આપણે બધા ભારતીય છીએ અને તેનો આપણા બધા ને ગર્વ છે. જ્યારે પણ કોઇ અઘટીત ઘટના બને છે દેશમાં ત્યારે આપણા માથી મોટા ભાગના નું લોહી ઉકળી ઉઠે છે. પછી તે તે ત્રાસવાદી હુમલો હોય કે પછી કોઇ મોટી દુર્ઘટના. પાકીસ્તાન નાની અમથી ગાળ આપે કે તરત જ આપણે બાયોં ચડવી લઈએ છીએ અને મરવા મારવાની વાતો કરી નાખીયે છીએ. હા ભાઈ કરો ને વાતો વાતો કરવામા કોઇ ના બાપ ના કેટલા ટકા. આપણે તો વાતો જ કરવી છે ને બોર્ડર પર લડવા ક્યાં જાવુ છે ?
પરંતુ આપણા માથી કેટલાને ભુતકાળમા થયેલા યુદ્ધ અને તેમા શહીદ થયેલા લોકો યાદ છે ? ચાલો શહીદો ના યાદ હોય તે સમજી શકાય પણ યુદ્ધ શરૂ થયા અને પુરૂ થયાની તારીખ તો યાદ હશે જ ને ? ચાલો તે પણ જવા દો આપણે ક્યા દેશ સાથે કઈ સાલમા યુદ્ધ કર્યુ તે જ જણાવો ને ? આજે ૨૬ જુલાઈ "કારગીલ વિજય દિવસ" છે. ઇમાનદારીથી કહેજો આપણા માથી કેટલાને આ દીવસ યાદ હતો ? જો આપણે ફક્ત ૧૦ વર્ષ પહેલા આપણા શહિદોએ રેડેલ લોહીને ભુલી જતા હોઈએ તો પછી આપણે ક્યાં મોઢે નવા યુદ્ધની વાતો કર્યે છીએ ?
મુંબઈ પર હુમલો થયો ત્યારે આપણે બહુ ઠેકડા મારેલા હવે તો પાકીસ્તાનને પાઠ ભણાવવો જ જોઇએ. સાચી વાત છે પરંતુ પહેલા આપણે આપણા જવાનોના લોહીની કીંમતનો પાઠ ભણી લઈએ પછી બીજી વાત. કદાચ આ "અહીંસક ભારત"(?)માં "ગાંધી" સિવાય બીજા કોઇ ને યાદ કરવાની આજ સુધી પરંપરા જ નથી.
ઇશ્વર આપણને સદબુદ્ધી આપે.
તમારા સર ખરેખર બૌજ સરસ વાત કહી ગયા!
ReplyDeleteઆપડે ઘણી એવી વાત જાણીએ છે જે પ્રત્યે આપડે અજાણ છે ... અને ઘણી વાતો માટે અપ્દને ભ્રમ હોય છે કે આપડે તે જાણીએ છે!
એકદમ સાચી વાત કહી તમે...
આપળને માત્ર રડતા જ અવળે ... લડતા અને મારતા નહિ!
બાળપણ માં મારી મહેચ્છા હતી જામનગર ની બલાછડી સૈનિક સ્કુલ માં જોડાવાની... પણ આપડા સ્નેહીઓ... મારા પરિવારે મને મંજુરી ના આપી! બધા ને ડોક્ટર, ઇન્જીનિયર , સીએ થવું છે! બૌ ઓછા છે જેમને સૈનિક થવું છે!
સોરી ભુમિકાબેન,
ReplyDeleteકોમેન્ટ મોડરેશનમા લોચો થયો એમા તમારી કોમેન્ટ બીજી પોસ્ટ પર મુકાય ગઈ.