Wednesday, July 22, 2009

શું ગુજરાતી પ્રજા "નમાલી" થઈ ગઈ છે ?

"પોલીસ, રાજકારણીઓ, શૈક્ષણીક માફિઆઓ, મ્યુ. કોર્પોરેશન અને અધિકારીઓ દ્વારા થતા બેફામ ભ્રષ્ટાચાર અને અનીતીઓને મુંગા મોઢે સહન કરતી ગુજરાતની પ્રજા શુ દિશાહીન, શક્તિહીન, અને નીર્વીર્ય થઇ ગઇ છે? ગોધરાકાંડમાં સાઇઠ જણા મરવાથી રોડ ઉપર ઉતરી આવેલી પ્રજા લઠ્ઠાકાંડમા દોઢસો જણના મોતનો આતંક મુન્ગે મોઢે જોઇ રહી છે. રોજ સડક પર અપુરતા ટ્રાફિક બન્દોબસ્ત, દબાણો, ખોદકામ, અને અનંત સમય સુધી ચાલતા બાન્ધકામથી કોઇ મરે છે તો કોઇ ના હાડકા ભાંગે છે. અને આપણે બાયલાની જેમ સહન કરી રહયા છીએ..."

ઉપરોક્ત શબ્દો મારા મીત્ર અને સ્નેહી દેવાંશુભાઈના છે. ખરેખર વેધક પ્રશ્નો પુછ્યા છે તેમણે. તેમનો ગુસ્સો વ્યાજબી છે અને હું તેનાથી સહમત છું પરંતુ વિચાર કરતા અમુક બાબતો મારા ધ્યાનમા આવી તે અહી મુકુ છું.
આજે એક સામાન્ય વ્યક્તિનું જીવન કેવું હોય છે. એક ગૃહીણી સવારે વહેલી ઉઠે છે ત્યારથી રાત્રે ઉંઘે છે ત્યા સુધી સતસ પોતાના કામમા જ હોય છે, એક સામાન્ય વ્યક્તિ સવારે થી રાત સુધી પોતાના પડકારો સામે જજુમતો હોય છે. આપણા માથી કેટલાય આ "સામાન્ય" ની કેટેગરીમા આવતા હોવાથી આ વાત સમજી શકીયે છીએ. હા એક વાત જુદી છે કે આપણી પાસે આપણો ગુસ્સો કાઢવાનું એક માધ્ય છે એટલે આપણે આપણો ગુસ્સો રજુ કરી શકીયે છીએ જ્યારે મોટાભાગના પાસે માધ્યમનો અભાવ હોવાથી તે પોતાની વાત રજુ કરી નથી શકતા.

બીજી બાજુ એક વર્ગ એવો પણ છે કે જેનો આખો દીવસ પોતાના બે છેડા ભેગા કરવામા જ જાય છે એટલે કા તો તે આ બધુ જોતો નથી અથવા તો આવી વાતો પર વિચાર કરવાનો તેની પાસે વખત નથી. તે સાંજે શાક-રોટલી ક્યાંથી લાવવા તેની ફીકર કરે કે રસ્તામા ના ખાડાની ? એક પેડલરીક્ષા ચલાવનાર સૌથી વધુ આ ખાડાઓ થી પરેશાન હોય છે પણ તેને સાંજના ખાવાની પણ પરેશાની છે અને આ ખાડાઓ કરતા સાંજના ખાવાની પરેશાની તેના માટે મોટી છે એટલે તે ખાડાઓ ને ગાળો દેતો દેતો આગળ નિકળી જાય છે.

ત્રીજો વર્ગ એવો છે કે જે ભોગવામાથી ઉચો આવે તો તેને આ બધી સમસ્યા દેખાય ને ? જેને કોઇ દિવસ કાઈ તકલીફ જ નથી ભોગવવી તે આવા બધા વિચારો કરીને દુખી શા માટે થાય ? તેને તો આવા વિચારો આવતા હશે કે નહી તે પણ એક પ્રશ્ન છે. અને જ્યારે આવું કાઈ ક અનુભવશે ત્યારે સિસ્ટમથી માંડીને આખા દેશને ગાળો દેશે અને છેલ્લે કહેશે કે આના કરતા તો અંગ્રેજો હોત તો સારૂ હોત. અથવા તો અમેરીકા અને ઇંગલેન્ડ કે પછી સ્વિઝરલેન્ડ જોડે સરખામણી કરવા મંડશે. ત્યાં કેવા લોકો અને અહી આપણે કેટલા ખરાબ. છેલ્લે બીજા દિવસે પાછુ બધુ ભુલાય જાશે.

હવે વાત કરીયે આપણા જેવા સામાન્ય વ્યક્તિઓની કે જે રોજ કેટલીય વાર આવુ બધુ અનુભવે છે, તેના પર વિચારે છે અને કાઈ ના કરી સકવાને લીધે ગુસ્સે પણ થાય છે. દેવાંશુભાઈની જેમ મને પણ બહુ ગુસ્સે આવે છે. ખરેખર આવુ હોવું જ ના જોઇએ. પણ આ માટે જવાબદાર કોણ ? સરકાર કે જે આ બધી વ્યવસ્થા ગોઠવે છે, પોલીસ અને ન્યાયતંત્ર કે જેને માથે આ વ્યવસ્થા ને બનાવી રાખવાની જવાબદારી છે, કે પછી આપણે કે જેના માટે આ વ્યવસ્થા થયેલી છે અને આપણે આ વ્યવસ્થાતંત્રનો એક ભાગ છીએ. મારા મતે તો બધાય.

શા માટે ?

પહેલો વારો સરકારનો એટલે રાજકીય જવાબદાર વ્યક્તિઓનો, તેમા બધા જ જનપ્રતીનિધી, સરકારીતંત્ર તથા શાસનના અધીકારીઓ આવી જાય છે. રાજકાર વિષે તો વિષેસ નહી કહુ કારણ કે બધા બધુ જ જાણે છે. આજે સૌથી "હોટ" પારિવારીક ધંધો હોય તો રાજકારણ છે. બાપા સંસદસભ્ય, મા ધારાસભ્ય, દીકરી જીલ્લા પંચાયતમા, મોટો દીકરો તાલુકા પંચાયતમા અને નાનો દીકરો સરપંચ. ફેમીલી સેટલ થઈ ગયું. હવે જો દીકરીના લગન થાય તો જમાઈને કોઇ બોર્ડ-નિગમનો ડાઇરેક્ટર બનાવી દેવાનો અને ઘરમા વહું આવે તો તેને સહકારી સંસ્થામા ફીટ કરી દેવાની. સારૂ છે કે આ લોકો પણ ફેમીલી પ્લાનીંગમા સમજે છે બાકી ધારાસભા
બે-પાંચ કુંટુંબથી જ ભરાઈ જાત.

પોલીસ અને ન્યાયતંત્ર... પહેલા તો તે પ્રશ્ન થાય છે કે આપણી ન્યાય પ્રણાલી એટલી સક્ષમ છે કે કોઇ ગુનેગાર સજા પામી શકે ? થોડા સમય પહેલા મારા સામે રહે છે તેના પુત્રને કોઇ "ડોમીસાઇન" (આવો જ કાઈ ક ઉચ્ચાર કરતા હતા તે) સર્ટી મેળવવાનું હતું. તેના માટે મારે પોલીસ ચોકી પર જવાનુ થયું. ત્યાં આવા સર્ટી મેળવવા વાળાની લાઈન હતી એટલે મને થયુ આ તો બહું અગત્યનું સર્ટી હશે. પાછળથી ખબર પડી કે જે તે વ્યક્તિ જે તે જગ્યાએ જ રહે છે તેના માટે આવુ કરવાનું હોય છે. જે હોય પણ તે પોલીસવાળા પર ખરેખર મને દયા આવી. તે વ્યક્તિ એક સર્ટી માટે ૫-૬ ફુલસ્કેપના કાગળ આગળ પાછળ હાથે લખતો હતો. અને આવી તો રોજની ૫૦-૬૦ અરજીઓ આવતી હતી. શું આ તેનું કામ છે ?
ન્યાયતંત્ર તો બીચારૂ પોતાના જ કામના બોજા તળે દબાયેલુ છે કે તેણે બીજુ કાઈ કરવાનો મોકો જ ક્યાં મળે છે અને કાઈ નવું કરે તો પેલા પાડાઓ કાઇ કરવા દેતા નથી બધી જ શરમ બાજુએ મુકી વોટ માટે અને પોતાના સ્વાર્થ માટે તેની પણ ઉપરવટ જાય છે. મને તો ન્યાયતંત્રની દયા આવે છે.

આપણા માથી કેટલાએ કોઇ જાહેર સ્થળે અસંસ્કારી હરકતો થતી જોય છે ? લગભગ બધાએ ક્યાયને ક્યાય આવુ જોયું હશે. આપણે શું કર્યું. કોઇ તે સ્થળ છોડીને જતુ રહ્યું અથવા મોઢુ ફેરવી લીધુ કા મજા લીધી. કોણે રોકવાનો પ્રયત્ન કર્યો ? આજ સુધીમાં રોજ રસ્તા પર અવર જવર કરતી વખતે તમને કે તમારા વાહન ને કેટલી વાર કોઇએ રોંગ સાઈડ પર આવીને સ્કુટર કે ગાડી ઠોકી છે ? મારે તો આવો કીસ્સો રોજ બને છે. તમે જે-ને ઓળખતા હોવ તેવા કેટલા લોકો દારૂ પિવે છે ? ડુપ્લીકેટ રાશનકાર્ડ કે પછી ઇન્કમટેક્ષ-સિલ્સટેક્ષ રિટર્ન ભરવા માટે આપણા માથી કેટલાએ લાંચ આપી છે ? ગટર ભરાઈ ગઈ હોય અને કોર્પોરેશન માથી કોઇ ના આવતુ હોય ત્યારે આપણા માથી કેટલાયે વહીવટ કરી "ઝડપી કામ " પતાવ્યુ છે ? કેટલા જણા ટ્રાફીક પોલીસ વગરના સિગ્નલ ઉપર લાલ લાઈટ હોય ત્યારે ઉભા રહી જાય છે ? હું નિખાલસ રીતે કહું તો આ બધા જ કાયદા મે તો તોડ્યા છે એટલે જ તો હું કોઇ ને સલાહ ના આપી શકુ કે તમે તેમ ના કરતા.

સોરી દેવાંશુભાઈ, જો મે કાઈ ખોટુ અને વધુ પડતુ લખ્યુ હોય તો.. તમારી વાત ૧૦૦૦ % સાચી છે પણ જે કામ હું કરૂ છુ અને વારંવાર કરૂ છુ તે કરવા માટે હું કોઈ બીજાને દોષી કેમ કહું ? અથવા તો હું સ્વિકારૂ છુ કે હા હું નમાલો છું અને બધુ મુંગા મોઢે સહન કરૂ છું.

2 comments: