ઘણા લોકો મને નિખાલશ કહે છે, કદાચ એ મારા શબ્દોની નિખાલષતા છે. મે હંમેશા સાચું લખવાનો પ્રમાણીક પ્રયત્ન કર્યો છે, આજથી નહી છેલ્લા ૧૫ વર્ષથી. મને જ્યારે પણ એવું લાગ્યુ છે કે મારા શબ્દો બીજાને ઉપયોગી થઈ શકે તેમ છે ત્યારે મે બધુ જ કરી છુટ્યો છું અને જ્યારે એમ લાગ્યું છે કે મા્રા શબ્દો ્બીજાને ગેર માર્ગે દોરે છે ત્યારે મા્રા આ શબ્દોને નાશ કરતા પણ એક મિનિટ પણ વિચાર નથી કર્યો. આ રીતે એક કરતા બધુ વાર મારુ સમગ્ર લેખન મે નાશ કર્યું છે કોઈ ને પણ દોષ આપ્યા વગર. આ મારો નેચર છે અને મારા શબ્દોનું પણ અવૂ જ માનવું છે. કદાચ આને જ લોકો દંભ સમજતા હશે. જો આ દંભ છે તો મને સ્વિકારતા હર્ષ થાય છે કે હું દંભી છું.
મે સારા બનવાનો દંભ કર્યો છે અને બીજાને સારા બનાવવાનો પણ અને ભવિષ્યમા પણ કરતો હરી્શ જ્યાં સુધી મારા શબ્દો મારી સાથે છે.
આ બાબતે હું પણ લોકોની સાથે છું કારણ કે આજે જ્યારે દંભનો વ્યાપ સાર્વત્રીક છે ત્યાં સાચુ બોલવું તે પણ દંભમા ખપી જાવુ સ્વાભાવિક છે. કદાચ હું આ જ કારણે આટલા સમય સુધી સમાજથી દુર જ રહ્યો છું. મને કોઇ અફસો્સ નથી તેનો કારણ કે કદાચ તે કારણે મારા શબ્દો અને હું બચી શક્યા છિએ. હું જે કાઈ છુ તે બતાવું છું અત્યારે જ્યારે ઇન્કમટેક્ષથી બચવા માટે સિંહ પણ પોતાની જાત ને બકરીમાં ખપવાતી હોય અને કેરીના નામે પપ્પેયાનું જ્યુસ બજારમાં વેચાતું હોય ત્યારે પોતે જેવા હોવું તેવું જ બતાવવું તે દંભ કહેવાય. મને દંભિ હોવાની ખુશી છે અને હું કોઇની નિંદા કે સમા્જની ચિંતા માં મારી જાતને બદલી નાખુ તેવો મુર્ખતો નથી જ ભલે દંભિ હોવ.
મે જીવનમાં બીજુ કાઈ શિખ્યું નથી, બસ એક જ વાત શિખી છે પ્રામાણિકતા અને તે હું જીંદગીભર જાળવી રાખીશ. કદાચ તેને લીધે મારે ગમે તેટલુ સહન કેમ ના કરવું પડે. ભલે લોકો મને દંભી કે મુર્ખ કહે. જે શબ્દોએ મને આટલો સાથે આપ્યો તે શબ્દોને થોડાક સ્વાર્થ માટે છેતરૂ? કદાચ નહી કારણ કે હું વાણીયો છું અને હું નુકશાનીનો શોદો ક્યારેય ના કરૂ.
ઓ પ્રિયતમ ! હું અક્ષર વડે અ ક્ષર ને શબ્દાંજલિ આપું છુ. હું તારી જ સ્તુતિ કરું છું...તને તે પહોંચે છે? મારાં ઋદય દ્વારા થતો દંદુભિનાદ તને સંભળાય છે? કે પછી માંરી આંખમાંથી સરતાં અશ્રુઓની આરતી ઉતારીને તને જ હું ઝંખુ છું તેની તને ખબર છે?
ReplyDelete