Sunday, August 2, 2009

નામના મેળવવાની ચાહના.

હમણા હમણા ઘણા દીવસોથી એવા એવા પ્રસંગો બન્યા છે કે ઘણૂ બધુ લખવવાનું બાજુ પર છોડી આ લખવાની ફરજ પડી. કોઇ ની પણ ટીકા કર્યા વગર અને નામ લીધા વગર આજે સમાજમા ફેલાતા આ રોગ વિષે મારો અભિપ્રાય લખીશ. એટલે કોઇ એ પર્શનલ સમજવું નહી અને પર્શનલ કોમેન્ટ પણ લખવી નહી તેવી નમ્ર વિનંતી છે.
આજે જ્યારે દુનિયા બહુ ઝડપથી આગળ વધી રહી છે ત્યારે દરેકને પહેલા થવું છે. તે પછી પર્શનલ લાઈફ હોય, સામાજીક લાઈફ હોય કે આ આભાષી દુનિયા. પરંતુ કુદરતી છે કે દરેક પાસે તેવી શક્તિ ના પણ હોય ત્યારે શું કર્વું. બીજાની સિદ્ધી પોતાના નામે ચડાવો અને આગળ વધો. શું આ ફક્ત અહી ઓર્કુટ અને બ્લોગ જગત પુરતું જ સિમીત છે ? ના દરેક જગ્યાએ આ જ ચાલે છે. જુનિયરે કરેલ કામની વાહ-વાહ સિનિયર લઈ જાય સાથે પ્રમોશન પણ મેળવી જાય. નોકરની મહેનત માલીક ચાટી ખાય અને તગડો થતો જાય. સચિવની બુદ્ધી અને વાહ વાહ મંત્રી(મને તો આજ સુધી વિશ્વાષ નથી બેઠો કે લાલુ યાદવ જેવા બજેટ બનાવી શકે ખરા ?) મેળવે. પરંતુ આ બધી જગ્યાએ જે તે વ્યક્તિ પોતાની ફરજ બજાવે છે અને તેને તેનું વળતર મળે છે. પરંતુ ક્રીયેશનની વાત આવે ત્યારે ? કોઇ સંગીતકાર મહામહેનત કરી એક ધુન બનાવે અને તેને બીજો કોઈ ચોરી જાયતો ? એક એન્જીન્યર એક ડીઝાઇન બનાવે અને તેનો લાભ બીજો ખાટી જાય તો ? એક લેખક પોતાના વિચારો લખે અને તે જ વિચારોથી બીજો વાહ વાહ મેળવી જાય તો ? એક કવિની કવિતા તે બીજા કવિના નામે જોવે ત્યારે તેને કેવું દુખ થાય ? લાગણીહીન લોકોને દુ:ખ સાથે ક્યા નિસબત છે.
નાના હતા ત્યારે એક વાર્તા સાંભળેલી. એકનો દીકરો બીજી સ્ત્રી ઉપાડી જાય છે અને રાજા પાસે ફરીયાદ કરે ત્યારે રાજા દીકરાના બે ભાગ કરી બન્ને ને એક એક ભાગ આપવાનું કહે છે ત્યારે સાચી માં રડવા મંડે છે અને પોતાનો દીકરો પેલી બીજી સ્ત્રીને આપી દેવનું કહે છે. હું સમજી શકુ છું કે સંતાનહીન સ્ત્રી નું દુ:ખ શું હોય છે પરંતુ આ દુખ તેને બીજાના છોકરા ચોરવાનો અધીકાર તો નથી જ આપતો ને. આવા વાંજણી વૈચારીકતા લોકો એ વિચારવું(?) જોઈએ કે તમે વિચારો જણી ના શકો તો કાઈ નહી પણ કોઇના વિચારો તો ના ચોરો. નામના મેળવવાની ચાહનામા અંધ આવા લોકોને બીજાની લાગણીઓ ક્યાં દેખાય છે. કદાચ હવે વધુ લખીશ તો મારી મર્યાદા નહી રહે એટલે અહિ જ આટકુ છું.

4 comments:

  1. kharekhar jagratbhai m totally agreed with you..ane mane aa lekh kharekhar khub gamyo...

    ReplyDelete
  2. વાત સાચી છે, પણ જો સ્થિતિ બહુ હાથ બહાર જ હોય તો ઍવામાં સાચા વિચારાકે કંઇ ચિંતિત થવાની જરૂર નથી હોતી. વિચાર-ચોર ઍક દિવસ થાક્શે જરૂર, પણ વિચારકના મગજ માં વિચારોની ધારા તો અવિરત વહેતી જ રહેવાની છે.

    માનું છું કે આ કહેવું જ ફક્ત સહેલું છે. પણ પચી શકે તો ઈલાજ પણ આજ દવામાં છે.

    ReplyDelete
  3. કદાચ તમે સાચા છો જાગ્રતભાઇ.
    પણ હું તો કહીશ કે આપણે જો શ્રોતા બનીને કે એક વાંચક બનીને જો કોઇએ લખેલા લખાણને માણીએ તો તેમાં નામના મેળવવા કરતાં ચોક્કસપણે વધારે આનંદ મળશે જ.
    પણ શું થાય કેટલાક લોકો આ રીતે બીજા કરતાં પોતાની જાતને જ વધારે છેતરતા હોય છે.આ દુનિયામાં જો આપણે કોઇને સહેલાઇથી છેતરી શકીએ તો એ આપણી જાતને જ.
    સૂર્ય પોતાના પ્રકાશે જ તેજસ્વી હોય છે પણ આવા લોકો આંખો ઉપર હાથ રાખી કહેતા હોય કે આજે સૂર્ય ઉગ્યો જ નથી તો તેમાં હીન કોણ?
    આખરે સત્ય તો સત્ય જ છે.

    ReplyDelete
  4. લાગણીહીન લોકોને દુ:ખ સાથે ક્યા નિસબત છે...નામના મેળવવાની ચાહનામા અંધ આવા લોકોને બીજાની લાગણીઓ ક્યાં દેખાય છે
    --------
    Yes..agreed w/ This....

    ReplyDelete