પહેલા તો સોરી ઘણા લાંબા સમય પછી આજે બ્લોગ અપડેટ કરવાનો સમય મળે છે. કેટલા બધા વિષયો અધુરા પડેલા છે. બધા એક સાથે તો પુરા કરવા શક્ય નથી પણ પહેલા અધુરા વિષયો પુરા કરિશ પછી કાઈ ક નવુ લખીશ.
ધો.૯ મા પણ તેને ત્યાં જ ટ્યુશન રાખવુ પડેલુ પણ આ વખત નિરાંત તે હતી કે અમે છોકરાઓની બેંચ અલગ રાખેલી રાત્રે ૭.૩૦ થી ૮.૩૦. તે સમયે ૮ થી ૮.૩૦ વચ્ચે અમારે ત્યાં લાઈટ જાતી. જેવી લાઈટ જાય કે તરત અમે વી.પી. ની મસ્તિ શરૂ કરી દેતા. થોડક દિવસ પછી તે ૭.૪૫ થાય એટલે દિવો મગાવી લે. તો પણ અમે જેવી લાઈટ જાય એટલે દિવો ઠાળી દેતા. બહુ મજા કરેલી છે તેને ત્યાં. પણ આજ સુધી કુદરતી વી.પી.સર માટે કુદરતી જે માન હોવુ જોઇએ તે આવ્યુ જ નહી. ક્યા કારણે તે આગળ કહીશ.
મારડીયાસર.. મને ગણિત અને વિજ્ઞાન પહેલેથી ગમે. આ વિષયોમા મને પહેલેથી જ ૯૦ ઉપર માર્ક આવે એટલે ગણિત-વિજ્ઞાનના શિક્ષકોની નજરમા હું હોશિયાર વિદ્યાર્થી. મારડીયાસર પણ મને હોશિયાર જ ગણે. મારા રસનો વિષય તે શિખવે એટલે બધા જ તોફાન તેના પિરિયડમા સ્વિચઓફ થઈ જાય. ભણાવે પણ એટલુ સારૂ કે ભણવાની મજા આવે. ધો.૮ માં તેને ત્યા મારૂ ટ્યુશન પણ રખાવેલુ. બહુ મજા આવતી તેને ત્યા ભણવાની.
સોનાગરાસર.. આ પણ ગણિત અને વિજ્ઞાન જ લેતા. મારા ઘરની એકદમ નજીક રહે. મારા બધા તોફાન તેઓ જુએ છતા ક્યારેય ઘરે ના કહે. ભણાવતા પણ એટલા રસથી અમારી જેવડા થઈને ભણાવે એટલે મજા આવે. મારો સ્વભાવ પહેલાથી ઉગ્ર મને ઘણી વાર કહેતા સ્વભાવ પર કાબુ રાખતા શિખ. જો મે તેમની સલાહ બહુ પહેલા માની લીધી હોત તો ... ધો.૧૦ મે તેમને ત્યાં ગણીતનુ ટ્યુશન રખાવેલુ. મજા પડતી ભણવાની. હું સાયન્સમા આગળના વધી શક્યો તેનો તેમને આજે પણ અફસોસ છે. સોરી સર..
ગણપતસર... અમારા પ્રીન્સિપાલ, મારા પપ્પા અને તે બન્ને કોલેજમા જોડે ભણતા એટલે બન્ને ખાસ મિત્ર. મારો મરો થતો તોફન કર્યા વગર ચાલે નહી અને જ્યારે જ્યારે તોફાન કરૂ એટલે તેમની પાસે હાજર થવાનું થતું. જાણીતા હવાલદાર બે ડંડા વધુ મારે લગભગ તે વાત રોજ મારા પર વિતતી. મારી જોડે જે તોફાનમા સામેલ હોય તેના કરતા મને સાજા હંમેશ વધુ મળતી. રોજ મને કહે "આજ તો તારા બાપુજીને કહી જ દવ કે તુ કેટલો તોફાની છે." પણ કોઇ દિવસ તેણે કહ્યુ નથી. એક પુત્રની જેમ મને સ્નેહ મળ્યો છે તેમનો. શિસ્ત અને સંસ્કાર બન્નેના ખુબ આગ્રહી અને અમારામા આ બન્ને હોવા જ જોઈએ તેનું ખાસ ધ્યાન રાખે. આજે શિક્ષણમા ભલે થોડો કાચો હોવ પણ આ બાબતે હું ઘણો સમૃદ્ધ છું. થેન્ક્સ ટુ ગણપત સર.. આજે પણ જ્યારે મળે છે ત્યારે એક પિતા પુત્રના ખંભા પર હાથ મુકીને જે રીતે વાત કર તે રીતે મારી સાથે વાત કરે છે.
અતુલસર.. શક્તિનગરમા એકલા રહેતા. હું રોજ સ્કુલેથી છુટીને ત્યા રમવા જતો. તેઓ પણ અમારી સાથે રમતા. ગણીત શિખવતા અમને એટલે તો ગમતા પણ મારા પર કાઈક વધુ જ સ્નેહ. તમે તેમ પણ કહી શકો કે મારા તરફ ક્યારેક પક્ષપાત પણ કરે. ધો.૧૦ નું રિઝલ્ટ આવવાનું હતુ ત્યારે મારી તૈયારી જોઇ ને ઘરના બધાને હતુ કે આ તો નાપાસ જ થાવાનો છે. રિઝલ્ટ લેવા ગયા ત્યા સુધી મને કહેવાતુ કે નાપાસ થવાથી કાઈ દુનિયા લુટાઇ નથી જવાની. જ્યારે રિઝલ્ટ લેવ ગયા ત્યારે તે માર્કશિટ આપવ બેઠા હતા. મારા ભાઈએ તેને પુછ્યુ કે આ પાસ થયો કે તે નાપાસ તે કહો. ત્યારે તેણે અતિ વિશ્વાસમા કહ્યુ કે જો જાગ્રત નાપાસ થાય તો સ્કુલમા કોઇ પાસ ના થાય. હું શક્તિનગરમા ટાઇમ વેસ્ટ કરતો તે તેમને ના ગમતુ એટલે અમને ટ્યુશન માટે પપ્પાને વાત કરી ને ધરાર ભણાવતા. મારી જ નોટમા દાખલા ગણે એટલે મારે તે ગણવા ન પડે. છેલ્લે ઘણા વખત પહેલા મળેલો. આજે પણ ખુબ ઇચ્છા છે મળવાની.
વી.ડી.સર.. આદર્શ શિક્ષકની વ્યાખ્યામા બંધબેસતા, ક્યારેય કોઇ પર ગુસ્સે ના થતા અને એટલા રસથી ભણાવે કે બસ ભણતા જ રહો તમે. ક્યારે બે પિરિયડ જોડે લે તો પણ ખબર ના પડે. ગુજરાતીમા મને રસ લેતો કરનાર અને સાહિત્ય વાંચતો કરનાર વી.ડી.વઘાસીયા સર જ. આજે તમે બધા મને જે સહન કરો છે તેની પાછળ તેમનો બહુ મોટો ફાળૉ. અમે રખડીયે નહી એટલે ટ્યુશનમા બેસાડતા ફક્ત ૫૦ રૂપિયા પ્રતિ મહિનામા અમને તે અને અતુલ સર અંગ્રેજી અને ગણીત શિખવતા. મારી પ્રત્યે અનહદ સ્નેહ. એકદમ ધીરે બૉલે પણ ભાષા એટલી ચોખ્ખી કે સાંભળવાની મજા આવે. તેમના વિષે તો ઘણુ લખવાનું છે પણ હાથ ના પાડે છે કારણ કે હવે નથી લખાતુ ...
મિત્રો, ઘણુ લખ્યુ અને ઘણુ બાકી છે. હવે પછી ક્યારેક કારણ કેા લખેલુ કોઇ કે વાંચવાનુ પણ છે .
No comments:
Post a Comment