કુછ તબીયત હી મિલી થી ઐસી; ચેઇન સે જીને કી સુરત ના
હુઈ,
જીસ કો ચાહા ઉસકો અપના ના શકે; જો મિલા ઉસસે મહોબ્બત
ના હુઈ.
-
નિદા ફઝલી
નિદા ફઝલી ની ગઝલની આ પંક્તિઓ પ્રેમ અને
માનવ સ્વભાવ ને બખુબી બયાન કરે છે. દરેક સામાન્ય વ્યક્તિ માટે પ્રેમ એટલે ફીલ્મમા
બતાવવા મા આવતો પેલો બીબઢાળ પ્રેમ કે જેમા હિરો હિરોઈન ને જુએ અને પહેલી જ નજર મા
પસંદ કરી લે. કા તો થોડા ચક્કર લગાવી હિરો-હિરોઈન નું સેટીંગ થઈ જાય. આવુ ફિલ્મમા
થાવુ સ્વાભાવિક જ છે કારણ કે ફિલ્મમા અઢી-ત્રણ કલાક મા બધુ જ સમેટી લેવાનું હોય
છે. બહુ રિયાલીસ્ટ ફિલ્મ હોય તો અંત સુધી બન્ને ને લબડાવી મળતા કા તો સાથે જ અથવા
તો કોઈ એકલા ને અનંતની વાટ પગડતા બતાવવામાં આવે છે.
વાસ્તવમા
પ્રેમ એ કાઈ ઇનસ્ટંટ બે મિનિટ નુડલ્સ નથી તેનો નિર્ણય તરત આવી જાય કે નથી એનર્જી
ડ્રિન્કનું કેઇન કે પિધાની સાથે વ્યક્તિ હવામા ઉડવા મંડે. પ્રેમ એ તો એક સતત ચાલતી
પ્રક્રિયા છે તેનો છેડો આવતા વર્ષો કે દશકાઓ પણ લાગે છે. પ્રેમ ને સતત પોસવું પડે
અને તેને પાંગરતુ જોવાનો પણ લહાવો છે. પણ આટલી ધીરજ છે કોના મા ?
મોટા ભાગના
અહી જ ભરમાય જાય છે. ઝંખનાની તિવ્રતા જ એટલી હોય છે કે પામવાના પ્રત્યેક પ્રયત્ને
જંજાવાતો ઉત્પન્ન થાય છે. પ્રેમ પામવા ના પ્રયત્નો પહેલા ઇચ્છા પછી મહેચ્છા, જીદ્દ
અને છેલ્લે જુનુન મા પરિવર્તીત થાય છે. પ્રેમ એ અસ્વિકારના રિસ્ક સાથે નું
લાગણીઓનું એવુ ઇન્વેસ્ટમેન્ટ છે કે જેના ઓફર ડોક્યુમેન્ટ ક્યાય અવેલેબલ નથી અને
છ્તા રિસ્ક લીધા વગર સ્વિકારનું રિટર્ન મળતુ નથી. અસ્વિકાર પછી પણ પેશન રાખી
રિવોર્ડની રાહ જોવી પડે છે. અને અંતે હ્યદયના એકાદ ખુણે નપાંગરી શકેલ પ્રેમની
ભિનાસ આજીવન સંઘરી રાખવી પડે છે.
સંભાવનાના
સિદ્ધાંત મુજબ સ્વિકાર –અસ્વિકારની શક્યતા એક જેમ એક ની છે. પણ વાસ્તવિક રીતે આ
રેશિયો ખુબ ઉંચો છે. મુખ્ય કારણ પાત્રતાના પ્રમાણે ઉચી અપેક્ષા. તો પાત્રતા વાળી
વ્યક્તિમા ક્યારેક પવિત્રતા અને પારદર્શક્તા ખુટતી હોય છે. કેટલાય અરમાનો અને
આશાઓના પાયા પર ખડા થયેલ આલીસાન સ્વપ્ન મહેલો પવિત્રતા અને પારદર્શક્તાની મજબુતી
ના અભાવે કળડ…ભુસ થતા હોય છે. અને પછી થાય છે દોષારોપરણનો એક લાંબો દોર ચાલુ.
પુર્ણ સજ્જતા વગર ના સંબંધો ની મંઝીલો મોટાભાગે અહી આવી જતી હોય છે.
અને છેલ્લે
જેની સાથે ચાહત હોય તેને પામી નથી શકતા અને જે મળે તેને ચાહી નથી શકતા . ઝંખના ના
જંજાવાત થી જે પ્રેમ નો આગાઝ થયો હોય તેનો અંજામ અસ્વિકાર ના આંસુના સંમન્દર મા
ડુબી ને થતો હોય છે.
સિલી
પોઇન્ટ
ફિલ્મ રાંઝણા મા મુરારી એક ડાયલોગ બોલે છે, “અકસર
ગલ્લી-મહોલ્લે કે લડકે કા પ્યાર ડોક્ટર ઓર ઇન્જીન્યર લે જાતે હૈ.” – ભાઈ લઈ જ જાય
ને પેલા છોકરાવ પોતાના પ્રેમ ને જોવા માથી નવરા પડે અને કાઈક બને તો પ્રેમ ને પામે
ને.