Thursday, September 11, 2014

સર્જનની સંતુષ્ટી થી વિસર્જનની વેદના









એક એવરેજ વ્યક્તિ કે જે કાઈક વાંચે છે, વિચારે છે તેને વ્યક્ત કરવુ જ રહ્યુ. સ્કુલ-કોલેજ મા યોજાતી નિબંધ સ્પર્ધા હોય કે ડીબેટ, રિસેસમા મીત્રો સાથે થતી વાતો હોય કે પાન ગલ્લે થતી ચર્ચા, ડાયરીની પાના હોય કે પછી બંધ દુકાનનો ઓટલો માધ્યમો બદલાતા રહેશે પણ હેતુ એક જ, બીજા કરતા વિશેષ  જે કાઈક વધુ જાણીયે છીએ તેને વ્યક્ત કરવું.
પાછલા દશકાના મધ્યાર્થ સુધી ઉપરોક્ત માધ્યમો માથી જ કોઈક એકની પસંદગી ફરજીયાત હતી. “ચેટીંગ” કે જેને હું અને નિઝામ ચિટીંગ વધુ કહેતા એક ઉભરતુ માધ્યમ હતુ પણ તેમા ખબર ના પડતી કે આપણી વાતને સામેની વ્યક્તિ ખરેખર કેટલી સિરિયસલી લે છે. પણ “ઓર્કુટ” ના આગમન સાથે ઉપરોક્ત બધા જ માધ્યમો એક જ જગ્યાએ મળી રહ્યાનો અહેસાશ થયો.
મારૂ ઓર્કુટીંગ એવા સમયે શરૂ થયુ જ્યારે ઓર્કુટ છાપે ચડ્યુ હતુ. જો તમને યોગ્ય ઉપયોગ કરવાનો વિવેક ના હોય તો દવા પણ નુકશાન કરતી હોય છે આવી સાવ સામાન્ય બાબત ભારતીય લોકો ને સમજાતી નથી. કોઈ પ્લેટફોમનો દુરઉપયોગ થાય તેમા પ્લેટફોર્મ કરતા ઉપયોગ કરતાની સામાજીક પરિસ્થિતી વધુ જવાબદાર હોય છે. ડરતા ડરતા ખોટા નામે ID બનાવી. જ્યારે વાસ્તવિકતા ખબર પડી ત્યારે સાચી ઓળખાણ આપવાની હિંમત આવી અને શરૂ થઈ એક સર્જનાત્મક સફર.
ભૈરવીની પ્રોફાઈલ મા “જય વસાવડા” ફ્રેન્ડ તરીકે હતા. રિકેવેસ્ટ મોકલી, સ્ક્રેપબુક ના ખાખાખોળા કર્યા , સાવ સાચુ કહુ તો ભોઠો પળ્યો . આવડી મોટી મિસાઈલ અત્યાર સુધી નજરે કેમ ના ચડી ? અત્યારે સાવ સહજતા થી તે દિવસને યાદ કરી કહી શકુ કે મને ખરેખર ત્યારે મારી શૈલીની કોક કોપી કરતુ હોય તેવુ લાગ્યુ. વૈચારીક સામ્યતા જોતા તેની પ્રોફાઇલમા હતી એવી કેટલીક કોમ્યુનિટીમા હું જોડાયો. અને શરૂવાત થઈ મારા ઓનલાઇન ગુજરાતી લેખનની સફરની.
ગુજરાતી મેગેઝીન, છાપા અને કોલમ કોમ્યુનિટી ઉપરથી ઓનલાઇન ગુજરાતી ટાઇપિંગ પેઇડ મળ્યુ . થેન્ક્સ રજનીભાઈ . મારો પરિચય “હું કોણ છુ….” ના ઘણા લોકો એ વખાણ કર્યા અને તે કોમ્યુનિટી નો એક એક્ટિવ મેમ્બર બન્યો. વિવિધ ચર્ચા (દોરાઓ) મા સક્રિય ભાગ લીધો અમુક લોકો ના માન ભંગ થયા તેને લીધે તેના મનમા આજ દિવસ સુધી મારા પ્રત્યે પુર્વગ્રહ છે . નામ લખવાનું કોઈ ઓચિત્ય ના હોય તેને ટાળુ છુ પણ એક વાત ખરેખર દિલથી કહુ તો જે તે સમયે વિરોધ ફક્ત જે તે વિચારો નો જ કર્યો હતો. તે બાબતે આજે પણ મારા મનમા કાઈ નથી. રજનીભાઈ, લલીતભાઈ, નિર્લેપભાઈ, કમલેશભાઈ, જીગર, સપના, દિલીપસર, પ્રેમભાઈ, ગિરિશસર, નેહલભાઈ, ઉર્વિનભાઈ, હર્ષ, ભુમિકાબેન, મિનલદી, અને રમતીયાડ લજ્જા અને દિપુ આ કોમ્યુનિટી ની કમાણી છે . ક્રિકેટ મેદાન મા કોઈ નવશિખ્યો રમતો હોય અને સચીન આવી ને ટીપ્સ આપી જાય તેવો અનુભવ મારા વિચારોને જયભાઈ જેવી વ્યક્તિ વખાણે ત્યારે થતી.
ગુજરાતી હાસ્ય લેખન (GHL) એ મને વિસ્તરવાનો મોકો મળ્યો. આ કોમ્યુનિટીએ અને ખાસ કરીને ઝાકળભાઈ, L.V.A (હવે V.L.V.A.), નિખીલભાઈ, સપનભાઈ અને તેજસભાઈ જે સ્પેસ આપી તેને કારણે જ અહી પહોચ્યો છુ. હિમતાભાઈ, અરવિંદભાઈ, રવિન, નિરવભાઈ, કુંજલબેન, નિશિત, ક્રિષ્ના, અનિરુદ્ધ, દિપ્તિબેન, અવનીબેન, કાન્તિભાઈ, નેહા, એકતા, જીતભાઈ,  શ્લોકા, રુષાંગ, પ્રતિક, વિશાલ, નિતિનભાઈ, સાકેતભાઈ, મેહુલભાઈ, જાહ્નવીબેન, યશેસ, જેક્ષ, ભુષણ, યોજોભાઈ, હાર્દિક, રુષિભાઈ, જીગ્નેશ, હિતેષભાઈ, અધીરભાઈ, બીલવાભાઈ, સાક્ષર, હેમન્ત, અનુજ, આસ્તિક વગેરે ને હું આજે યાદ કરી શક્યો અને તેને હજી હું યાદ છુ તે સંબંધની પાયાની મજબુતાય છે.
ગરવી ગુજરાત (GG) એ મને હોમપિચ પુરી પાડી. સ્નેહાદીદી, ખ્યાતિબેન, નમનભાઈ, બીનલબેન, આનંદ અને GHL ના મોટાભાગના મીત્રો સાથે વૈચારિક કસરત કરી તે કેમ ભુલાય. સુખ દુ:ખની વહેચણી હોય કે વિશેષ પરિચય પ્રશ્નોત્તરી આ કોમ્યુનિટીએ મને વર્તમાન ઓળખ આપી.
ઓર્કુટનો આ સંઘ માઇગ્રેટ થઈ ફેસબુક પર આવ્યો. બીજા કેટલાય લોકો આ સંઘમા ભળ્યા પણ જેમ પાકિસ્તાની શિખ, સિંધી, તિબેટીયન અને કાશ્મીરી પંડીત એક જગ્યાએ વર્ષોથી સેટલ થયા પછી પણ પોતાને માઇગ્રેટર સમજે છે તે જ રીતે હમણા સુધી હું પણ આવુ જ સમજતો . કારણ બહુ સિમ્પલ છે ત્યાંથી નિકળવુ ના હતુ પણ તેના સિવાય છુટકો પણ ન હતો. અંદર અંદર એક આશ હતી કે ફરી પાછો તે મેળાવડો જામશે. કોશિસ પણ કરી પણ હવે તે બધુ વ્યર્થ છે.
આ મહિના ના અંતમા ઓર્કુટ હંમેશ માટે બંધ થાય છે. તે સાથે અંત આવશે કેટલીય પ્રોફાઇલ અને કોમ્યુનિટીઓ નો, જે તે કોમ્યુનિટીમા ચર્ચાયેલી કેટલીય ચર્ચાઓ નો, પ્રોફાઇલ પિક્ચર્સ અને ટેસ્ટીમોનિયલનો અને સ્ક્રેપનો. વ્યક્તિગત રીતે જોવ તો મારા સર્જનનો એક બહુ મોટો ભાગ જુદાજુદા દોરાઓમા ચર્ચા રુપે સર્જાયેલો, તેને સાચવવો કે સંગ્રહીત-સંકલીત કરવો અશક્ય છે. કારણ એટલુ જ કે ચર્ચા સામુહિક થયેલી હોય એટલે મારા એકલાના શબ્દોનું એકલુ કોઈ જ મહત્વ ના રહે અને આવી આખી ચર્ચાઓ ઓર્કુટ સિવાય બીજે ક્યાય વ્યવસ્થિત સચવાય નહી. એટલે ઓર્કુટની સાથે તેનો પણ અંત નિશ્ચિત છે.
જે કાઈ સર્જન કર્યુ તેનો પુરો સંતોષ છે અને આજે જ્યારે તે બધુ જ વિસર્જન ને આરે છે ત્યારે અસહ્ય વેદના . પણ… મારા મીત્રો સ્વજનો કે જે આ સર્જન યાત્રા, વિચાર મંથન ના નવનિત-અમૃત સ્વરૂપે પ્રાપ્ત થયા છે તે કદાચ મારી હયાતી સુધી સાથે રહેશે . અને મારી હયાતી સુધી રહેશે મારી JK અને જાગુભાઈ તરીકેની ઓળખાણ. કદાચ તે પછી પણ.


સિલી પોઇન્ટ
વ્યક્તિ-વસ્તુની સાર્થકતા તેની હાજરી નહી ગેર-હાજરીની નોંધ લેવાય તેમા છે. આપણે જ્યારે પણ મળીશુ, એક બીજને યાદ કરીશું ત્યારે ત્યારે કદાચ પહેલા ઓર્કુટની યાદી થાશે. એ રીતે કદાચ આવતા ૨૫-૫૦ વર્ષ સુધી તો ઓર્કુટ ની નોંધ લેવાતી રહેશે