Wednesday, July 22, 2009

"લ્યુના" મારા જીવનનો અભિન્ન અંગ.


હમણા થોડ સમય પહેલા જ "ગુરૂકુળ રોડ" પર એક પરિવારને લ્યુના પર જતા જોયા. તરત જ મને મારા જુના દિવસો યાદ આવી ગયા. કદાચ મારા ઘરમા એક વણ લખ્યો નિયમ હતો કે દરેક વ્યક્તિએ પહેલા લ્યુના પર સવારી કરવાની પછી જ બાઈક કે બીજુ કાઈ લેવા મળે. તે સિવાય પપ્પા છેલ્લા ૨૦ વર્ષથી લ્યુના જ ચલાવતા હતા. યથાર્થને લ્યુના પર બેસવું ના ફાવે તેમ માનીને તેણે ગયા વર્ષે જ બેટરીવાળી સ્કુટી લીધી.

અમે માંગરોલ રહેવા આવ્યા ત્યારથી જ ગામથી દુર ફેક્ટરી પર રહેવાનું હતું. પપ્પા પાસે લ્યુના હતુ એટલે સવારે અને રાત્રે બજારે જાય ત્યારે ક્યારે ક જવા મળે તો હું ખુશ ખુશ થઈ જતો. નાનો હતો ત્યારે આગળ ઉભો રહેતો અને થોડોક મોટો થયો પછી પાછળ બેસતો. મારા માટે લ્યુના એક શાહી સવારી હતી કારણ કે અઠવાડીયે માંડ એકાદ વાર તેમા બેસવાનો વારો આવતો. મારી નાની બેન અને મારે ક્યારેક હરીફાય પણ થાતી. પપ્પા એક ને જ લઈ જાય એટલે રીતસરના અમે બન્ને જગડતા.

હું ધો.૧૦ મા આવ્યો એટલે ઘરની પરંપરા મુજબ ફક્ત ટ્યુશનમા જવા પુરતી મને લ્યુનાની સવારી કરવાનો મોકો મળ્યો. ત્યારે અમારા આખા ટ્યુશન ક્લાસમા આવી ફેસેલીટી ભોગનાર હું એકલો જ હતો. સવારે સાયકલ પર સ્કુલે જવાનુ અને સાંજે લ્યુના પર ટ્યુશનમાં. દીવાળીના વેકેશન પછી સ્કુલે પણ લ્યુના લઈ જવાનો મોકો મળ્યો. ત્યારે આખી સ્કુલમા હું એક એવો વ્યક્તિ હતો કે આવું કોઇ વાહન લઈને આવતો. દીવાળી પછી પપ્પાએ નવું લ્યુના લીધુ અને મને તેનું જુનુ લ્યુના મળ્યું. ધો.૧૧મા પાછો સાયકલ પર આવી ગયો. ફક્ત ટ્યુશન પુરતું જ લ્યુના વાપરવા મળે. સ્કુલ નજીક હતી એટલે આ પરંપરા છેક કોલેજ સુધી રહી.

કોલેજમા હું વિ.વિ.નગર આવ્યો ત્યારે મોટોભાઈ પણ ત્યાં જ હતો. ઘરની પરંપરા મુજબ તેને પણ બરોડા કોલેજમા લ્યુના લીધુ હતું. તે લ્યુનાની હાલત દયનીય હતી. અમે બન્ને ભાઈઓ તેના પર બેસીને નિકળ્યે તો કોઇ જડપી ચાલતી વ્યક્તિ આરામથી અમને ઓવરટેઇક કરી જાય. બસ અમે કોઇ વાહન પર જઈ રહ્યા છીએ એટલો જ સંતોષ. અવાજ પણ વ્યવસ્થિત કરે, ક્યારેક હું એકલો જતો હોવ અને આગળ ભાઈનો કોઈ ફ્રેન્ડ જતો હોય તો પાછળ વળીને મને કહે "તું સમીરનો ભાઈને ". તે લ્યુના આટલી હદે ફેમસ હતી. ભાઈ બહુ મને કહે કે તારી કોલેજ થોડી દુર છે તું આ લ્યુના તારી પાસે રાખ ત્યારે હું પ્રેમથી ના પાડી દેતો. મને ચાલવાની મજા આવે છે તેવો જવાબ આપી દેતો કારણ કે તેના આગ્રહમા મને તે લ્યુનાથી છુટવાની ભાવના દેખાતી. કદાચ હું ખોટો પણ હોવ ત્યારે પણ જે હોય તે તે લ્યુનાએ અમને બન્ને ભાઈને બહુ ફેમસ કરી દિધા હતા. ક્યારેક તે લ્યુના લઈ ગૃપની હોસ્ટેલે જાવ તો બધા મારાથી દુર ભાગતા કારણ કે બધા ડરતા કે હું ક્યાક તેને લ્યુના સવારીનો આગ્રહ કરીશ તો.

માંગરોલ આવ્યો ત્યારે મારુ લ્યુના જેમનું તેમ હતું. કોલેજમા પણ લ્યુના લઈ જતો. પણ એક વર્ષમા આખો માહોલ બદલાય ગયો હતો. એક વખત આખી સ્કુલમા હું એકલો વાહનવાળો હતો અને અહી હું એકલો લ્યુનાવીર હતો. હીરોહોન્ડા અને કાઇક બીજી બાઇકના થપ્પા લાગતા પાર્કીંગમાં. હું સ્કુલમા હતો ત્યારે પણ મને લ્યુના પર ગર્વ હતો અને કોલેજમા પણ મને લ્યુના પર ગર્વ હતો. અમે ત્રણ-ત્રણ જણા મારી લ્યુના પર જતા ત્યારે લોકોને નવાય લાગતી. મારી લ્યુના અને હું બહું ફેમસ હતા. કોઇ પુછે કે જાગ્રત કોણ તો જવાબમા લોકો કહેતા પેલો પ્યુનાવાળો. હું મારી લ્યુનાથી ઓળખાતો. અમે મીત્રો કેટલીયવાર ત્રીપલ સવારીમા "કામનાથ" દર્શન કરવા ગયા હોયશું.

માર મેરેજ થયા પછી હું અને મારી વાઈફ જોડે તેમા ફરતા. લગ્ન પછીના પહેલા શ્રાવણ મહીનાના બધા જ સોમવારે અમે બન્ને લ્યુના પર "કામનાથ" ગયેલા છીએ. છેલ્લે ડીસેમ્બર-૨૦૦૩ મા પપ્પાના આગ્રહથી મારે બાઇક લેવી પડી અને મારો અન લ્યુનાનો ૬ વર્ષના સાથનો અંત આવ્યો. તે ૬ વર્ષની ખટ્ટી-મીઠી યાદો હંમેશા હ્યદયની નજીક રહેશે. આજે પણ રસ્તા ઉપર લ્યુના જોવ છુ કે તરત જ મને મારા તે દીવસો યાદ આવી જાય છે.

કદાચ આ મારુ ગાંડપણ હશે પરંતુ, "ક્યા કરૂ ઐસા હી હું મૈં".

5 comments:

  1. ભાઇલા એક વાત રહી ગઈ તારી ગ્રેટ લ્યુના ની : વિવેકાનં્ડ સ્કુલ ના મેદાન મા સ્કુલ ના વિદ્યાર્થી ઓ તારી લ્યુના ટાવર ના ગ્રાઉન્ડ મા બિનદાસ ફેરાવતા એ પન તારી જાણ વગર

    ReplyDelete
  2. પહેલું ટુ-વ્હીલર બધાને વહાલું હોય.
    મને મારું સની એવું જ વહાલું છે.હાલ બાઈક છે..પણ સની પર એ વખતે જે મજા લીધી એ હવે બાઈકમાં નથી આવતી.

    ReplyDelete
  3. boss kharekhar bahu jami..karan pahelu vahan to dil thi bandhayel hoy chhe..bhale e rahe na rahe..yaad jarur rahe chhe...

    ReplyDelete
  4. majaa padi tamara luna prem vishe vanchi ne !

    ReplyDelete
  5. સેમ પંચ
    મારે પણ પહેલું વાહન લુના જ હતું!

    ReplyDelete