હિન્દુ સંસ્કૃતી જે પરિબળ ના આધારે છેલ્લા ૫ હજાર વર્ષોથી આટ-આટલા આક્રમણો અને દમન છતા અડીખમ ઉભી છે તે પરિબળ છે "પરિવર્તનશીલતા" અંગ્રેજીમાં જેને ્ફ્લેકસી્બલીટી કહેવાય છે. હિન્દુ સંસ્કતી અને હિન્દુ લોકો સતત સમય અનુશાર બદલાતા રહ્યા છે. જુના રીતી-રિવાજોને ત્યાગી નવ અને વધુ સગવડ ભર્યા રિવાજો અપનાવતા રહ્યા છે. આજે ભલે ગમે તે કહે પણ ભુતકાળમાં માન્યતાઓ સાથે સૌથી વધૂ સમાધાન કોઇ સંસ્કતીએ કર્યું હોય તો તે હિન્દુ સંસ્કૃતી છે. ઉદાહરણ આપવાની જરૂર છે ?
વર્તમાન સમયમાં એક સુંદર સંસ્કૃતી નામશેષ થાવાના આરે ઉભી છે "પારસી સંસ્કૃતી".તેનું કારણ શું છે ? હિન્દુ લોકો જેટલુ પરિસ્થિતી સાથે સમાધાન કરી શકે છે તેટલુ કોઇ પણ સભ્યતાના લોકો નથી કરી શકતા. માટે જ આ કહેવાતા બૌદ્ધીકોને મારી નમ્ર વિનંતી છે કે પ્લીઝ અમને તમારા આ અતી બૌદ્ધીક પ્રયાસો માથી મુક્ત રાખો. અમને જ્યારે ખરેખર થાસે કે દિવાળી કે હોળી કે નવરાત્રીથી ખરેખર નુકશા્ન થાય છે ત્યારે અમે અમારી મેળે તેનો ત્યાગ કરીશું.(જેમ રાત્રે ૧૦-૧૧ પછી ગરબા રમવાનું બંધ કરીયે છીએ,જેમ દિવાળી પર મોટા અવાજ વાળા ટેટા ઓછા ફોડીયે છીએ તે જ રીતે.) મને વિ્શ્વાસ છે કે જે રીતે આપણા પુર્વજો બદલાતા આવ્યા છે તે રીતે આપણે પણ અનુકુલન સાધીશું અને આવનાર આપણા અનુગામી પણ બદલાતા રહેશે કોઇ પણ મોટા પ્રયત્ન વગર.
હેપ્પી હોલી.
૧૦૦% સાચી વાત છે. તહેવારો ઉજવવાં થી પર્યાવરણ ને કોઇ ખાસ નુક્સાન નથી થતુ. પણ આજ-કાલ પર્યાવરણ એ hot-topic હોવા થી આ પ્રસિદ્ધિભુખ્યા કહેવાતા-બૌદ્ધિકો તહેવારો થી પર્યાવરણ ને થનારા એમનાં જેવા જ કપોળ્કલ્પિત નુક્સાનો વિશે બરાડા પા્ડે છે.
ReplyDeleteહિન્દુ ધર્મ એટલે જ ઉત્સાહ અને ઉત્સવો નુ વાવાઝોડુ, ઉત્સવો ઉજવવા મા ઘણા ને બુમો પાડવાની ટેવ , અત્યારે ફેશન પડી છે. આને આપણે બદલી શકવાના નથી.
ReplyDeleteઆપણે જોમ અને જુસ્સા થી ઉત્સવ ઉજવશે જ