છેલ્લા ૨૫-૨૭ વર્ષથી અને તેમા પણ છેલ્લા ૫-૧૦ વર્ષથી તો ખાસ લગભગ દરેક એવી વ્યક્તિ કે જે મારી જેમ કાઈક વિચારી શકે છે અને તે વિચારોને વ્યક્ત કરી શકે છે તે દર ધડાકે એક જ પ્રકારનો વિલાપ કરતો આવ્યો છે. આંતકવાદીને જડબાતોડ જવાબ દેવો જોઈએ, આ બધી જ પ્રવૃતિ સીમા પારની છે અને તેને રોકવા માટે અમેરીકા-ઇઝરાઇલ જેવી શખ્ત નિતી અપનાવવી જોઇએ, નેતાગીરી નમાલી છે વગેરે વગેરે . સામે પક્ષે મહાન ભારતના અતિ મહાન નેતાઓ પણ એક અગાઉ થી તૈયાર સ્ક્રિપ્ટ વાંચતા હોય તે રીતે એકની એક વાત બકી જતા હોય છે. અહી આ બધી જ વાત કોઈ એક પક્ષ કે સરકારને કેન્દ્ર સ્થાને રાખી નથી લખી તે ચોખવટ પ્રાથમીક તબક્કે જ કરી દવ. બધા જ પક્ષ અને બધી જ સરકાર વખતે આ જ નાટક ભજવાતુ આવ્યુ છે.
એક ખાલી આંતકવાદ જ શા માટે દેશની દરેક સમસ્યા વખતે આવું જ નાટક ભજવાતુ આવ્યુ છે . પણ અહી ખાલી આપણે આતંકવાદને જ કેન્દ્રમા રાખી વાત કરવાની છે. આખી વાત ને જો એક જ વાક્યમા કહેવી હોય તો “જ્યારે જ્યારે રાષ્ટ્રનિતી પર જ્યારે રાજનિતી હાવી થાય છે ત્યારે ત્યારે જે તે દેશની આ જ દશા થવાની” . હું કોઈ મોટો તત્વજ્ઞાની નથી કે નથી બહુ મોટો રાજનિજ્ઞ પણ આ વિષયને સમજવા, જેટલું સમજુ છુ જેટલુ જોયુ છે તેના આધારે હું આ કહી શકુ છું.
થોડુક ડીપમાં જઈએ તો આજથી ૬૦-૭૦-૮૦ વર્ષ પહેલા સુધી દેશ પ્રથમ હતો બીજી બધી જ વાત પછી આવતી. કોન્ગ્રેસ હોય, મુસ્લીમ લીગ હોય કે પછી જમણેરીઓ-ડાબેરીઓ હોય બધા માટે દેશ પહેલા બાકી બધુ પછી . કારણ બધાનો ટારગેટ એક જ હતો દેશની આઝાદી . જેવી દેશની આઝાદીનો સમય નજીક આવતો જણાયો એટલે તરત જ દેશ ટારગેટ માથી હટી ગયો અને સત્તા ટારગેટ બન્યું પરિણામ દેશના ત્રણ કટકા થયા અને લાખો લોકો પ્રભાવિત થયા. ભલુ થયું ભારતનું કે સરદાર પટેલ જે તે સમયે તે ને મળ્યા બાકી ગણ્યા ગણાય નહી તેટલા દેશોમાં આ દેશ વહેચાય જાત. (મારે માંગરોલ થી મુંબઈ સાસરે જવું હોત તો કેટલા દેશોને ઠેકવું પડેત ? :D) . સરદાર પટેલ આ કરી શક્યા કારણ કે તેનો ટારગેટ દેશની અખંડતા અને એકતા હતી તો સામે પક્ષે ચાચા નહેરૂ ગંભિર ભુલો કરતા ગયા કારણ કે તેનો ટારગેટ દેશ નહી પોતાની શાંતિદુત તરિકેની વૈશ્વિક છબીને બચાવવાનો હતો. ચીને પુંઠે લાત મારી ઘોર નિંદ્રા માથી જગાડ્યા ના હોત તો આ ચાચા હજી કબુતર ઉડાડ્યે જ રાખેત . શાસ્ત્રીજી કમનશીબ કે તેને એક એવી ધરોહર મળી કે જેને આગળ વધાર્યે જ છુટકો હતો. પાયામાં થયેલી ભુલો પર નવી ભુલોનું ચણતર કરતા રહ્યા. ઇન્દીરા ગાંધી ઉપર સત્તાનો નશો ના ચડ્યો હોત તો ભારત ૮૦ના દાયકા માં જ સુપરપાવર બની ગયુ હોત . તે એવી વ્યક્તિ હતા કે જેના ટારગેટ તેના માઇન્ડમાં ક્લિયર હતા. આ કરવું છે પરિણામ ગમે તે આવે, એટલે જ તો પાકિસ્તાન સામે યુદ્ધ કરી તેના બે ટુકડા કર્યા, અણુ ધડાકા કર્યા ઓપરેશન બ્લુ સ્ટાર વગેરે થઈ શક્યા. અહી વચ્ચે એક મુદ્દાની વાત લખવાની ભુલાઇ ગઈ ૧૯૬૫ સુધી માં જે દેશ ધર્મના નામે વહેચાયેલો હતો તે જ દેશ હવે ભાષા અને પ્રાન્તના નામે વહેચાયો. કારણ વિકાસનું ધરી ટારગેટ સત્તા ભોગવવાનું હતું. ઘણા વિદ્વાનો અમેરીકાનો દાખલો આપી કહે છે કે ભારતમાં ઓછામાં ઓછા ૫૦ રાજ્યો હોવા જોઈએ. હું ૧૦૦ % સહમત છુ કે નાના રાજ્યો હોય તો તેનો વહીવટ સરળ રહે અને વિકાસ જલ્દી જાય ઉદા. છત્તીસગઢ, પણ ભારતમાં ચુંટણી પ્રણાલી એવી છે કે નાના રાજ્યો રાજકીય અખાડો બનીને રહી જાય તેવી પુરતી સંભાવના રહેલી છે ઉદા. ઝારખંડ-ગોવા .
ઇન્દીરા ગાંધીની હત્યા પછી આખો દશકો ભારત વિચારશુન્ય નેતાગીરીના હાથમાં ભગવાન ભરોસે રહ્યું. આ એવો તબક્કો હતો જેમા લાભ કરતા લાંબાગાળાનું નુકશાન વધુ થયું. અત્યાર સુધી જે દેશ ખાલી ધર્મ અને ભાષા-પ્રાન્તના નામે વહેચાયેલો હતો તે હવે જાતીઓમાં વહેચાયો. સવર્ણ અને દલીત તો બરોબર પણ પછાત અને અતિ પછાત થવાની જાણે રેસ લાગી. આજની મોટાભાગની સમસ્યાને તપાસવામાં આવે તો તેનું મુળ અહી જોવા મળશે .
તમને થશે જાતીવાદ અને બોમ્બધડાકા વચ્ચે શું કનેકશન છે ? સિધા જ તાર જોડાયેલા છે. બોમ્બ ધડાકા રાજકીય નિષ્ક્રિયતા અને ઇચ્છાશક્તિના અભાવને લીધે થાય છે. ત્વરીત નિર્ણયશક્તિ અને પરિણામ ભોગવવાની તૈયારીના અભાવને લીધે થાય છે. દેશની-રાજ્યોની કમાન લગાડ લુચ્ચા લલ્લુ-પંજુઓ ના હાથમાં છે તેને લીધે થાય છે. આ બધા જ (અવ)ગુણો ધરાવતો કોઈ વ્યક્તિ પોતાની જાતિ ના જોરે સહેલાયથી ચુંટાય અવી શકે છે. રાજકીય પક્ષો પણ સારા વ્યક્તિને નહી જાતિય સમીકરણમાં કોણ ફીટ બેસે છે તેને જ ટીકીટ આપે છે કારણ પહેલો ટારગેટ દેશનો વિકાસ નહી સત્તા મેળવવી-ટકાવી રાખવી તે છે.
સામે પક્ષે જે તે જાતીના નેતાઓ પોતાનો વિકાસ કેમા થાય છે તે વાતને કેન્દ્ર સ્થાને રાખી રાજકીય પવન પ્રમાણે સઢ ફેરવતા રહે છે. જે તે પક્ષમાં જે તે વિસ્તારમાં પોતાની જાતી ની વસ્તિના આધારે કદ નક્કી થતુ હોય ત્યારે રાષ્ટ્રીય તો શું સ્થાનિક સમસ્યા સામે પણ કોણ નજર નાખે છે ? ઉદા. સાથે સમજાવું, ધારો કે એક મતવિસ્તારમાં ૧.૨૫ લાખ મતદાર છે . તેનો ઉમેદવાર નક્કી કેમ થાય ? તે નક્કી કરવાનું એક સાદુ ગણીત છે. ૧.૨૫ લાખ માથી મહત્તમ ૭૦ % મતદાન થાય એટલે કે ૮૭-૮૮ હજાર મત પડે . હવે ધારો કે X જાતી ના મતદાર ૬૦ હજાર છે તો તેના ૭૦ % લેખે ૪૦-૪૫ હજાર મત થાય તો આ એક ચોક્કસ જાતીને સાચવી રાખો એટલે મોટા ભાગે જે તે સીટ પાક્કી .
અમારા જેવા ગાંડા માણસો જ્યારે પણ આવી ડાહી ડાહી વાતો કરે છે ત્યારે ઘણા ચીંટીયો ભરી ને કહે છે, “ભાઈ રાજકારનમાં જાવ ને” ત્યારે શું જવાબ આપવો ? બોમ્બ ધડાકા થતા આવ્યા છે અને ભવિષ્યમાં થતા રહેશે . તિવ્રતા અને માત્રા જે છે તેના કરતા પણ વધતી જાશે. અંતે ભારતીય પ્રજા બહુ ફ્લેક્ષીબલ છે બધી જ સમસ્યાઓ વચ્ચે સમતા સાધી સદીઓ થી જેમ જીવતી આવી છે તેમ આ સમસ્યા ને પણ અપનાવી લેશે –અરે અપનાવી લીધી છે. જે પાયા પર આ ઇમારત ઉભી છે તે પાયા માં જ દોષ હોય ત્યારે પાડોશીને ગાળો ભાંડી શો લાભ ? વિચારવા જેવી વાત છે નહી.
-:સીલી પોઇન્ટ :-
મારો એક મીત્ર છે, તેના પપ્પા, કાકા-કાકી, મોટીબહેન-બનેવી, મોટોભાઇ-ભાભી, પોતે અને પોતાની વાઇફ, નાનોભાઈ અને તેની વાઇફ, કઝીન અને તેની વાઇફ એમ તેના ઘરના કુલ ૧૩ જણા સરકારી નોકરીયાત છે . બધુ મળી માસીક ૨.૫ થી ૩ લાખ સરકારના જમે છે છતા તે સરકારી ચોપડે અતિ પછાત છે. :O ખરેખર મેરા ભારત મહાન.
જાગ્રતભાઈ ...
ReplyDeleteએકદમ સંમત આપની વાત સાથે!
દરેક એક વાત બીજી વાત સાથે સીધી કે આડકતરી રીતે વણાયેલી હોય જ છે!
અને દેશ નો વિકાસ શું? દેશ તાકી રહે તો પણ ઘણું એવા સંજોગો હાલ તો ઉભા થઇ રહ્યા છે!
કોઈ આપડી સામે આંગળી ચીંધે તો પોતાની ભૂલ સુધારવાની જગા એ સામે આંગળી ચિંધનાર ના આખા કુટુંબ ની આંગળી વાઢી નાખવાનો નવો દસ્તુર શરુ થયો છે!
અન્ન એન્ડ પાર્ટી એ એક ભૂલ ચીંધી ત્યાં દરેક પર ઢગલો તહમતો ના તાજ ચઢી ગયા!
આં જ છે આપણા દેશ ની સમસ્યા આજે, જે બોલે એના આખા ગામ ને મૂંગું મારી દેવું!
આતંકવાદી ઓ ને એશ છે ને દેશ માટે લડનારા ને કનડગત !
નાના નાના મુદ્દે પણ ખોટું છે એ માટે અવાજ ઉઠાવો તો તમે ખરાબ અને વિદ્રોહી ! ને જે સહન કરે એ સંસ્કારી !!!