Friday, March 6, 2009

જય હો.. જય હો.. ફરીવાર.


મિત્રો, અહી ફરી કાય હું સ્મલમ ડોગની વાત નથી કરવાનો તે તો તમને ઉપરોક્ત ફોટા જોયને ખબર પડી જ ગય હશે અને સેની વાત કરવાની છુ તે પણ ખબર પડી ગય હશે. હા, હું આજે થયેલી કે ના થયેલી ્ગાંધીજીના જીવન સાથે જોડાયેલી ચિજવસ્તુની હરાજી વિષે લખવા જય રહ્યો છું. ના હું અહી તેના ઇતિહાસ વિષે કે ગાંધીજી સાથેના સંબંધ વિષે કાય લખવા નથી માગતો. હું એક કડવા સત્ય વિષે લખવા માગું છું જે આ પ્રસંગ પાછળ રહેલુ છે.
મારી જાનકારી મુજબ એક વિદેશી વ્યક્તિ પાસે ગાંધીજીની અમુક વસ્તું હતી ્જે તે હરાજી કરવા માગતો હતો. હંમેશની જેમ આપણી સરકાર મોડી જાગી અને તેને રોકવાનો પ્રયત્ન કર્યો તો તેણે હરાજી રોકવા અને ગાંધીજી પ્રત્યેની તેની કહેવાતી નિષ્ઠા સાબીત કરવાની બહું ઉચી કિંમત માગી અને કાઇક સેટલમેન્ટ કર્યું ત્યાં સુધીમાં હરાજી ગોઠવાય ગઈ હતી અને મારા ખ્યાલ પ્રમાણે તે બધી વસ્તું વિજય માલ્યાએ ખરીદિ લિધી. અને પછી દર વખતની જેમ આપણી ન્યુઝ ચેનલવાળાઓ એ લવારા ચાલુ દિધા. આ બધામાં એક દેખીતી કૃત્રીમતા જણાય આવી.
મે ટી.વી. ૧૦ મીનીટથી વધુ જોયું નહી કારણ કે હું આ બધું જોય ના શક્યો. એક ન્યુઝ ચેનલ વાળાએ અમદાવાદના કોઇક કાકાઓને કેમેરા સામે પ્લાન્ટ કરી દીધા અને તે કાકાએ આગવી ગુજરાતી હીન્દી મોક્સ (બાવા હીન્દી)માં પોતાની વાત રજુ કરી પણ અજાણતા જ તે સાચું બોલી ગયા. શું ? તેઓ બોલ્યા કે ગાંધીજીની અવમુલ્ય (અમુ્લ્ય) વસ્તુ ભારતને મળવી જોયે અને તે પણ અમદાવાદ ગાંધી આશ્રમને જ. તેના આ વાક્યમાં અવમુલ્ય શબ્દ સુચક છે કારણ કે જે ભવાડો થયો તે શું ગાંધી વિચારોનું અવમુલ્યન નથી ? બીજુ એક દેશના રાષ્ટ્રપીતાની વસ્તુઓ જે તે દેશની સરકાર નિલામીથી બચાવીના શકે તે કેટલી શરમની વાત કહેવાય . કદાચ જો તમે રાષ્ટ્રપિતાની ધરોહર સાચવી ના શકો તો પછી બીજી તો અપેક્ષા જ શું રાખવાની.
સૌથી મોટી કરુણતા તો તે છે કે જે વ્યક્તિ આખી જીંદગી દારૂ નામ ના દુષણ સામે લડ્યો તેની નિશાની પાછી સ્વદેશ લાવનાર એક "બીયર કીંગ" છે. આનાથી વધુ તો કરૂણતા બીજી કઈ ? આ પ્રસંગ પરથી શૂં સમજવાનું ? એક બીયર કીંગ ની રાષ્ટ્ર પ્રત્યેની નિષ્ઠા કે સરકારની રાષ્ટ્રપીતા પ્રત્યને અનિષ્ઠા ? કદા્ચ ૬૦ વર્ષમાં આજે પહેલી વાર ્ ગાંધીજીનો આત્મા વિચલીત થયો હશે.
જ્યાં સુધી આપણે વિચારો કરતા વસ્તુઓને મહત્વ આપીશું ત્યાં સુધી આવા પ્રસંગો બનતા રહેશે. શું આ બધી વસ્તુ ગાંધી વિચારોથી વધૂ મહત્વના છે ? શું વિજય માલ્યા ગાંધી વસ્તું ભારત લાવ્યા એટલે તેણે સમાજને બીયર પાયને જે પાપ કર્યા તે ધોવાય જાશે ? ભારત સરકાર ક્યાં સુધી આવી બાબતો પ્રત્યે ઉદાશીન રહેશે. હવે ગાંધીજી પ્રત્યેની પોતાની નિષ્ઠા સાબીત કરવાની રેસ ્ લાગશે. ઇશ્વર જાણે આ દેશનું શું થા્શે.

2 comments:

  1. ખરેખર ગાંઘીજીની વસ્તુઓને લાવવા માટે સરકારે મોડા મોડા પણ જેટલા પ્રયત્નો કર્યા શું તેટલા પ્રયત્નો ગાંધીજીના વિચારો અપનાવવામાં કર્યા છે?
    અત્યારના બધા જ રાજકારણીઓ આ બધા ગરમ મુદ્દાઓ ઉપર પોતની રોટલી શેકવાની જ વેતરણમાં હોય છે.
    ગાંઘીજી અને તેમના વિચારોની તેમને મન કોઇ જ કિંમત નથી.
    સરસ લખ્યું છે તમે જાગ્રતભાઇ.
    આભાર

    ReplyDelete
  2. Jagrat bhai,

    mane to ekaj vastu khabar pade chhe ke aa desh ma gandhi ji ni kimat temna marya pachhi koi ye kari nathi... aano vank desh na darek nagarik no chhe... haju pan bharat karta loko ne potanu ghar vadhare pyaru chhe...

    ReplyDelete