Monday, September 7, 2009

ભુતકાળ,વર્તમાનકાળ,ભવિષ્યકાળ. ત્રીજો પુરૂષ બહુવચન.



શિક્ષક "ડે" હમણા જ ગયો. ઓગસ્ટના છેલ્લા "વિક"મા હું મારા "નેટીવ" જુનાગઢ "ડિસ્ટ્રીક્ટ"ના માંગરોલ નામના નહી "સીટી" નહી "વિલેજ" ગામમા હતો. "આફટર""મંથ" હું ત્યા ગયો હતો એટલે "નોટીસ" કર્યુ કે બહુ "ચેન્જ" આવ્યુ ના હતું. જો કે "લાસ્ટ" ૨૦ "યર્સ" કોઇ કરતા કોઈ "ચેન્જ" આવ્યું જ નથી. હા,"સ્ટડીઝ"ની બાબતમા "લાર્જ ચેન્જીસ" આવ્યા છે. કેવા "ચેન્જીસ" આવ્યા છે તે વિષે "નોલેજ" લેવા હું મારી "ઓલ્ડ સ્કુલ" મા ગયો હતો.
આજે અને આવતીકાલે સામાન્ય પણે બોલાતી ભાષા આવી જ હશે. જેનો સ્વિકાર આપણે સૌ એ કરવોજ રહ્યો. જડતા નાશનું મુળ છે તે બધા જ જાણે છે. મને આ ભાષામા વાત કરતો જોઈને સૌથી વધુ ખુશ મારા ઇંગ્લીસના સર થતા હશે. ધો.૧૦ મા તેણે મને કહ્યુ જ હતું, "જાગ્રત અંગ્રેજીમા તારૂ પાસ થવું મુશ્કેલ છે,પણ મને વિશ્વાષ છે કે તું મને ખોટો સાબીત કરીશ." બોર્ડવાળાનો આભાર કે ૬૦ માર્કનું ગ્રામર પુછ્યું અને હું એકલા ગ્રામરના સહારે નિકળી ગયો. તેવો જ મુશ્કેલ વિષય મારા માટે સમાજશાસ્ત્ર હતો. ડઢાણીયાસરે ગેરેન્ટી આપી હતી કે તું પાસ થઈશ જ નહી. ભલુ થયુ પરિક્ષકનું કે ૩૭ માર્ક આપી દીધા.

છેલ્લે આ બધા સિવાય, અજયસર ને મળવાનું થયું. વાત માથી વાત નિકળી અને મે કહ્યું, "સર અત્યારે જીવન રૂપી પરિક્ષામા પાસ થવાના પ્રયત્નો ચાલુ છે અને મુશ્કેલી એ છે કે કોઈ અપેક્ષીત પણ બજારમા મળતી નથી જેમાથી કોપી કર્ય. બીજુ તમે મારેલો માર અમને અત્યારે કામ લાગે છે." સાચુ કહું તો શિસ્તનો ત્યારે જે આગ્રહ હતો અને માનસપટલ પર મારથી જે છાપ પડી ગઈ હતી તે અત્યારે ખુબ કામ આવે છે. જેને "ટફ વર્ક" કહી શકાય તેવા કામ માટેનો "મોરલ" છેક સુધી જળવાય રહે છે. કામ પ્રત્યેની નિષ્ઠા પ્રાથમીક અને માધ્યમીકમા મળેલી શિક્ષાને આભારી છે.

પરંતુ નિરાસા તેમની વાત સાભળીને બહુ થઈ. તેણે જ્યારે એમ કહ્યું,કે "જાગ્રત તમને જે હક થી મારી શકતા હતા એટલી હક થી અત્યારે તો કોઈ વિદ્યાર્થીને ખીજાય પણ નથી શકતા. કાઈ પણ કેવાય જાય છોકરાને તો બીજા દીવસે તેના મમ્મી-પપ્પા સ્કુલે આવે અને કહે કેમ અમારા છોકરા કાઈ કહ્યું." જે હાથમા ફુટપટ્ટી સદાય ફરતી રહેતી અને જે આખની કલ્પના માત્રથી અમારી ચડ્ડી ઢીલી થઈ જતી તેમા નિરાસા જોય બહુ દુખ થયું. કદાચ શિસ્તનું મુલ્ય જાણતા હોવા છતા ભવિષ્યના નાગરીકોમા તેનુ નિરૂપરણ ના કરી શકવાનું દુખ હું જોય શકતો હતો.

પણ એક પિતા તરીકે મને ચિંતા થવા મંડી. મારા પપ્પા તો મને આવી કડક સ્કુલમા મુકી નિ:ચિંત થઈ ગયા હતા પણ મારૂ શું ? જો બધે જ આવું હોય તો મારા બાળકમા શિસ્ત કેવી રીતે આવશે ? કારણ કે ઘર કરતા પણ બાળક સ્કુલમા વધુ હોય છે. અને જો ત્યાં જ આવું હોય તો ???????

ચિંતા કરવા જેવો પ્રશ્ન છે અને જેનો જવાબ મારી પાસે નથી. બહું જલ્દી જવાબ મેળવો પડશે.


4 comments:

  1. વાહ, સરસ રીતે તમે તો ટીચર્સ ડે ઉજવી દિધો !!
    તમારા શિક્ષકો માટે તમને જે પ્રેમ અને માન છે તે માટે તે સમયનો આભાર માનવો રહ્યો અને તમારા ગામ નો પણ. કારણ કે આજના so called modern age માં શિક્ષકો માટે માન, અને પ્રેમની ભાવના રહી નથી જેમાં લેભાગુ શિક્ષકો અને શિક્ષણ સંસ્થા પણ એટલી જ સહભાગી છે!
    આજે મને તો શિક્ષણ એક business જે ખુબ સરસ ચાલે છે - તેવું જ લાગે છે . જીવનઘડતર, શિસ્ત વગેરેની અપેક્ષા આ શિક્ષણની ધમધમતી દુકાનો અને દુકાનદારો પાસેથી ક્યાં કરવી !!!! - આપણા છોકરાઓના કમનસીબ - :((

    ReplyDelete
  2. ekdum samany manas ni vaat ekdum bhar vagar na shabdo sathe saras varnan karyu..

    ReplyDelete
  3. જાગ્રતભૈ, ફકત કદક શિક્શાથિ જ સારા સન્સકાર અએવિ તમરિ માન્યતા ભુલ ભરેલિ ચ્હે.
    બાલકોને પ્રેમથિ ભનાવવા જોઇએ અને શારિરિક શિક્શા ના જ હોવિ જોઇએ.

    ReplyDelete
  4. very very true and straight from heart!

    tamari vat ekdam sachi chhe! mari ben school ma teacher chhe.. students bauj tofani hoy, pan teacher's thi ek shabd na kevay...
    kalyug chhe!

    dont worry @ ur child... ee tamara jem "samvedana thi chhalochhal" hase, aetale vandho nai aave!

    ReplyDelete