કામ આવશે કે નહી તે નક્કી ના હોવા છતા તેણે તેના બાળપણાના ભોગે વર્તમાનમા આ બધુ કર્યે જ છુટકો .

બીજો પ્રકાર સમાજના ખુબજ નિચલા વર્ગ માથી આવતા બાળકોનો છે . જેનુ વર્તમાન જ નથી તો ભવિષ્ય કેવું ? કદાચ તે મમ્મી પાસે પાણી માગશે ને તો પાણી ને બદલે તે ગાળ મેળવશે. અસામાજીક પ્રવૃતિ શિખવાડતી આખી યુનિવર્સીટી તેની આસ પાસ રહેલી છે. કદાચ કાઈક સારૂ શિખી જાય તો તે બગડી ગયો છે તેવુ તેના આસપાસના તેની ઉમરના છોકરાઓ કહેતા હશે.

ત્રીજો અને આ વાતમા કેન્દ્રસ્થાને છે તે બાળકોનો પ્રકાર એટલે કે મધ્યમ વર્ગીય પરિવારના બાળકો .એવો પરિવાર કે જેની જરૂરિયાત ની પરિસિમા આવક નક્કી કરતી હોય છે. જેના માટે બાળકોનું વર્તમાન તેના ભવિષ્ય જેટલુ જ અગત્યનું છે. એક મોટો વર્ગ કે પોતે પુરા ના કરી શકેલા સપનાઓ પોતાના બાળક માટે જુએ છે અને તે પુરા કરવા પોતાના બાળકનો ઉપયોગ કરે છે. તેના બાળકો કાયમ વ્યક્તિગત મહત્વાકાંક્ષા અને માતા-પિતાની અપેક્ષા વચ્ચે પિંગ-પોંગ થયા કરે છે. આ લખનાર પણ આ જ સમુદાયનો હિસ્સો છે.

વિષય એટલો મહત્વનો અને ઉંડો છે કે તેને બે ભાગ મા વહેચ્યે જ છુટકો…

વધુ આવતા અંકે :-

-: સિલી પોઇન્ટ :-

“પપ્પા મારૂ રિઝલ્ટ આવ્યુ છે”
“ઓકે, મને વોટ્સઅપ પર મોકલી દે નિરાંતે જોય ને તમે રિપ્લાય કરૂ છુ”
- શક્ય છે કે નજીક ના ભવિષ્યમા પિતા-પુત્ર/પુત્રી વચ્ચે આવો જ કાઈક વાર્તાલાપ થાય તો નક્કી નહી.

Saturday, December 3, 2011

હર ફીક્ર કો ધુએમે ઉડાતા ચલા ગયા…


ટેન્શન-ડિપ્રેશન આજ કાલ સૌથી વધુ ચર્ચાતા શબ્દો બનતા જાય છે અને તે પણ ખાસ કરી ને યુવા વર્ગમાં . એડમીશન થી લઈ ને સબમીશન સુધી અને છેક સેટલ્ડ જોબ સુધી આ શબ્દો પડછાયાની જેમ પાછળ પાછલ દોડતા આવે છે અને મોટા ભાગે હાવી થતા જાય છે. આજે એક એવરેજ યુવાન હાયસ્કુલમાં આવતાની સાથે જ પોતે જાણે બ્લેકહોલમાં દાખલ કેમ ના થયો હોય તેવો અનુભવ કરે છે અને પછી તે બ્લેકહોલ માથી ક્યારેય બહાર નથી આવી શકતો. સારી સ્કુલમાં એડમીશનના મોહ થી આ બ્લેકહોલમાં દાખલ થવાનું શરૂ થાય છે તે છેક સારી જોબ ના મળે ત્યાં સુધીમાં તો આ બ્લેકહોલ તેને ક્યારનો ગળી ગયો હોય છે. બ્લેકહોલમાં પગ પડ્યા પછી શરૂ થાય છે તેમાથી બહાર નિકળવાના પ્રયાસો . મોટેભાગે આ પ્રયાસો ’શોર્ટકટ” ટાઇપ હોય છે. સિગરેટ, હુક્કા, બીયર વગેરે આ પ્રયાસોના માધ્યમ છે.

કોણ જાણે આપણા જીન્સ માં એવી તે કઈ ખામી રહી ગઈ છે કે તે સમસ્યાના ઉકેલ કરતા તેનાથી બચવા અને જો આવી ચડે તો તેને પોસ્ટપોન કરવા વધુ પ્રેરે છે અને આ જીન્સ પેઢી દર પેઢી દ્રઢ થતા જાય છે. આશીર્વાદ કે પ્રાર્થના માં પણ સમસ્યાથી બચવાની રીતસર આજીજી હોય છે. યોગ્ય રીતે સામનો કરવાની વાત આવે ત્યારે ઉભી પુછડીએ દે ધના ધન. ટેસ્ટની તૈયારી નથી થઈ લાવને એક ફુંક મારી લવ ટેન્શન દુર થઈ જાશે. એક્ઝામ નજીક છે અને તૈયારી ના નામે મીડુ ચાલને દીવ આટો મારી આવ્યે (જો કે હવે દીવ સુધી લાંબુ થવાની પણ જરૂર નથી રહેતી કેમ) . ઓહ ગોડ કાલે વાઇવા છે અને તે ઘોંચુ આખા વર્ષનો બદલો લઈ લેશે ચાલ ને હુક્કાબારમાં આટો મારી આવ્યે. આ વાત ખાલી આજની જ નથી સદીઓથી ચાલી આવી છે ખાલી માધ્યમો બદલાયા છે પરિસ્થીતી નહી. મોટાભાગના વ્યસનો આજ ઉમરમાં લાગે છે અને પછી વ્યક્તિએ તેનો બોજો આખી જીંદગી સાથે લઈને ફરવું પડે છે.

શું વ્યસનથી ખરેખર સમસ્યાનું સમાધાન મળી રહે છે ? ના, મોટાભાગના લોકોનો જવાબ હશે. ઘણા દલીલ કરે છે કે વ્યસનથી સમસ્યાનો સામનો કરવાનો પાવર મળે છે. શું ખરેખર ? સિગરેટ-હુક્કા કે પછી બીયર દારૂ પિવાથી સાયન્સ-મેથ્સના દાખલા આવડી જતા હોય તો તો આટલી મહેનત કરવાની જરૂર જ ક્યાં છે. એક સમસ્યા ક્યારેય બીજી સમસ્યાનો ઉકેલ ના હોય શકે . કદાચ જે તે સમસ્યાને ભુલવામાં મદદરૂપ થઈ શકે પણ તે તેનો ઉકેલ તો નથી જ. સમસ્યાઓને જેટલી પોસ્ટપોન કરતા રહેશુ તેટલી જ સમસ્યા મોટી થતી જશે. મેલેરીયા-ટાઇફોઇડ કે જોન્ડીસ થયો હોય ત્યારે કેમ સીગરેટ-હુક્કાથી તેને મટાડતા નથી ? જીવનમાં આવતી દરેક સમસ્યાને આવી રીતે જ જોયશું તો તેનું નિરાકરણ પણ જલ્દી મળશે.

ખાટલે મોટી ખોટ એ જ છે કે આપણે જે રીતે જોવા માગ્યે છીએ તે રીતે જ જોયે છીએ અને તેમા આપણો વાંક નથી આપણને શિખવાડવામાં જ એવું આવ્યુ છે. નાનપણથી જ ભણતરનો મતલબ ૨+૨=૪ થાય અને સોડીયમ + ક્લોરાઇડ = મીઠુ બને . ભણતરતો થાય છે પણ ગણતર અને ચણતર રહી જાય છે. અને પછી જ્યારે સમસ્યાઓ ઉભી થાય ત્યારે ટેન્શન-ડીપ્રેશન અને છેવટે વ્યસન. જે ખલાસી દરીયો ખેડવા જાય તેને અફાટ દરીયા સાથે બાથ ભીડતા આવડવું જ જોઇએ તે તેની પુર્વશરત છે સ્વિમીંગ પુલમાં લાઇફગાર્ડ સાથે તરવું અને દરીયો ખુંદવો બન્ને વચ્ચે જમીન-આસમાનનો ફરક છે તેટલો જ ફરક શાળા-કોલેજ જીવનના પ્રોટેક્ટેડ વાતાવરણ અને વાસ્તવિક જીવનમાં અહીં મારો કેવાનો મતલગ એવો નથી કે સીધા દરીયામાં જ તરતા શીખવું જોયે. આવુ કરવામાં ભવસાગર તરવા કરતા સાગરમાં ડુબી જવાની શક્યતા વધુ રહેલી છે. પણ સ્વિમીંગપુલ અને દરીયા વચ્ચેનું અંતર ઘટાડી તો શકાય કે નહી ? યુવાનોની વ્યાખ્યા જ સ્વપ્નજોનારા એવી થાય છે પણ તેને તે સપનાઓ કેવી રીતે પુરા કરવા અને તેને પુરા કરવા માટે કેવી કેવી સ્કીલની જરૂર પડશે તે માર્ગદર્શન વગર બધ્ધુ નકામું છે . અને આ જ માર્કદર્શનનો અભાવ સ્વિમીંગપુલ થી દરીયા સુધીનું અંતર ઉભુ કરે છે. હવે પરિસ્થીતી એવી નિર્માણ થાય છે કે બીજા કરતા સરસ એકડો ઘુટટા બાળકને જોય ને માતા-પિતા એવા ઉત્સાહી થઈ જાય છે કે પોતાના બાળકમાં મહાન ડોક્ટર-ઇન્જીન્યર જોવા લાગે છે. આ બ્લેકહોલ તરફની યાત્રાનું પહેલુ પગલુ છે .

વાસ્તવિકતા સમજાય ત્યાં સુધીમાં એટલુ મોડુ થઈ ગયુ હોય છે કે ત્યાં સુધીમાં તો વ્યક્તિ સમસ્યાથી બચવા કે તેનાથી છુટકારો મેળવવા શોર્ટકટ અપનાવતો થઈ ગયો હોય છે. આ સર્વવ્યાપી સમસ્યાનું પાયાથી જ શોલ્યુશન લાવવું જરૂરી છે અને તેની શરૂવાત “મર્દાંગી હર ફિક્ર-સમસ્યા-ટેન્શન ને ધુંઆ માં ઉડાવામાં-શરાબમાં બહાવામાં નથી તેનો સામનો કરવામાં તેનો ઉકેલ લાવવામાં છે” તેટલુ સમજવાથી-સમજાવાથી જ કરી શકાય. અને શરૂવાત જેટલી વહેલી થશે તે એટલી જ જરૂરી છે જેટલુ દર્દનું નિદાન . બાકી ક્યાંક….. કોણ કરશે આ શરૂવાત ? મે તો કરી દીધી અને તમે ???

-: સીલી પોઇન્ટ:-

ગોળના ખાવાની સલાહ આપતા પહેલા જાતે ગોળ મુકવો પડે તેવો બોધ નાનપણમાં સાંભળેલી એક વાર્તા માથી મળેલો”. -પણ ચિંતા ના કરો હું તો ગોળ(વ્યસન) ખાતો જ નથી :D