મારા માટે આ પ્રયાસ રોટલી ના લોટ માંથી લાપસી બનાવ જે્વો છે પણ પછી થયું કાઇ વાંધો નહી લાપસી ના બને તો મીઠિ પુરી તો બનાવ્યે. આમ ધારીને આ પ્રયા્સ કરૂ છું. પછી થયું ક્યાં વિષય પર લખું ? જીવનમાં મુર્ખામી ઘણી કરી છે ચાલને આવીજ મુર્ખામી બધા સાથે સેર કરીયે.
આ પ્રસંગ ત્યારનો છે કે જ્યારે હું વલ્લ્ભવિધ્યાનગર F.Y.B.Com માં ભણતો હતો. શિયાળો પોતાનો રંગ દેખાડતો હતો. અમે બધા પાર્ટનર એક ગંભિર સમસ્યાના સમાધાન માટે ભેગા થયા હતા. સમસ્યા સવારે ન્હાવા માટે ગરમ પા્ણીની હતી. અમારી પાસે સ્ટવતો હતો પણ તેને ચલાવવા કેરોસિન ન હતું. અમારી પરિસ્થિતી ખાલી બંધુક લઈને સિંહનો શિકાર કરવા નિકળેલા શિકારી જેવી હતી.
મે પ્રસ્તાવ મુક્યો કે" આપણે બ્લેકમાં કે્રોસિન લઈએ તો કેવું". મારા જાણકાર પાર્ટનરે મને કહ્યું કે " બ્લેકમાં પણ જોઇએ તેટલુ મલતું નથી અને ભાવ એક લીટરનો રૂ.૨૫ કહે છે". મે કહ્યું, " યાર આતો ્પેટ્રોલથી પણ મોંઘુ,પેટ્રોલના તો રૂ.૨૪ છે." અમારા ભેગો એક નંગ પણ હતો તેણે પ્રસ્તાવ મુક્યો " તો પછી યાર સ્ટવમાં પેટ્રોલ જ પુરોને જોઇએ ત્યારે મળી તો જાય અને ભાવમાં પણ સસ્તું પડે". ખરેખર ત્યારે અમે ગંભિર હતા બાકી પેલાને એક મારવાની ઇચ્છા થઈ ગઈ હતી.
આ ચર્ચાથી કંટાળી મારા બે પાર્ટનર તપનભાઇ અને નિરવભાઇ આટો મારવા જતા રહ્યાં પેલો નંગ ઉંઘી ગયો અને બે જણા વાતો કરતા હતા. ત્યાં કોઇ તપનભાઈ ને મળવા આવ્યું.હું તેમની સાથે વાત કરતો જ હતો ત્યાં પેલો નંગ નિંદરમાં અમારી પાસે આવ્યો, અને પેલા આવનારને ્પુછ્યું, "તમને તપનભાઇનું કામ છે ? " પેલા કહ્યુ કે "હા". તો પેલા નંગે તો ટોપ ફોડી " તમારે પણ કેરોસિન લેવાનું છે ? "
હું તો ત્યા જ હ્સી-હસીને બે્વડો વળી ગયો, પેલો નંગ ઉંઘમાં પણ કેરોસિનના સપના જોતો હતો.
verry nice...
ReplyDelete