Thursday, July 16, 2009

બ્લોગ પર ૫૦મી પોસ્ટ.

મારા બ્લોગ પરની આ ૫૦મી પોસ્ટ કરતા એક અનોખી ઉર્મી દિલમા ઉઠે છે. કદાચ મને કલ્પના ના હતી કે હું અહી પહોચીશ. હા,એક વાત નક્કી હતી હતી કે લખવામા પુરી ઇમાનદારી રાખવી છે અને જેવો છુ તેવો જ લોકો સામે જાવુ છે. કોઇ પણ વ્યક્તિ અહી મારા શબ્દોને વાંચે અને જ્યારે મને રૂબરૂ મળે ત્યારે તેને કોઈ જ ફરક લાગવો જોઇએ નહી. બીજુ મારો બ્લોગ મારો જ રહેવો જોઇએ હું જે અનુભવુ છુ જે વિચારું છુ અને જે માનુ છુ તે જ અહી લખવાનું જે હું કરવા ધારતો નથી તેની બીજા કોઇને સલાહ આપવાની નહી. બીજુ મારી પસંદગી-નાપસંદગી બીજા પર ક્યારેય થોપવી નહી. આટલા નિયમોને ધ્યાનમા રાખી આ સફર શરૂ કરેલી.

પહેલા તો બ્લોગનું નામ "મારીસંવેદના" કેમ રાખ્યુ તે કહું. મે બહુ પહેલાથી જ નક્કી કર્યું હતૂ કે જ્યારે હું મારી આત્મકથા લખીશ (સોરી છ્પાવીશ. કારણ કે પહેલા ત્રણ વાર લખી ચુક્યો છું.) ત્યારે તેનું નામ હું "મારીસંવેદના" રાખીશ. જ્યારે બ્લોગ બનાવાનો વિચાર આવ્યો ત્યારે તરત જ તે નામ આપી દીધું. બીજુ આ બ્લોગ મે એક ડાયરીની જેમ લખવા માટે જ બનાવ્યો હતો એટલે આ મારી ઇ-આત્મકથા જ લખાવાની હતી. પરંતુ આગળ ત્રણ વાર થયુ તે રીતે તે વિચાર અમલ કરતા પહેલા જ પડતો મુક્યો. કારણ કે આત્મકથામા વ્યક્તિ પોતાની સાથે તેના નજીકના બધાનો પણ સમાવેશ કવો પડે અને હું મને પોતાને એટલો પરિપક્વ નથી માનતો કે તટસ્થ રીતે સંબંધોનું મુલ્યાકન કરી શકું. જે સંબંધમા મુલ્યાકનની જરૂર ના હતી તે બધા જ પ્રસંગો મે અહી કટકે કટકે મુક્યા જ છે. શરૂમા તો મને જે વિચારો આવતા તે જ મુકતો હતો. રોજ બરોજની ઘટનાઓ અને તેને લગતી મારી સંવેદના અહી મુકી મારૂ મન હલકુ કરી લેતો. બધા જ ને હોય તેમ મને પણ હતૂ જ કે લોકો મારા બ્લોગ પર આવે મારા લખાણની વાહ-વાહ કરે અને થયુ પણ ખરા.
ઘણા લોકોના બ્લોગ પર તેના ઓર્કુટના મીત્રો જ આવતા હોય છે જ્યારે મારા કીસ્સામા ઉલટુ થયુ મને બ્લોગના લીધે ઘણા ઓર્કુટ મીત્રો મળ્યા. મે અમુક નિયામો પહેલા જ બનાવી રાખ્યા હતા તેમા એક તો બ્લોગ પર ક્યારેય મારા વિચારો થોપવા નહી. બીજુ મારા અંગત સ્વાર્થ માટે બ્લોગનો ક્યારેય ઉપયોગ કરવો નહી. આ બન્ને નીયમો મે સખત રીતે પાળ્યા છે અને પાળતો રહીશ. ઘણી વાર એવુ પણ થયુ છે કે મારા વિચારો ઘણાને માન્યના પણ હોય તો ક્યારેય કોઇ ને તે સ્વિકારમા મજબુર નથી કર્યા. મને પણ વાહ વાહ થાય છે તે ગમે છે તો સામે મારી મર્યાદાઓ કોઇ બતાવે છે ત્યારે પણ આનંદ થાય છે. મારી સૌથી મોટી મર્યાદા મારી જોડણી કાચી છે તે છે. હું ઘણી મહેનત કરુ છે છતા તે નથી સુધરતી. એક સમસ્યા ટાઇપ કરતી વખતે ભળતા અક્ષરો લખાય જાવાની પણ નડે છે. તેમ છતા તમે લોકોએ મને ચલાવી લીધો તે માટે આપ સૌનો આભાર.

આ સફરમા ઘણા ઉતાર-ચડાવ આવ્યા. શરૂના ત્રણ મહીનામા બહૂ ઓછા લોકો અહી આવતા ત્યારે થોડી નિરાશા થતી . ગણ્યા ગાઠ્યા લોકો જ આવતા પણ એક સંતોષ હતો કે જે કોઈ પણ આવતા તેઓ મને આગળ વધવાની પ્રેરણા આપતા જતા હતા. જોકે મે ક્યારેય એવી અપેક્ષા તો કરી જ ન હતી કે મારા બ્લોગ પર ભિડ જામે કારણ કે મને મારી મર્યાદા ખબર હતી પરંતુ મનમા થતૂ કે મારો બ્લોગ કાઇક અલગ જ બને. અચાનક ૬ એપ્રીલ ૨૦૦૯ ના દિવસે કમલેશભાઈનો મેસેજ આવ્યો કે તારો બ્લોગ ગુજરાતી બ્લોગ ગૃપમા તા. ૪-૬-૦૯ નારોજ બ્લોગ ઓફ ધ ડે જાહેર થયો છે.

એક સાથે ઘણુ બધુ મળી ગયુ હોય તેવો અનુભવ થયો. મે જ્યારે બ્લોગ ઓફ ધ ડે ની યાદી વાંચી ત્યારે થયુ કે આપણૂ નામ આ બધાની હરોળમા મુકાયુ તે જ બહુ છે. જ્યારે જ્યારે તમે બધાએ મારા વખાણ કર્યા છે ત્યારે ત્યારે મારી જવાબદારી વધતી ગઈ છે. પહેલી પોસ્ટથી લઈ ને આ ૫૦મી પોસ્ટ સુધીમા મારી જવાબદારી ૫૦ ગણી વધી છે. અને આગળ પણ વધતી જાશે. વચ્ચે સમય ના અભાવે બ્લોગ અપડેટ નથી કરી શક્યો તેમજ અમુક વિષયો અધુરા જ મુક્યા છે તેને પુરા પણ કરવા છે. એક તટસ્થ ભાવે જે લેખન શરૂ કર્યુ હતુ તેમા આપ બધાના સ્નેહની જવાબદારી અને તે જવાબદારીને વળગી રહેવાની નિષ્ઠા ભળી છે. ઇશ્વર પાસે આ જ નિષ્ઠા પુર્વક લેખન કાર્ય થતુ રહે તેવી પ્રાર્થના. ઘણૂ લખવું છે પણ હવે નહી લખાય મારાથી.

આપ સૌના સ્નેહનો આભારી.
જાગ્રત.

4 comments:

  1. જાગ્રતભાઈ...
    સૌથી પહેલા તો ખૂબ ખૂબ ધન્યવાદ...આપની હાફ સેન્ચ્યુરી માટે !!! આ કાંઈ નાની-સૂની વાત નથી...બ્લોગ પર એક પોસ્ટ મૂકવા માટે કેટલી મહેનત પડે છે એ મેં જ્યારથી બ્લોગીંગ શરૂ કર્યું છે ત્યારથી મને ખબર પડી ગઈ છે...ત્યારે ૫૦-૫૦ પોસ્ટ્સ લખવી અને એ પણ જવાબદારીઓ સાથે સમય કાઢીને !!! ખરેખર સારું કહેવાય...

    બીજી એક વાત તમને એ કહેવી છે કે આપના આ બ્લોગ પરથી મને ડાયરી-બ્લોગ લખવાનો વિચાર બે મહિના પહેલા આવેલો...પણ આપની જેમ મારા અંગત વિચારો જાહેરમાં મૂકવાની મારામાં હિંમત નથી...એટલે મારો "મારી કલ્પના" બ્લોગ મેં પબ્લીક રાખ્યો છે અને અંગત "હું અને નિશીત" બ્લોગ મેં પ્રાઈવેટ રાખ્યો છે...જે હું માત્ર અને માત્ર મારા માટે લખું છું...ભવિષ્યમાં હું મારા ભૂતકાળની મનોસ્થિતિ વાંચી શકું એ માટે.એ બ્લોગમાં હું જ્યારે પણ પોસ્ટ કરું છું ત્યારે પૂરી પ્રામાણિકતાથી લખું છું...પણ જ્યારે ક્યારેક એ બ્લોગની એકાદ પોસ્ટ મારાથી વંચાઈ જાય છે ત્યારે એમ વિચારું છું કે આ બ્લોગને હવે તો પબ્લિક કરી જ ના શકાય...

    આ તમને એટલા માટે કહ્યું કે એ બ્લોગની પ્રેરણા મને તમારા આ બ્લોગ પરથી મળેલી !
    અને છતાં હું જે બ્લોગને પબ્લિક રાખું છું(મારી કલ્પના) એમાં મારી અંગત કોઈ વાત કે વિચાર મૂકવાની હિંમત(આપની જેમ)તો હજુ નથી જ કરી શકતો !!!

    ReplyDelete
  2. hi dude many many congrats on d occasion its really good thing to be reach at half century i wont praise you more coz i knw wht you are so no need to say anything abt you jst keep reaching gr8er

    ReplyDelete
  3. સૌથી પ્રથમ તો ખુબ ખુબ અભિનંદન. [દિલથી , ખાલી formality નથી]
    તમારા આ બ્લોગ વિશે એ જ કહીશ કે મને ખરેખર કંઇક અલગ લાગ્યો અને ગમ્યો છે. સાચે જ તમારી ઇમાનદારી અને પારદર્શકતા ટપકે છે તમારા શબ્દોમાં. પોતાના વિશે બેધડક લખવાવાળા બહું ઓછા હોય છે. જોકે,પોતના વિષે લખવાવાળા કેટલા ?!! તે પ્રશ્ન છે.કંઇક વિચાર આવ્યો અને blog પર ભરડી નાખ્યો !!! તેવું પણ થાય છે. [જોકે, અંગત રીતે હું તે સ્વતંત્રતામાં માનું છું.] પણ જો કોઇ વાંચે તે અપેક્ષાથી blog લખો, લેખક તરીકે લખો તો કંઇક અંશે તમારી જવાબદારી છે કે તમે સારું પીરસો. [ઘરે મહેમાનને બોલાવીને ગમે તે પીરસો તે ના ચાલે ને, તેમજ!] મને તો તમારા blog પર ખરેખર વાંચન અને વિચારોને માણવાની મજા પડી.કંઇક realistic અને inspirable છે.
    હવે તમને કંઇક સુચન કરું? આમ તો મને હક નથી - વાચક તરીકે બસ કંઇક કહેવાની ઇચ્છા થઇ ગઇ.
    ભાઇ, તમારી post માં તમે જે નિયમોની વાત કરી છે પહેલા ફકરામાં અને ત્રીજા ફકરામાં - તેમાં એકની એક વાત બીજી વાર થઇ હોય તેવું લાગે છે, ખાસ, વિષયને અનુલક્ષીને સંવાદિતા જળવાય તો મજા આવે. નહિતર જેમ રાગ હટીજાય તો ધુન થોડી બેસુરી લાગે તેમ થાય. આશા છે કે આપને આ સુચન ગમશે. બસ એક વાચકની નજરથી, તમને કિધું. ચોખ્ખા કપડાં પર ડાધ જલ્દી દેખાય તેમ, તમારા સીધા ગળે ઉતરી વાંચનમાં આ વાત તરત નજરે ચડી મને. જેમાં તમારા જ લખાણની પારદર્શકતા ભાગ ભજવી જાય છે.
    ખુબ બધી વાંચનસામગ્રી મળે તેવી આશાસહ,ફરીથી હાર્દિક અભિનંદન.

    ReplyDelete
  4. ખ્યાતીબેન,
    પહેલા તો મારે તમને ઠપકો આપવો છે, તમને એક નાની વાત નહી મારા કાન ખેચવાનો હક છે અને તમે જ નહી અહી આવતા બધા જ સ્નેહી જનો ને આ હક છે. એટલે હવે પછી મારી જ્યાં જ્યાં ભુલ થતી હોય ત્યાં અચુક મારો કાન ખેંચજો.

    બીજુ તમારી વાત ૧૦૦૦% સાચી છે અને તે બાબત પર મારૂ કોઈ બહાનુ ના ચાલે એટલે હવે પછી હું ધ્યાન રાખીશ.

    :)

    ReplyDelete