કદાચ મારા જીવનમાં મે કાઈ પામ્યું હોય તો તે મારા મિત્રો છે. નાનપણથી મિત્રોથી ઘેરાયેલો રહ્યો છું. આજે અમુક મિત્રો જોડે તો મિત્રતા થયા એને ૨૫ વર્ષ થયા છે. બધા જોડે જીવંત સંપર્ક આજે પણ કાયમ છે. હા,બધા પોત-પોતાના કામમા વ્યસ્ત રહે છે પણ તેમ છ્તા જ્યારે પણ સમય મળે છે તે્મની સાથે તેજ હુંફ થી વાતો કરી લવ છું. કદાચ સમય અને ઉમરની સાથે અમારા બધાના સંબંધોમાં એક પરિપક્વતા આવી છે. પહેલા જે નાની નાની બાબતો પર બાળ સહજ કીટ્ટા-બુચા થતા ત્યાં હવે એક બીજાને સંભાળવાની ભાવના જાગી છે. કદાચ મિત્રોની સાથે-સાથે અમારી મિત્રતા પણ હવે બાળક માથી એક જવાબદાર વ્યક્તિમાં રૂ્પાંતરીત થતી જાય છે.
મને યાદ છે, એ કદાચ મારો પહેલો જ દિવસ હતો બાલમંદિરમાં(ત્યારે આજની જેમ Jr. કે Sr. K.G. જેવું ના હતું.). હું અને પ્રશાંત બન્ને બાજુ-બાજુમાં બેઠા હતા. ત્યારે મારી ઉમર ૩-૪ વર્ષની હશે. મને ત્યાં (અજય બાલમંદિર) જાવું જરાય પસંદ ના હતું. મમ્મી બહાર બેસી રહેતી અને હું અંદર રડતો. ત્યારે પ્રશાંત જોડે મારી દોસ્તિ થયેલી. મને યાદ છે ત્યાં સુધી તે નાસ્તામાં રોજ ક્રીમ વાળા બીસ્કિટ લાવતો અને મને તેમાથી આપતો. આજે પણ તે અને હું એટલા જ નજીક છે. ભલે તે ભણી ના શક્યો હોય પણ અમારી મિત્રતા તેને ક્યા આધીન હતી ? અમે કોલેજમાં હતા ત્યારે અમારી દરેક પાર્ટીમા તેને બોલાવતા. ્તે મને નાનામાં નાની વાત કરે અને હું પણ તેને મારી બધી જ વાત કરું. વચ્ચે થોડો સમય તે મારા થી દુર જરૂર રહેલો પણ આજે અમે બહુ નજીક છીએ. મને યાદ છે અમે T.Y.B.Com હતા ત્યારે યુથ ફેસ્ટીવલમાં અમારુ ગૃપ નાટક (ખરેખર નાટક જ હતું તે) કરવાનું હતું ત્યારે તે કોલેજમાં ના ભણતો હતો છતા તેને અમે સાથે લઈ ગયા હતા. બહું મજા આવી હતી ત્યારે. કદાચ પ્રશાંત માર જીવનનો એક અમુલ્ય હિસ્સો છે.
અમે બધા જ લગભગ ૧૦-૧૫ જણા ઉમરમા નાના હતા માટે ધો. ૧ મા પ્રવેશ મેળવી શક્યા ન હતા. હું,પ્રકાશ, પરેશ, જાગૃત,પંકજ બધા નો લગભગ એકાદ મહીના ના અંતરે જન્મ થયો હતો. અમે બધા એ "ઉપર"થી પરિક્ષા આપીને ધો.૨ મા પ્રવેશ લિધો હતો. કદાચ એટલે જ અમારી મિત્રતા બહુ ગાઢ બની હતી. પંકજ વિષે તો આગળ જણાવી દિધુ છે. પ્રકાશ અને પરેશ બન્ને કાકા-બાપા ના ભાઈ ઓ. બન્નેના સ્વભાવમાં જમીન આસમાન નો ફરક. પરેશનો એક પણ દિવસ તોફાન વગર ખાલી ના જાય અને પ્રકાશે કોઈ દિવસ તોફાન કર્યું હોય તે મને યાદ નથી. માટે જ આજે તે ડો. પ્રકાશ સૌમયા છે. જ્યારે હું અને પરેશ ..... તેમ છતા અમે બહુ મજા કરી છે. પ્રાથમિક, માધ્યમિક સુધી અમે ત્રણેય સાથે હતા. હું અને પ્રકાશ સાયન્સ કરવા માટે વિ.વિ.નગર ગયા. પણ કદાચ મારે પ્રકાશ કરતા પરેશ સાથે વધુ લેણા-દેવી હશે. ૩ મહિના મા હું પાછો આવી ગયો અને હું અને પરેશ પાછા ભેગ થઈ ગયા. આજે પ્રકાશ જ્યારે ડોક્ટર બની ગયો છે ત્યારે ક્યારેક મળે છે. જ્યારે પરેશ , હું જ્યારે પણ માંગરોલ જાવ છું ત્યારે અચુક મળે છે.
જાગૃત અને હું એક નામ હોવાથી બહું ગોટે ચડતા. પાછુ તે એકદમ મારા ઘરની સામે જ રહે. નાનપણ થી જ સાથે મોટા થયેલ અમે. નાના હતા ત્યારે કોઇ મારા ઘરે મારુ પુછવા આવે તો માર ભા્ભુ તેને સામે તેના ઘરે મોકલી દે, કારણ કે ઘરમા મારુ નામ બીજુ હતુ અને મને મારા નામે કોઇ ના ઓળખે. સ્કુલમા પણ ક્યારેક મે તોફાન કરેલ હોય અને કોઇ ફરિયાદ કરવા જાયે ઓફિસમા અને અજય સર (અમાર પ્રિન્સિપાલ) તેને પુછે કે કોણે મારીયુ અને તે મારુ નામ આપે તો સામો પ્રશ્ન પુ્છાય કે "શાહ એ કે વસાવડા એ" ત્યારે કોઇ વાર ફરીયાદી વસાવડ બોલી દે તો મારા બદલે તેને માર પડતો. હા, કોઇ વાર મે પણ તેના બદલે માર ખાધેલો છે હો પણ તેવું બહુ ઓછુ બનતું. પ્રાથમિક પછી માધ્યમીકમા પણ અમે જોડે જ હતા. "વિવેકાન્દ વિનય મંદિર" મા અમે બહુ મસ્તિ કરી છે. ઉચ્ચ માધ્યમિકથી તે બહાર અભ્યાસ માટે જતો રહ્યો. તેણે M.B.A. કર્યું અને આજે તે કોલેજ મા લેક્ચરર છે. છતા અમે આજે પણ એટલા જ નજીક છીએ. જેટલા અમે નાના હતા ત્યારે.
હું અને નિઝામ સાથે ઘોડાગાડીમા જતા-આવતા. અમારી વચ્ચે એક અનોખુ આકર્ષણ હતું. એક સામાન્ય મિત્રતા ક્યારે ખાસ મિત્રતામાં પરિવર્તન પામી તે મને ખબર જ ના પડી. કદાચ હું તેની નજરમા તેનો બેસ્ટ ફેન્ડ હતો જ્યારે પ્રમાણીકતાથી કહું તો મે ક્યારેય તે દર્જાને લાયક કોઈ કામ તેના માટે કર્યું ના કતું. તે મને તેની નાના મા નાની વાત કહેતો. મારા માટે તે બધુ જ કામ પડતુ મુકીને ગમે તે કરવા તૈયાર રહેતો. પણ મને અફસોસ છે કે જ્યારે પણ તેને જરૂર પડી છે ત્યારે હું તેની સાથે નથી ઉભી શક્યો. કદાચ એનો મને જીવનભર અફસોસ રહેશે.
હાર્દિક ધો.૬ મા મારી સાથે ભણવા આવ્યો. તે નવો-નવો હતો માટે કોઇ તેનુ મિત્ર ના હતું માટે થોડો ચિડાયેલો રહેતો. મે તેને મિત્ર બનાવ્યો અને કુદરતી તે મારા ઘરની બાજુમાં રહેવા આવ્યો. વચ્ચેના ૬ વર્ષતો એવા ગયા કે લોકો અમને બન્ને ને એક બીજા ના નામથી ઓળખવા લાગ્યા. અમે બન્ને ભેગા ને ભેગા જ હો્યે એટલે મને હાર્દિક કહે અને તેને જાગ્રત. કદાચ તે મારો પહેલો બેસ્ટ ફ્રેન્ડ, મે લખવાનું ચાલુ કર્યું ત્યારે સૌથી પહેલા તેને ખબર પડી. ધો. ૧૧ મા જ્યારે તેનું એક્સિડન્ટ થયું ત્યારે હું તેને રોજ મળવા જાતો. અમે કલાકો સાથે વાતો કરતા. વચ્ચે હું જાવાનું બંધ કરી દિધું ત્યારે તેણે પપ્પાને ફરિયાદ કરી મને બહું સંભળાવ્યું હતું. ધો ૧૧ મા અમે વોરા સર ને ત્યાં બહું ધમાલ કરી છે. પછી તે રાજકોટ જતો રહ્યો અને અમે બહું મળી શક્યા નહિ. પણ તેની સાથે ૬ વર્ષમાં જ આખા જીવન ભરની યાદો સમેટી લિધી છે.
મિત્રો પ્રાથમિકમા ભણતો ત્યારે મિત્રોનું લિસ્ટ તો બહુ લાંબુ છે, તે દરેકની વાત અહી કરીશ તો વાંચીને તમે કંટાળી જશો. હા, આ તબક્કે તેમનું નામ લેવનું ના ચુકતા અહી તેમના નામનો ઉલેખ જરૂર કરીશ.
"પંકજ, પ્રકાશ, પરેશ,સ્વ. વાળા પ્રકાશ, વોરા ઇમરાન, જાગૃત, અજય, પ્રશાંત, નિઝામ, સ્વ. હનિફ, ઇમરાન, ફેઝાન, સાહીદ, હાર્દીક , જસ્મિન, અંકુર,કલ્પેશ,જય વગેરે. હવે પછી મારા માધ્યમિક અને કોલેજ ના મિત્રોનો પરિચય આપીશ.
amazing...mitro e jivan nu petrol chhe..
ReplyDeleteસરસ સ્મૃતિ લેખ છે....લખે રાખો...
ReplyDeletekhub saras lakhyu chhe ........
ReplyDeletesuperb che... nice
ReplyDeletekhub saras che...
ReplyDelete